રેઈની રોમાન્સ - 3 Ravi virparia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેઈની રોમાન્સ - 3

પ્રકરણ - 3

"દેશના મહાનગરોના હોર્ડિંગ્સથી લઈ ઇન્ટરનેટ પર રેલાતાં રેવાના બિન્દાસ હાસ્યએ કેટલાય હૃદયને ઘાયલ કરી મુક્યા છે. હાલમાં, લોકલથી લઈ નેશનલ મીડિયામાં આ મોર્ડન સ્વંયવર ચર્ચાસ્પદ મુદ્દો બની ચુક્યો છે. ઇવન કેટલાંક શહેરોમાં તો જાહેરાતના બોલ્ડ લખાણ સામે વિરોધ પ્રદર્શનો પણ થયા છે.
મને આ સ્ટોરીમાં એક સ્પાર્ક દેખાય છે. આ ભારતની મિલેનિયમ જનરેશનની સ્પષ્ટ અને બિન્દાસ બનતી જતી માનસિકતાનું પ્રતિબિંબ. સાથે જ પોતાના નિર્ણયોને હિંમતપૂર્વક વળગી રહેવાની દ્રઢતા નજરે ચડે છે. આ સ્વંયવર દેશના ઇતિહાસમાં એક માઇલસ્ટોન તરીકે સ્થાન પામશે એ નક્કી છે. તો ફ્રેંન્ડ્સ, હવે આપણે આપણાં સ્વંયવર વિશેના પ્લાનની ચર્ચા કરીશું." પોતાના શબ્દોને અજય શર્મા એ વિરામ આપ્યો. 'ફ્રીડમ ન્યૂઝ' ના ચેનલ હેડ આજે રાજકોટની મુલાકાતે હતાં. ચેનલનું ગુજરાતી ભાષાનું વડું મથક રાજકોટ હતું. તેમની ખાસ મુલાકાત આજે સ્વંયવરની ઇવેન્ટ બાબતે જ હતી.
આ સુપર ગ્લેમર અને સેલીબ્રીટી ઇવેન્ટના કવર સ્ટોરી માટે ઘણાં સિનિયર રિપોર્ટરોએ રીતસર લોબિંગ કર્યું હતું. પરન્તુ અજય શર્માને સિનિયોરિટી કરતાં ટેલેન્ટમાં વધુ ટ્રસ્ટ હતો.એટલે જ આ અંગે હજુ સુધી સસ્પેન્સ જળવાયું હતું. બધાના ચહેરા આશાભરી નજરે તેમની તરફ મંડાયા હતાં.
" મને ખ્યાલ જ છે. તમને બહુ આતુરતા છે. આ હાઈપ્રોફાઈલ ઇવેન્ટનું રિપોર્ટિંગ કોણ કરશે ? તમે જાણો છો એમ આપણે યંગ અને ફ્રેશ ટેલેન્ટને તક આપી ઘણી પરંપરા અને રુલ્સ તોડ્યા છે. તો આજે પણ આ સિલસિલો આપણે આગળ વધારીએ છીએ. આ ઇવેન્ટનું રિપોર્ટિંગ રેવાની બેસ્ટ ફ્રેન્ડ, એવોર્ડ વિનિંગ જર્નાલિસ્ટ અને ચેનલની શાન એવી સાગરિકા કરશે. આપણે બધા તેને તાળીઓ વડે વધાવીએ." કેટલાક સિનિયરોની આંખો અને બોડી લેંગ્વેજ પોતાનો ગુસ્સો તાળીઓ વડે પ્રદર્શિત કરી રહી હતી. પણ ચેનલ હેડના નિર્ણય સામે બોલવાની કોણ હિંમત કરે ?
"મિસ સાગરિકા, ચેનલે તમારી ટેલેન્ટમાં વિશ્વાસ મૂકી આટલી મહત્વની અને હાઈપ્રોફાઈલ ઇવેન્ટ કવર કરવાની તક આપી છે. તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરજો. આવો ચાન્સ લાઈફમાં બીજી વાર નહીં મળે. સાથે આ ઈવેન્ટ તમે કંઈ રીતે કવર કરશો એની એક બ્લૂપ્રિન્ટ મને મોકલી આપજો. અને જરૂર પડે તો સિનિયરોનો લાભ પણ લેજો." અજય શર્મા આ સ્વંયવરનું મહત્વ સમજાવતાં બોલ્યા.
" માય એપોલોજી સર, પણ તમને નથી લાગતું આટલી ઈમ્પોર્ટન્ટ ઇવેન્ટ માટે ટેલેન્ટ કરતાં એક્સપિરિયન્સ અને લોકલ રિલેશન વધુ સારું રિઝલ્ટ આપી શકે છે." એક સિનિયર પત્રકારથી આખરે ના રહેવાયું.
" મને ખ્યાલ હતો. ઘણાં સિનિયરને આઘાત લાગશે. બની શકે તમારો અનુભવ સારું રિઝલ્ટ આપી શકે.. પણ અહીં રેવા અને સાગરિકાની ફ્રેન્ડશીપ જે આપી શકે છે એ કોઈ લોકલ રિલેશન ના આપી શકે." અજય શર્મા વિરોધ શાંત પાડતાં બોલ્યા.

" અને એથી સારું રિઝલ્ટ આપી શકે તો ? આઈ મીન, મને આવો, કદાચ આવું બનશે એવો ખ્યાલ હતો. એટલે બહુ વહેલું મેં આ સ્ટોરી પર કામ શરૂ કરી દીધું હતું. સો મને સિનિયર હોવાના રુલ્સ મુજબ એક ચાન્સ મળવો જોઈએ એવું તમને નથી લાગતું..... સરરરરરર..." એના શબ્દે શબ્દે બળવાખોરી ટપકતી હતી.
" ok મિસ્ટર દિપક તમે આટલી જ મહેનત કરી છે. સિનિયર છો. ગુજરાતમાં ચેનલને નંબર 1 બનાવવામાં તમારું ખાસ્સું યોગદાન છે. તમે એક વીક ની રિપોર્ટિંગ ફાઇલ મને મોકલી આપજો. જેને હું પૂનમના રિપોર્ટિંગ સાથે સરખાવીશ. પછી આગળ બંનેમાંથી એક ને જ તક મળશે. જે નિર્ણય આવશે એ તમારે સ્વીકારવો રહ્યો." અજય શર્મા આ શાતીર દિપકની ચાલબાજીથી બરાબર વાકેફ હતાં એની સાથે કેવી રીતે કામ લેવું એનો પણ તેમને ખ્યાલ હતો.
" સ્યોર સર, એન્ડ થેંક્યું ફોરધિસ ઓપોર્ચ્યુનિટી." દિપકનું ખધું સ્મિત ઘણું બધું કહી રહ્યું હતું. એક નજર તેને સાગરિકા તરફ નાંખી.
તે દિપકની મૂર્ખામી પર હસી રહી હતી. તેની આંખોની ચમક જોતાં દિપકને પહેલીવાર વગર મેદાનમાં ઉતર્યે હારી જવાનો ડર લાગ્યો. સાગરિકાને પણ ક્યાં ખબર હતી રેવાની કેટલી ઉપશાખાઓનું રિપોર્ટિંગ તેને કરવાનું હતું !!

* * * * * * * * * * * * * * * * *

આજે પણ હંમેશાની જેમ દાદીના મોં પર સ્મિત રમતું હતું. કેટલાક લોકોનું હાસ્ય તમને જીંદગીના બધા દુ:ખ-દર્દ થોડીવાર માટે ચોક્કસ ભુલાવી દે છે. દાદી તેમાના એક હતા.પપ્પાની કોઇ સાથે ફોનમાં વાત ચાલુ હતી.નોકરો વાનગી પીરસી રહ્યા હતા.હું એકટીશે દાદી તરફ જોઇ રહી હતી.આ સદાય હસતાં ચહેરાના નકાબ પાછળ કોણ જાણે કેટલાય રાઝ છુપાઇને બેઠા હશે ?? હું વિચારું છું એ ખરેખર સાચું હતું કે મારા શંકાશીલ દિમાગનો ભ્રમ માત્ર હતો.


"રેવા તું આટલુ બધું કામ શા માટે કરે છે. જો તો ખરા અઠવાડીયામાં તે તારી હાલત કેવી કરી નાખી છે?" દાદીએ ખાવાનું શરુ કરતાં કહ્યું.
મારા વિચારોની તંદ્રા તૂટી. હું ફરીથી સામાન્ય બની ગઇ."દાદી તમારી રાજકુમારી પરણવાની છે. એટલે થોડીઘણી તકલીફ તો રહેવાની જ" હું ખુશ થતાં બોલી.
" અચ્છા તો મારી લાડકીને અમારી પસંદગી ગમી નથી એમ જ ને !!" મોઢામાં ગુલાબજાબું મુકતાં દિવાન પંડીત બોલ્યા.
" ડેડી એવું કંઇ નથી. એમાંથી અમુક છોકરા મને પસંદ છે.પણ હું બધાને સરખી તક આપવામાં માગું છું.તમે મારા માટે કોઇની પસંદગી કરી લીધી હોય તો તમારી ઇચ્છાને માન આપી હું તેની સાથે પરણી જવા પણ તૈયાર છું" મે પોતાનું નાટક શરુ કર્યું.
" તું દિવાન પંડિતની એકની એક દિકરી છે.મને તું મારા જીવ કરતાં વધુ વહાલી છે. મારા ગમતાં છોકરા સાથે પરણાવી હું મારી પસંદગી તારા પર પરાણે થોપવા નથી માંગતો. પણ, એકવાત યાદ રાખજે દિકરી બધા કંઇ તને જોઇને નહી પરણે. અમુકનો પ્રેમ આ સપંતિ માટે તારા કરતાં પણ ક્યાંય વધારે હશે."એક બાપનું વહાલ પ્રગટ થતાં બોલ્યું.
"રેવા તું સ્વંયવરનો આઇડીયા ક્યાથી શોધી લાવી. મને તો બહુ ગમ્યું. દેશના છોકરાઓ તારી દિવાનગીના નશામાં પાગલ થઇ રહ્યા છે."દાદી મને છેડતાં બોલ્યા.
"બસ દાદી ખોટા મસ્કા ના મારો તમને બધી ખબર જ છે.પણ ડેડી મને આ સ્વંયવરમાંથી કોઇ ગરીબ કે તમને કદાચ કોઇ યોગ્ય ના લાગે તેવો છોકરો ગમે તો તમે અપનાવી લેશો ? " હું ધીમેધીમે મુદા્ પર આવી રહી હતી.
" માય ડિયર ચાઈલ્ડ, મે જીંદગીમાં ઘણુ સહન કર્યું છે હું નથી ઇચ્છતો કે તું પણ એમાંથી પસાર થાય.મને જરા પણ એમ લાગશે કે તારી પસંદગી તને રાજકુમારીની જેમ સાચવી નહી શકે તો આ દિવાન પંડીત આ લગ્ન રોકવા માટે પોતાનાથી થશે તે બધું કરી છુટશે." તેમની આ ટાઢા કલેજે અપાયેલી ધમકીથી મારા હાથમાં રહેલો કોળીયો ત્યાં જ અટકી ગયો.
દાદી બોલ્યા " રેવા, તને કોઇ છોકરો ગમે તે તને સમજવા કે સંભાળવા જેટલો સક્ષમ તો હોવો જ જોઇએ. સાથે આપણું આ વિશાળ એમ્પાયર સંભાળી શકે એટલો હોંશિયાર પણ જોઈએ. તું ભલે પ્રેમ કે દેખાવ સિવાય બીજું ના વિચારી શકે. અમારે બધું જોવું પડે."
" દાદી અને ડેડી, પ્રેમ આવુ કશું જોઇને કે સુખના સમીકરણો માંડીને થોડો થાય. એ તો બસ થઇ જાય. આ તો ગણતરીપુર્વકનું પરાણે કરેલું વહાલ કહેવાય." હું મનોમન ગુસ્સો કરતા બોલી.
"બસ ઇનફ ઇઝ ઇનફ, દુનિયામા પ્રેમ જેવું કશું જ હોતુ નથી. બધા સંબંધોની ઇમારત સ્વાર્થના પાયા પર ચણાયેલી હોય છે.એક હાથે આપો અને બીજે હાથે લો. તું મારી જીદંગીનુ સૌથી કિમતીં રત્ન છો. યાદ રાખજે આ રત્નને શબ્દ કે રુપનો કોઇ જાદુગર આવીને પોતાની કાબેલીયત વગર ક્યારેય નહી લઇ જઇ શકે. તને છોકરો પસંદ કરવાની બધી છુટ છે પણ આખરી હા મારી રહેશે. "ડેડીની ગુસ્સાથી રાતીચોળ આંખો મે પહેલીવાર જોઇ.
"ડેડ, જરુરી નથી તમને પ્રેમમાં દગો મળ્યો એટલે મારી સાથે પણ આવું જ થાય ?" હું હવે મક્કમ બની રહી હતી.
"રેવા, હવે એક શબ્દ પણ વધુ નહી.તને કોને કીધું એની સાથે પ્રેમમાં દગો થયો છે.તેની સાથે શું થયું એ તારે જાણવાની કંઇ જરુર નથી.આટલા લાડપ્યાર,તારી રીતે જીવવાની બધી છુટ, હજુ તને શું જોઇએ ? લાગે છે તને જરુર કરતાં વધુ સ્વંતઞતા અપાઇ ગઇ છે. 28 ઓક્ટોબર,શરદપૂનમ તારા લગ્નની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.તું છોકરો પસંદ કરે તો ઠીક છે નહીતર અમારી પસંદગી તૈયાર જ છે."દાદીના આવા વર્તનથી હું રીતસરની ડઘાઇ ગઇ.
"તો ડેડ તમારા આ અનહદ પ્રેમ પાછળ પણ જરુર કોઇ સ્વાર્થ છુપાયેલો હશે. મને ખબર નથી પડતી તમને શું પ્રોબ્લેમ થાય છે મમ્મી વિશે કહેવામાં. આઇ ડોન્ટ માઇન્ડ ,તમારે જે કરવું હોય તે કરો. ના કહેવું હોય તો પણ ઠીક છે. પણ જ્યાં સુધી મારી મમ્મી કોણ હતી કે જીવે છે ? અને તમારા આ પ્રેમ પાછળું રહસ્ય જાણીશ નહી ત્યાં સુધી હું કોઇ પણ કાળે લગ્ન નહી કરું. એન્ડ તમે મને ઓળખો છો.હું તેમના ચહેરાની સામે નજર નાખ્યા વગર જમવાનું છોડી ઝડપથી દાદરા ચડવા માંડી.

to be continued.......