Granny, I will become rail minister - 3 books and stories free download online pdf in Gujarati

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૩

અધ્યાય ૩

"બેટા"
આટલા વર્ષે ઓળખશે કે નહી એની અવઢવ સાથે ધીમા અવાજે મેં સાદ કર્યો.

"મિનલ બેટા."
"ઓળખ્યો મને? હું જગદીશ, જગાકાકા."

એણે મારી તરફ નજર કરી મને ઓળખવાનો પ્રયત્ન કર્યો. મને ઓળખ્યો હોય એવુ એની આંખો પરથી લાગ્યું, પરંતુ એ કંઈક બોલે એ પહેલા તો આગળનુ સ્ટેશન આવતુ હોવાથી લોકોએ ઉતરવા માટે ભીડ કરી દીધી.

શર્માજી એ મેડમ સાહેબને યાદ અપાવ્યુ કે આગળના સ્ટેશન પર એમને પણ ઉતરવાનું છે. અમારા વચ્ચે કંઈ વાત થાય એ પહેલા ભીડના લીધે એણે ઉતરી જવુ પડયું. મારા જેવા બુઝુર્ગ માટે એટલું જલ્દી નીચે ઉતરવુ મુશ્કેલ હતુ, માટે હું ભીડ ઓછી થવાની રાહ જોતો ઉભો રહયો.

બધાના ઉતરી ગયા પછી હું બારણે ઉભો મિનલને શોધી રહયો હતો. પણ ત્યાં કોઈ હતુ નહી. હું પાછો વળી રહયો હતો, ત્યાંજ હાંફળા-ફાંફળા દોડતા શર્માજી દેખાયા. એ મારા તરફ જ આવી રહયા હતા. આવીને એમણે એક વિઝીટીંગ કાર્ડ મને પકડાવી દીધુ અને કહયુ, "મેડમ સાંજે ચાર વાગે મળશે." અને તરત જ પાછો ફરી ગયો.

મિનલ દિકરી મને ઓળખે છે એનો સંતોષ, એને આવા ઉંચા પદે જોવાની ખુશી અને એની સંઘર્ષ કથા જાણવાની જીજ્ઞાસા મનમાં ભરી, મારા બેગ-બિસ્તરા ઉંચકી હું સ્ટેશન પર ઉતર્યો.

ઉતરીને સ્ટેશનનુ બોર્ડ વાંચ્યું, "ભરૂચ જંકશન"
હજુ સવારના દસ વાગ્યા હતા. હજુ ચાર વગાડવાના હતા.

ચાની કિટલી પર હું જઈ બેઠો. અને ચાની વરાળમાં દેખા દેતી સ્મૃતિઓ વાગોળતા વાગોળતા ચા ક્યારે ઠંડી થઈ ગઈ ખબર ના પડી. બીજી ચાનો ઓર્ડર અપાઈ ગયો, ને હું ફરી ખોવાઈ ગયો.

આમ જ ચાની પવાલીઓ ખાલી કરતા-કરતા રસ્તા પર અવરજવર કરતા રાહગીરોનુ અવલોકન કરતો હતો.

સામેની દુકાનના ઓટલા પર એક માજી શાકભાજી ની હાટડી પર બેઠા હતા અને નાની ચાર-પાંચ વરસની બાળકી બાજુમાં રમતા રમતા એમની સાથે વાતો કરી રહી હતી. આ દ્રશ્ય મને પાછુ નાનકડી મિનલ પાસે ભૂતકાળમાં ખેંચી ગયુ.

મા-બાપના અકાળ મૃત્યુના થોડા સમય પછી મહિને મળતા પેન્શનમાં મિનલના બાને ઘર ચલાવવુ ભારે પડતુ, માટે એમણે માટીના રમકડાં બનાવી વેચવાની હાટડી કરી હતી ને સાથે મિનલની જવાબદારી પણ નિભાવતા હતા. મિનલને હવે ગામની સરકારી શાળામાં દાખલ કરી હતી, જેની પાસે જ ગામનુ રેલવે સ્ટેશન હતુ. એકવાર દેશના રેલમંત્રી સ્ટેશન પર નવી ઈમારતના ઉદ્ઘાટનમાં આવ્યા હતા, અને ત્યારે શાળાએથી છૂટેલી મિનલ બીજી બહેનપણીઓ સાથે-સાથે આ કાફલામાં જોડાઈ હતી.

જ્યારે મંચ પર નેતાજીના સમ્માનની ઉદઘોષણા થઈ અને સ્ટેશન માસ્તર એમની તરફ હાર લઈ આગળ વધી રહયા હતા, ત્યારે મંત્રીજીએ સૌથી આગળની હરોળમાં ઉભેલી મિનલને બોલાવી એની પાસે પોતાનુ સમ્માન કરાવ્યું હતુ અને કહયુ હતુ, "મારૂ એક સ્વપ્ન છે કે એક દિવસ કોઈ સ્ત્રી પણ મારી જેમ રેલમંત્રી બને. આ બાળકીના હાથે થયેલા સમ્માન ને હું શ્રેષ્ઠ ગણુ છુ."

આ એક વાક્ય નાનકડી મિનલના મગજમાં કાયમ માટે ઘર કરી ગઈ. સ્ટેશનથી નીકળી રેલના પાટે રમતી રમતી એ બાની રમકડાની હાટડીએ પંહોચી.

બાએ ખુશખુશાલ થઈને આવતી મિનલને પૂછયું, "બહુ ખુશ છે ને આજે કાંઈ, મારી મિનુ. એવી તે શી વાત છે?, હમ્મ."

બાની સામે એક મોટી મુસ્કાન આપી એની નિર્દોષ બોલીમાં મિનલે જવાબ દીધો, "તને ખબર બાલી, હું શુ બનવાની?"

"મને શુ ખબર બેટા, તુ ભણી લે એ જ. ત્યાં સુધી હું આ જીવતર ખેંચી લઉ તોયે બસ છે."
"હા, ભણીને તુ કાંઈક તો સારૂ બનવાની જ, એ હું કહી શકુ." બા ઉવાચ.

મિનલે જાણે ભવિષ્યવાણી કરી.
"તો સાંભળ બા, હું રેલમંત્રી બનીશ."

અને ત્યાં જ રેલવે સ્ટેશનના ટાવર પર ઘડિયાળમાં ત્રણના ટકોરા પડયા ને હું વર્તમાનમાં આવી પડયો અને રિક્ષા બોલાવી હું રેલવે ઓફિસ તરફ નીકળી પડયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED