vidhva hirali - 3 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી ભાગ ૩

( આગળ ના ભાગ માં જોયું કે બાપુ એ તળાવના પાણી પર કર નાખ્યો હતો પણ લાખો તે કરના વિરોધ મા પોતાનું બલિદાન આપે છે.....)




(૩) હીરલીનું નવરાત્રિમાં અપશુકન....

એ દીવાનો આચ્છાદિત પ્રકાશ દીવાલ ની તિરાડમાંથી ડોકિયું કરી ને બહાર સ્વતંત્રતા ની દોટ લગાવી રહ્યો હતો, ઝડપભેર વાતા પવનમાં પણ સંઘર્ષની સાથે પોતાની ઉજાસ, ઘરની ચાર દીવાલો મા છાંટી રહી હતી. એ અજવાળું જાણ હીરલી ને પાંજરામાં પૂરી રાખતું હોઈ એમ જણાતું હતું. ખોળામાં સૂતેલા છોરા કાનુડા ના માથા પર હીરલી, અમી ભરેલા હાથ વડે હેત એવો વરસાવી રહી હતી કે સૂરજદાદા પણ છતની બાખોલમાથી મંત્રમુગ્ધ થઈને નિહાળી રહ્યા હતા. એ સાંજ નો શીતળ વાયરો કાનુડા ના તનને ટાઢક પ્રદાન કરી રહ્યો હતો પણ હીરલી ના ભીતરમાં રહેલી જ્વાળા વધુ વેગવાન કરી રહ્યો હતો.ભૂતકાળમાં વીતેલી એ વેદનનાં ઘા આજે પણ એવા ને એવા તાજા જ છે.

હીરલી ફરી એ સ્મરણોમાં સરી પડે સે, જે બહાર થી ભીંજવે છે અને અંદર થી કોળી ખાય છે. જ્યારે લાખો મર્યા પસી, ગામમાં હીરલી અને એનું છોરું એકલા જ થઈ પડે સે. કુણ હેતળ હેડહે ? કુણ કમાઈ ને ખવડાવશે ? જેવા પ્રશ્નોના અંધકારમાં ઘરકાવ થઈ જાય સ. પણ, હીરલી હતી સાહસી, કોઈ પર આશા રાખે એવી ન્હોતી.પણ અંતે તો વિધવા હતીને!! વિધવા હોવું એ પગમાં બેડીઓ બાંધવા સમાન હતું..

ગોમમાં નવરાત્રી હાલતી હતી.મા જગદંબા ની આરાધના થતી ને હાથે હાથે જુવાનિયાઓ ઘેલમાં આવીને ગરબા રમતા. આખું ગામ હીલોળે સડતું. એ દિવડાં ઓ ના પ્રકાશમાં, ઢોલના ધબકારે, કેરી કંદોરો ને પગમાં ઝાંઝર પેરી મોઢું મલકાવતી નાર ના પગ રમજમતાં તાલ સંગે ઝૂમતી. જુવાન છોરાં ના હૈયામાં હેલી થતી ને , હાથમાં તલવાર લઈને પોતાની શૂરવીરતા જગાવતા તાલ લઈ લઈને મા ના ગરબે રમતા.નાના છોરાં થી માંડીને પાકેલ ઉંમરનું વૃદ્ધ પણ ગામના સોક માં મલકતું હોઈ.

ખુલા નભમાં દીવડાની રોશનીમાં આખું ગામ ઝગમગતું. પણ હીરલી ના ઘરમાં, જીવનમાં તો બસ અંધારુ જ ફરી વર્યું હતું. ઢોલના ધબકારમાં પગને ખીલે બાંધવા તો બાંધવા પણ ક્યો સુધી બાંધવા ?.એ જ મજબૂરીમાં ખુદ ને ખોસતી રે '.
હીરલી ખૂણામાં એમ બેહ સ ક જાણ એ ઢોલનો અવાજ હેરાન કરતો હોઈ.કાનુડો એનો છોરો, બારીએ ટિંગાય ને, સોક તરફ ડોક માંડીને બેઠો હોઈ સ, જાણ ત્યાં મન દોટ લગાવી રહ્યું હોઈ. જ્યાં આખું ગોમ રમઝટ લઈ રહ્યું હોઈ ને ત્યાર ઘરમાં પુરાઈ રે'વાનું દુઃખ કારજાં માં ઊંડા ઘા કરતું હતું. એવા માં ઉપર થી સૂમજી હીરલીને પુશી બેસ સ,
" માં, કાં આપને ત્યાં નહિ જાતા ? મારે ગરબે રમતા જોવું સ. હાલ ને મા હાલ ઝટ"

હીરલીના હૈયામાં કુહાડીના ઘા લાગવા થી જે પીડા થાય છે એમ જ પીડા થઈ. " આપણા થી ત્યો ન જવાય, મારા કાનુડા." કાનુડાને સ્નેહથી વ્હાલ કર સ.
" શમ મા, આપણા થી નો જવાઈ? બધા છોરા ગ્યા સ , આપણે પણ જઈએ , હાલ ને મા, હાલ"

" ના પાડીને તન, શમ જીદ પકડ સ?તારી મા વિધવા સ એટલ ન જઈ શક...તુ મોટો થઈશ તો એકલો જજે, તારા ભાઈબંધ હાથે."

" ના , મા, હું તો હાલ જ જવાનો" એમ કહેતા કહેતા દોટ મુક સ.
" હાંભર...... હાંભાર...... ગરબા જોઈ ન વેલો આવી જજે ઘરે....." હીરલી હાદ આપે સ.ભીતરમાં રહેલી પીડા આંખોમાં થી વહી હોઠે આવી ને અટકે સ.સમાજના રીતરિવાજ થી એક વિધવાને કેટલું ભોગવવું પડ સ, એના થી વધુ કોણ જાણી શક સ.
ગોમનો કોઈ પણ સારો પ્રસંગ ક ધાર્મિક પ્રસંગોમાં તો એવી પાબંદી લાદી સ ક ત્યાં જાય તો અપશુકન થાય, ન થવાનું થઇ જાય ક પસી અડચણ આવે, વિઘ્ન આવે.... એવા કુરિવાજો માં વિધવા ને એવી રીતે દાટવામાં આવે સ ક જીવતા જીવ માટીની પૂતરી બનાવી દેવાય સ. આ વ્યથા તો એક વિધવા જ જાણી શક ક એના મન પર શું વિત સ એ... પરંપરા માં ક્યાંય ને ક્યાંય રિવાજો ના નામે સ્ત્રીઓ ને દબાવી દેવામાં આવી સ. એ જ પીડા હીરલી ભોગવી રહી સ.

કાનુડા ન ગામના સોક માં જવાતો દીધો , પણ હીરલીની નજર તો એ રસ્તા પર ટકી રહી સ, કાન લોબા કરી ને શેરીએ સુધી ફેલાવી ને બેઠી સ.
" ક્યાર મારો કાનુડો આવ ન મારી ગોદ માં મા.. મા... કે'તો લપાઈ જાય. મારા પાલવ ના હેત થી ભીજવી દેવો સ. " હીરલી , દીકરા ના સ્નેહ માં એવી તો ખોવાય જાય સ ક રાત ના બેપોર વિતી જાય સ પણ કાનુડો હજુ ઘેર નથ આવ્યો....

બારણામાંથી ડોક લાંબી કરીને છેક સુધી નજર માંડે સે પણ એ રાત્રીના અંધકારમાં ખરતા તારા ની જેમ આશ તૂટે સ. માથે સાલ ઓઢીને ચોર પગે ધીરે ધીરે સોક તરફ આગળ વધતી જાય સ.હૃદયમાં પડેલા કાનુડો ન આવા ના ઘા ને ઉપર થી કોઈ જોઈ જશે એની તીક્ષ્ણ વેદના સાથે સોકમાં ભણી આવી. મોઢું ન દેખાય એમ સાલને ઢાંકી , હરવે થી નજર ઊંચી કરીને ચોતરફ ફેરવી લીધી, ત્યાં છોરાઓ ના ટોળામાં ઢોલ સંગે મન મૂકીને થનગનતી પગલી, એ આગનમાં જ્યારે પેલી વાર સાલતા શીખી હતી અન એનું મલકાતું મોઢું , ગ્રીષ્મના તડકામાં વર્ષા સમ હીરલીના હૃદય ને ભીંજવી દેતું હતું, એ જ સુખ આજ દેખી રહી હતી. હીરલી માટ બસ આજ ખુશી અને જાહોજહાલી!...

" ભાભી! તમ કા આયો સ અહીંયા ..? કાનુડા ની સિંતા ન કરો હું મૂકી જઈસ." અમી સમાન કાન માં રણકતા સ્વર તરફ હીરલી નજર કર સ.
' હા, ભાણુભા ! તમે શો તો મન કોઈ સિંતાં જેવું નહિ. હાલું સુ ત્યાર.....". એમ કહીન જવા જાય સ ત્યાં એક માનહ જોડે ટકરાય સ. માથા પર નાખેલી એ સાલ અન સાડીનો પાલવ એના તન થી સળી પડ સ.એ ચંદ્રમાંના રૂપેરી અજવાળા ને પણ આંજવી દે એવું સોહામણું તન, હવા સંગે ક્રીડા કરતી કેશા, સોક હામે નજરાણું થઈ પડ્યું. હીરલી એ પોતાના કમનસીબ સમાન કાળી સાડી અન સાલ થી ચંદ્રમા ના ટુકડા જેવા રૂપાળા તન ને ઢાંકે સે પણ એનું સોકમાં હોવું એ બધા ની નજરો હામે ખુલ્લી પડી જાય સ. એન દુઃખ એ વાત નું ન્હોતું ક અર્ધનગ્ન થઈ ગઈ પણ એ વાતનું હતું ક લોકો સમક્ષ તે પ્રગટ થઈ.

ઢોલ ના એ તાલ ત્યાં રોકાઈ જાય સ, પગ થંભી જાય સ, આંખોમાં જ્વાળા અન મોઢા પર અગ્નિ પગટ સ, જે દિવા ના તેજ ન પણ દઝાડી દે એવો ગુસ્સો લોકોમાં હોઈ સ.

" તું કા અટાણી અહી દોટાની? વિધવા હોવા સતા હાનું આટલું ઘેલ સર્યું સ." ભાદરવામાં ગાજતા મેહ ના પડઘા ને વીજળીના ચમકારા સમ જલાવી દે તેવા સ્વરે મુખી એ ગર્જના કરી.

" એ તો મારા કાનુડાને લેવા આવી'તી." ગભરાયેલા અવાજમાં હિરલી કાનુડાનો હાથ ઝાલે સે.

"નવરાત્રિમાં વિધવાબાઈ ન આવું પાપ સ એ તન ખબર નહિ ક હું...? પાપ તો તું કરી બેઠી સ, એનું પરિણામ પણ ભોગવવું પડશે તાર...." બંને જડબાના દાતો ને ભિસરી ને મુખી એ હુંકાર કરી.

" પણ, બાપા! મારું છોરું નાનું સ, એને જીદ કરી ન ભાગી આયો તો , અન રાત પણ જોર મા સ તો ડરી ન જાય એથી લેવા આવી જવાયું મારા થી.... મન માફ કરો.... " સિંહની હામે સસલું કગળતું હોઈ એમ હીરલી બોલી.

" તે મા અંબાનું અપમાન કર્યું સ , તારી ભૂલ ની સજા ગોમને ન ભોગવવી પડ એટલ તને દંડ તો મળશે જ... "

" બાપા, એને નાતબાર કરી દો." ટોળકી માંથી અવાજ આયો.
" બાપા, એને મા અંબા નું પાપ કર્યું સ તો દહ મણ ઘઉં મુકાવો. " દયનીય ભાવ દાખવતા લાખાં નો ભાઈબંધ ભાણભા પેલા માણહ ની વાત કાપતા બોલ્યા. ભાણભા જાણતા હતા ક નાતબાર મુકહી તો જીવવું હરોમ થઈ જશે. અનાજ તો હેતરમાં ઉગી નીકળશે પણ નાતબારની સજા હીરલી અન કાનુડા માટ કાટા ના મારગ જેવી થઈ પડહે.
સોકમા ગણ..ગણ.. ભમરા ગુંજતો હોઈ એવો ખલબળાત થવા લાગ્યો.બાપા અન બીજા વડીલ મોટી ચરચા પસ બાપા નિર્ણય કેવા લાગ્યાં....
' લાખાની બાઈએ જે પણ કર્યું સ એની ભૂલ સ , પાપ સ.પણ લાખા એ ગામ માટ બલિદાન આપ્યું સ તો એના ઋણ સરૂપે નાતબાર મૂકતા નથ.. પણ જો ફરી ભૂલ કરહે તો નાતબાર મૂકવામાં આવશે. એથી પંચ નક્કી કર સ ક હીરલી મા અંબા ના સોક માં દહ મણ ઘઉં સડાવ અન જા હુદી નોરતા સ ત્યાં હૂદી અપવાસ કરહે. જેથી મા એન માફ કર.. જય મા અંબા. " કહી ન બાપા હડફેટે ઘર તરફ વયા જાય સ.
ગોમ આખું હીરલી ન ધુત્કારે સ. ન કેવાનું કહ સ. હીરલી કાન જાણ બંધ કરી ન ભીતરમાં વેદના લઈને કાનુડા ને લઈને ઘરે જાય સ. ગધેડા ન દફનાનો માર ને મોણસ ન શબ્દો નો માર. મા ન ગોમ હામુ અપમાનિત જોઈ ન કાનુડો ભેટી ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ સ.
" કાનુડા તારો દોષ નહિ એમાં, બેટા. આ તો મારા , અભાગણી ના કમનસીબ સ. ગોમ ની વાત મન પર ન લેવાની. તું હુઈ જા હવ." પોતાના દીકરા ને આશ્વાસન તો આપ સ, પણ પોતાના હૈયામાં ઉત્પન્ન થયેલી ત્સુનામી ની લહેરો પોતાની જાત ન ડુબાડી રહી હતી. એ સૂપ રહી જઇ એ કમજોરી ન્હોતી પણ ભીતરમાં પળતો જ્વાળામુખી હતો . જે ફાટહે તો જ લોકો ન હમજાસે ક મનમાં દબાયેલી વેદના કેટલું તન ને હરગાવે સે.

હવે નવો દિવસ શું નવા રંગ લઈને આવે સે તે તો વિધાતા જ જાણ. આપને તો ધરતી પર ની કઠપૂતળી શીએ.
ક્રમશ...............









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED