રેઈની રોમાન્સ - 18 Ravi virparia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેઈની રોમાન્સ - 18

પ્રકરણ 18


સાગરિકા આજે મારી મહેમાનગતિ માણવા આવી હતી. 'ફ્રેન્ડહાઉસ' ની મુલાકાત પછી અમારી વર્ચ્યુઅલ દોસ્તી વધુ મજબૂત બની હતી. રૂબરૂ મુલાકાતો ક્યારેક જ શક્ય બનતી. પરન્તુ જ્યારે થતી ત્યારે એ વાતો અને ચર્ચાના ચકમકમાંથી ઝરતાં તણખા સાહિત્ય અને મીડિયાની દુનિયામાં આગ જરૂર લગાડતાં. આજે પણ આવો જ કંઈક માહોલ હતો.


"બાબુ મોશાય, આટલીવારમાં તો મેગીનો વીડિયો બનાવી મારી ચેનલ પર અપલોડ પણ થઈ ગયો હોય. અને 1મિલિયન વ્યુઝ પણ મળી ગયા હોય." ફોન પાસે કામ લેતી સાગરિકા રસોડામાં આંટા મારી રહી હતી.


"ઓયે હોયે..... આ જલપરી રેસિપી ચેનલ ચાલુ કરી.....! મને સમજાતું નથી લોકો તને સહન કઈ રીતે કરે છે. અને આ પ્યોર હાર્ટથી સ્પેશ્યલ પર્સન માટે બનાવેલી મેગી છે. તારા મસાલા ન્યૂઝ જેવી ચટપટી નહીં કે તરત બની જાય. એન્ડ મેગી પર મિલિયન વ્યુઝ.... વોટ ધ*****. શું દેશની પબ્લિકને બીજું કોઈ કામ નથી." હું મેગીના વઘારની તૈયારી કરતાં બોલ્યો.


"પબ્લિકને ફક્ત ટેસડો પડવો જોઈએ. એને પોતાના કે સમાજના પ્રોબ્લેમ, ઇવન દેશ જાય ભાડમાં. ખુદના સ્વાર્થ માટે એ કંઈ પણ કરવા તૈયાર છે. મોરલ, વેલ્યુ કે હોનેસ્ટી જેવું કશું નથી. ફક્ત પૈસા જ છે. જે આ બધાની કિંમત નક્કી કરે છે.તને ખબર છે લોકો ન્યૂઝમાં પણ એન્ટરટેઇનમેન્ટ શોધે છે. દેશનું મીડિયા આ બંનેનું કોમ્બિનેશન કરવામાં માસ્ટર છે. એટલે તો રેવાનો સ્વંયવર આખા દેશને ઘેલું લગાડે છે." સાગરિકા ખુદ દેશની પરિસ્થિતિ જેવી અપસેટ લાગતી હતી.


" સાગુ, આપણે આટલાં ખરાબ નર્કમાં પણ નથી જીવતા કે જ્યાં પૈસો જ બધું છે. નહીં તો આજે તું અને હું આ ઘરમાં મેગી ના ખાતાં હોત. જે મને બુક્સના ફેન તરફથી ગિફ્ટમાં મળ્યું છે. રિલેક્સ, બધી મેટર આમ દિલ પર ના લઈ લે. આ દેશ બાળક જેવો છે, પણ ઉંમર કરતાં વધુ મેચ્યોર છે. એ દરેક બાબતમાં ઇમોશનલ અટેચમેન્ટ શોધે છે. એટલે દિલને બદલે દિમાગથી વધુ કનેક્ટ થાય છે. આ એક જ બાબત છે જે એને માણસ બનાવી બધાથી અલગ પાડે છે. સુધરવાની જરૂર લોકોને નહીં પણ તમારે છે. રેસિપીની સ્ટાઇલ થોડી ક્રિએટિવ બનાવીને." મસ્ત વઘાર ઉઠ્યો. લસણ, આદુ અને મરચાંની ગ્રેવીનો તેલમાં થયેલો છમકારો આખા રસોડાને મધમઘાવી ગયો.


"બાબુ મોશાય, શબ્દોને રમાડતાં સારા આવડે છે. પણ લાઈફ પુસ્તકોના શબ્દોના આદર્શવાદ થી નહીં ગ્રાઉન્ડ રિયાલિટીના વાસ્તવવાદથી ચાલે છે. રહેવા દે તને નહીં સમજાય આ બધું. તમે આકાશમાં ઉડતાં સિતારાઓ છો. એન્ડ સુધરવાની મારે નહીં તારે જરૂર છે ok. આ ક્રિએટિવ રેસિપી એટલે શું ?" તેને હવે ફોનને બદલે મારી રેસિપીમાં રસ પડ્યો હતો.


હું મેગીની ગ્રેવીને બાળકની જેમ લાડ લડાવતાં કડાઈમાં ચમચા વડે રમાડતાં બોલ્યો. "પબ્લિક તમારા ચુ**** થી કંટાળી ગઈ છે. TRP ના નામે એંગેજ રાખવા રિપીટેશનના વાહિયાત હથોડા જેવા ન્યુઝ, મગજમાં ઘણની જેમ ઘા વાગ્યા કરે છે. તું જે સ્ટ્રેટેજીથી રેવાના સ્વંયવરનું રિપોર્ટિંગ કરી રહી છે એ સાવ બકવાસ છે. સાગુ તું આમાં ક્યાંય નથી. તું આ બધી રમતમાં ક્યાંય ખોવાઈ ગઈ છે."


તે એકી નજરે મારી સામે જોઈ રહી. "રમતમાં સફળ થવા પહેલા તેનો ભાગ બનવું પડે. હું મારી કેરિયર માટે જોખમ લઈ શકું, રેવાના ટ્રસ્ટ માટે નહીં. પબ્લિકને વેજીટેબલ ઘીનો મોહનથાળ જ ભાવતો હોય તો ધરાર શુદ્ધ ઘી નો શિરો ના પીરસાય. મને પણ ક્યારેક લાગે 'આઈ મિસ માય સેલ્ફ'. પણ બહુ અઘરો છે પબ્લિકનો ટેસ્ટ બદલવો." તે ખુદ સાથે પણ એગ્રી નહોતી એવું લાગ્યું.


" અઘરું છે પણ અશક્ય નથી જ. જો હું તને 2 મિનિટની ઇન્સ્ટન્ટ મેગીને બદલે દોઢ કલાક રાહ જોવડાવી શકું તો તું ગમે તે કરી શકે. આ લોન્ગ ટર્મ ઇન્વેસમેન્ટ છે. પણ સફળતાની ગેરેન્ટી છે. કદાચ શોર્ટટાઇમ માટે લોકોના ગુસ્સા કે મજાકનો ભોગ પણ બનવું પડે. તારો પ્લસ પોઇન્ટ એ છે કે તને લોકો સાથે કામ લેતાં આવડે છે. બસ જરૂર છે થોડા ક્રિએટિવ અને પોઝિટિવ હ્યુમન એંગલની. બાકીનું કામ તારા કેમેરાના વ્યુઈંગ એંગલ કરી દેશે." ગ્રેવી લાલ ચટક રંગ પકડી રહી હતી.


" ઉત્સવ, શું વાત છે અને શા માટે આટલું લાબું પૂર્વભૂમિકા જેવું બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે. તને પણ ખબર છે હું બધું સમજુ છું. છતાં પણ તું..... આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તું શું કહેવા માંગે છે ?" તે મારી બાજુમાં આવીને ઉભી રહી.


મેં ગેસ ધીમો કરી તેની સામે જોઇને કહ્યું. " સાગુ, તારી સાથે સ્ટ્રેટેજીકલી માઈન્ડ ગેમ રમાઈ રહી છે. તેમાં તારો પણ વાંક નથી. આ પરિસ્થિતિમાં તારી જગ્યાએ હું પણ આજ રીતે વિચારું અને આગળ વધુ. અજાણતાં જ તે ઈચ્છે એ મુજબ તું આગળ વધી રહી છે. પડદા પાછળ કોણ અને શા માટે આ કંટ્રોલ કરે છે, હાલમાં તો હું પણ નથી જાણતો. તમે જો ટ્રેક બદલો તો તેને પણ બદલ્યા વગર છૂટકો નથી. બની શકે આ દરમિયાન એ ક્યારેક ભૂલ કરે....!"


"કદાચ તું સાચો છે. જે રીતે હું કોઈ અવરોધ વિના આગળ વધી રહી છું મને પણ ક્યારેક શંકા જાય છે. કંઈક તો ગરબડ છે. ગૌરવ મારી મદદ કરી રહ્યો છે. અમુક સવાલો છે જે રેવાને મળીશ એટલે ક્લિઅર થઈ જશે. પણ આ ટ્રેક બદલવા મારે ઉપરથી પરમિશન લેવી પડે. કારણ કે દરેક ચેનલ પોતાના ક્રાઇટેરિયામાં કામ કરતી હોય. જો કે આ સ્પેશ્યલ કવરેજ છે એટલે બહુ વાંધો નહીં આવે." તે સહમત થતા બોલી.


"હું તને કેટલાંક ક્રિએટિવ નુસખા આપીશ. જે થોડા ફની અને પબ્લિકને ઇઝીલી એંગેજ કરી શકશે. રેવાના સ્વંયવર જેવો ગોલ્ડન ચાન્સ તને કદાચ આખી કેરિયરમાં નહીં મળે. તારું બેસ્ટ આપી દે. લાઈફ બની જશે." મારી ગ્રેવી તૈયાર થઈ ચૂકી હતી. બસ હવે મેગી મિક્સ કરવાની બાકી હતી.


"એમ, તું અડધો તો ફોલિસોફર છો. હાલમાં ટ્રેન્ડ છે એવો મોટીવેશનલ સ્પીકર બની જા.લાઈફ બની જશે. હું મારું ફોડી લઈશ. જરૂર પડે તો તું છે જ ને...! બાય ધ વે, વોટ અબાઉટ રેવા. તારી બૂક માટે તેની સાથે એનું રોમાન્સનું ટ્યુનિગ ક્યાં પહોંચ્યું ?" સાગરિકાનું પત્રકારત્વ જાગી ગયું હતું.


" માય, ડિયર તને બધી ખબર છે.. શું કરવા આ ઇનોસન્ટ બોયને હેરાન કરે છે." ફાઇનલી હવે મેગી તૈયાર થવામાં હતી.


" BC ઇનોસન્ટ અને તું. એ મારી ફ્રેન્ડ છે. ટાઈમપાસની ગણતરી હોય અટકી જજે. અને સિરિયસ હોય તો આઈ ઓલવેઝ વિથ યુ. પ્રેમ અને રિલેશનની બાબતમાં એ તારી જેમ મેચ્યોર નથી. સો એની સાથે ગેમ ના રમતો." સાગરિકાની રેવા માટેની ચિંતા દેખાઈ આવતી હતી.


"તું વિચારે છે એટલો હું ખરાબ નથી. છોકરીની મરજી વગર હું એને ટચ પણ નથી કરતો. રેવાનો કેસ સ્પેશ્યલ છે. એ પ્રેમ કરે છે કે નહીં મને નથી ખબર પણ એ મારી સાથે ખુદને મહેફુસ માને છે. કદાચ તેને સંબંધો કે પ્રેમની હૂંફ નથી મળી મારી જેમ." મેં સાગરિકાને નાના બાઉલમાં મેગી આપતાં કહ્યું.


" તું એના પ્રેમમાં છે.?" એ સવાલો પૂછી ચોંકાવી દેવામાં માસ્ટર હતી.


" હમ્મ મમમમમ...આઈ ડોન્ટ નો. અત્યારે તો નહીં જ. કાલની મને ખબર નથી. પણ અમે મારી બુક્સને લીધે જે મેમરી બનાવીશું એ હું ક્યારેય ભૂલી નહીં શકું એ ફાઇનલ છે." હું અંગત સંબંધોમાં ક્યારેક કશું છુપાવતો નહીં. અમે બંને મેગી લઈને હોલમાં સોફા પાસે આવ્યા.


તે મેગીનું બાઉલ ટીપોઈ પર મુકી મને પ્રેમથી ભેટી પડી. "આઈ લાઈક યુ. મને લાગે છે.હું કદાચ તારા પર ટ્રસ્ટ મુકી તને દિલની વાત કહી શકીશ. બાબુ મોશાય તારી બહાર જે પ્લે બોય જેવી છાપ છે એના કરતાં તું અલગ જ છે." તે થોડીવાર પ્રેમથી વળગેલી જ રહી. હું તેના માથે પ્રેમથી હાથ ફેરવતો રહ્યો.


મારા ડાબી બાજુના ખભા પર હું પાણીના ગરમ ટીપાં અનુભવી શકતો હતો. મને આંસુઓના રહસ્યને જાણવામાં રસ નહોતો. બસ એક દોસ્ત તરીકે એની કેર કરવાની મારી ફરજ હતી. એ ધરાઈ નહીં ત્યાં સુધી એને વહેવા દીધા. એને ખાલી થવા દીધી. મને ખબર હતી આજે તે ડિસ્ટર્બ હતી. પણ આ હદ સુધી હશે તેનો ખ્યાલ નહોતો.


"હેય, ડિયર સાગુ. આ રડવાનો વખત નથી. લડવાનો ટાઇમ છે. આઈ નો. તું એક સાથે ઘણું બધું હેન્ડલ કરી રહી છે. બટ આપણે આમાં જ સર્વાઇવ કરવાનું છે. જો તું આમ હિમ્મત હારી જઈશ તો રેવાનું શું થશે. એના માટે તારા સિવાય કોઈ આધાર નથી.ડોન્ટ વરી બધું સારું થઈ જશે." મેં તેના માથા પર વહાલથી ચુંબન કરી અલગ થતાં કહ્યું. તેના હાથમાં મેગીનું બાઉલ આપ્યું.
તેને ટી શર્ટની લાંબી બાયોથી પોતાના આંસુ લુછયા. મેં tv ચાલુ કર્યું. બંનેએ જોતાં જોતાં ખાવાનું શરૂ કર્યું. એક ન્યુઝ ચેનલ પર રેવાના સ્વંયવર વિશે માની ના શકાય તેવો નેગેટીવ રિપોર્ટ પ્રસારિત થઈ રહ્યો હતો. તેનો ચહેરો ગુસ્સામાં લાલ થવા લાગ્યો હતો.
"રાસ્કલ, હું તને નહીં છોડું. સાલા હલકટ પ્રોબ્લેમ આપણાં બંને વચ્ચે છે. એમાં તું રેવાને શા માટે વચ્ચે લાવે છે. ઉત્સવ મારે હજુ તારી સાથે ઘણું શેર કરવાનું છે." તે ન્યૂઝ જોઈ રીતસર અકળાઈ ઉઠી હતી.
" આઈ નો. પહેલાં મેગી ખાઈ લે. મારે પણ ઘણું શેર કરવાનું છે. આજની રાત આપણી વાતો સવારનો સુરજ જોયા વગર સુવાની થવાની નથી." હું તૈયાર હતો. રેવાના પ્રેમ અને સાગરિકા દોસ્તી વચ્ચેના સ્પેશ્યલ ઝોનનો હિસ્સો બનવા માટે............

to be continued......