taras premni - 30 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૩૦


રજતની વાત સાંભળી મેહાએ રજતની પીઠ પર માથું ટેકવી આંખો બંધ કરી દીધી. ઘણાં સમય પછી મેહાના દિલને રાહત થઈ.

થોડીવાર પછી રજત કહે છે "મેહા ઘરે પહોંચી ગયા."

મેહા બાઈક પરથી ઉતરે છે. એક નજર રજત તરફ જોઈ ઘરમાં જતી રહે છે.

મેહા સાંજે ચા પીતા પીતા આજે જે બન્યું તે વિશે વિચાર કરતી હતી. રજતને યાદ કર્યો અને તે જ પળે રજત મારી સમક્ષ આવી ગયો. શું હતું આ? જે હોય તે પણ આ ફીલીગ્સ અદ્ભૂત હતી. રજતની પીઠ પર માથું ટેકવી સૂઈ રહેવું મારી જીંદગીની અમૂલ્ય પળો હતી. અને તે દિવસે રોડ પર ટ્રકની નીચે આવતા આવતા રહી ગઈ. અને રજતે મને પોતાની બાહોમાં ભરી લીધી હતી તે પળ પણ અદ્ભુત હતી. આ બે ક્ષણો અને આજે રજતના ખભા પર માથું મૂકીને સૂવું આ ત્રણ પળોમાં જાણે કે મને જીંદગી મળી ગઈ. કાશ કાશ રજત મારો થઈ જાય. આમ તો મારી અને રજત વચ્ચે પ્રેમ તો છે. પણ આ કેવો પ્રેમ છે? રજત નું પણ કંઈ સમજમાં નથી આવતું કે એના મનમાં ચાલે શું છે?

રજત જમીને પોતાના રૂમમાં ગયો. મેહા વિશે વિચારવા લાગ્યો. મેહા રિહર્સલ રૂમમાં કેવી ચૂપચાપ રડતી બેસી રહી હતી. અંદરથી કેટલી ડરી ગઈ હશે. ને ઉપરથી મારાથી કહેવાઈ ગયું કે મારાથી દૂર રહેજે. આવી હાલતમાં મારે એને આગોશમાં લેવી જોઈએ એને બદલે મેં મેહાને રડાવી દીધી.

રજતે મોબાઈલ લીધો અને મેહાને ફોન કર્યો. મેહા રજત વિશે વિચારતી હતી કે ફોનની રિંગ વાગી.
મેહાએ મોબાઈલ સ્ક્રીન પર રજતનુ નામ જોયું.

મેહા મનોમન કહે છે "રજતે મને ફોન કર્યો. મને તો વિશ્વાસ જ નથી આવતો."

મેહા ખુશ થઈ.

મેહા:- "હેલો."

રજત:- "હેલો મેહા તું ઠીક છે ને?"

મેહા:- "હા તું પહોંચી ગયો ઘરે?"

રજત:- "હા ક્યારનો."

મેહા:- "શું કરે છે?"

રજત:- "કંઈ નહીં. તું શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં. જમી લીધું તે?"

રજત:- "હા અને તે?"

મેહા:- "હા..."

રજત:- "સારું સાંભળ. કંઈપણ પ્રોબ્લેમ હોય તો હવે મને ફોન કરજે. મને ફોન કરતા જરા પણ અચકાતી નહીં. સમજી?"

મેહા:- "પણ હું ફોન કરું છું ત્યારે તારો ફોન તો લાગતો નથી."

રજત:- "હવે લાગશે."

મેહા:- "સારું."

રજત:- "ચાલ હવે ઊંઘી જા. Good night."

મેહા:- "આટલી જલ્દી? રજત મારે તારી સાથે હજી વાત કરવી છે."

રજત:- "કાલે વાત કરીશું."

મેહા:- "નહીં મારે આજે જ વાત કરવી છે."

રજત:- "શું વાત કરવી છે."

મેહા:- "કંઈ નહીં બસ એમજ. તું કંઈ બોલ ને?"

રજત:- "હું શું બોલું?"

મેહા:- "કંઈ પણ."

રજત:- "મારે કંઈ બોલવું નથી. હવે ઊંઘી જઈએ."

મેહા:- "રજત મને ઊંઘ નથી આવતી. મારે તારા ખભા પર, તારી બાહોમાં ઊંઘવું છે."

રજત:- "મેહા સ્ટોપ ઈટ. અને ચૂપચાપ સૂઈ જા. Good night."

રજત ફોન ડીસકનેક્ટ કરે છે.

મેહા રજતને યાદ કરતા કરતા ઊંઘી ગઈ.

સવારે મેહા તૈયાર થઈ કૉલેજ પહોંચે છે. રજત અને પ્રાચી વાતો કરી રહ્યા હતા. રજત અને પ્રાચીને જ્યારે પણ જોવ ત્યારે હસીને જ વાત કરતા હોય.

મેહા:- "Hi રજત. Good morning."

રજતે કહેવા ખાતર Hi કહ્યું.

રજત ફરી પ્રાચી સાથે વાત કરવા લાગ્યો.

મેહા પોતાની બેન્ચ પર બેસી રજત અને પ્રાચીને જોઈ રહી. મેહા વિચારે છે કે "રજત કેવો હસી હસીને પ્રાચી સાથે વાત કરે છે અને હું બોલાવું છું ત્યારે તો મોઢું ચઢી જાય છે."

મેહા મનોમન કહે છે "રજત અને પ્રાચી સાથે બેસીને શું કરીશ તેના કરતા બેટર છે કે મિષા લોકો સાથે રહું."

મેહા મિષાને શોધી રહી હતી. મેહાએ મિષાને ફોન કર્યો.

મેહા:- "મિષા ક્યાં છે તું?"

મિષા:- "ગ્રાઉન્ડ પર છીએ. નેહા તને ફોન જ કરતી હતી. પણ તારો ફોન આવી ગયો."

મેહા:- "સારું હું આવું છું."

રજતના ફ્રેન્ડસ આવે છે.

રજત:- "તમે ત્રણ જ. તનિષા અને તન્વી ક્યાં છે?"

રૉકી:- "એ લોકો ખબર નહીં ક્યાં ગયા?"

ગઈ કાલે જે કંઈપણ થયું એના વિશે રજતને તનિષા સાથે વાત કરવી હતી.

રજતે તનિષાને ફોન કર્યો પણ ફોન ન લાગ્યો. રજત તનિષાને શોધવા ક્લાસની બહાર નીકળ્યો.
રજત વિચારે છે તનિષા આટલી વખત કેન્ટીનમા હશે અથવા રિહર્સલ રૂમમાં. રજત કેન્ટીન તરફ ગયો પણ તનિષા અને તન્વી ન હતા. રજત રિહર્સલ રૂમ તરફ ગયો. રજતે વિચાર્યું કે તનિષા કોઈ છોકરી સાથે આવું નહીં કરી શકે. તનિષા પણ એક છોકરી છે. એક છોકરી થઈ ને બીજી છોકરીની ઈજ્જત સાથે રમી ન શકે. જરૂર મેહાને તનિષા વિશે કોઈ ગેરસમજ થઈ હશે.

તનિષા અને તન્વી રિહર્સલ રૂમની અંદર દરવાજાની બાજુની જ એક બેન્ચ પર બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા.

તન્વી:- "મેહાને તો રજતથી દૂર કરી દીધી. હવે પ્રાચીને કેવી રીતના દૂર કરીશ?"

તનિષા:- "મેહા સાથે કર્યું હતું તેવું કરીએ કે પછી પ્રાચીને ફસાવવાનો બીજો પ્લાન બનાવીએ?"

રિહર્સલ રૂમની બહાર ઉભેલો રજત તનિષા અને તન્વીની વાત સાંભળી લે છે.

રજત ચૂપચાપ ત્યાંથી જતો રહે છે.
બધા ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા આવે છે. થોડીવાર પછી તનિષા અને તન્વી પણ ક્લાસમાં આવે છે. મેહા,મિષા,નેહા અને પ્રિયંકા પણ આવે છે.
ક્લાસમાં તનિષા તન્વી સાથે વાત કરતી હતી.
ક્લાસમાં એન્ટર થતાં જ મેહાની નજર તનિષા પર પડે ગઈ. ગઈકાલે જે કર્યું હતું તે મેહાને યાદ આવી ગયું. મેહા તનિષા પાસે ગઈ.

મેહા:- "તનિષા..."

તનિષાએ મેહા તરફ જોયું. જેવું તનિષાએ મેહા તરફ જોયું કે મેહાએ જોરથી એક થપ્પડ મારી દીધી.

તનિષા:- "How dare you?"

મેહા:- "પાછી બીજી થપ્પડ મારીને બતાવું કે કેવી રીતના હિમ્મત થઈ તે?"

મેહાએ બીજી થપ્પડ પણ મારી. તનિષા મેહાને થપ્પડ મારવા ગઈ તો મેહાએ હાથ પકડી લીધો.

મિષા,પ્રિયંકા,નેસાએ મેહાને કમર પકડી પાછળ ખેંચી લીધી.

RR ની સાથે સાથે બધાં જ મેહાને જોઈ જ રહ્યા.

મેહા:- "છોડો મને. હું આજે તનિષાને છોડીશ નહીં."

બધાએ મેહાને શાંત પાડી. મેહા થોડીવાર શાંત રહી.

મેહાની નજર તનિષા પર જ હતી.

મેહા:- "તનિષા આજે તને મારાથી કોઈ નહીં બચાવે."

મેહા તનિષા તરફ જતી હતી કે RR એ મેહાને કમર પરથી પકડી લીધી.

મેહા:- "RR છોડ મને. હું આજે તનિષાને છોડીશ નહીં."

મેહા હાથ પગ હલાવતી રહી. પણ રજતે મેહાને મજબૂતીથી પકડી રાખી હતી.

રજત:- "મેહા બસ હવે બહું થઈ ગયું."

એટલામાં જ પ્રોફેસર આવ્યા. એટલે બધા ચૂપચાપ બેસી ગયા.

બપોરે બધા ક્લાસમાંથી કેન્ટીન તરફ જાય છે.

રજત:- "તનિષા મારે તારી સાથે વાત કરવી છે."

તનિષા:- "શું વાત કરવી છે બોલ."

રૉકી:- "તમે લોકો અહીં ઉભા ઉભા શું વાત કરવા લાગ્યા? ચાલો જે વાત કરવી હોય તે કેન્ટીનમા જઈ વાત કરજો."

રજત:- "તમે જાઓ. હું બસ હમણાં જ આવ્યો."

બધા કેન્ટીન તરફ જાય છે.

મેહા રજત અને તનિષાને જોય છે. મેહા વિચારે છે કે ગઈકાલે જ રજતને તનિષા કેવી છે તે ખબર પડી તો પણ રજતને તો કોઈ અસર જ નથી. પણ તનિષા તો નાનપણની ફ્રેન્ડ છે એટલે કદાચ રજત તનિષાને કંઈ કહેશે નહીં.

મેહા ઉભી રહી જાય છે અને રજત અને તનિષા શું વાત કરે છે તે સાંભળવાની કોશિશ કરે છે.

મેહાને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈ રજત મેહાને કહે છે "મેહા તું અહીં શું કરે છે? જા કેન્ટીનમા જા. અમે બસ આવીએ જ છીએ."

મેહા:- "તું પણ ચાલને. આપણે સાથે સાથે જઈએ."

રજત:- "એકવાર કહ્યું. સમજમા નથી આવતું?"

મેહા ક્લાસની બહાર નીકળે છે.

મેહા રજત અને તનિષાની વાત સાંભળવા દરવાજા પાસે જ ઉભી રહે છે.

રજત મેહાને સારી રીતના જાણતો હતો. રજત ક્લાસની બહાર આવ્યો. રજતને ખ્યાલ હતો જ કે મેહા બહાર છૂપાઈને વાત સાંભળવાની કોશિશ કરી રહી હતી.

રજતે મેહા તરફ એવી રીતના જોયું કે મેહા કદમ પાછળ હટાવી લે છે અને કહે છે "બસ હું જતી જ હતી."

મેહા ચાલતા ચાલતા પાછળ નજર કરી લેતી.

મેહા ખાસ્સી દૂર જતી રહી હતી.

રજત દરવાજે જ ઉભો રહ્યો.

રજત:- "તનિષા મારે પ્રાચી વિશે વાત કરવી હતી."

તનિષા:- "પ્રાચી વિશે? શું થયું રજત?"

રજત:- "મેં બહું વિચાર્યું. પ્રાચી થોડી બહેનજી ટાઈપ છે અને સ્ટેટસમા પણ લૉ છે નહીં?"

તનિષાને તો મનોમન ખુશ થઈ કે રજતનુ મન પ્રાચીથી ભરાઈ ગયું છે.

તનિષા:- "હા તું ક્યાં ને એ ક્યાં? આખી કૉલેજમાં તારા જેવો હેન્ડસમ અને હોટ યુવક કોઈ નથી."

રજત:- "હા પણ...મને પણ કોઈ હોટ અને બ્યુટીફુલ છોકરી મળવી તો જોઈએ ને?"

તનિષા:- "રજત તારી સામે આટલી હોટ અને બ્યુટીફુલ છોકરી તો ઉભી છે."

રજત:- "તું? Come on તનિષા આપણે ફ્રેન્ડ છીએ. મેં તને એવી નજરથી જોયું પણ નથી."

તનિષા:- "તો હવે જોઈ લે. એમ પણ હવે મારે ફ્રેન્ડ બનીને નથી રહેવું."

રજત:- "કેમ શું થયું?"

તનિષા:- "રજત ખબર નહીં ક્યારથી પણ હું તને લવ કરું છું. I love you RR."

રજત:- "અને એટલે જ તે મેહાની આબરૂ સાથે રમવાની કોશિશ કરી રાઈટ?"

તનિષા:- "રજત તું શું બોલે છે મને કંઈ સમજ નથી પડતી."

રજત:- "મને તો ધીરે ધીરે બધી સમજ પડી રહી છે."

તનિષા:- "રજત તને મેહાની આટલી ચિંતા કેમ થાય છે? તને ખબર નથી મેહાએ તારા પર જૂઠો આરોપ લગાવ્યો હતો."

રજત:- "મેહાએ મારી સાથે જે કર્યું તે મારી પ્રોબ્લેમ છે. હવે જો મેહાને જરા પણ હર્ટ કરવાની કોશિશ કરી છે તો તું જાણે છે કે હું કેવો છું તે. તો મેહાથી તું દૂર જ રહેજે સમજી?"

તનિષા:- "અને તું મેહાને હર્ટ કરે છે ત્યારે?"

રજત:- "મારા સિવાય મેહાને કોઈપણ હર્ટ કરશે તો હું એનો ખરાબ હાલ કરીશ. મેહાને દર્દ આપવાનો અધિકાર ફક્ત મને જ છે સમજી. અને હા તનિષા હવે આપણે ફ્રેન્ડ પણ નથી."

તનિષા:- "રજત પ્લીઝ આપણી આટલાં વર્ષોની દોસ્તી છે. તું આવી રીતના આપણી દોસ્તી નહીં તોડી શકે."

રજત:- "સૉરી તનિષા. તે મેહાને હર્ટ કરવાની કોશિશ કરી છે. તું મારી નાનપણની ફ્રેન્ડ છે મતલબ કે હતી એટલે તને જવા દઉં છું. પણ હા હું તને ક્યારેય માફ નહીં કરી શકું."

રજત તનિષા સાથે વાત કરવામાં એટલો બિઝી હતો કે એની પાસે તન્વી ક્યારે આવી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. રજતની નજર તન્વી પર જાય છે.

રજત:- "તન્વી તે પણ તનિષાનો સાથ આપ્યો છે. તું પણ નાનપણની ફ્રેન્ડ છે પણ હવે હું તને પણ ફ્રેન્ડ નથી માનતો."

રજત કેન્ટીન તરફ જાય છે. મેહા દૂરથી ઉભી ઉભી રજત અને તનિષાને વાત કરતા જોઈ રહી હતી. મેહાને પણ જાણવાની જિજ્ઞાસા હતી કે રજતે તનિષાને શું કહ્યું હશે. આ લોકો શું વાત કરતા હશે? કાશ હું થોડી નજીક ઉભી હોત તો થોડી થોડી વાતો સંભળાતે. પણ રજત સાંભળવા દે તો ને.

રજતને કેન્ટીન તરફ આવતા જોઈને મેહા ઝડપથી કેન્ટીનમા જતી રહે છે. બધા નાસ્તો કરી રહ્યા હતા.
મેહા કોઈક વાર રજત તરફ નજર કરી લેતી.

રૉકી:- "અરે તનિષા અને તન્વી ક્યાં છે?"

એટલામાં જ તન્વી અને તનિષા આવે છે.

તનિષા અને તન્વી પોતાના ગ્રુપ પાસે જઈને બેસે છે.

રજતે તનિષા અને તન્વી સામે નજર કરી.

રજતે એવી રીતના જોયું કે તનિષા અને તન્વી સમજી ગયા. તનિષા અને તન્વી બીજા ટેબલ પર જઈને બેસી ગયા.

રૉકી:- "શું થયું તમારા ત્રણ વચ્ચે?"

રજત:- "અત્યારે મારો મૂડ નથી કંઈ પણ કહેવાનો."

તનિષા અને તન્વીનો ઉતરેલો ચહેરો જોઈ મેહાને ખ્યાલ આવી ગયો કે રજતને તનિષાની હકીકત ખબર પડી ગઈ છે.

મેહા વિચારે છે કે તનિષાએ મને હર્ટ કરવાની કોશિશ કરી. આવી ચીપ હરકત માટે તો હું એને ક્યારેય માફ નહીં કરું. રજતને પણ ખબર પડી કે એની ફ્રેન્ડ કેવી છે તે. તનિષા-તન્વીનો ઉતરેલો ચહેરો જોઈ ખબર પડતી હતી કે રજતે ચોક્કસ એને કંઈક એવું કહ્યું છે જેનાથી તનિષા ખૂબ હર્ટ થઈ છે. રજતે મારા લીધે તો તનિષાને હર્ટ નથી કર્યું ને? તનિષાએ ચીપ હરકત કરી એટલે કદાચ રજત બહુ ગુસ્સે છે. મતલબ કે મારા માટે રજતે તનિષાને હર્ટ કરી. એનો મતલબ કે રજત મને ચાહે છે.

મેહાએ રજત તરફ નજર કરી. રજત કોલ્ડડ્રીક પી રહ્યો હતો. મેહા રજતના ઘરે ગઈ હતી તે દિવસ યાદ આવી ગયો. તે દિવસે રજતે મારી એઠી ચા પીધી હતી.

મેહાને આજે રજતનુ એઠું કોલ્ડડ્રીક પીવાની ઈચ્છા થઈ. મેહાએ સેન્ડવીચ ખાધી.

"બહું તીખું લાગ્યું." એમ કહી રજતની બાજુની બોટલ લઈ કોલ્ડડ્રીક પી લીધી.

પ્રાચી:- "મેહા તારી બોટલ તો ડાબી સાઈડ હતી. તે તો રજતની બોટલ લઈ લીધી."

મેહા:- "મને એટલું તીખું લાગ્યું કે મને ખ્યાલ જ ન રહ્યો."

રજત:- "સેન્ડવીચ એટલી પણ તીખી નહોતી."

મેહા:- "કદાચ મારી સેન્ડવીચ માં મરચું વધારે આવી ગયું છે."

નાસ્તો કરી બધા ક્લાસ તરફ જાય છે.

રજત:- "તમે જાઓ હું બિલ ચૂકવીને આવ્યો."

બધા ક્લાસમાં જતા રહે છે. મેહા એક બે વાર પાછળ ફરી રજતને જોય છે.

મેહા:- "મિષા તમે લોકો જાઓ. હું બસ હમણાં જ આવી."

મિષા:- "ઓકે જલ્દી આવજે."

મેહાના ફ્રેન્ડસ ત્યાંથી ક્લાસ તરફ જાય છે.

મેહા છૂપાઈને રજત તરફ નજર કરે છે. મેહાએ પીધેલી અડધી કોલ્ડડ્રીકની બોટલને રજત જોઈ રહ્યો. રજતે આસપાસ નજર કરી. બોટલ લીધી અને પી ગયો. મેહા ખુશ થઈ. મેહા ત્યાં જ ઉછળી પડી અને કહેવા લાગી "ઑહ યસ રજત મને ચાહે છે."

લેક્ચર પૂરો થતા મેહા રજતને ફોન કરે છે.

રજત:- "બોલ."

મેહા:- "રજત રિહર્સલ હૉલ માં મને મળ."

રજત:- "મેહા રિહર્સલ હૉલ માં શું કરવા ગઈ? ફરી કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ક્યાંક તનિષાએ..."

મેહા:- "રજત મારે તારી સાથે વાત કરવી છે."

રજત:- "સારું હું આવું છું."

રજત રિહર્સલ હૉલ માં પહોંચે છે.

રજત:- "બોલ શું વાત કરવી હતી."

મેહાએ રજતને જેકેટ આપતા કહ્યું "રજત તનિષાને તે શું કહ્યું?"

રજત:- "તારે જાણીને શું કામ છે?"

મેહા:- "બોલને મારે જાણવું છે."

રજત:- "શું કરવા જાણવું છે."

મેહા:- "બસ એમજ."

રજત:- "અને નહીં જણાઉ તો?"

મેહા:- "તો...તો..."

રજત:- "તો શું?"

મેહા:- "તો હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું."

રજત:- "રિયલી?"

મેહા:- "હા."

રજત:- "ઑકે very good...Bye."

મેહા:- "રજત હું તારી સાથે વાત નહીં કરું તો તને શું ફરક પડવાનો. અને તું હંમેશા મારી સાથે કેવી રીતના વર્તે છે અને કેવી rudely વાત કરે છે. મારી સાથે હંમેશા ગુસ્સાથી વાત કરે છે અને પ્રાચી સાથે કેવો હસી હસીને વાત કરે છે."

રજત:- "ઑહ તો મેડમને જલન થાય છે."

મેહા:- "રજત તું સમજતો કેમ નથી? હું તને પ્રેમ કરું છું."

રજત:- "તું મને સમજે છે? Bad boy સમજીને તું હંમેશા મને ઈગ્નોર કરતી આવી છે ને?"

મેહા:- "સૉરી રજત. પણ હવે તો હું તને ચાહું છું. તને ખબર છે આટલું બોલવામાં મને કેટલી મુશ્કેલી પડે છે. ત્રણ થી ચાર વાર કહ્યું હશે કે હું તને ચાહું છું. પોતાની self respectને બાજુ પર મૂકી હું કહું છું કે હું તને ચાહું છું."

રજત:- "ઑકે માની લીધું કે તું મને ચાહે છે. તો શું કરીશ મારા માટે બોલ?"

મેહા:- "હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું."

રજત મેહાની નજીક આવી જાય છે.

રજત:- "ઑકે તો ચાલ મારા ફાર્મ હાઉસ પર જઈએ?"

મેહા:- "ફાર્મ હાઉસ પર? શું કરવા?"

રજત:- "મેહા તું એટલી પણ ડમ નથી કે હું શું કહેવા માંગું છું તે તું સમજી ન શકે. એક છોકરો એક છોકરીને એકલામાં શું કરવા લઈ જાય? તારા દરેકે દરેક અંગોને સ્પર્શ કરીશ."

મેહા:- "નહીં રજત તું મારી સાથે આવું નહીં કરી શકે."

રજત:- "કેમ શું થયું?"

મેહા:- "તને પ્રેમ કરું છું એનો મતલબ એમ નથી કે હું તને મારું સર્વસ્વ સોંપી દઉં?"

રજત:- "શું કહ્યું હતું તે. પ્રેમ કરે છે ને મને અને તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. હવે કરવાનો વારો આવ્યો ત્યારે મેડમની તો બોલતી જ બંધ થઈ ગઈ."

મેહા:- "રજત મને થોડો ટાઈમ તો આપ."

રજત:- "તારી પાસે ટાઈમ જ ટાઈમ છે. જા આખી જીંદગીનો ટાઈમ આપ્યો."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED