વિધવા હીરલી - 1 ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - 1


(૧). માવડી રિહાણી

રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે થોડા થીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી.
ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન આખું ખોદી વર્યો પણ વાદળી નજરે ન ચડી. નિસાસા નાખતી અને હતાશા માં સરવરી પડતી આંખ ,મહિના થી એમજ નિરાશા લઈ રહી છે. તન પર ના ચિથરા પર તો ક્યાંય ક્યાંય થી ફાટેલાં છે, તેવા જ હાલ મેહ વરસવાની આશાના થઈ પડ્યા છે.
મેહુલા ના અભાવમાં તો ધરતી પર નું સઘરૂ સુકાઈ ને ખાખ થઈ ગયું છે. ઝાડ ની છવ પણ નસીબ નથી રહી. ચોમેર પાણી ની પુકાર માંડી રહી છે. એ તળાવનું પાણી પણ જળ વિહોણું થઈ પડ્યું છે.મનખાઓ ની ધીરજ છેલ્લી ઘડી પર છે, તૂટતી નજર ચડે છે. ખેડુ માણસો આકાશને તાકતા રહે છે, પણ નિરાશા માં સપડાઈને ભીતર માં આસુની ધાર વહી જાય છે. ભેહ અને ગાયો ના ટોળાઓ રખડી,રજડી ને ભૂખ્યું જ ઘરે ઘૂંટાય છે, પણ તણખલું એ નસીબ નથી થતું. બાઈઓ છેક છેક માટલા માથે મૂકી ને હાલી જાય છે પણ ખાલી જ માટલા ઘરે ઢિંકાય છે.

જાનવરો તો ઠીક પણ મનેખો ને પણ જીવવું હવે શક્ય નથી લાગી રહ્યું. ખીમજી ની આશ તૂટેલી આંખો અને ધ્રુજતા હાથ થી આજે પણ બળદ ની જોડ ને ફરી ખીલે બાંધે છે.
" હિંમત રાખજો, અલખધણી આ વરહ તો નહિ જ કોરું કાઢે." આશ્વાસન આપતા તો ખરા પણ તૂટેલા અવાજમાં ભીતિ દર્શાવતા સ્વરે સંતું બોલી ઉઠી.
" મન નથી લાગતું ક હવે મેહ વરસે, અષાઢ તો વહી ગયો ને શ્રાવણ બેઠો સે.... પણ એંધાણ ક્યાંય નહિ દેખાતા. " ખોયેલી ધીરજ અને કુદરત પર ગુસ્સો વરસાવતા ખુલજી બોલી ઉઠ્યો.
" ઇમ ન બોલો તમે, માવડી બેઠી સે, આજે મુખીબાપા ભગા ભગત ને તેડવવા ના સે. કંઇક તો રસ્તો નીકળશે." પોતાના ધણી ને જોમ આપતા સંતુ બોલી.
જ્યારે જ્યારે પુરુષ ધીરજ ગુમાવે છે અને હતાશા માં બેસી જાય છે ત્યારે ત્યારે સ્ત્રી જ પુરુષ ને બેઠો કરે છે અને સાહસ આપે છે. એવું જ સંતુ ખીમજી ને સાહસ પૂરતી હતી.
" હવે, હાંજે જ ખબર પડશે, હેતરમા કઈ ઉગશે ક પછી દેશવટો કરવો પડશે."..... આભ સામે ઝીણી આંખ કરીને ખીમજી બોલી ઊઠે છે.
ખેડુ માણસ ને તો વરહાદ હારો વરહે તો ખાવા જેટલું ધાણ થાય. વરહ સુધી જાનવરો ને માણસો ને નિરાંત થી જીવીલે. કોઈ સ્પર્ધા કે કોઈ આગળ વધી જવાની લાલચ, મોહ કે પછી હોડ નથી હોતી.. દિવસ વિતી જાય જિંદગી નો એક એક તે જ ખપ લઈને ગામડું નો માણસ આશા લઈને બેઠો હોઈ છે.

હાંજ પડી આખુંય ગામ ચોક મા ભેગુ થઈ જાય છે. ફાનસ ના આછા અજવાળામાં ભગા ભગત ચોપડી ના પાના ફેરવતા જાય ને માથું નકારતા જાય, ગામ આખું ભગત પર નજર માંડી બેઠું હોઈ છે , એમ લાગે કે ભગત એમના માટે આશા નું અને જીવવાનું કિરણ હોઈ. ભગત જેમ જેમ માથું હલાવે અને આકાશ તરફ નજર કરે તેમ તેમ ગામ આખું ઉપર નીચે થયા કરે. જેમ ઘુવડ એકી તશે નજર માંડી ને બેઠું હોઈ તેમ ગામ આખું બેઠેલું હતું. " ભગત, શું એધાણ સે મેહ ના, આવશે ક પછી હુકું ભઠ્ઠ રેહસે. " મુખિબાપા બોલી ઉઠ્યા. " એધાણ તો નથી લાગતા ,પણ માવડી કોપાઈ માન લાગ સ, કંઇક ન થવાનું થઇ ગયું સ.મા રિહાણી સ, ગામ માં કોઈથી મોટી ભૂલ થઈ ગઈ સ. માં ભોગ માગે સે, ભોગ નહિ ચડાવો તો પછી તયારા રેજો ભોગવવા માટે." આ સાંભળી ને ગામ આખું ફફરી ઉઠ્યું. ભગત ના શબ્દો જેમ જેમ પડ્યા એમ એમ જાણે આખું ગામ ભડકે બળતું હોઈ એમ બળી રહ્યું હતું.

" કોના થી ભૂલ થઈ સે કે માવડી આજે રીહાણી સ? હારું નહિ રહે એના માટે જેને અપરાધ કર્યો સે એને " મૂખીબાપા લાલ આંખ કરી ને , મૂછ ને મરોડતા અને હાથ માં રહેલી લાકડી ને પછાડતા બોલી ઉઠ્યા.
' બાપા, એને છોડશું નહિ , આવું કરનાર ને '
ગામના લોકો અંદોઅંદરના વાતો કરવા લાગે સે. એટલા માં ભીમો બોલી ઊઠે છે, ' બાપા, એ તો લાખા ની વિધવા બાઈ ની ભૂલ આખા ગામ ને ભોગવવી પડ સ. ગામ ના વિરોધ હોવા છતાં એને વિરોધમાં જઈને પોતાની મનમાની કરી સ. એનું પાપ ગામ ને નડ સ. ' ભીમાં ની વાતમાં બધા હા માં હા ભરી જાય છે.
' હાલો ત્યારે એ લાખા ની વિધવા બાઈ હિરલી ના ઘરે.' મુખી બાપા, ગુસ્સામાં આખો લાલ ગુમ કરીને , લાકડી પછાડતા પછાડતા આગળ હાલે સે અને ગામ આખું પાછળ દોટાય સ .......