વિધવા હીરલી - ભાગ ૬ ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - ભાગ ૬

(૬) પ્રીતની આહુતિ

પ્રેમાસક્તમાં ડૂબેલા હીરલી અને ભાણભા, સમાજના દ્રષ્ટિકોણ થી પ્રેમ ની પરિભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , જે નિષ્ફળતા જ આપતો હતો. હીરલી પોતાની જાત ને કોસી રહી હતી,તનની તરસ છીપાવવા માટે મન ને મેલું કર્યું હોઈ એમ દોષના બોજ નીચે દબાઈ રહી હતી.તેઓ નિસ્વાર્થ પ્રેમને સમજવામાં ભૂલ કરી રહ્યા હતા.

બીજી તરફ હંતોકડી એમના પ્રીત માં ઝેર રેડવા નું કામ કરી રહી હતી.

" અરે, શોંતી ! કોઈ જોણ્યું તે. અમારા લાખાની બાઈ હીરલી પેલા જમૂડી ના છોરો ભોણભા હારું મોઢું કાળું કર્યું સ."

" અરે, હું વાત કર સ તુ? તન કોને કીધું ? "

" મે મારી નજરું જોયું સ. પેલો મારો રોયો એના ઘરમાંથી નીકળતા જોયો સ.અન પ પઇણવા ની વાતો કરતા હતા."
" હેં , રોડેલી ન જબરું પઇણ સર્યું સ. "

" હા એ જ કહું સુ ક , હું અનથ કરવા બેઠી સ.આવું કરહે તો આખું ગોમ ફાટી પડહે."

" આખું ગામ થોડું જાત્રે એ જુ સ ક એમને પઇણવા દેહે." શોંતીબા એમ કહીને જતા રેહ સ.

પણ હંતોકડી એ તો એ લોકોના જીવન મા આગ લગાડી દીધી હતી.એ વાત ને કોઈ પગ ની જરૂર ન પડે વેહવા માટે. એક કાન થી બીજા કાન સુધી વહેતી રહી.એક સ્ત્રીના જીવન માં બીજી સ્ત્રી જ આગ લગાડવાનું કામ કરતી હોઈ છે. એ વાત હવે ભાણભા ની માતા જમુડીમાના કાને પડી.પાણી વહે તે પેહલા જ પાળ બાંધવા માટે જમુડીમા હીરલીના ઘર તરફ કદમ આગળ ધપાવે છે.

" બા, તમે આવો, ઘરમાં આવો." હીરલી આવકારો આપતા બોલે છે. માથાથી હા નો ઈશારો કરતા કરતા ઘર માં આવે છે. તેમના ચેહરા પર સ્પષ્ટપણે મોટું કારણ હશે તે વર્તાય રહ્યું હતું.

" બા, કઈ કામ હોત તો મન બોલાવી દેતા ક, હું ત્યાં આવી જતી ...." કહેતા કહેતા જ વચમાં બોલી ઉઠ્યા..

"સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓરંગે શક સ પણ મર્યાદા ન નેવે ન મૂકી શક.હજુ તો વખત સ. હંભારી જે.."

" બા, તમે હું કહો સો તે ખબર ન પડી" નિર્દોષ ભાવે હીરલી એ પૂછ્યું.

" ગામ આખું તારી અન મારા છોરા ની ફજેતી ઉદાડ સ.વિધવા બાઈ ન પોનેતર ફરી ન સડ તન પણ ખબર સ, તો કેમ ઘેલી થાય સ? ભાણભા સિવાય પણ બે છોરો સ . જો ભાણભા સમાજ ના રિવાજ ન તોડહે તો મારા બીજા બે છોરા રઝળી પડહી.મારી આબરૂ તારા હાથમાં સ."

" મન મારી મર્યાદા ખબર સ.હું તમારા છોરા ની જિંદગી નહિ ઊજાડું.હું દુઃખ ન દિલમાં દબાવી જાણું સુ ઈમ પ્રેમ ન પણ દબાવી દઈશ.તમે સિન્તા ન કરતા હવ."

જમુડીમા ના વેણ ને પોતાનું અહોભાગ્ય માનીને જે દ્વિધા ઉદભવી હતી તેનો અંત આવે છે . પોતાની જાતને સ્વસ્થ કરીને ખેતર તરફ આગળ ભણે છે. મનની સઘળી મુઝવણ ને સંકોરીને ખેતરમાં ચારો વાઢવાના કામ માં ડૂબેલી હીરલીને પાછળથી સાદ આવે છે......

" હું વિચાર્યું તમે ??"
માથાનો ભાગ ડોક થી પાછળ ગુમાવીને ..." જે સગપણ શક્ય જ નથી એના વિશે વિચારવાનું ન હોઈ."

" આપને એકબીજા ને પ્રીત કરીએ છીએ તો કેમ લગન ન કરી શકીએ"

" પ્રીત ન પામવા કરતો ત્યાગમાં જ વધારે શોભા દે." પોતાની વાત ને સ્પષ્ટપણે હીરલી કહે છે.

" કેમ તારું જીવતર વેરાન કરે સે. એકલતા તન જીવવા ન દે " અસ્વસ્થ હાલતમાં ભાણભા પ્રત્યુતર આપે છે.

" શાં એકલી સુ ? સ મારો કાનુડો અન એના બાપા ની યાદો. હું એકલી નહિ..."

"તમે સમાજના દબાવમાં આવી ન એમ કહો સો એ હું જાણું સુ. તમે સમાજ ની સીંતા ન કરો. લડી લઈશ." પ્રેમના નશામાં ચૂર થઈને ભાણભા સમાજ ની સામે બાથ ભરવાની તૈયારી બતાવી.

" સમાજથી કોણ ડર સ ? વિધવા ફરી પોનેતર ઓઢ તો મારા બાપની આબરૂ જાય.હું મારા સુખ માટ આબરૂ ગીરવે ન મૂકી શકું. જે થયું તે સપનું માની ને ભૂલી જાવ."

" કેમ કરી ન ભૂલી જાવ એ બધું? દિવસ રાત બસ તારા જ અરમાનો માં રાચ્યા કરું સુ. પ્રીત કરી સ તારા હારે........" ભાણભા ને બોલતા જ વચમાં હીરલી રોકે છે.

" પ્રીત ત્યાગ માગ સ, બલિદાન માગ સ. એક વાર લાંખાનું પોનેતર ઓઢ્યું સ તો બીજા હારે લગન કરું તો પાપમાં પડું. મારા થી લગન ન થઈ શકે." મનમાં પ્રેમની વેદનાને દફનાવી ને હીરલીએ કહ્યું.

" હું લગન કરીશ તો તારા હારે જ નહિ તો વાંઢો રહીશ." મક્કમતા થી ભાણભા બોલ્યા.

" તમને મારા હમ સ જો એમ કરશો તો. મન સુખી જોવા માગતા હોય તો લગન કરી લેજો." અડગ નિર્ણય લઈને હીરલી એ ભાણભાને સોંગદથી બાંધી લીધા.

ભાણભા કશું જ બોલ્યા વીના હીરલીને નિહાળતા નિહાળતા નીકળી ગયા.હૈયામાં દર્દ ની ધારા ઘોડાપૂર સમ વહી રહી હતી.જેમ હાથી ગાંડો થઈ ને ઉધમાથ મચાવી રહ્યો હોઈ એમ જ ભાણભા ખેતર ના પાક પર હાથ ઝુલાવતા નીકળી ગયા. પાછળ થી હીરલી ચારો કાપતા કાપતા માથું નમાવી ને જોઈ રહી હતી.તે મનમાં પોક મૂકી ને રડતી હતી ,જરા પણ ચેહરા પર વર્તવા ન્હોતું દીધું. પણ નજર સમક્ષ થી ભાણભા દૂર થતાં જ આંખો ના ઊંડાણથી આસુ ની ધાર દાતરડા ને ભીંજવી નાખ્યું.ત્યાગ કરવો મુશ્કેલ હતો પણ ભાણભા અને એના પરિવારના ભલા માટે પ્રેમની આહુતિ આપી દીધી.



ક્રમશ........,