રજત રૂમની બહાર નીકળે છે. મેહા પણ બહાર નીકળે છે. બંન્ને ચાલતા ચાલતા વાતો કરે છે.
રજતને હસવું આવી જાય છે.
મેહા:- "શું કરવા હસે છે? અને તું મારા પર હસે છે ને!"
રજત:- "હા."
મેહા:- "એવી તો શું વાત કહી દીધી કે મારા પર હસવું આવી ગયું."
રજત:- "તને આખી જિંદગીનો ટાઈમ આપ્યો. તું શું વિચારીશ મેહા? અને તને તો ઓવર થિકિગની આદત છે. યાદ છે તને પ્રેગનેન્સી, હોસ્પિટલ, મંગળસૂત્ર...તે તો ન વિચારવાનું વિચારી લીધું. પ્રેગનેન્સી હોય તો એક છોકરીને પહેલાં ખબર પડી જાય. અને મને તારી એ જ વાત પર હસવું આવે છે."
મેહા:- "રજત છોકરીને કેવી રીતના ખબર પડે?"
રજત:- "તું છે ને ડમ જ રહીશ."
મેહા:- "પણ હમણાં તો રૂમમાં તે કહ્યું કે હું એટલી પણ ડમ નથી."
રજત:- "હા એક્ચ્યુઅલી ભૂલ મારી છે. હું હજી સુધી તને જાણી જ નથી શક્યો કે તું ડમ છે કે પછી ડમ થવાનું નાટક કરે છે કે પછી તું કંઈક વધારે પડતી જ હોશિયાર છે."
મેહાને પણ ગુસ્સો આવે છે.
મેહા:- "મારે છે ને તારી સાથે વાત જ નથી કરવી."
રજત:- "હા તો મને પણ તારી સાથે વાત કરવાનો શોખ નથી."
રજત કૉલેજની બહાર આવે છે.
પ્રાચી:- "રજત ક્યાં જતો રહ્યો હતો. અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ."
રજત:- "લાઈબ્રેરી માંથી બુક લેવાની હતી."
મિષા:- "રજત મેહા હતી કે અંદર?"
રજત:- "તું મને શું કામ પૂછે છે મેહા વિશે? હું કંઈ મેહાની પાછળ પાછળ નથી ફરતો. તમે મેહાના ફ્રેન્ડ છો, હું નહીં. તો તમારાથી તમારી ફ્રેન્ડ નું ધ્યાન નથી રખાતું?"
મિષા:- "RR શું થયું? આટલો ગુસ્સાથી શું કામ વાત કરે છે? Relax..."
રજત:- "Sorry..."
મિષા:- "it's ok..."
મેહા પણ પાછળથી આવે છે.
મિષા:- "ક્યાં રહી ગઈ હતી?"
મેહા:- "થોડું કામ હતું એટલે."
નેહા:- "ચલો હવે કંઈક ખાવા જઈએ."
બધા નાસ્તો કરી ઘરે જાય છે.
રૉકી,પ્રિતેશ અને સુમિત રજતના ઘરે હોય છે.
પ્રિતેશ અને સુમિત મુવી જોવામાં વ્યસ્ત હતા.
રૉકી:- "રજત તનિષા,તન્વી અને તારા વચ્ચે શું થયું?"
રજત:- "મેહા સાથે તનિષાએ ચીપ હરકત કરી. ગઈકાલે પણ અને સ્કૂલમાં હતા ત્યારે પણ. સ્કૂલમાં તો ન ખ્યાલ આવ્યો કે મેહા સાથે આવી હરકત કોણે કરી પણ ગઈ કાલે તો સમજાઈ ગયું કે તનિષાએ મેહા સાથે શું કર્યું છે. મેહાની આબરૂ સાથે રમવાની કોશિશ કરી."
રૉકી:- "રજત તું પ્રાચીને ચાહે છે કે મેહાને?"
રજત:- "આમા વચ્ચે ક્યાં પ્રાચી અને મેહા આવ્યા. કોઈ બીજી છોકરી સાથે આવી ચીપ હરકત કરે તો પણ હું એ છોકરીને પ્રોટેક્ટ તો કરતે જ ને?"
રૉકી:- "હા એમાં કોઈ શક નથી. પણ તું કંઈક મેહાની વધારે જ ચિંતા કરી રહ્યો છે."
રજત:- "તને એવું લાગે છે. પણ ખરેખર એવું કંઈ નથી."
રૉકી:- "એવું છે...જોઈએ તો આગળ શું થાય છે તે."
બીજા દિવસે કૉલેજમાં રિહર્સલ રૂમને ગુલાબોથી અને જાતજાતની વસ્તુઓથી સજાવ્યો હતો. બધા રિહર્સલ રૂમમાં પહોંચ્યા ત્યારે રિહર્સલ રૂમને જોઈ બધા ચકિત જ થઈ ગયા.
મિષા:- "રજત ફરી પ્રાચીને પ્રપોઝ કરવાનો છે કે શું?"
અચાનક મિષા પર લાલ ગુલાબની પાંખડીઓ પડવા લાગી. રૉકી ગુલાબ લઈ સીધો મિષા પાસે આવી મિષાને પ્રપોઝ કરે છે. મિષાએ પણ ખુશી ખુશી પ્રપોઝલ એકસેપ્ટ કરી લીધું. મિષા તો રૉકીને ગળે જ વળગી પડી. રૉકીએ પણ મિષાને ઉંચકી લીધી.
રજતે મેહા તરફ નજર કરી. મેહાથી રજત સામે જોવાઈ ગયું.
મેહાએ નજર હટાવી લીધી. મેહાએ ફરી રજત તરફ નજર કરી. મેહાને લાગ્યું કે રજત મને જ જોઈ રહ્યો છે.
રજત આગળ વધે છે. મેહા વિચારવા લાગી કે રજત મારી તરફ કેમ આગળ વધે છે.
રજત:- "I love you..."
રજત નજીક આવી ગયો. મેહા પણ I love you કહેવાની હતી કે રજત તો આગળ વધી ગયો. મેહાએ પાછળ ફરી જોયું તો રજત તો પ્રાચીને Hug કરતો હતો.
મેહાને પછી ખ્યાલ આવ્યો કે I love you તો પ્રાચી માટે કહેવાયું હતું.
મેહાને રડવાનું મન થયું પણ રડી ન શકી. મેહાને અત્યારે રજતે જે હરકત કરી એના પર ખૂબ ગુસ્સો આવતો હતો.
રૉકી અને મિષાની ખુશીમાં બધાં ખુશ હતા.
સુમિત:- "આજે તો રૉકીએ પાર્ટી આપવી પડશે."
રૉકી:- "હાસ્તો વળી પાર્ટી તો હું આપીશ જ ને. મારા માટે આજે સૌથી ખુશીનો દિવસ છે. ચાલો મારા ઘરે જઈએ."
મિષા:- "સાંજે જઈશું. અત્યારે લેક્ચર અટેન્ડ કરવા જઈએ."
રૉકી:- "શું યાર મિષા આજે ખુશીનો દિવસ છે ને તને લેક્ચર અટેન્ડ કરવાની પડી છે."
નેહા:- "મિષાની વાત સાચી છે. પાર્ટી તો સાંજે હશે તો વધારે મજા આવશે."
બધા લેક્ચર અટેન્ડ કરવા ગયા.
સાંજે રૉકીના ઘરે બધા ભેગા થયાં.
મિષા:- "બધા આવી ગયા પણ મેહા ક્યાં રહી ગઈ?"
રજત મનોમન કહે છે "મેડમ થોડી ના આવશે. જેલીસ થઈ ને ઘરમાં આમતેમ આંટા મારતી હશે."
મિષા મેહાને ફોન કરે છે. મેહા ફોન રિસીવ કરે છે.
મિષા:- "હેલો મેહા ક્યાં રહી ગઈ? બધા આવી ગયા તું જ બાકી છે."
મેહા:- "મિષા મારે નથી આવવું. તમે લોકો એન્જોય કરો."
મિષા:- "ગુસ્સાથી કેમ વાત કરે છે અને તું હાંફી કેમ રહી છે?"
રજતથી હસાઈ જાય છે.
મિષા:- "તું કેમ હસે છે?"
રજત:- "તારી ફ્રેન્ડ પર હસું છું. ખૂબ ગુસ્સામાં છે ને?"
મિષા:- "હા..."
રજત:- "આમથી તેમ આંટા મારતી હશે ઘરમાં."
મિષા:- "પણ તને કેમ કેમ ખબર? એક મીનિટ હું પૂછી જોઉં."
મેહા:- "હેલો મિષા...મિષા...ક્યારની હેલો હેલો કરું છું. તારું ધ્યાન ક્યાં છે?"
મિષા:- "હેલો મેહા તું આમથી તેમ આંટા મારે છે."
મેહા:- "હા પણ તને કેમ કેમ ખબર પડી?"
મિષા:- "એ બધી વાત છોડ. તું આવે છે કે નહીં?"
મેહા:- "મિષા મારું મૂડ નથી."
મિષા:- "તું બેસ્ટ ફ્રેન્ડની ખુશીમાં સામેલ નહીં થાય?"
મેહા:- "ઑકે આવું છું. સાંભળ હું ઘરમાં આંટાફેરા મારું છું આ વાત તને રજતે કહી ને?"
મિષા:- "શું વાત છે હા...તમે તો બંન્ને એકબીજાના મનની વાત જાણો છો ને."
મેહા:- "એની તો જૂની આદત છે ને મારા પર નજર રાખવાની કે હું ક્યાં કોની સાથે વાત કરું છું, કોની સાથે ફરું છું."
મિષા:- "સારું ફોન મૂક અને જલ્દી આવ."
મેહા રૉકીના ઘરે પહોંચે છે. રજત અને મેહાની નજર મળે છે.
બધા ડાન્સ કરી રહ્યા હતા.
રજત:- "રૉકી ચા પીવાની ઈચ્છા થઈ છે."
રૉકી:- "ઘરે કોઈ નથી. બધા બહાર ગયા છે."
પ્રાચી:- "રજત હું ચા બનાવી લાવું છું."
સુમિત:- "ચા બનાવે તો ચાની સાથે કંઈ નાસ્તો પણ બનાવી લાવજે."
પ્રાચી પકોડા બનાવી લાવે છે. બધાએ ચા નાસ્તો કર્યો.
પ્રિતેશ:- "પ્રાચી તે શું પકોડા બનાવ્યા છે મજા આવી ગઈ."
રજત:- "Good job પ્રાચી. આવા ટેસ્ટી પકોડા તો આજે જ ચાખ્યા."
મેહા મનોમન કહે છે "પ્રાચીએ સારી સારી બનીને કેવું રજતનુ દિલ જીતી લીધું. આવું તો પ્રાચીને જ આવડે. કાશ મને પણ પ્રાચીની જેમ બધાને ઈમ્પ્રેસ કરતા આવડે."
પાર્ટી કરી બધા ઘરે જાય છે.
રજત:- "Come મેહા હું તને ઘરે મૂકી આવું."
મેહા:- "અને પ્રાચી?"
રજત:- "પ્રાચીને પણ હું જ મૂકી આવીશ."
મેહા:- "તો પ્રાચી ક્યાં છે?"
રજત:- "પ્રાચી ઑલરેડી કારમાં બેસી ગઈ છે."
રજત અને મેહા કારમાં બેસે છે.
પ્રાચી નું ઘર આવતા પ્રાચી જતી રહે છે.
રજત:- "મેહા Come આગળ આવીને બેસી જા."
મેહા આગલી સીટ પર આવીને બેસે છે.
મેહા:- "મારે તારી સાથે વાત કરવી છે."
રજત:- "બોલ શું વાત કરવી છે?"
મેહા:- "તારી હિમંત જ કેમ થઈ મારી સામે પ્રાચીને
I love you કહેવાની?"
રજત:- "ઑ હેલો તું તો એવી રીતના વાત કરે છે કે જાણે તું મારી ગર્લફ્રેન્ડ હોય."
મેહા:- "તો બનાવી લે ને? કોણે ના પાડી છે."
રજત:- "મારી ગર્લફ્રેન્ડ બનવા બહુ બેચેન છે ને?"
મેહા:- "તારે મને ગર્લફ્રેન્ડ બનાવવી છે કે નહીં?"
રજત:- "ઑહો આજે તો મેડમ બહું કોન્ફીડન્સમા છે ને!"
મેહા:- "હાસ્તો વળી!"
રજત:- "કોઈ કારણ?"
મેહા:- "હા છે ને કારણ."
રજત:- "શું કારણ છે. મને પણ તો ખબર પડવી જોઈએ ને કે એવું તો કયું કારણ મળી ગયું."
મેહા:- "રજત મને ખબર છે તું મને લવ કરે છે. પ્રાચીથી મને જેલીસ ફીલ કરાવે છે."
રજત:- "હું તને લવ કરું છું અને મને જ નથી ખબર. મેહા તું તો પાગલ થઈ ગઈ છે પણ સાથે સાથે મને પણ પાગલ કરી મૂકશે."
મેહા:- "કેટલી મજા આવશે ને આપણે સાથે સાથે પાગલખાનામાં જઈશું."
રજત:- "એકદમ જ બકવાસ જોક હતો."
મેહા:- "હા તો આપણે ક્યાં હતા? હા તો બોલ તું મને ગર્લફ્રેન્ડ બનાવીશ કે નહીં?"
રજત:- "I love prachi."
મેહા:- "તું જૂઠું બોલે છે."
રજત:- "તને કેમ ખબર પડી કે હું જૂઠું બોલુ છું કે સાચું?"
મેહા:- "મને ખબર છે કે તું મને લવ કરે છે."
રજત:- "તને ક્યાં આધારે લાગ્યું કે હું તને લવ કરું છું."
મેહા:- "તું મને લવ ન કરતો હોત તો મારું એઠું કોલ્ડડ્રીક કેમ પી ગયો?"
મેહાની વાત સાંભળી રજતે બ્રેક મારી.
મેહા:- "જોયું મારી વાત સાંભળી હોંશ ઉડી ગયા ને? હવે બોલ તું મને લવ કરે છે ને. હવે તો તારે મને ગર્લફ્રેન્ડ બનાવવી જ પડશે."
રજતે કાર સ્ટાર્ટ કરી.
મેહા:- "હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? રજત એમાં છૂપાવવા જેવી શું વાત છે? તું મને ચાહતો હોય તો કહી દે."
રજત ચૂપચાપ કાર ચલાવતો રહ્યો. થોડીવાર પછી રજતે બ્રેક મારી.
રજત:- "મારી ગર્લફ્રેન્ડ બનવું છે ને?"
મેહા:- "હા..."
રજત:- "તો ચાલ પાછલી સીટ પર."
મેહા:- "પાછલી સીટ પર? પણ શું કરવા?"
રજત:- "તારે ગર્લફ્રેન્ડ બનવું હોય તો પાછલી સીટ પર આવી જા."
મેહા પાછલી સીટ પર જઈ બેસી જાય છે. રજત મેહાને આશ્ચર્યથી જોઈ રહ્યો.
રજત પાછલી સીટ પર આવી કારનો દરવાજો બંધ કરી દે છે. રજત પોતાના શર્ટના એક પછી એક બટન કાઢે છે.
મેહા:- "રજત શું કરે છે તું?"
રજત:- "બેસવાનું નથી તારે. ચલ સૂઈ જા."
મેહા:- "રજત તું પાગલ થઈ ગયો છે કે શું? તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારી સાથે..."
રજત:- "શું થયું હવે નથી બનવું મારી ગર્લફ્રેન્ડ?"
મેહા:- "નથી બનવું."
રજત:- "Good girl. હવે તારો ડ્રામા પૂરો થઈ ગયો હોય તો ઘરે જઈએ."
મેહા આગલી સીટ પર જઈને બેસી જાય છે. રજત પણ આગલી સીટ પર બેસે છે.
મેહા ચૂપચાપ બારી બહાર જોઈ રહે છે.
મેહાને ચૂપચાપ બેઠી જોઈ રજતને નવાઈ લાગી.
રજત મેહાનો ચહેરો જોવાની કોશિશ કરી પણ મેહા તો બારી બહાર જોઈ રહી.
રજત:- "મેહા..."
મેહા કંઈ બોલતી નથી.
રજત:- "મેહા મારી તરફ જો."
મેહાએ એક નજર રજત તરફ કરી.
મેહાનો ચહેરો જોઈ રજતને લાગ્યું કે મેહા હમણાં રડી પડશે.
રજત મનોમન કહે છે "વધારે વાત કરીશ તો મેહા રડી જ પડશે. તેના કરતા બેટર છે કે કંઈ બોલું જ નહીં."
મેહા નું ઘર આવતા મેહા ઉતરી પડે છે. રજત અને મેહાની નજર મળે છે. મેહા તરત જ ઘરમાં જતી રહે છે.
રજત મનોમન કહે છે "મેહાની તો આદત છે નાની નાની વાતોમાં રડવાની. થોડી વાર પછી શાંત થઈ જશે."
રજત ઘરે ગયો પણ રજતને ઊંઘ ન આવી. રજતે મેહાને ફોન કરવાનું વિચાર્યું.
મેહાને ઊંઘ જ નહોતી આવતી. મેહા રજત વિશે જ વિચારે છે "રજત મને હર્ટ કેવી રીતના કરી શકે? રજત શું કરવા તું મારી સાથે વર્તન કરે છે. શું રજતને કોઈ ફર્ક નહીં પડતો હોય. ના એવું ન બને. રજતના મનમાં મારા પ્રત્યે થોડી તો લાગણી હશે. તો જ એણે કેન્ટીનમા મારું એઠું કોલ્ડડ્રીક પીધું. રજતને મારી થોડી પણ ચિંતા હશે તો મને ઊંઘતા પહેલાં મેસેજ કરશે." આટલું વિચારતા મેહાની આંખમાંથી આંસુની એક બુંદ ટપકી પડે છે. એટલામાં જ ફોનની રિંગ વાગી.
મેહાએ તરત જ રિસીવ કર્યો.
મેહા:- "હેલો."
રજત:- "હજી સુધી ઊંઘી નથી?"
મેહા:- "બસ હવે સૂવાની જ છું."
રજત:- "ઑકે સૂઈ જા."
મેહા:- "Bye Good night."
રજત:- "Good night."
મેહાને દિલને રાહત થઈ કે રજત મારી ચિંતા કરે છે. મેહા શાંતિથી સૂઈ ગઈ.
બીજા દિવસે સવારે રવિવાર હતો. મેહા સવારે ઉઠી. ઘણાં સમય પછી મેહા આજે થોડી ખુશ હતી. મેહાને ખ્યાલ આવી ગયો કે રજતના મનમાં મારા પ્રત્યે લાગણી છે. મેહા ચા નાસ્તો કર્યો.
રજત રૉકીને ફોન કરે છે પણ ફોન નથી લાગતો.
રજત મિષાને ફોન કરે છે.
મિષા:- "હેલો."
રજત:- "મિષ બધાને ફોન કરી દે કે આપણે મુવી જોવા જઈએ છીએ. અને રૉકીને લઈ ઘરે આવ."
મિષ:- "ઑકે."
મિષા બધાને ફોન કરી કહી દે છે. મિષા મેહાને ફોન કરે છે પણ મેહા ફોન નથી રીસીવ કરતી.
મિષા અને રૉકી રજતના ઘરે પહોંચે છે. રજત,રૉકી અને મિષા ત્રણેય મેહાના ઘર તરફ જવા નીકળે છે.
મિષા:- "બધાને ફોન કર્યો બસ મેહા જ બાકી છે. ખબર નહીં ક્યાં બિઝી છે. ફોન જ નથી રિસીવ કરતી."
રજત:- "આપણે મેહાને એના ઘરેથી લેતા જઈશું."
મેહા વિચારે છે કે પ્રાચી બધાને ઈમ્પ્રેસ કરે છે. તો હું રજતને ઈમ્પ્રેસ કરવા માટે કંઈક તો બનાવું ને! પણ શું બનાવીશ? પ્રાચીએ પકોડા બનાવ્યા હતા તો હું બટાકાવડા બનાવું. નહીં નહીં હું પણ પકોડા બનાવી જોઉં.
મેહા રસોડામાં ગઈ.
મમતાબહેન:- "મેહા હું બહાર જાઉં છું મંજુબેન સાથે."
મમતાબહેન મેહાને રસોડામાં જોય છે.
મમતાબહેન:- "મેહા તું રસોડામાં શું કરી રહી છે?"
મેહા:- "કંઈ નહીં મમ્મી બસ મન થયું એટલે કંઈક બનાવું છું. તમે જાઓ."
મમતાબહેન નીકળી જાય છે.
મેહા:- "સુનિતા રસોઈ થઈ ગઈ ને. હવે જા ઉપરના રૂમની સફાઈ કરી દે."
મેહા Song સાંભળતા સાંભળતા પકોડા બનાવી રહી હતી.
મેહા વિચારે છે કે આજે તો રવિવાર છે તો કૉલેજ તો બંધ હશે. તો રજતને પકોડા કેવી રીતના ખવડાવીશ. કોઈ ને કોઈ બહાનું કરી રજતના ઘરે જઈ આવીશ.
મેહા પકોડા બનાવવા લાગી. મેહા પકોડા બનાવતા બનાવતા વિચારે છે ખબર નહીં કેવા બનશે. સારું કે ઘરમાં કોઈ નથી. નહીં તો બધા મારા પર હસતે.
અને એમાંય રજતને તો બહાનું જોઈએ મારા પર હસવાનું.
ડોરબેલ વાગે છે.
મેહા સ્વગત જ બોલે છે "હવે કોણ આવી ગયું?"
મેહા દરવાજો ખોલે છે.
મેહા:- "તમે લોકો અત્યારે અહીં શું કરો છો?"
રજત તો મેહાને જોઈ હસવા લાગ્યો.
રજત:- "મેહા આવી ભૂત બનીને કેમ આવી છે?"
મેહા:- "મતલબ?"
મિષા:- "મેહા લોટ તારા ચહેરા પર લાગ્યો છે. અને આ નવો શોખ તને ક્યારથી જાગ્યો?"
રજત:- "મિષ ચાલ તો અંદર જઈ ને જોઈએ તો ખરા કે મેહાએ શું બનાવ્યું છે."
રજત,રૉકી,મિષ ઘરમાં જાય છે. મેહા પણ દરવાજો બંધ કરી આવે છે.
મિષા રસોડામાં જાય છે.
મિષા:- "સુગંધ તો સારી આવે છે. તું બનાવ. હું રૉકી સાથે સોફા પર બેસીને વાત કરવા જાઉં છું."
રજત રસોડામાં જાય છે.
રજત:- "શું વાત છે? તો મેડમ પકોડા બનાવવા માં બિઝી છે."
મેહા ફ્રીજ ખોલી રજત,મિષા અને રૉકીને જ્યુસ આપે છે. રૉકી અને મિષા રોમાન્સ કરવામાં બિઝી હતા અને રજત મેહા સાથે રસોડામાં હતો.
રજત જ્યુસ પીતા બોલ્યો "કેમ અચાનક પકોડા બનાવવાનો વિચાર આવ્યો?"
મેહા:- "બસ એમજ."
રજત:- "તે દિવસે પ્રાચીના વખાણ કર્યાં હતા એટલે."
મેહા:- "ના એવું કંઈ નથી."
રજત:- "હું તને સારી રીતે જાણું છું."
મેહા:- "રજત મને પાણીની તરસ લાગી છે."
રજત:- "તો હું શું કરું?"
મેહા:- "મારા બંન્ને હાથ બગડેલાં છે."
રજત:- "તો હાથ ધોઈને પાણી પી લે."
મેહા:- "સારું હું બધુ કામ પતાવી પછી પી લઈશ."
"ગુસ્સે શું કામ થાય છે? તું કહેતી હોય તો જ્યુસ પીવડાવુ." એમ કહી રજતે મેહાના હોઠની નજીક જ્યુસનો ગ્લાસ લાવે છે.
મેહા રજતને જોઈ રહી.
રજત:- "મારું એઠું છે ચાલશે ને?"
મેહા:- "ચાલશે નહીં દોડશે."
રજતે મેહાને જ્યુસ પીવડાવ્યું અને વધેલું પોતે પી ગયું.
રજત:- "છેલ્લે છેલ્લે વધારે મીઠું લાગ્યું."
ક્રમશ: