Rainey Romance - 14 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 14

સમય રાત્રીના ૨ વાગ્યે....

રાજકોટથી આશરે 20 km દૂર ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીક એક નાનકડું ગામડું આવેલું હતું. હજુ સુધી અહીંયા રાજકોટની શહેરી હવા પહોંચી નહોતી. રાત્રીનો ભેંકાર વાતાવરણને વધુ નિર્જન બનાવી રહ્યો હતો. તમરાના અવાજો ચારેબાજુ સંભળાય રહ્યા હતા. ક્યારેક કૂતરાના ભસવાના અવાજ પણ સંભળાય જતાં. ગામના પાદરથી દૂર અને મેઇન રોડથી ખાસ્સુ અંદરના ભાગમાં એક જુનું ઓઇલમીલ આવેલું હતું. જે બહારથી સાવ જુનવાણી અને ખંડેર જેવું લાગી રહ્યું હતું. મીલના પાછળના ભાગે પણ સ્થાનિક લોકોને જ ખબર હોય તેવો ખેતરાઉ માર્ગ પણ હતો. ક્યારેક અહીયાં માલ ભરેલા મોટા ટ્રકો આવતાં. ગામમાં બધા એમ માનતાં કે આ મીલ માલ ભરવા માટે ભાડે આપવામાં આવ્યું છે.
મીલના પાછળના દરવાજે બે હળવા ટકોરા સંભળાયા. જાણે તેની જ રાહ જોઇ રહ્યો હોય તેમ સૌમ્ય એ ઝડપથી દરવાજો ખોલ્યો. અને ઝડપથી કોઇ અંદર પ્રવેશ્યું. વાતાવરણના અંધકારમાથી ઓગળેલી સાગરિકા બહાર આવી. કાળા કપડાઓમાં કેદ થયેલી તેને પોતાના ચહેરા પરનો નકાબ હટાવ્યો. સલામતીના કવચમાં પ્રવેશી હોય એમ રાહતનો શ્વાસ લીધો. બંન્નેએ મેઇન હોલ તરફ પ્રયાણ કર્યુ.
બહારથી ભંગાર લાગતી આ મીલ અંદરથી એકદમ આધુનીક હતી. આ સૌમ્ય ની વર્કિંગ હેડક્વાર્ટર હતું. ગોડાઉન, પ્લાન અને પ્રોડકશન એરીયામાં મીલ વહેચાંયેલી હતી. તેમાં ગોડાઉનમાં તેનું ડેટા સ્ટોરેજ સેન્ટર હતું. જ્યારે પ્રોડકશન એરીયામાં તેના કમ્પુટરોનું નેટવર્ક ગોઠવાયેલું હતું. અહીયાં એક સાથે 50 માણસો બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા હતી. જેને સૌમ્ય મેઈન હોલ તરીકે ઓળખાવતો. બાકી પ્લાનનો ઉપયોગ તે બીજા જરુરી સાધનો રાખવા માટે કરતો. તેની ગણના વિશ્વના ખ્યાતનામ હેકરોમાં થવા લાગી હતી. તેની કામ કરવાની સ્ટાઇલ બીજા કરતાં ઘણી અલગ હતી. કેટલીક સ્ક્રીનો પર વિવિધ કામગીરી ચાલું હતી. સૌમ્ય પોતાની રિવોલ્વીગ ચેર પર ફરતો ફરતો બધા પર નજર રાખી રહ્યો હતો.
બે દિવસથી સતત કામ કરી રહેલી સાગરિકાને અત્યારે સખત ભુખ લાગી હતી. તે પોતાની બેગમાથી નાસ્તાના ડબ્બાઓ કાઢી ટેબલ પર ગોઠવી રહી હતી. વિવિધ ડબ્બાઓમાંથી થેપલા અને ગરમાગરમ પુલાવની સ્મેલ શ્વાસમાં લેતાં ડિસ્પોઝેબલ પ્લેટમાં ગોઠવવા લાગી " જાડીયા તું દિવસમાં કેટલીવાર ખાય છે? "
સૌમ્ય એ ઝડપથી પ્લેટમાંથી સમોસું લેતાં કહ્યું. " ખાવું એ તો મારી હોબી છે. ઉત્સવે મને તારી વાત કરી. તને આમ અડધી રાતે ઇમરજન્સીમાં મારું શું કામ પડ્યું.
"પહેલાં ધરાઈને ખાઈ લેવા દે. પછી નિરાંતે કહું. ઘણા દિવસથી નિરાંતનું ખાવાનું નસીબ નથી થયું." જે સૌમ્યના જવાબની રાહ જોયા વગર ખાવા માંડી. શક્ય એટલી ઝડપથી. તેને ખબર હતી સૌમ્ય જીનીયસ હતો. તેની મદદ લેતાં પહેલાં તમને ખબર હોય તે બધી નાનામાં નાની વાતો પણ તેને કહી દેવી ફરજીયાત હતી. તમે જરા સરખું પણ ખોટું બોલ્યા તો તેના તરફથી મદદના દ્રાર હંમેશા માટે બંધ થઇ જતાં. તેને વાત કંઈ રીતે કહેવી એ અંગે વિચારવા માડ્યું. છાશની બોટલ પીને પરમસંતોષનો ઓડકાર ખાધો. જાણે વર્ષોની ભૂખ ભાંગી હોય એવો હાશકારો તેના ચહેરા પર વર્તાતો હતો..
" બસ હવે મારું આજનું કામ પુરું થવામાં છે. તું કંઇક બોલીશ હવે ? " સૌમ્ય એ અકળાઇને કહ્યું.
" મારી સ્વંયવરવાળી ફ્રેન્ડ રેવાને તો તું ઓળખતો જ હોઇશ. મને મળતી માહિતી મુજબ તેને દતક લેવામાં આવી છે. પરન્તુ તેને ઘરમા મળતાં પ્રેમ અને મહત્વ જોઇને આ વાત હું માની શકતી નહોતી. ત્યાં અચાનક જ દાદીના કેન્સરને લીધે તેને ચાર મહીનામાં લગ્ન કરવાં પડે તેવી પરિસ્થીતિ ઉભી થઇ. પણ લગ્ન પહેલાં તેને પોતાની મમ્મી વિશેની અસલીયત જાણવી છે. આ કામ તેને મને સોપ્યું. મને સાવ સહેલું લાગતાં મે હળવાશથી શરું કર્યું. અમુક હકીકતો સામે આવતાં હું ચોંકી ઉઠી. મને કેસ વધુ કોમ્પ્લિકેટેડ લાગવા માંડ્યો. ઘણી મહેનત બાદ મને કેસની પ્રથમ કડી હાથ લાગી. ડી.પી. ગ્રુપનો એક નિવૃત કર્મચારી કેશવલાલ ઘણીબધી વાતોનો સાક્ષી હતો. પણ હું પહોચું એ પહેલાં જ બહુ બેરહેમીથી તેનું ખૂન કરી નાખવામાં આવ્યું." સૌમ્યએ સાગરિકાને ઇશારાથી અટકાવી. સામે સ્ક્રિન પર ચાલી રહેલાં દ્રશ્યો જોવા ઈશારો કર્યો.
આ હોલમાં ટોકીઝના પડદા જેવડી વિશાળ સ્ક્રીન પર દ્રશ્યો ફરી રહ્યા હતા. સાગરિકા આંખો પહોળી થઇને આ મેઇન પડદા પર લગભગ અડધી કલાક સુધી ચોંટી રહી. આ ઇન્વેસ્ટીગેશનમાં સૌમ્ય તેના કરતાં ક્યાંય આગળ નિકળી ચુક્યો હતો. આ જાડીયાના શરીર પર જમા થયેલી ચરબી કરતાં તેના મગજમાં સમાયેલી બુધ્ધીનું પ્રમાણ ક્યાંય વધારે હતું. સાગરિકાને તેના કામ માટે માન ઉપજ્યું.
" સાગરિકા ઉત્સવે મને બધી વાત કરેલી. એ હવે તેની બુક્સ અને બીજી રીતે પણ રેવાથી દુર રહી શકે તેમ નથી. તેને રેવાના રીસર્ચનું કામ મને સોંપ્યું હતું. તમારી જેમ જ મે પણ દોસ્તીભાવે મસ્તીમાં પરન્તું પુરી સજાગતાથી શરુ કરેલું. મને લાગે છે રેવા સાથે કોઇ ભેદી ગેમ રમાઇ રહી છે. જેનાથી તે બીલકુલ અજાણ છે. મને પણ ક્યારેક તારી મદદની જરુર પડશે. કારણ કે અમુક કામ આ કમ્યુટર નેટવર્ક ના કરી શકે. એ માટે તારા હ્યુમન નેટવર્કનો કોઈ વિકલ્પ નથી. બંન્નેનું મીશન એક જ છે દોસ્તોની સલામતી. સાથે મળીને કામ કરીશું તો આપણે ફાયદામાં રહીશું." તેણે દોસ્તીભાવે સાગરિકા તરફ હાથ લંબાવ્યો.
" થેક્સ સૌમ્ય, અત્યારે આ બાબતે હું તારાથી વધારે કોઇ પર પણ ભરોસો મુકી શકું તેમ નથી." સાગરિકાએ પોતાના જીન્સના ખીસ્સામાંથી પેનડ્રાઇવ કાઢી સૌમ્યને આપી.
સૌમ્યએ તે લેતાં કહ્યું " આમ તો આની કોઇ જરુર નથી તેમ છતાં હું જોઇ લઇશ તે આટલી જતનથી સાચવી છે એટલે કંઇક તો અગત્યનું મળી રહેશે.... એન્ડ સાગરિકા રેવાની દાદીને કોઇ કેન્સર નથી. તે ઝુપડપટ્ટીમાં જે લાશ જોયેલી તે કેશવલાલની નહોતી."
સાગરિકાએ દિગ્મુઢ બની પુછ્યું." તો પછી એ લાશ કોની હતી ?? "
સૌમ્ય એ તેની નજીક ખુરશી લઇ જઇને કહ્યું. "રેવાના અસલી પપ્પા અશોક પંડીતની. જે 2004 માં આકસ્મીક રીતે મોતને ભેટ્યાં હતા."
સાગરિકા આ સાંભળી બરફની જેમ થીજી ગઇ." વ્હોટ ઇટ્સ ઇમ્પોસિબલ !! "

* * * * * * * * * * * * * * * *

તેના નાજુક અને કોમળ હાથ મારી પીઠ પર અકથ્ય ઝનુનથી ફરી રહ્યા હતા. તેના આલીંગનમાં અજબનો નશો હતો. નાઇટલેમ્પમાં આછા અજવાસમાં તેના એકદમ ગૌરવર્ણ ચહેરા પરની લાલી હું જોઇ શકતો હતો. તેના મોં માંથી નીકળતા માદક ઉદગારો મને વધુ બેચેન બનાવી રહ્યા હતા. મારા આવેગપુર્વક થતાં વારને તે બહુ પ્રેમપુર્વક ઝીલી રહી હતી. એકવાર તેના હોઠોમાં કેદ થયા પછી મારા હોઠ મુક્ત થવા માટે ક્યારેય રાજી ન થતાં. તેના માંસલ ઉરજોનું મર્દન કરતાં હું ક્યારેય થાકતો નહી. છેલ્લી કેટલીય મિનીટોથી એકબીજામાં સમાઇ જવાની રમત હવે વધુ ઉગ્રતા ધારણ કરતી પોતાના અંતીમ ચરણમાં હતી. પગોની આંટી અને નખક્ષતના વાર સાથે તેને પોતાની ઉતેજનાનો પરીચય આપી રહી હતી. હું તેને મારામાં સમાવવા માટે બેચેન બની ગયો હતો. તે માટે અતિશય આક્રમક પણ બની ગયો હતો. અને બે જ મિનીટમાં હું હાંફતો હાંફતો તેના ઉન્નત ઉરજો પર ઢળી પડ્યો. તે આંખો બંધ કરીને આ પરમસુખની પળોને માણી રહી હતી. મારો શ્વાસ અને તેના હૃદયના ધબકારા એકાકાર બની ચુક્યા હતા. તેનો હાથ મારા માથામાં વહાલપુર્વક ફરી રહ્યો હતો. કેટલીય વાર સુધી હું તેને વળગીને સુતો રહ્યો.
આજે ફરીથી શરીર સાથે મન પણ હળવું થઇ ગયું હતું. મે ઉભા થઇ બોકસર પહેરીને એ.સી બંધ કર્યું. બારી ખોલીને સીગારેટ સળગાવી. સીગારેટના ધુમાડા સાથે તાજી અને ઠંડી હવા શ્વાસમાં ભરી. રસ્તા પર પસાર થતાં એકલ દોકલ વાહનોને હું જોઇ રહ્યો.મે એક નજર લીઝા તરફ નાખી. તેનો ખીલેલા ચહેરા પરનું હાસ્ય એકદમ મનમોહક હતું. છતાં પણ હું રીર્ટન સ્માઇલ ના આપી શક્યો. રોડ પર નજર કરી સીગારેટ પૂતો રહ્યો.
થોડીવારમાં પાછળથી છાતી પર ફેલાયેલા બે હાથોએ મને કેદ કરી લીધો."ઉત્સવ કંઇ ટેન્શનમાં છે તું ? "
"ના એવું કશું નથી. આમ પણ તારી બાહોમાં કેદ થયા પછી હું બધું ભુલી જાવ છું." મે સીગારેટનો ધુમાડો છોડતાં કહ્યું.
તેને પીઠ પર ચુંબનો કરતાં મને વધુ જોશથી જકડ્યો." ઉત્સવ ભલે તું ખોટું બોલે પણ તું આજે ખરેખર મુડમાં જ નહોતો."
"લીઝા તું આ કામ ક્યાં સુધી ચાલુ રાખીશ." આ સવાલ સાથે જ તે મારાથી અળગી થઇ. બારીને ટેકે ઉભી રહી મને એકટીશે જોઇ રહી. મારા હાથમાંથી સીગારેટ છીનવી બુઝાવી નાખી.
"ઉત્સવ તને ના ગમતું હોય તો અત્યારે જ છોડી દઉં. ક્યાંક તું માર પ્રેમમાં તો નથી પડ્યો ને ??? ઉત્સવ તું ઘણો બદલાય રહ્યો છે." તે બાથરુમ તરફ જતાં બોલી.
"હાલ તો એ માટે કોઈ કારણ નથી. છતાં તને એવું કેમ લાગ્યું." હું લિઝાને આ તબક્કે ગુમાવવા નહોતો ઇચ્છતો.
" સ્ત્રી છું. પુરુષના પ્રેમ અને વાસના વચ્ચેના પ્રેમને પારખી ના શકું એટલી નાદાન નથી." તેની સુંદરતા ફરી કામણ વેરતાં બોલી.
" તારા પ્રેમના નશાની તો નથી ખબર પણ તારો રોમાન્સનો નશો હજુ ઉતર્યો નથી...!!!" તે મારો ઇરાદો પામી ગઇ હતી. હું નહોતો ઇચ્છતો મારા બદલાવ વિશે તેના મનમાં નાનકડી પણ શંકા ઉભી થાય.
" નો ઉત્સવ પ્લીઝ હવે નહી ... અડધી રાત થઇ ગઇ છે જાનુ .... પ્લીઝ રહેવા દે જાનુ , બાથરૂમ તો જવા દે." એટલામાં તો હું તેને પાછળથી પકડી ચુક્યો હતો. અમે બંન્ને પ્રેમભરી મીઠી મસ્તી કરતાં કરતાં પલંગમા પટકાયા. તેના વાળની આગોશમાં મારો ચહેરો સમાય ગયો હતો. તેના લાલચટક અધરોનું રસપાન કરતો હું ફરીથી એ સ્વર્ગની આહલાદક સફર માટે તૈયાર થઇ રહ્યો હતો.
મને ક્યાં ખબર હતી સેક્સની જરૂરિયાત માટે જન્મેલો આ સંબંધ અજાણતાં જ મને મૃત્યુ સુધી દોરી જવા નિમિત્ત બનવાનો હતો.

To be continued.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED