ek mashum balki - 16 - last part books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 16 - છેલ્લો ભાગ

"પપ્પા, મને એકલી મુકીને તમે કયાં ગયા હતા....???તે અંકલ બહું જ ખરાબ હતા. તેમને મને......"તેમના અધુરા વાકય પુરુ થાય તે પહેલાં જ મે તેમને ગળે લગાવી દીધી.

"મોમ, તું મારા પપ્પાને ઓળખે છે...??"તેના આ સવાલનો જવાબ અમને બધાને એકમિનિટ માટે શાંત કરી ગયો. પણ તેનો સવાલ ખોટો પણ કયાં હતો.

"હમમમ" મે હકારમાં માથું હલાવ્યું ત્યાં જ વિશાલ બોલ્યો.

"શ્રેયા, તે પરીને જણાવ્યું નહીં કે તું તેમની રીયલ મોમ છે. " હું એક નજરે વિશાલને જોઈ રહી. આટલા વર્ષ સાથે હોવા છતાં પણ જયારે તે મારી ઓળખાણ ના કરાવી શકયો તો હું બે ત્રણ દિવસમાં કેવી રીતે કરાવી શકવાની હતી.

"મને લાગતું જ હતું કે મોમ મારી જ મોમ છે. બાકી આટલી બધી લાગણી બીજા છોકરા માટે કોણ વરસાવે." તેમની અજીબ વાતો હું બસ સાંભળી રહી હતી. આજે તેમને જ તો મને જિંદગીની એક નવી રાહ બતાવીને મારા વિશાલ સાથે ફરી મળાવી હતી. બાકી અમારું મળવું હવે શકય પણ કયાં હતું.

"આ્ઈ એમ રીયલી સોરી ભાઈ મે તેમને સમજવા ભુલ કરીને કંઈ કિધા વગર જ નિકળી ગઈ. શ્રેયા ખરેખર ગુનેગાર ભાઈ નહીં પણ હું કહેવાવ. જેમના કારણે આજે તારી અને પરી અને ભાઈ ત્રણેયની જિંદગી અલગ થઈ ગઈ. "

શિખા પ્રસ્તાપ કરી રહી હતી. પણ મને તો ગુનેગાર હું જ લાગી રહી હતી. આ બધું મારા જ કારણે બન્યું ને તે મારો જ બદલો લઇ રહયો હતો. હું કંઈ કહું કે કોઈ કંઈ બોલું તે પહેલાં જ ભગીરથ સંજયને લઇ ને આવી ગયો.

સંજયને જોઈને બધાની આખોમાં ગુસ્સો પથરાઈ ગયો. બધાની નજર તેને નફરતથી જોઈ રહી. વિશાલે તો ઊભો થઇ સીધો તેમનો કાખલો જ પકડી લીધો ને બે ગાલ પર બે લાફા મારી દીધા.

"શ્રેયા, આ કામમાં તે એકલો નથી તેમની ગેગ સામેલ છે. આ કામ તે આજથી નથી કરી રહયો છેલ્લા કેટલા વર્ષથી તે એ જ કરે છે. પહેલાં શિખા જેવી છોકરીને લગ્ન માટે મનાવે છે ને પછી તેમની જિંદગી તબાહ કરી નાખે છે. પણ શિખા સાથે તે એવું ના થવા દીધું એટલે તેમને પરીની સાથે કર્યું."

વિશાલનો ગુસ્સો વધતા તે તેને ત્યાં જ ઊભો રહી મારવા લાગ્યો. શિખાને પણ તેમના ઉપર ગુસ્સો આવી રહયો હતો. હું તે બધામાં શાંત બની ઊભી રહી ખાલી તમાશો જોઈ રહી હતી. વિશાલ અને ભગીરથ બંનેએ સંજયની હાલતને ખરાબ કરી દીધી. તેમનું મારવાનું હજું શરૂ જ હતું ત્યાં જ મે તેમને રોકી લીધા.

"સ્ટોપ વિશાલ, આટલા વર્ષ જેલમાં રહયા પછી પણ ફરી જવાનો વિચાર છે તારો. તેમને તેમની સજા મળશે પણ તું કાનુનને હાથમાં લેવાની ભુલ ના કર." ગુસ્સામાં હું વિશાલ પર જ તાડુકી પડી. ભાન ભુલી તો હૂં પણ બની જ ગઈ હતી પણ અત્યારે કંઈ કરવું યોગ્ય ના હતું.

"કયાં કાનુનની વાત કરે છે તું....??એ જ કે જે બધું જ જાણે છે છતાં પણ બેગુનેગાર ને સજા આપે છે. " વિશાલની વાત સાથે હું પણ સહમત જ હતી.પણ કાનુની સજા સિવાય અત્યારે બીજો રસ્તો કયાં હતો.

"આ વખતે ગુનેગારને જ સજા મળશે ને તેમનું બયાન ખુદ સજય આપશે. કેમ સંજય બરાબર ને...??"

"શ્રેયા તેમની જરુર નથી, સંજયે પહેલાં જ તેમનો ગુનો કબુલ કરી લીધો છે." ભગીરથે મારા હાથમાં ફોન રેકોર્ડ બતાવ્યું. હું તે જોઈ રહી હતી ત્યાં જ પોલિસ પણ આવી ગયાં. સંજયને તેમની સાથે લઇ ગયા. પણ હજું ના જાણે કેમ દિલને ખુશી નહોતી મળી રહી. તેમને જતાં જ હું સોફા પર બેસી ગઈ.

તે બધી જ પળો ફરી જીવિત બની મારી નજર સામે આવી ઊભી રહી ગઈ. વિશાલ સાથે થયેલો પ્રેમ, તેમની સાથે થયેલ લગ્ન,પરીનો જન્મ, શિખાનું સુસાઈટ, મારું ને વિશાલનું અલગ થવું. એકલતામા જિંદગીની તે રાહ પર ચાલવું. ફરી પરિનું આવી રીતે મળવું, શિખાનુ મળવું, બધી જ વાતો એક પહેલીની જેમ જ સુલજતી જતી હતી ને હું સુનમુન બની બસ શાંતિથી બેસી રહી હતી. મારા કાને શિખા અને વિશાલ નો અવાજ સંભળાઈ રહયો હતો. તે લોકો એમજ હસ્તા હસ્તા વાતો કરી રહયા હતા. પરી પણ તેમની સાથે ખુશ હતી. મમ્મી પણ મારી જેમ જ શાંત હતા. હું મમ્મી પાસે જ્ઇ ને બેસી ગઈ. તેમના ખોળમા માથું નાખી હું રડવા લાગી.

"કદાચ મને આ બધામાંથી કોઈ પર વિશ્વાસ જ ના હોત તો આ ખુશી મારી જિંદગીમાં ફરી કયારે ના આવત ને..??મમ્મી આજે મારો વિશ્વાસ જ નહીં પણ મારો પ્રેમ પણ જીતી ગયો. જો તું કહેતી હતી ને આ લાગણીનું બંધન ખાલી તકલીફ આપે છે. આજે આ જ લાગણી મને મારી જિંદગી ફરી આપી રહયૂં છે. આજે ફરી એકવાર હું તને પુછવા આવી છું કે શું હું મારા વિશાલની સાથે મારા એક નવા જીવનની શરૂઆત કરી શકું...?? ત્યારે તું ખુશ નહોતીને મે વિશાલ સાથે લગ્ન કર્યા હતા. આજે તારી ખુશી જોઈ મારે ફરી તેમની સાથે જિંદગી શરૂ કરવી છે. કેમકે, તારા આશિર્વાદ મને અને વિશાલને એક જિંદગીની નવી રાહ સાથે ખુશી પણ આપશે." હું મમ્મી સામે તેમના જવાબની રાહ જોઈ બેઠી રહી. તેની આખો રડે જતી હતી. શાયદ તેને પણ મારી જેમ જ તે વાત આવી રહી હશે.

અમારી ચાલતી વાતો વચ્ચે પરી પણ મારી પાસે આવી બેસી ગઈ. તેમને મમ્મીનો હાથ મારા માથા પર મુકી દીધો ને તે કહેવા લાગી. "નાની, જયારે એક બેટીને માં ની જરૂર હોય ત્યારે તે માં જો તેમનો સાથ ના આપે તો બેટી તેમની જિંદગીમાં કયારે ખુશ નથી રહી શકતી. પ્લીઝ મારી મોમને આશિર્વાદ આપો કે તે તેમની જિંદગીમાં ફરી ખુશ થઈ શકે."

મમ્મીએ તેમને અને મને બંનેને ગળે લગાવી દીધી. "બેટા, માં ના આશિર્વાદ બેટીની ખુશીમાં જ હોય છે. આજે તારા વિશ્વાસને હું દિલથી બિરદાવું છું. વિશ્વાસ હોય તો અશકય ને પણ શકય બનાવી દેઇ છે તે મે આજે જાણી પણ લીધું ને સમજી પણ લીધું." મે ને પરી બંને મમ્મીને વહાલથી તેમના ગાલ પર ચુંબન કર્યું ને અમે બંને વિશાલની તરફ આગળ વધ્યું.

આજે એક અનેરી ખુશી મારી જિંદગીમાં નવું દસ્તક દેવા આવી રહી હતી. વિશાલે અમને બંનેને ગળે લગાવી અમારી બંને ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. વિશાલની બાહોમાં જ જિંદગીની એક નવી રાહ મળી ગઈ મને. ખુશીથી અમે બંનેને સ્વિકારી લીધા. અહીં વિશ્વાસની એક એવી ડોર હતી જયાં માફી માગવાની કે નારાજ થવાની વાત જ ના હતી.

એક દોસ્ત તરીકે ભગીરથે જે મારી મદદ કરી તેમનો અહેસાન પણ મારા ઉપર બહું હતો. અમારી વચ્ચે કયારે થેન્કયું નામનો શબ્દ આવ્યો જ ના હતો પણ લાગણી અને વિશ્વાસની ડોર એકબીજાનો સંગાથ બની હંમેશા સાથે ઊભી હતી. જે સપના મે અને શિખાએ સજાવ્યા હતા તે સપના હવે પુરા થવાના હતા. પળમાં જ જિંદગી બદલાઈ ગઈ ને મારી ખામોશી ખોવાઈ ગઈ.

હું શિખા પાસે ઊભી હતી ત્યાં જ પરી મારી પાસે આવી મારા ગાલ પર કિસ કર્યું ને પછી બોલી. " ભુખ લાગી છે. ખાવાનું કયારે મળશે.....??" તેમની કાલી ઘેલી ભાષા ફરી બધાને હસાવી ગઈ.

"ઓ માઈ ગોડ મને લાગ્યું કે આજે તારી ભુખ પપ્પાને જોઈ મટી ગઈ હશે. પણ, એવું ના થયું. ચલ કહી નહીં આજે પપ્પા રસોઈ બનાવશે ને આપણે ખાઈશું. કેમ વિશાલ." હું મજાક કરી રહી હતી ત્યાં જ બહારથી પાર્સલ આવી ગયું.

"જોયું મોમ, પપ્પાને હજું યાદ છે કે તેમની પરીને આ સમયે ખાવા જોઇએ." પરીની કાલી ઘેલી વાતો બધાને મજાકના મુડમાં લઇ આવી. જમવાના ટેબલ પર જમવાની સાથે જ મજાક પણ જામી રહી હતી, ને મારો વિચારો પરી સાથેની પહેલી મુલાકાતને યાદ કરી કંઈક અજીબ જ સમજણ આપી રહયા હતા.

આ તે જ માસુમ છે જેમને મે પહેલીવાર બસમાં જોઈ હતી. કદાચ બાકી લાકોની જેમ જ હું પણ તેમને ખરાબ ગણી ઘરે ના લઇ આવી હોત તો શાયદ આજે મને મારી પરી કયારે ના મળી હોત. મારી નવી ખુશીની હકદાર મારી બેટી પરી નહીં પણ તે બસમાંથી મને મળેલી તે માસુમ બાળકી છે.

💖the and 💖

nicky Tarsariya
13/06/2020

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
લાગણી શબ્દો
આ સાથે જ અહીં આપણી આ વાર્તા પુરી થઈ. એક માસુમ બાળકીની સાથે શ્રેયાની જિંદગીની એક અજીબ સફર. તમે લોકોએ વાર્તા વાંચી એટલે બધું સમજાય ગયું હશે. ખરેખર આ જિંદગીની રમત અજીબ હોય છે. કયારે તે કયાં મુકામ પર લાવી ઊભી રાખી દેઇ છે કોઇ નથી જાણતું. પણ તે તકલીફની સાથે રસ્તો પણ લઇ ને આવે જ છે બસ આપણને આપણા પર વિશ્વાસ હોવો જોઇએ. જિંદગીમાં સૌથી મોટી જંગ વિશ્વાસની જ હોય છે. જો વિશ્વાસ હોય તો બધા જ રસ્તા છે ને વિશ્વાસ નથી તો કોઈ રસ્તો નથી.

જિંદગીમાં પ્રેમ અને લાગણી પણ આટલી જ જરુરી છે જેટલો કોઈના પરનો વિશ્વાસ. ધણીવાર લોકો કહેતા હોય છે કે આ સમય પર કોઈ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તે વાત પણ સાચી છે. પણ, જો વિશ્વાસ લાગણીનો છે તો તે કયારે તુટતો નથી. હા સમય કોઈ એવી પરિસ્થિતિ લઇ ને આવે છે કે આપણને એવું લાગી આવે કે મે તેમના પર કેટલો વિશ્વાસ કર્યો ને તેમને મારી સાથે આવું કર્યું. પણ ત્યારે સમય ખરાબ હોય છે તે વ્યક્તિ કે આપણો વિશ્વાસ નહીં. જો આપણે તે પરિસ્થિતિને સમજી શકયે તો તે પરિસ્થિતિ પણ એક વિશ્વાસ જ છે. આ બધી જ વાતો શ્રેયાની કહાની સમજાવે છે કે તેમનો અડગ વિશ્વાસ જ તેમની જિંદગીની ફરી ખુશી લઇ ને આવ્યો હતો.

આભાર

પહેલાં તો હું આભાર આ વાર્તાના પ્રાત્રનો માનું છે કે તેમને એક પ્રાત્ર બની મને ઘણું શીખવ્યું. શાયદ તમને આ વાર્તામાંથી કંઈ જાણવા મળયું કે ના મળ્યું પણ મને બહું બધું મળ્યું.

આ વાર્તાને વાંચી છેલ્લે સુધી અભિપ્રાય આપી મારી આ વાર્તાને સુંદર બનાવી તે બદલ હું મારા વાંચક મિત્રોનો આભાર વ્યકત કરવા માગું છું.

ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏

નોધ : અત્યાર સુધી તમે મારી નવલકથા, વાર્તા વાંચી આશા છે કે આગળ પણ તમે મને વાંચચો તે આશા એ હું એક નવી નવલકથા શરૂ કરવા જ્ઇ રહી છું. જે બે ત્રણ દિવસમાં જ તમારી સમક્ષ આવી જશે. તે કહાની પ્રેમ અને અહેસાસથી ભરપુર એક રોમાંચક કહાની છે. લાગણી, અહેસાસ, કોઈના પ્રત્યેનો વિશ્વાસ તો કોઈના માટે રડતું અને તડપતા દિલની એક અદભુત કહાની " લાગણીભીનો પ્રેમનો અહેસાસ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED