Granny, I will become rail minister - 7 books and stories free download online pdf in Gujarati

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૭

અધ્યાય ૭

હિરલને સૂવડાવી મિનલ પણ સૂવાનો પ્રયત્ન કરતી હતી. દરરોજ દસના ટકોરે ઘસઘસાટ સૂઇ જતી મિનલ આજે બે વાગવા છતાં પથારીમાં પડખાં પર પડખાંં ઘસતી હતી.

દિવસ દરમિયાન જગાકાકા સાથે થયેલી વાતો એને જંપવા જ દેતી નહોતી. બાપુજીને ચિંતાતૂર જોઈ એમનુ માથુ દબાવી આપતી મિનલ, બા અને બાપુજીના સ્વધામ ગયા બાદ ઘણા પ્રયત્નો છતાં રડી ન શકેલી ગૂમસુમ મિનલ, દાદીની વ્હાલસોયી મિનલ, રેલીઓમાં મોખરે રહેતી મિનલ, બેબાક જવાબ દેતી મિનલ, ગરીબ મજૂરોની તારણહાર મિનલ, રેલમંત્રી મિનલ એવી પોતાના જ જીવનની ઘટમાળ આજે એને એક પછી એક સાદ્રશ્ય થઈ રહી હતી. વારેવારે જુના દિવસો એની આંખો સમક્ષ કોઈ જાગતા સ્વપ્નની પેઠે આવી ઉભા રહેતા હતા, ને એક જગ્યાએ આવી સપનાઓનુ આ બાયોસ્કોપ અટકી ગયું.

ટ્રેનમાંથી એક ઘરડા માજી અને એમની આંગળી ઝાલીને નાનકડી આઠ-નવ વર્ષની બાળકી ભીડમાં રસ્તો કરી નીચે ઉતરી રહ્યા છે. બેઉના કપડા ચિંથરેહાલ છે. માજીએ બગલમાં નાનકડુ કપડાનુ બાચકુ દબાવ્યું છે અને નાનકડી છોકરી ના હાથમાં તૂટેલી રમકડાની ટ્રેન છે. બાળકી સહજભાવે ચોતરફનુ બધુ નીરખી રહી છે. એ નાનકડી છોકરીના ચહેરા પર કોઈ અલૌકિક પ્રકારની શાંતિ છે, જ્યારે ઘરડા માજીના ચહેરા પર સઘળુ ખોઈ ચૂક્યા હોય એવો ભાવ છે. શરીર થાકથી ભરેલુ છે પણ એક હાથમાં પકડેલી લાકડી અને બીજા હાથમાં ઝાલેલી એ બાળકીના ટેકે એ ચાલી રહ્યા છે.

સ્ટેશનની બહાર આવેલા આ દાદી-પૌત્રી માટે શહેર સાવ નવુ છે અને અંહી એમનુ કોઈ જ ઓળખીતુ કે સગા-વ્હાલુ નથી.
નાનકડી બાળકી જીજ્ઞાસાવશ ચારેતરફ ડાફેરા મારે છે અને એની નજર એક બોર્ડ પર પડે છે.

બોર્ડ પર લખેલુ નામ એ વાંચે છે "બ...બર...બરોડા જંકશન".

હવે બંને જણા પાસે આવેલી ઝૂંપડપટ્ટી ના નાકે જઈ ઉભા છે. બાએ બાચકામાં છેલ્લા બચેલા બે શિંગોડા બાળકીને ખાવા આપ્યા છે

"બા, આપણે અંહી કોના ઘરે જવાનુ છે?" એક ભોળો પ્રશ્ર્ન થયો.

"હવે, આ સ્ટેશન ને આ ઝૂંપડા એ જ આપણુ ઘર છે બેટા.અંહી કોણ આપણને ઓળખે છે. ભગવાન કરે એ ખરૂં." કાંપતા અવાજે ડોસીએ કહયું.

"મને તો અંહી ઘર જેવુ જ લાગે છે બા. તમે ચિંતા ના કરો. આપણી કોલોની જેવુ જ છે બધુ." નિર્દોષ પણ દાદીને રાહત આપતો જવાબ બાળકી આપે છે.

"ચાલ મને પેલી પરબ પરથી થોડુ પાણી લાવી આપ, તો થોડાક રમકડા ઘડી દઉ, એકાદ વેચાઈ જાય તો આપણે કાંઈક ખાઈ લઈએ. આમ બેસી રહેશુ તો ભૂખ હમણા ખાઉ-ખાઉ કરતી આપણને ખાવા આવશે." ડોસીએ જરા હિંમત એકઠી કરી.

"જા જા બા, હું આવા નાના કામ નહી કરૂ." બાળકીએ ધરાર નનૈયો ભણ્યો.

"કેમ, તુ વળી કઈ જાટલીબંધની કે ? જાય છે કે નહી." જીંદગીથી હારેલા અને બે દિવસથી ભૂખ્યા ડોશીમા ગુસ્સે થયા.

"ના , હું તો રેલમંત્રી બનવાની. અને રેલમંત્રી આવા નીચા કામ ન કરે." બાળકીએ હઠ કરી.

ડોશીને ઉઠવા-બેસવામાં તકલીફો હતી, એટલે ઉભા થવાની તકલીફ લેવાને બદલે બેઠા બેઠા જ એમણે બાળકી તરફ છૂટુ ખાસડુ ફગાવ્યુ જે એને એના પગમાં જઈ વાગ્યુ. બાનો ગુસ્સો જોઈ અને પેટમાં બોલતા બિલાડાઓનો અવાજ સાંભળી બીજી જ પળે પેલી બાળકી પાણી લાવવા દોડી ગઈ.

સ્વપ્નમાં ખોવાયેલી મિનલ ખાસડુ જાણે અત્યારે એને વાગ્યુ હોય એમ પથારીમાં ઝાટકા સાથે બેઠી થઈ ગઈ.

સવારના સાડા પાંચ વાગી ગયા હતા.

મિનલનો દરરોજ નો જાગવાનો સમય હતો.
મનમાં જાગેલા પેલા જીવન-ઘટમાળ ના બાયોસ્કોપને હાલ પૂરતુ બંધ કરી એ નાહવા ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED