Granny, I will become rail minister - 2 books and stories free download online pdf in Gujarati

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૨

અધ્યાય -૨

વીસેક વર્ષ પૂર્વે હું ને ઈશ્વરભાઈ, મિનલના બાપુજી બેઉ અમદાવાદ રેલવે સ્ટેશન પર સાથે સાથે કામ કરતા. ઈશ્વરભાઈ મટીરીયલ સુપરીટેન્ડન્ટ ની કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતા જ્યારે હું ગેંગમેન તરીકે રેલના પાટાઓના ચેકીંગ અને સમારકામ નુ કામ કરતો. રેલવે કોલોનીમાં કવાટર્સ પણ બન્નેના આજુબાજુમા જ હતા એટલે બન્નેના પરિવાર વચ્ચે સારો એવો ઘરોબો બંધાયો હતો.

મારાથી ત્રણેક વરસ ઉંમરમાં મોટા ઈશ્વરભાઈ ખૂબ જ પ્રેમાળ ને મજાકિયા સ્વભાવ ના માણસ હતા. સદાય હસતા રહેવુ એ એમની ઓળખાણ બની ચૂકી હતી. હું એમને મારા મોટાભાઈ સમાન જ માનતો.

ઈશ્વરભાઈ પોતાના કામમાં તો એટલા ઈમાનદાર કે કોઈને જરાક સરખુય કંઈ આઘુપાછુ કે ખોટું ના કરવા દે. એમની ધાક પણ એટલી કે કંઈક ખરાબ કરવાનુ કોઈ વિચારે પણ નહી. એ વિસ્તારમા એમના માયાળુ સ્વભાવને કારણે બધાને એમની સાથે સારૂ બનતુ ને લોકો પોતાના પ્રશ્ર્નોના નિવારણ માટે સલાહ લેવા પણ એમની પાસે આવતા.

પરિવાર મા ઈશ્વરભાઈ, એમના પત્ની વર્ષાબેન, ઘરડા માજી ને નાનકડી ફૂલ જેવી પાંચેક વરસની દિકરી મિનલ આટલા જ હતા. નાનકડો પરિવાર ઓછા પગારમાં પણ કરકસરથી ને સુ:ખેથી જીવતો. વર્ષાબેન પણ ગૃહઉદ્યોગના બહેનો સાથે મળી ખાખરા અને અથાણાં બનાવી વેચતા અને ઘરખર્ચને પંહોચી વળવામાં મદદરુપ થતા. એમને કામ કરતા જોઈને મારી પત્ની સહિત ક્વાર્ટસની કેટલીય મહિલાઓ પણ ગૃહઉદ્યોગમાં જોડાઈ હતી.


એકંદરે બધી વાતે સુ:ખ અને શાંતિ હતી.

સુ:ખ અને દુ:ખ એકબીજાના પર્યાય સમાન છે. સુ:ખ આવે કે તરત જ દુ:ખ એને ભગાડી મૂકવા માટે પોતાના બધા જ ચક્રો ગતિમાન કરી મૂકે છે. સુ:ખ આવે એટલે દુ:ખને આવ્યે જ છુટકો અને એને સહર્ષ સ્વીકારી લેવુ એ જ મનુષ્યની જીવનયાત્રા છે.

સુ:ખ ની વાત કરતા જ દુ:ખ ટપકી પડે એમ ઈશ્વરભાઈ ના પરિવાર ને પણ કોઇકની નજર લાગી.

લાખુ ઉર્ફે લખતરસિંહ એ વિસ્તારનો કોર્પોરેટર હતો અને ગૃહમંત્રાલય સુધી એના સંબંધો હતા. કોલસા અને સોનાની જેટલી પણ દાણચોરીઓ થતી એનો એ માસ્ટરમાઈન્ડ હતો. પોતાની રાજનૈતિક ધાક અજમાવી એ આસાનીથી પોતાના કામ કઢાવી લેતો. કોઈ એની વાત ન માને તો એને ઉપર પંહોચાડી દેવા માટે ગુંડાઓ ની એક આખી ફોજ એણે ઉભી કરી હતી.

હજુ પાંચ વર્ષ પહેલા જ ઈશ્વરભાઈનો તબાદલો અમદાવાદ શહેરમાં થયો હતો. એમના સ્વભાવ મુજબ લાખુની દાણચોરીના બધા જ રસ્તા લગભગ બંધ કરાવી દીધા હતા. કેટલીય વાર પોતાના માણસોને મોકલી લાખુએ ઈશ્વરભાઈને લાંચ પૈટે પૈસા મોકલી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ચૂક્યો હતો. ઈશ્વર ભાઈ એ પોતાના આદર્શોને ટેબલ પર લાખ રૂપિયાનુ બંડલ પડેલુ જોયા પછી પણ ત્યયજ્યા નહોતા કે ના એમના ચહેરા પર ધમકીના લીધે કદી કોઈ ભય જોવા મળ્યો હતો. અને ત્યારથી જ લાખુ એ ઈશ્વરભાઈ ને રસ્તામાં થી હટાવાનુ નક્કી કરયુ હતુ.

એક દિવસ લાગ જોઈને એણે ચોરીછુપે હજારો ટનના કોલસાની ચોરી કરાવી ને ડોકયુમેન્ટ પર ઈશ્વરભાઈની સહી બીજા લહિયા પાસે કોપી કરાવી ને એ જ માલગાડી વિશે રેલવે પોલીસને પણ માહિતી આપી ને આમ ચોરીનુ આળ ઈશ્વરભાઈ પર આવી ચડયું. અમારા સાહેબે ઈશ્વરભાઈને સસ્પેન્ડ કરયા ને એમના પર ઈન્કવાયરી બેસાડવામાં આવી ને પોલીસ કેસ પણ કરવામાં આવ્યો.

એક ઈમાનદાર માણસ પર જયારે બેઈમાનીનો આરોપ લાગે તયારે એ જીવતેજીવત મરી પરવારે છે. ઈશ્વરભાઈ એમના પર લાગેલા આક્ષેપો નો ભાર અને આસપાસના લોકોની તેમના તરફ બદલાતી જતી દ્દષ્ટિ જીરવી ન શકયા અને પક્ષઘાતના હુમલામાં કાળક્રમે પામ્યા. નાનકડા પરિવાર પર દુ:ખના ડુંગરા તુટી પડયા. મિનલના માતૃશ્રી એ પણ આઘાત ન ખમાતા પતિની પાછળ દેહ છોડયો. બે જ દિવસમાં તો આ એક ખુશીઓથી ભરેલું ઘર શ્મશાન સમુ ભાસવા માંડયુ. ઘરમાં ઘરડા માજી અને નિરાધાર બાળકી બે જ બચ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED