taras premni - 29 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૯



મેહાની વાત સાંભળી રજત અટકી જાય છે.

મેહા રજત પાસે આવે છે.

મેહા:- "રજત સાચું કહું છું. તે દિવસે મારી ઈજ્જત સાથે એ વ્યક્તિએ રમવાની કોશિશ કરી હતી હવે પ્રાચીનો વારો છે.

મેહાએ પ્રાચી તરફ જોઈને કહ્યું "પ્રાચી સંભાળીને રહેજે."

રજત:- "તારે પ્રાચીની ચિંતા કરવાની જરૂર નથી. હું છું પ્રાચીને પ્રોટેક્ટ કરવા."

પ્રાચી:- "પણ મેહા કોણ છે એ વ્યક્તિ?"

મેહા:- "રજતના ગ્રુપની છે."

રજત:- "મેં અંદાજો લગાવેલો જ કે મેહા આ વખતે પણ કંઈક નવો પ્લાન બનાવીને આવી છે. મારા પર molestation જૂઠો આરોપ લગાવેલો ત્યારે પણ પૂરી પ્લાનિંગ કરીને આવી હતી. અને આજે પણ આમાં આની કોઈ ચાલ છે. તે સમયે મને ફસાવ્યો અને આજે મારા ફ્રેન્ડસને ફસાવે છે. એક વાત કાન ખોલીને સાંભળી લે મેહા. મારા ગ્રુપમાં એવું કોઈ નથી જેનાથી પ્રાચીને નુકસાન થાય. મને મારા ફ્રેન્ડસ પર પૂરો વિશ્વાસ છે."

મેહા:- "રજત એવું કંઈ નથી. હું સાચું કહી રહી છું. રજત મારા પર વિશ્વાસ ન કરે તો વાંધો નહીં પણ પ્રાચી તું સંભાળીને રહેજે."

પ્રાચી:- "રજતના ગ્રુપની વ્યક્તિ છે. શું નામ છે એનું?"

રજત:- "પ્રાચી એની વાત સાંભળવાની જરૂર નથી."

મેહા:- "રજત તે દિવસે તનિષાએ તારી બેગમાં બોટલ મૂકી હતી. મને તારાથી દૂર કરવાની કોશિશ કરી હતી હવે તનિષા પ્રાચીને તારાથી દૂર કરવાનો પ્લાન....

રજત:- "listen મેહા તનિષા મારી નાનપણની ફ્રેન્ડ છે. તનિષા ક્યારેય આવું ન કરી શકે. અને તનિષાને શું જરૂર પડી છે આવું કરવાની. પહેલાં મારા પર જૂઠો આરોપ લગાવી મને ફસાવ્યો અને હવે તનિષાને ફસાવવાનો પ્લાન બનાવીને આવી છે."

મેહા:- "તનિષા આ બધું એટલા માટે કરે છે કે તનિષા તને લવ કરે છે."

રજત:- "પ્રાચી આની વાત પર વિશ્વાસ કરવાની જરૂર નથી."

રજત અને પ્રાચી ત્યાંથી નીકળી જાય છે.

એટલામાં જ ત્યાં તનિષા આવે છે.

તનિષા:- "મેં કહ્યું હતું ને કે રજત તારી વાત પર જરા પણ વિશ્વાસ નહીં કરે. ઑહ બિચારી મેહા...શ્રેયસ તો ન મળ્યો પણ રજતને પણ મેં તારાથી દૂર કરી દીધો. જા જઈને ઘરનો એકાદ ખૂણો પકડી લે અને રડ્યા કરજે. Bye."

મેહા ઘરે જઈને વિચારે છે કે "રજતને કેવી રીતના વિશ્વાસ દેવડાઉ કે તનિષા પ્રાચીની ઈજ્જત સાથે રમશે. મારે સાબિતી આપવી પડશે કે તનિષાએ મારી સાથે શું કર્યું હતું. પણ કેવી રીતે. તનિષા જાતે જ સ્વીકાર કરે તો. પણ રજતની સામે તો ક્યારેય સ્વીકાર નહીં કરે. પણ મારી સામે તો સ્વીકાર કરશે. એ સ્વીકાર કરશે કે તરત જ એનો વીડીયો બનાવી લેવા અથવા અવાજ રેકોર્ડિંગ કરી લેવા."

બીજા દિવસે સવારે મેહા કૉલેજ પહોંચે છે.

મેહા:- "તનિષા મારે તારી સાથે વાત કરવી છે."

તનિષા:- "પણ મારે કોઈ વાત નથી કરવી."

મેહા:- "તનિષા તારા ફાયદાની વાત છે."

તનિષા:- "ઑહ કેવી રીતે મારા ફાયદાની વાત છે."

મેહા:- "તને રજત જોઈએ છે ને?"

તનિષા:- "રજતને મેળવવા મને તારી જરૂર નથી."

મેહા:- "તનિષા એકવાર મારી પૂરી વાત તો સાંભળ. જો તને મારો આઈડીયા ન ગમે તો વાંધો નહીં. પણ જો તને મારો આઈડીયા ગમે તો રજત આખી જીંદગી તારો રહેશે."

તનિષા:- "પણ તું આમા મારી મદદ કેમ કરે છે? તને શું ફાયદો થશે?"

મેહા:- "કેમકે મારે પ્રાચી સાથે બદલો લેવો છે. તને ખબર છે ને કે આ કૉલેજમાં હું પરફેક્ટ છું. પણ મારા ફ્રેન્ડસ અને રજતનુ ગ્રુપ પ્રાચીને વધારે માનવા લાગ્યા છે. દરેક જગ્યાએ શૉ ઑફ કરતી ફરે છે. રજત નું ગ્રુપ અને મારા ફ્રેન્ડસ એને પરફેક્ટ માને છે."

તનિષાએ મનોમન વિચાર્યું કે મેહાની વાત તો સાચી છે. પ્રાચી પોતાની વાતોથી અને વર્તનથી રજત અને એના ગ્રુપમાં માનીતી થઈ ગઈ હતી.

તનિષાને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈને મેહાએ તનિષાને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરી.

મેહા:- "જો તનિષા મેં રજત પર જૂઠો આરોપ લગાવ્યો એટલે રજત તો મારો ક્યારેય થવાનો નથી. પણ તારો તો થઈ શકશે. રજતને પ્રાચીથી દૂર કરવામાં હું તારી મદદ કરીશ."

તનિષા:- "ઑકે તારી વાતમાં પોઈન્ટ તો છે."

મેહા:- "ઑકે તો બપોર પછી રિહર્સલ રૂમમાં મળજે મને."

કૉલેજના ગાર્ડનમા વૃક્ષ નીચે ઉભેલી મેહા અને તનિષા પર રજતની નજર જાય છે. રજત વિચારે છે કે આ લોકો તો દુશ્મન હતા. આ બે વચ્ચે આટલી લાંબી અને ઈન્ટરેસ્ટિગ વાત ચાલી રહી છે. રજત ઘણો દૂર હતો. રજત પર નજર જતા મેહા અને તનિષા રિહર્સલ રૂમમાં જાય છે. રજત અને રજતના ફ્રેન્ડસ પણ રિહર્સલ રૂમમાં જાય છે.

રજત તનિષા પાસે જાય છે.

રજત:- "તારી અને મેહા વચ્ચે દોસ્તી થઈ ગઈ છે કે શું?"

તનિષા:- "મારી અને મેહા વચ્ચે દોસ્તી? Impossible..."

રજત:- "એવું છે પણ તમે બંન્ને તો વાતો કરી રહ્યા હતા."

તનિષા:- "ઑહ ગ્રાઉન્ડ પર તે અમને જોયા ને?"

રજત:- "હા એટલે જ તો પૂછું છું."

તનિષા:- "એ તો મેહાએ મને ન સંભળાવવાનું સંભળાવી દીધું. એટલે મેં પણ એને સંભળાવ્યું. એ મારી સાથે ઝઘડો કરે તો હું ન કરું. અમારી વચ્ચે બસ બોલાચાલી થઈ છે. અને તને લાગ્યું કે અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ છે."

