વિધવા હીરલી - 11 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - 11

ચોમેર સુકાઈને ખાખ થતાં વગડમાં,પાણીના એક એક ટીપા માટે તરસતી ધરતી પોતાની રજની ડમરીઓ હવામાં ઉડાવી રહી હતી. બધી જ બાજુ નજર માંડતા લાગતું કે ભર ચોમાસે રણ વાવ્યું હોઈ. પરંતુ મરુસ્થલમાં સ્ત્રીઓ રંગબેરંગી વસ્ત્રો સજીધજીને વસંતને ખીલવી રહી હતી.પાવાના નાદથી ગુંજવતા મેળામાં, ચારેબાજુ માનવમહેરામણથી ઉમટી રહ્યું હતું. જ્યાં માનવ પોતાનું મન મૂકીને માલે એટલે તે મેળો.
" બાંધણી લો,કેડિયું લો , ઘરનો શણગાર લો........" શોરબકોરમાં પણ કર્ણપ્રિય મધુર સ્વર પોતાની તરફ ખેંચતો હતો.હાથ વણાટ વડે ગુંથાયેલા વસ્ત્રો અને શણગાર દૂરથી જ નજરમાં સમાય જતાં હતા.એ હાટડીની આજુબાજુ શહેરીજનોની ભીડ લાગી હતી અને એ ભીડની વચમાં હીરલી પોતાની કલાને જીવંત કરી રહી હતી. જીવંત એટલા માટે કે જે કલા વર્ષોથી નિષ્ક્રિય થઈને પડી હતી.ગામડામાં ખાસ મહત્વ ન્હોતું અને સ્ત્રીઓ ખેતરકામ કે ઘરકામ કે પછી પુરુષની સેવાથી ઊંચી આવે તો આ માર્ગે જાય. તેમ જ હીરલી પણ દબાઈને પડી હતી.પણ આજે મેળામાં તેણી કલા હોંશે હોંશે વેચાઈ રહી હતી.આંખોમાં દર્દ હતું, હોઠો પર હલકું સ્મિત, જાણે ચેહરો કેટકેટલા ભાવ છોડી રહ્યો હતો તે સમજી શકાય તેમ નહોતું.આ બધું દૂર ઉભેલી એક સ્ત્રી હીરલીને નિહાળી રહી હતી.એને બાંધણી કરતા હીરલીમાં વધુ રસ પડ્યો, જીજ્ઞાસા જાગી.
હીરલીની હાટડીમાનો સર્વ સામાન વેચાય ગયો ત્યારે પેલી સ્ત્રી એની પાસે આવીને ઊભી રહી.

" બેન, શમા કરો.બધો સામાન વેસાય ગયો સ. બસ, આ આસનીયું જ વધ્યું સ."

તે હીરલીના ચેહરાના ભાવ વાચી રહી હતી, પરંતુ એ ભાવ માટે પૂછી પણ નહોતી શકતી. એટલે આડકતરી રીતે પૂછ્યું...

" આ સ્ત્રીઓ, મેળાના રંગમાં કેટલી ઘેલી બની છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજીધજીને ખુલ્લા હાથે ખુશી લૂંટી રહી છે.ચેહરા પર ઉમંગ સમયો સમાતો જ નથી."

" બેન, એ ગામડાંની સ્ત્રીઓ સ.વર્ષે એક વાર ખૂંટે થી છૂટ પસ ધમાલ જ મસાવ ક. અન એમનઈ ખબર સ ક પાસુ ઘેર જઈન ખીલે જ બંધાવાનું સ."

હીરલીના સ્વરમાં સ્ત્રીઓ માટેની તકલીફ જોવાતી હતી. તે સ્ત્રી મનોમન સમજી જાય છે કે આ સ્ત્રીના ઊંડાણમાં કેટલીય મૂંઝવણ ભરેલી છે.

" બેન, તમે ક્યારનાંય બાંધણી વેચી રહ્યા છો, અને બાંધણી બધી વેચાય પણ ગઈ. તો કેમ ચેહરા પર એનો આનંદ નથી જોવાતો?"

"શું કઉ બેન! જે બાંધણીના રંગો સુહાગણ સ્ત્રીઓના નસીબમાં સ એ મારા માટ તો માત્ર કાળા રંગ સમાન જ સ."

"બેન, તમારી વાત મને સમજાય નહિ."

"વિધવાની આ જ વ્યથા સ ક એની વાત કોઈ હમજતું નહિ.એની લાગણીઓ, સુખદુઃખ, એના ઓરતા બધુજ કાળું કાળું હોઈ સ. કોઈ રંગ ન લાગ એન."
હીરલીની વાત બરાબર ઘા સમાન તે સ્ત્રીના હૈયામાં વાગી જાય છે. હજુ તો જુવાનીના ઉંબરે ઉભેલી સ્ત્રીને આ આયખું કેવી રીતે ખૂટશે? હવે,એની જિંદગી વિશે વધુ પ્રશ્ન કરીને લાગણી દુભાવવા ન્હોતી માગતી એટલે તે સ્ત્રી ચૂપ રહી ગઈ. થોડુક વિચારીને, " બેન, અમે નિરાધાર મહિલાઓ માટે સંસ્થા ચલાવીએ છીએ.જે સ્ત્રીને કોઈનો આધાર ન હોઈ, પતિ વડે ત્વજાયેલી હોઈ કે અનાથ હોઈ એમને આશરો આપીને પગ પર ઉભી રહે તે હેતુથી વિવિધ વ્યવસાય શીખવીએ છીએ. જો તમે ભરતગૂંથણ કે બિડવર્ક શીખવાડવા માટે મારી સંસ્થામાં આવી શકો છો?"

આ પ્રશ્ન હીરલી બરાબર સમજી ગઈ. તે સ્ત્રી મને આશરો આપવા માગે છે. મારી આ સમસ્યાથી મુક્તિ આપવા માગે છે.એટલે એને સીધી જ રીતે જવાબ આપવો યોગ્ય સમજ્યો.

" બેન, હું આ મુશ્કેલીથી ભાગવા નહિ માગતી. ઓઈ રહિ ન જ એનો સામનો કરવા માગું સ. મારા જેવી તો શેટલીય અભાગી સ આ ગોમમાં."
" તમે અહીજ રહેવા માંગો છો તો સારું. પણ તમે બધી જ સ્ત્રીઓ ભેગી થઈને સામનો કરશો તો જરૂર થી પરિવર્તન આવશે.જો સ્ત્રી પગ પર ઉભી રહેશે તો સમસ્યાનો સામનો કરવા માટે સક્ષમ બનશે.તમને જરૂરી હોઈ એવી બધી જ મદદ હું કરીશ. મારું નામ સાવિત્રીબેન છે.અમારી સંસ્થા છે ' મહિલા ઉત્થાન કેન્દ્ર '." સાવિત્રીબેને મનમાં નક્કી જ કરી લીધું આ સ્ત્રીઓને સહાય કરવાનું.
હીરલી વિચારે છે કે બેનની વાત સાચી વાત છે.સ્ત્રી જાતે જ કમાતી થાય તો બીજા પર આશરો રાખવો ન પડે અને પુરુષના હવસનો શિકાર પણ ન થઈ શકે.પરંતુ અહી પ્રશ્ન માત્ર આજીવિકા માટે ન્હોતો , સમાજમાં માનભેર સ્થાન મેળવવા માટે નો હતો.

" બેન, તમારું નામ શું છે?"
" મારું નોમ હીરલી સ.હવ હું રજા લવ સુ. ઘરે જવાનું મોળું થઈ જશ." એમ કહીને હીરલી ઘરે જવા માટે નીકળી ગઈ.પણ મનમાં પેલી સ્ત્રીએ કહેલા બોલના પડઘા પડયા કરતા હતા.બીજી બાજુ સાવિત્રીબેનને આ સ્ત્રીઓની હાલત મનને અશાંત કરી રહી હતી.


ક્રમશ:........