એક શંકા વફાદારી ની Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

એક શંકા વફાદારી ની

"એક શંકા વફાદારી ની "... "સાંજે વહેલા આવજો.મારો ભાઈ આવવાનો છે..ફોરમ બોલી. " ના ના..આજે તો મારે મોડું થશે.તારા ભાઈ ને રોકી રાખજે.આ માર્ચ એન્ડ ચાલે છે કામ બહુ છે.." આટલું બોલી ને અર્પણ ઓફિસ જવા નીકળી ગયો. ફોરમ મનમાં બોલી...હ. મને ખબર છે કયું કામ હોય છે આ સોસાયટી વાળા શાંતા બેન કહેતા હતા કે આ અર્પણ ને એક છોકરી સાથે બાઈક પર જોયો હતો.. હમણાં થી મને પણ એની વફાદારી માટે શંકા જાય છે. હજુ અર્પણ ને ગયે દસ જ મિનિટ થઈ હતી ને અર્પણ ના મોબાઈલ માં રીંગ વાગી... હેલ્લો..અર્પણ ભાઈ.. હું તમારી પડોશી કમલા બોલું છું..આ ફોરમે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી છે..હાલત ગંભીર છે." "ઓહ્ હું પાંચ મિનિટ માં જ આવું છું એમને અમારા શાહ ડોક્ટર ની હોસ્પિટલ માં લઇ જાવ". ચિંતાતુર અર્પણ બોલ્યો. થોડીવાર માં અર્પણ હોસ્પિટલમાં પહોંચ્યો..ફોરમ ની સારવાર શરૂ થઈ ગઈ હતી.. ડોક્ટર ઓળખીતા હોવાથી પોલીસ કેસ થયો નહીં.. ."અર્પણ...ફોરમ ને હવે સારું છે.ગંભીર નથી.એક કલાક પછી તમે એને મલી શકશો..પણ તમારી વાઇફ ની કેર રાખજો".ડોક્ટર શાહ બોલ્યા. એક કલાક પછી અર્પણ ફોરમ પાસે ગયો.બોલ્યો," હવે સારું છે ને? આવું પગલું કેમ ભર્યું..? હશે તું ભુલી જા..તારા વગર હું રહી શકું એમ નથી.". આ સાંભળી ને ફોરમ રડી પડી.. બોલી.."મને માફ કરજો.. મને તમારા પર શંકા ગઈ હતી કે તમે મને વફાદાર નથી." આટલું બોલે છે ત્યાં ફોરમ નો ભાઈ આવી ગયો... બોલ્યો.. શું થયું મારી બહેના.. આવું પગલું કેમ ભર્યું? બનેવી તો બાપડા સીધા સાદા છે એમના મન પર શું અસર થશે? " ભાઈ મને અર્પણ પર શંકા હતી સોસાયટી ની એક શાંતા બહેને એમની બાઈક પર એક યુવતી ને બેસતા જોઈ હતી..અને ગયા જ મહિને એમના બેંક ખાતામાં થી એમણે રૂપિયા એક લાખ ઉપાડ્યા હતા એ શેના માટે એ મને કહ્યું નથી. મને લાગી આવ્યું..ને મેં આ પગલું ભર્યું.". અરે..બહેના.. એમાં આવું પગલું ભરાય! બનેવી સાથે દિલ ખોલીને વાત કરી હોત તો.. અથવા મને કહ્યું હોત તો!. જો બનેવી તને વાત કરે કે ના કરે..પણ મને બધી વાત કરે છે...જો એક લાખ ની વાત કરે છે તો તને કહું બનેવી તો આ વાત નહીં કહે.. કારણકે તું આમેય શંકાશીલ છે... બનેવી ને બાળપણમાં એક નાની બહેન હતી એ મેળા માં ખોવાઈ ગઈ હતી..બહુ શોધવા છતાં મલી નહીં..એટલે બનેવી ને કોઈ બહેન રહી નહોતી. એમાં એમની ઓફિસમાં એક નવી યુવતી જોબ પર આવી.એ અનાથ હતી..બનેવી એ એને પોતાની બહેન માની છે.ઓફિસ થી ઘર આવતા રસ્તામાં એ બહેન નું ઘર આવે એટલે બનેવી એ બહેન ને બાઈક પર બેસાડી લાવતા.. એમાં તારી શાંતા બેને એમને જોયા..એટલે વાત નું વતેસર થયું.. બીજું જે એક લાખ છે..એ એણે એની માનેલી બહેન ના ચાર વર્ષ ના દિકરા ના ઓપરેશન માટે આપ્યા હતા.. મેં પણ મદદ કરી હતી." ફોરમ નો ભાઈ આટલું બોલે છે ત્યાં એક બહેન એમના પતિ અને નાના દીકરા ને લ ઈ ને આવી.. "બોલી..ભાઈ..ભાભી ને શું થયું હતું? તબિયત તો સારી છે ને? ચિંતા કરવા જેવું નથી ને?" અર્પણ બોલ્યો. "ના.બહેન ચિંતા કરવા જેવું નથી. જો ફોરમ આ સંજના ,મારી ધરમ ની બહેન..એના દિકરા ના ઓપરેશન માટે જ એક લાખ આપ્યા હતા.." સંજના બોલી," ભાભી . હું અનાથ હતી અને અર્પણ ભાઈ એ મને બહેન બનાવી.રક્ષાબંધને રાખડી પણ બાંધું છું...મારા વર ને પણ ખબર છે એમની પાસે રાખડી બાંધી એ ફોટા પણ છે...ભાભી..આવી શંકા ના કરો...અને મેં આને મારા વરે ઓફિસ માં થી લોન લીધી છે..એ આવતા મહિને મારા ભાઈ ના એક લાખ અને તમારા ભાઈ ના પણ રૂપિયા પરત કરીશ .". એટલામાં સંજના નો દિકરો અર્પણ પાસે આવ્યો બોલ્યો..મામા.. આ માસી ને શું થયું છે..તાવ આવે છે?" આ સાંભળી ને ફોરમ નું દિલ અંદર થી રડી પડ્યું બોલી...બેટા..મને માસી નહીં...મામી કહે..મામી..હા..મારા ઘરે મારી સાથે રમવા આવજે.. હોં..." પછી અર્પણ, સંજના અને પોતાના ભાઈ સામે જોઈ ને ફોરમ બોલી..મને માફ કરજો.. હું ય આવી કેવી શંકાશીલ થઈ ગઈ..! મેં તમારી વફાદારી તરફ ખોટી શંકા કરી..મને માફ કરજો..." @ કૌશિક દવે