વિધવા હીરલી - ભાગ (૫) ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધવા હીરલી - ભાગ (૫)

(૫) સંભારણા પ્રેમના

" એ વાયરા કેમ આટલા ઘા જીંકે સે ઉર પર ? ઓછી ગવાઈ સુ કે હજુ ઘા ફટકારે સે.ઉપર થી આ વરસાદ ની વાછરોટ મારા તનને વ્યાકુળ કરી રહી સે." મન પર રહેલું વ્યથાનું ભારણ હીરલીને મૂંઝવણ માં મૂકી દીધી છે.
બીજી તરફ ભાણભા ના મસ્તિષ્કમાં પશ્યાતાપનું વંટોળ દિલમાં ઉથલપાથલ મચાવી રહ્યું હતું.એ પાપના બોજમાં આપા ખોઇ ને ખૂણા પડી રહ્યો હતો. એ રાત તનને ભેદી નાખે એવા સવાલોના તીરથી જખમો માં આંખ વડે અશ્રુ વહાવી રહ્યા હતા. ન સમજી શક્યા કે તે પ્રીતની પાંગળી રહેલી ડાળી હતી કે પછી વાસના. સતત મનને કોળી નાખતી વણઉકેલ અવસ્થામાં એ દૃશ્ય નજર સમક્ષ રમી રહ્યું હતું.

પર્ણ પર પડેલી વરસાદી બૂંદ પર સૂરજનું કિરણ થી ધરતી લીલી સાડીમાં મોતી અંકરેલા હોઈ એમ પ્રતીત થઈ રહ્યું હતું.રાતની એ વ્યથા સામે આવીને ઘરનો દરવાજો ખટખટાવી રહ્યું હતો.અર્ધજાગ્રત અવસ્થામાં વાળને સરખા કરી સાડીને માથેથી ઢાંકતી હીરલી દરવાજો ખોલે છે.બંનેની એક નજર થાય છે ને એ નજર ના ઊંડાણમાં મૂંઝવણ છલકાતી હતી.
"ભાણભા, તમે?....". હીરલી આવકારો આપે એ જ પેહલા ભાણભા પોતાના હૈયા ને ઠાલવી દે સે.....
" મન મને કોળી ખાય સે. તમે મારા ભાભી સમાન થાવ છતાં મે માઝા મૂકીને અજોકતું થઈ પડ્યું.કારજામાં પ્રશ્યાતપ નું ઝરણું વહે સે, જે મારી જાત ને હલકટ બનાવી રહ્યું સે.આ ભાર ન જીરવાયો તેમાં જ હવાર હવારમાં હાલી આવ્યો સુ.".

" જે થવાનું હતું એ થઈ ગયું.એમાં તમારો દોષ નહિ.પણ આ મારા જીવતર એકલતા મન કોળી ખાય સ.આ જોબન થોડા સમય માટ ખીલી ગ્યું તુ. ભાન ભૂલી બેઠી હતી ક હું વિધવા સુ ને એક છોળા ની મા પણ. મારો જ દોષ સ ક મે મારી મર્યાદાની હાડી હરકાવી."

" ના... ના... તમારો વાંક નહિ, ભાભી! આતો મારી નજરનો વાંક સ.જ્યાર ભાદરવી પૂનમનો મેળો ભરાતો ત્યાર આખું પંથક ઉમટ્તુ હતું. હું ન લાખો બેવું જણા આ મેળામાં માલવાં આવતા હતા.

મેળામાં જુવાનિયાઓ છોળીઓ ના મનને લુભાવવા માટ પોતાનું શાણપણ દેખાડતા હોઈ સ. છોળીયો પણ સજી ધજી ન જુવાનિયાઓને ઘેલા કરી દેતી.એક દુકાને, જુવાનીમાં છલોછલ થયેલી એક છોળી સ્વર્ણ કેશમાં ફૂમતુ લગાવતી, નખરાં કરતી ઉભી હતી. જેવી મારી નજર એના પર પડી તો પડી જ રહી, બસ નજરમાં બેસી ગઈ. એ મેળામાં જ્યો જ્યો ફરી નજર મારી એની પર જ રમતી રહી અન આ હૈયામાં કોમળ પ્રિત્યું જાગી. મનમાં ન મનમાં તેણી હારે વિ'વા કરી લીધા હતા.એ બીજું કોઈ નહિ ભાભી તમે જ હતા."

" ભાણભા, એ મેળો તો મન પણ યાદ સ.તમે મારી હામે ટગર ટગર જોઈ રે ' લા એ તો મન પણ ખબર સ. મારી બેનપણી કેતી હતી ક એક જુવાનિયાઓ તારી હામે જોઈ રહ્યો સ. ત્યાર મારી નજર તમારા પર પડ સ.મારા ઉર માં પણ સવેંદના જાગ સ.પણ શું હતું એ હું હમજી ન્હોતી હકી? "

" આ તો લાખાનું લગન પરીકું મોકલવામાં આયું ત્યાર ખબર પડી ક તમે તો લાખાનાં નામનું પોણેતર ઓઢવાના સો. લાખો તમારા થી બહુ ખુશ હતો. એટલ હૃદયમાં રહેલી તમારા માટ ની લાગણી ખૂણામાં હંતાડી દીધી ક કયાર પણ જાગ નહિ."

હીરલીના બાપા અન લાખાના બાપા પાક્કા ભાઈબંધ હતા એટલ હીરલીની હગાઈ લાખા જોડે નાનપણ માં જ થઈ ગઈ હતી.તેથી બીજ લગન કરાવવાનો સવાલ જ નહોતો એ વાત હીરલી પણ જાણતી જ હતી.એ પાંગળેલી પ્રીત પર ફૂલ ખીલે તે પેહલા જ કરમાઈ ગઈ.આ જ વ્યથા છે સમાજની મનગમતું કરવામાં જ આડો ઉતરે છે.

" જો તમે રાજી હોઈ તો તમારી હારું પરણવા હું તયાર સુ. સમાજની પરવાહ નથી મન........"
" ભાણભા, સમાજના ઘા જીલવા અઘરા સે. એ ઘા થી લોઇ નહિ પણ જીવ નીકળે સે." ભાણભા ને રોકતા હીરલી મનોવ્યથા કહે સે.

" આમ જીવતર ધૂળ થવા દેવાનું ક, શું પાપ કર્યા સે તે ક એમ જ ગુંગળાઈ ને જીવવાનું. ક્યાં હુધિ આવું હાલસે સમાજ માં ... "

ભાણભા વાક્ય પૂરું કર તે પેલા જ ઘર ની બાર પગરવ નો અવાજ થાય સ.

"કોઈ બાર આપડી વાત હાંભળ એમ લાગ સ." નજર ન ઘર ની બહાર દોડાવી ને હીરલી ભાણભા ને જવા માટ કહ સ.

જતાં જતાં ભાણભા , " મારી વાત નો વિચાર કરજો તમે ..." કહી ને હાલ્યા જાય સ.

હીરલી ઘરની બાર નજર માડ સ પણ કોઈ જોવાતું નથી.શું થઈ રહ્યું છે તે સમજી શકતી નથી. કેમ ક સમાજે વિધવા માટ અલગ જ દૃષ્ટિકોણ હોઈ સે અને એ જ દૃષ્ટિ થી વિધવા ને જીવવાનું હોઈ સ, દજાઈ દજાઈને જીવવાનું હોઈ સ. કોઈ રંગ કે કોઈ મોજ માથે ન ખપે.
આ બાજુ તેમની બધી જ વાતો સંતાઈને તેણી કાકીજી હાંભળી જાય સ. કાકીજી અન હીરલી વસે બાર નો આંકડો હોઈ સ.

" જોવું સ શેમણું પઇણ સ બેઉ જણા. હવ હીરલી ન નાતીબાર ન કરાવું તો મારું નામ હંતોકડી નહિ. "



ક્રમશઃ..............