રાખી - ધી બોન્ડ ઓફ લવ - રાખી - 14 Viral Rabadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

રાખી - ધી બોન્ડ ઓફ લવ - રાખી - 14

આગળ જોયુ તેમ કોલ અટેન્ડ કરી હું ખુશ થઈ ગયો.
ધાની :- કોણ હતુ?
હું :- એ તને પણ ઓળખે છે. 🤪
ધાની :- નામ તો આપો તો ખબર પડે.
હું :- તારા માટે સરપ્રાઇઝ છે બિટ્ટુ.
ધાની :- પેલીને મારા રુમમાથી બહાર કાઢો મારે પ્રોજેક્ટ કરવો છે.
હું :- પણ ધાનુ, આપણે એને જગાડીને થોડી બહાર મોકલાય. ગેસ્ટ છે એ. થોડીવાર પછી જતા રહેશે.
ધાની :- જલ્દી જાય એવુ કરજો.
હું :- હમમ કરવુ જ પડશે. સવારની અદિતી કિચનમાંથી બહાર જ નહિ આવી.
ધાની :- હું બોલાવી લાવુ થોડીવાર?
હું :- નીચે બધા બેઠા છે ને. અને કોઈ હેલ્પ માટે પણ નથી સો એ નહિ આવે.
ધાની :- હમમ.

અમે નીચે આવ્યા. ધાની કિચનમાં ગઈ.
ધાની :- ભાભી, આ બધુ ક્યાં મુકૂ?
અદિતી :- તારે કંઈ નહિ કરવુ તું ત્યાં ચેર પર બેસી જા.
ધાનુ :- તમે ફ્રી થઈ જાવ પછી તમારા જોડે બેસીસ ને. હવે મને બતાવો આને ક્યાં મુકૂ?
અદિતી :- આ પેલા ડ્રોઅરમાં મૂકી દે. આ બધુ ત્યાં ગોઠવી દે. અને તુ પણ ત્યાં ગોઠવાય જા. 😁
ધાનુ :- ધેટ્સ નોટ ફેર મમ્મા. (કડાઈ ટચ કરી) શશશશશ... આ ગરમ ગરમ છે.
અદિતી :- 😮 દિકા હજુ હમણાં જ સ્ટવ ઓફ કર્યો હતો. બતાવ મને ક્યાં ગરમ લાગ્યુ.
ધાની :- કશુ નહિ થયુ મને. ચલોને બહાર, નહિ કરવુ કામ.
અદિતી :- તું જા હું હમણાં જ આવુ છુ.
ધાની :- નહિ નહિ નહિ. મારી સાથે જ ચલો. ચલોને...

ધાની અદિતીને બહાર લઈ આવી. રવિવાર હતો પણ કામમાં જ નીકળી ગયો. સાંજ પડવા આવી હતી બધા જવાની તૈયારી કરતા હતા. ફાઈનલી સાત વાગ્યે બધા ગયા. અને અમે શાંતિથી બેઠા. બધા હતા ત્યારે અવાજ અવાજ થઈ ગયો હતો. ભૂખ હતી નહિ એટલે સાંજની જમવાની પણ ચિંતા નહોતી. ફરી ડોરબેલ વાગી ધાની દરવાજો ખોલવા ગઈ.

ધાની :- તમે કોણ?
જવાબ આવ્યો, હેય બેબી ડોલ 😘😘

એ ફટાફટ અંદર આવ્યો, હું સામે દોડ્યો. અમે બંને ઘણા ટાઈમ... નહિ નહિ ઘણા વર્ષો પછી મળ્યા હતા. અમે બાર વર્ષે મળ્યા હતા એ ખુશી છુપાતી જ નહિ હતી. એકબીજાને જોઈ ભેટી પડ્યા. એ મારો નાનપણનો ફ્રેન્ડ દેવ હતો.

દેવ :- હેલ્લો ભાભી, કેમ છો?
અદિતી :- એકદમ સરસ. તમે કેમ છો ક્યારે આવ્યા?
દેવ :- તમારા જેમ એકદમ સરસ. એમ તો કાલનો આવ્યો છુ. પણ અહિંયા સવારનો આંટા મારુ છુ. તમે તો દેખાતા જ નહિ હતા ને.
અદિતી :- ઓહહ, અંદર તો આવ્યા નહિ હતા.
હું :- ગેસ્ટ હતા ને એટલે. ધાનુ તને જે કોલ આવતા હતા ને એ આ મહાશય કરતા હતા.
ધાની :- (મને કાનમાં ધીમેથી) પણ છે કોણ એ?
દેવ :- ઓહો, થોડુ જોરથી બોલ તો મને સંભળાય.
હું :- મારો ફ્રેન્ડ છે. તુ જ્યારે નાની હતી ત્યારે અમે બંને તારા જોડે બહુ રમતા. તને કોઈ પૂછતુ આ કોણ છે તો તું તરત જ ભાઈ કહેતી. એની પાસે કંઈ પણ હોય એ તુ લઈ જ લેતી. અડવા જ ના દે કંઈ. 😜
દેવ :- હા. હું તને બહુ હેરાન કરતો. મારી પાસે એક વિડિયો છે જો. બાય ધી વે તમારા બધા માટે ગિફ્ટસ.
હું - અદિતી :- અરે આ બધાની શું જરુર હતી. આવી ફોર્માલીટી ના કરવાની હોય.
દેવ :- લઈ લો ભાભી, હું પણ આ જ ઘરમાં મોટો થયો છુ. મારા ઘર કરતા અહિંયા વધુ રહેતો.

દેવ ચક્કી બોલે એટલે ધાની બહુ હસતી હતી. દેવે એ વિડિયો બતાવ્યો. એ જોઈને અમે બધા પણ હસવા લાગ્યા. બહુ સમય પછી ફરી આ ઘરમાં એ જૂની ખીલખીલાતી હસી ગુંજવા લાગી. અમે બંને વાતો કરતા હતા પેલી બંને સાંભળતી હતી.
વાતો કરતા કરતા ગિફ્ટસ ખોલી અમે ચોકલેટ ખાવા લાગ્યા પછી આઈસ્ક્રીમ મંગાવ્યુ.
હું :- ધાનુ માપે હો હવે.
ધાની :- એક જ બાઉલ.
હું :- હજુ અવાજ સારો નહિ થયો ખબર છે ને.
અદિતી :- થોડુ જ ખાશે એ. ખાવા દો હવે એને. બપોરે પણ જેવુ તેવુ જ જમી છે એ.
હું :- હા તો?
દેવ :- ખાવા દે ને યાર પાર્ટી મારી છે.
હું :- અરે હા અદિતી... નૂનમાં સફોકેશન થતુ હતુ એને. સુવા ટાઈમે પેલુ વિક્સ વાળુ કરી દે જે નહિ તો શ્વાસ ચડી જશે પાછો.
અદિતી :- હા હા યાદ છે મને. અને હા દેવભાઈ, ભાભીને લઈને ક્યારે આવશો?
દેવ :- નેક્સ્ટ વીકમાં અત્યારે એના ઘરે ગઈ છે.

આવી બધી વાતો કરતા કરતા મોડે સુધી બેસી રહ્યા. ધાની સૂઈ ગઈ હતી.
અદિતી :- ધાનુ, ઉઠ તો પેલા નાસ લઈ લે પછી ઉંઘી જજે. ચલચલ ફટાફટ.
ધાની :- અમમમ. નહિ લેવુ એવુ.
હું :- ના ના લેવુ તો પડશે જ. ખબર ને આઈસક્રીમ ચોકલેટ ખાધી છે. નહિ તો કાલે ડાયરેકટ ઇન્જેક્શન.
ધાની :- નહિ...
અદિતી :- હા તો ચલો ફટાફટ ઉભી થઈ જા. પાંચ જ મીનીટ કરવાનુ છે.

ધાનીને નાસ લેવડાવી, વિક્સ લગાવી અમારા જોડે જ સુવડાવી દીધી. અડધી રાતે નાક બંધ થઈ ગયા તો જાગી ગઈ. બેસે તો સારુ લાગે પણ સુવે તો નાક બંધ. અદિતી આખા દિવસની થાકી હતી સો એ ફુલ ઉંઘમાં હતી, કંઈ ખબર નહિ હતી. હું જાગી ગયો.
હું ધાની પાસે બેસી ગયો અને એ મારા ખભા પર માથુ રાખી સૂઈ ગઈ. સવારે પાછી સ્કૂલે પણ ગઈ. હું મસ્ત સૂઈ રહ્યો.
અદિતી :- ધાનુ, તબિયત ખરાબ લાગે તો કોલ કરાવજે લઈ જઈશ તને.
ધાની :- ઓકે.

ધાનીને સ્કૂલે મુકી અમે શાંતિથી બેઠા. 3 વાગ્યે હું ધાનીને લેવા ગયો. ઘરે આવી ચૂપચાપ સૂઈ ગઈ. 5 વાગ્યે ફરી ટ્યુશન જવાનુ હતુ. 4:30 વાગ્યે જમાડી ટ્યુશન મૂકી આવ્યો. 8 વાગ્યે ઘરે આવી ત્યાં થાકી ગઇ. હોમવર્ક કરી સૂઈ ગઈ. એક વીક એમ જ ચાલ્યુ. રવિવારે એક્ઝામ હતી એટલે એનુ ટેન્શન હતુ એને.
બે દિવસ પછી માર્કસ આવ્યા ત્યારે ઘરે આવી આજે ભૂખ નહિ લાગી કહી ઉપર જતી રહી. મને યાદ આવ્યું એટલે માર્કસ પૂછ્યા.
હું :- કેટલા માર્કસ આવ્યા.
ધાની :- 41
હું :- હવે જીદ ઓછી અને સ્ટડી વધારે કરો.
ધાની :- સોરી ભાઈ.
હું :- ઓકે પણ નેક્સ્ટ રિઝલ્ટ સારુ જોઈએ મને. અને હા... હું આવુ પછી જમી લઈએ જોડે. નો આરગ્યુમેન્ટ.
ધાની :- ઓકે.

હું ઘરે આવ્યો ત્યાં અદિતી ખીજવાતી હતી ધાનીને. હું ચૂપચાપ ઉપર જતો રહ્યો. ફ્રેશ થઈ નીચે આવ્યો તો પણ અદિતી ખીજવાતી જ હતી.
હું :- અદિતી, તું કોને ખીજવાય છે? એ તો ગઈ.
અદિતી :- આજકાલ બહુ નખરા વધી ગયા છે એના. જાઓ જમવા બોલાવી લાવો.

હું ઉપર જતો હતો. અદિતીએ જોરથી બૂમ પાડી.
હું :- શું થયુ?
અદિતી :- ધાની... 😵
હું :- જાઉ છુ હજુ, પહોંચવા તો દે.
અદિતી :- નહિ.... ધાની અહિંયા.

હું ફટાફટ નીચે આવ્યો. ધાની સોફા પાછળ બેહોશ પડી હતી. નાકમાંથી બ્લીડિંગ. હાથ પગ ઠંડા થઈ ગયેલા. હોસ્પિટલ લઇ ગયા એડમીટ કરી બધા રિપોર્ટ કરાવ્યા.

હું :- ડોક્ટર, ઠીક તો છે ને. એને હોશ ક્યારે આવશે? કંઈ થયુ તો નથી ને?
ડોક્ટર :- રિલેક્સ રિલેક્સ... કંઈ નથી લાગતું એવુ. હમણાં હોશમાં પણ આવી જશે. કાલે સાંજ સુધીમાં રિપોર્ટ પણ મળી જશે.
હું :- ઓકે.
રાતે ઘરે પણ આવી ગયા. બીજા દિવસે નોર્મલ દિવસની જેમ ધાની સ્કૂલ, ટ્યુશન પણ જતી રહી. 6 વાગ્યે કોલ આવ્યો કે રિપોર્ટ કલેક્ટ કરી જાઓ. હું રિપોર્ટ લેવા ગયો. ડોકટરને મળ્યો.

હું :- હા સર, ધાની ઓલ ઓકે છે ને. સ્ટ્રેસ પ્રોબ્લેમ જ હતી ને?
ડોકટર :- Sorry to Say that.....
હું :- કોઈ પ્રોબ્લેમ તો નથી ને?
ડોક્ટર :- છે પ્રોબ્લેમ... ધાનીનુ MRI પણ કરેલુ. એને ટ્યુમર છે.
હું :- વોટ 😲😲
ડોક્ટર :- હા, તાવ આવી જવો, બેહોશ થઇ જવુ, બેચેની થવી આ બધા ટ્યુમરના સીમટમ્સ છે.
હું :- માઈનોર છે કે પછી...
ડોક્ટર :- માઈનોર તો ના કહેવાય પણ બહુ વધારે પણ નથી. તમારે એની કેર વધુ કરવી પડશે. માઈન્ડમાં કોઈ પ્રેશર નહિ સહન કરી શકે એ.
હું :- ટ્યુમરની ટ્રીટમેન્ટ કેવી હોય છે?
ડોક્ટર :- ટ્રીટમેન્ટમાં તો ઓપરેશન લાસ્ટ ઓપ્શન છે પણ ધાનીની એજ અત્યારે 15 છે સો એ પોસીબલ નથી એટલે ઓન્લી મેડિસિન જ. એ પણ જરુર લાગે તો જ. અત્યારથી દવા પણ બહુ ના અપાય.
હું :- પણ સારી તો થઈ જશે ને ધાની? મતલબ કોઈ રિસ્ક તો નથી ને અત્યારે.
ડોક્ટર :- ના ના અત્યારે તો નથી પણ ધ્યાન રાખવું પડશે કે ટ્યુમર જલ્દી વધે નહિ. એક કામ કરજો તમે એને પૂછી લેજો માથુ દુખે છે ક્યારેય. કાલથી મેડિસિન ચાલુ કરી દઈએ.
હું :- ઓકે.

હું રિપોર્ટ લઈ ઘરે આવ્યો. ધાની અદિતી જોડે ગેમ રમતી હતી. બંને મસ્ત મૂડમાં હતી હું કંઈ કહી ના શક્યો.
અદિતી :- રિખીલ, રિપોર્ટ લઈ આવ્યા ને... બતાવો મને.
ધાની :- હા ભાઈ, મને પણ જોવો છે બતાવો.
હું :- પેલા જમી લઈએ મને ભૂખ લાગી છે.

ધાનીના રિપોર્ટ જોઈ મારી તો ભૂખ જ મરી ગઇ હતી, સુખ-ચેન બધુ જતુ રહ્યુ. જેવુ તેવુ જમી હું રિપોર્ટ છુપાવી બહાર જતો રહ્યો. લેટ ઘરે જઈ સીધો સૂઈ ગયો. સવારે અદિતી રિપોર્ટનુ પૂછવા લાગી. એનાથી બચવા ઓફિસે જતો રહ્યો. રાતે ઘરે આવ્યો.

અદિતી :- શું વાત છે?
હું :- શું? કંઈ વાત નથી.
અદિતી :- શું છુપાવો છો? ધાનીનો રિપોર્ટ નોર્મલ તો છે ને.
હું :- (એકીટસે) એના સામે જ જોઈ રહ્યો.
અદિતી :- રિખીલ, રિપોર્ટ બતાવો મને.
હું :- અદિતી... ધાની... 🥺 ટ્યુમર...
અદિતી :- વોટ... એમ અચાનક ના આવે રિખીલ. રિપોર્ટ બદલાઈ ગયો હશે પાક્કુ.
હું :- નહિ અદિતી... ટ્યુમર જ છે. કાલે ચેકઅપ કરાવવા જવાનું છે પછી ટ્રીટમેન્ટ ચાલુ થશે.
અદિતી :- મને તો વિશ્વાસ જ નહિ થતો.
હું :- હા અદિતી પણ કરવો પડશે. તાવ આવવો, બેહોશ થવુ એના જ સીમટમ્સ હતા.
અદિતી :- ઓપરેશન તો નહિ આવે ને?
હું :- 18 વર્ષ પછી જ થાય.

બીજા દિવસે ધાનીને લઈ હોસ્પિટલ ગયા.
ધાની :- હવે કંઈ નહિ થતુ પણ.
હું :- આ જે થોડા થોડા દિવસે તાવ આવી જાય છે એનુ પણ સોલ્યુશન લાવવુ પડશે ને. નહિ તો સ્ટડી કેમનુ થશે?
ધાની :- ભાઈ, હું દવા નહિ પીવ રોજ રોજ. પછી મને ના કે'તા.
હું :- ડન. તુ કહીશ એમ જ કરીશુ બસ.

એક ઈન્જેક્શન માર્યું. દવા આપી.
ધાની :- 😢😢 ઈન્જેક્શન કેમ માર્યું મને? તમે પણ ના નહિ પાડી.
હું :- ધાનુ, 😘😘 હવે તને તાવ જ નહિ આવે.
અદિતી :- બસ બેટા, બહુ રડીશ તો બીજુ પણ મારવુ પડશે.
ધાની :- મમ્મા, તમે પણ ભાઈની જ સાઈડ લો છો.
અદિતી :- બસ હવે... બિલકુલ ચૂપ.
ધાની :- મામીને જ કહી દઉં જોવો.
મામીને કોલ કરી...
મામી :- હલ્લો...
ધાની :- (રડતા રડતા) મામી...
મામી :- શું થયુ? કેમ રડે છે?
ધાની :- ભાઈ ભાભી, કોઈ લવ નહિ કરતુ મને.
મામી :- કેમ શું થયુ પાછુ?
ધાની :- મને ઈન્જેક્શન મરાવ્યુ આજે. હું કહુ એ સાંભળતા જ નથી.
મામી :- કાલે હું આવીશ ને ત્યારે ખીજવાઈશ એમને હને. તું અત્યારે રડીશ નહિ તો જ. હવે નહિ રડે ને?
ધાની :- ના. હું રીડ કરવા જાવ છુ અને કાલે આવજો તમે.
મામી :- હા.

અદિતી કેક લઈ આવી અને ધાનીને ખવડાવી ત્યારે ઈન્જેક્શન ભૂલી. આમને આમ દિવસો વીતવા લાગ્યા. ધાનીની ચિંતામાં હું વીક થવા લાગ્યો. ધાનીની વાત અમે કોઈને નહિ કરી હતી.
ધાનીની મીડ એક્ઝામ પછી તરત દિવાળી હતી. એને 7 દિવસની જ રજા હતી અને ફરવા જવુ હતુ. અમે મામા, માસી, ફોઈનુ ફેમીલી બધાને ઘરે દિવાળી સેલિબ્રેટ કરવા બોલાવ્યા.
આખુ ઘર શણગાર્યુ હતુ, રંગોળી કરતા, આખુ ફેમિલી સાથે હતુ વિઝિબલી અને અનવિઝિબલી.એ વર્ષે દિવાળી જેવુ લાગતુ હતુ. બધાથી નાની ધાની એટલે બધે એનુ જ ચાલે અને ચલાવે પણ.
બહુ બધા ભેગા થયા હતા એટલે ટાઈમ પણ ફટાફટ નીકળી જતો. ન્યુ યરના દિવસે...

હું :- (ધાનીને) ચલો ચલો મને પણ પગે લાગો.
ધાની :- છોકરીઓ પાપાને પગે ના લાગે.
હું :- ભાઈ સમજીને જ લાગી લે ચલ. બાકી આજે તો નહિ મૂકુ તને.
ધાની :- ઓકે ફાઈન.
હું :- મારા તરફથી આ ગિફ્ટ.
ધાની :- આ બીજી કોની?
હું :- પાપા તરફથી. 😘
ધાની :- 🤭🤭 થેંક યુ, થેંક યુ...

ભાઈબીજ ના દિવસે બધા જોડે બીજ મનાવી બહુ મસ્તી કરી. બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા. મામાનુ ફેમિલી અમારા જોડે રહ્યુ. બધા ગયા પછી હું અને અદિતી કામથી બહાર ગયા. ધાની મામી પાસે સૂતી હતી. મામી જોડે માથામાં હાથ ફેરવાવતી હતી. અમે આવ્યા તો પણ એ જ પોઝિશનમાં હતી.

હું :- ધાનુ.
ધાની :- હમમ.
હું :- માથુ દુખે છે?
ધાની :- નહિ.
હું :- તો? મામીને થોડીવાર શાંતિથી બેસવા દે ને.
ધાની :- હમ.
તબિયત ખરાબ તો હતી પણ કોઈને કે'તી નહોતી.
અદિતી :- (મને) એને તાવ તો આવે જ છે નહિતર શાંતિથી ના બેસે એ.
મામી :- કંઈક ખવડાવી દે પછી હું દવા પીવડાવુ.
અદિતી :- ધાનુ, ચલો બેટા કંઈક નાસ્તો કરી લે પછી ટીવી જોજે.
ધાની :- નો મમ્મા. મને ભૂખ નહિ લાગી.
અદિતી ધાનીને લઈ ગઈ.
મામી :- (મને) તને શું થયુ છે?
હું :- કંઈ નહિ થયુ મને.
મામી :- તો તું કેમ પતલો થતો જાય છે?
હું :- ના ના મામી. હવે થાકી જવાય છે.
મામી :- હજુ તો જીંદગીમાં બહુ બધુ જોવાનુ બાકી છે તારે.
હું :- નહિ મામી, 🥺 હવે કંઈ નહીં જોવુ બીજુ. આટલુ બસ છે.

આગળનુ નેક્સ્ટ પાર્ટમાં આવશે...