બધા ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા આવે છે. રજતની નજર મેહા પર પડે છે. રજતને મેહા લાલ કલરના શોર્ટ ફ્રોક ટાઈપના સિમ્પલ ડ્રેસમાં વધુ સુંદર લાગી રહી હતી. લેક્ચર પૂરો થયો. મેહા તનિષાને ઈશારો કરે છે કે રિહર્સલ રૂમમાં આવજે. રજતની નજર મેહા પર જ હોય છે. રજત વિચારે છે કે "મેહા તનિષાને શું ઈશારો કરે છે?" મેહા ક્લાસની બહાર નીકળે છે. રજત પણ ક્લાસની બહાર ઉભો રહે છે.

રજત વિચારે છે કે જોઉં તો ખરો કે મેહા ક્યાં જાય છે. રજત ક્લાસની બહાર ઉભો ઉભો મેહાને જોય છે. મેહા રિહર્સલ રૂમમાં જાય છે. તનિષા પાસેથી વાત કઢાવવાની એટલે મેહા બેન્ચ પર બેગ મૂકે છે. મોબાઈલ એવી રીતના મૂકી દે છે કે બધું રેકોર્ડ થઈ જાય.

તનિષા તન્વીને ધીમેથી કહે છે "તન્વી મને મેહા પર વિશ્વાસ નથી. તું ચાલને મારી સાથે રિહર્સલ રૂમમાં."

તન્વી:- "તું અને મેહા રિહર્સલ રૂમમાં? પણ શું કામ? તમારી વચ્ચે તો દુશ્મની છે ને?"

તનિષા:- "તું મારી સાથે ચાલ તો ખરી. રસ્તે બધું કહી દઈશ."

તનિષાને પણ રિહર્સલ રૂમ તરફ જતાં જોઈ રજતને પણ આશ્ચર્ય થયું. તનિષા રિહર્સલ રૂમનું બારણું બંધ કરી દે છે.

રજત વિચારે છે "ખબર નહીં આ બે વચ્ચે શું ચાલે છે? મારે શું? જે ચાલે તે." એમ વિચારી રજત લેક્ચર અટેન્ડ કરવા જાય છે.

પાછળથી તન્વી પણ રિહર્સલ રૂમમાં આવે છે.

તન્વી એક બેન્ચ પર બેસી જાય છે.

તનિષા:- "બોલ શું પ્લાન બનાવ્યો છે?"

મેહા:- "પહેલાં મને એ કહે કે તે મને ફસાવવા કેવી રીતે પ્લાન બનાવ્યો હતો?"

તનિષા:- "તારે જાણીને શું કામ છે?"

મેહા:- "તું હજી પણ મારા પર શક કરે છે. હું તો એટલા માટે જાણવા માગું છું કે તે મને કેવી રીતના ફસાવી હતી તેની ઝીણામાં ઝીણી વિગત બોલ. પછી તને મારો પ્લાન સમજાવીશ. શું ખબર તું મને ઝીણામાં ઝીણી વિગત કહીશ અને એના આધારે મને બીજા બે ત્રણ આઈડિયા આવી જાય."

તનિષા ઝીણામાં ઝીણી વિગત મેહાને કહે છે. તનિષાનો વીડીયો અને એનો અવાજ મોબાઈલમાં રેકોર્ડ થઈ રહ્યો હતો.

મેહાને રાહત થઈ કે બધું રેકોર્ડ થાય છે. હવે તનિષાનો વીડીયો રજતને બતાવીશ.

મેહા અને તનિષાની વાત પૂરી થતા તનિષાએ કહ્યું "ચલ તન્વી જલ્દી. લેક્ચર શરૂ થવાનો છે."

તન્વી ઝડપથી ઉભી થઈ તનિષા પાસે આવતી હતી કે તન્વીથી મેહા નું બેગ નીચે પડી જાય છે.

મેહા થોડી ગભરાઈ ગઈ કે ક્યાંક તન્વીના હાથમાં મોબાઈલ આવી ન જાય.

તન્વી નું ધ્યાન મોબાઈલ પર ગયું. મેહા મોબાઈલ લે એ પહેલાં તન્વીએ મોબાઈલ જોયો. મોબાઈલમાં બધું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું.

તન્વી:- "તનિષા મેહાએ તારું રેકોર્ડિંગ કર્યું છે."

તનિષાએ આખું રેકોર્ડિંગ જોયું.

તનિષા:- "હું તો તને એકદમ ડમ સમજતી હતી પણ તું તો બહુ ચાલાક નીકળી મેહા. સારો પ્લાન હતો મને ફસાવવાનો. આ રેકોર્ડ બતાવીને તું રજતને આપવાની હતી. રાઈટ?"

મેહા પોતાનું બેગ લેતા બોલી "ના ના એવું કંઈ નથી. અને આ મોબાઈલ તો ભૂલથી ચાલું થઈ ગયો હશે."

મેહા તનિષા પાસે પોતાનો મોબાઈલ લેવા ગઈ.

મેહા:- "પ્લીઝ તનિષા મારો મોબાઈલ આપી દે."

તનિષાએ રેકોર્ડ ડીલીટ કરી દીધું.

તનિષા:- "તન્વી મેહાનો મોબાઈલ તારી પાસે રાખ."

તનિષા:- "તે મને ફસાવવાની કોશિશ કરી છે. આનો બદલો તો હું લઈને જ રહીશ."

મેહા:- "તન્વી મારો મોબાઈલ મને આપી દે."

"જો આ તનિષા કેવો બદલો લેય છે તે." એમ કહી તન્વીને મેહાના હાથ પકડવા કહ્યા. તન્વી અને તનિષાએ મેહાના હાથ પકડ્યા. મેહાનો લાલ ડ્રેસ પાછળથી તનિષાએ ફાડી નાંખ્યો.

મેહાની આંખમાં આંસુ આવી ગયા. મેહા દિવાલને અડીને ઉભી રહી ગઈ.

તનિષા:- "હવે જોઉં છું તું કેવી રીતના બહાર જાય છે. ચાલ તન્વી."

તનિષા અને તન્વી બહાર જતા રહે છે.

તન્વી:- "મેહાના મોબાઇલનું શું કરવું છે?"

તનિષાએ મેહાનો મોબાઈલ લીધો અને મોબાઈલને સ્વીચ ઓફ કરી દીધો. ક્લાસની બહાર રહેલા ડસ્ટબીનમા મેહાનો મોબાઈલ ફેંકી દીધો.

તનિષા અને તન્વી લેક્ચર અટેન્ડ કરવા ક્લાસ તરફ જાય છે.

રજત મેહા વિશે વિચારી રહ્યો હતો. હજી સુધી તનિષા અને મેહા ન આવ્યા. ક્યાંક મેહા તનિષાને કંઈ નુકસાન ન કરે. રજત તનિષાને શોધવા ક્લાસની બહાર નીકળ્યો. ત્યાં જ તનિષા રજતને સામે મળે છે.

રજત:- "હું તમને લોકોને જ શોધતો હતો. ક્યાં રહી ગયા હતા બંને?"

તનિષા:- "બસ થોડું ઠંડું પીવા કેન્ટીનમા ગયા હતા."

રજત વિચારતો હતો કે હમણાં પંદર મિનિટ પહેલાં તો તનિષા અને મેહાને રિહર્સલ રૂમમાં જતા જોઈ. અને તનિષા તો કેન્ટીનમા ગઈ હતી. રજતે આમતેમ જોયું પણ મેહા નજરે ન પડી.

બધા લેક્ચર અટેન્ડ કરે છે.

રજતને મેહાનો વિચાર આવ્યો. આટલા વર્ષમાં પહેલી વાર એવું બન્યું હશે કે મેહાએ કોઈ લેક્ચર અટેન્ડ ન કર્યો હોય. તો મેહા ક્યાં રહી ગઈ. રજતને થોડી ચિંતા થવા લાગી.

રજત મનોમન વિચારે છે કે મેહા તો લુક ચેન્જ કરીને ઉપરથી સ્માર્ટ દેખાય છે. પણ અંદરથી તો મેહા ભોળી જ છે ને? ભોળી મેહા...રજત તું શું વિચારે છે. મેહા ભોળી હોત તો તારા પર molestation નો આરોપ થોડી લગાવત. મેહા તો ચાલાક છે. ચાલાક હોય કે ભોળી પણ મને તો મેહાની ચિંતા થાય છે.

લેક્ચર પૂરો થયો.

મિષા:- "અરે મેહા ક્યાં જતી રહી છે? કલાકથી ગાયબ છે."

રૉકી:- "હા મેહાને બપોર પછી જોઈ નથી."

તનિષા:- "રૉકી મેં મેહાને બહાર જતાં જોઈ હતી. કદાચ ઘરે જતી રહી હશે."

મિષા:- "ના ના મેહા આટલી જલ્દી ઘરે ન જાય."

રજતને યાદ આવ્યું કે મેહા ઘરથી તો દૂર ભાગે છે તો આટલી વહેલી ઘરે શું કરવા જવાની?

મિષાએ ફોન લગાવ્યો.

મિષા:- "મેહાનો ફોન તો સ્વીચ ઓફ આવે છે."

મિષા,પ્રિયંકા અને નેહાને ચિંતા થઈ રહી હતી.

રૉકી:- "મિષા ટેન્શન ન લે. આપણે મેહાને શોધીએ."

પ્રિતેશ:- "મેહા કૉલેજ પછી ક્લબમાં જાય છે. ચાલો બધાં ક્લબો માં તપાસ કરીએ અને આસપાસના વિસ્તારમાં પણ."

બધા મેહાને શોધવા જતા હતા.

રૉકી:- "રજત ઉભો ઉભો શું વિચારે છે? ચાલ મેહાને શોધવા."

રજત:- "તમે જાઓ. હું બસ આવું જ છું."

તનિષા અને તન્વી રૉકી સાથે જઈ મેહાને શોધવાનું નાટક કરવા લાગ્યા.

રજતને અહેસાસ થયો કે મેહા ચોક્કસ કોઈ મુશ્કેલીમાં છે. રજતે મેહાને છેલ્લી વાર રિહર્સલ રૂમ તરફ જતા જોઈ હતી. મેહા એ જ વિચારતી હતી કે અહીંથી બહાર કેમ કેમ નીકળવું. મેહાએ હેલ્પ માટે મદદ પણ માંગી હતી પણ ક્લાસ ખાસ્સાં દૂર હતા. મેહા થોડી ગભરાઈ ગઈ હતી. મેહાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. મેહા રજતને તીવ્રતાથી અને સાચા દિલથી યાદ કરવા લાગી.

રજત રિહર્સલ રૂમ તરફ જાય છે.

રજતને ચાલતા ચાલતા અહેસાસ થયો કે મેહા પોતાને યાદ કરે છે.

રજતે રિહર્સલ રૂમ ખોલ્યો. રજતે આસપાસ નજર કરી. મેહા એક ખૂણામાં બેસી રડી રહી હતી.
રજતને મેહાના ડૂસકાં સંભળાયા.

રજત મેહાની પાસે ગયો.

રજત:- "મેહા શું થયું?"

મેહા કંઈ બોલતી નથી.

રજત મેહાનો હાથ પકડી ધીમેથી ઉઠાડવાની કોશિશ કરે છે પણ મેહા ઉઠતી નથી.

મેહા:- "રજત મિષાને બોલાવી લાવ."

રજત:- "મેહા આખી કૉલેજ છૂટી ગઈ છે. કૉલેજમાં કોઈ નથી. તારા ફ્રેન્ડસ તને શોધવા ગયા છે. કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહી શકે છે."

મેહા થોડી મૂંઝવણમાં મૂકાઈ ગઈ.

મેહાનો એક હાથ પાછળ હતો.

રજત:- "મેહા શું થયું છે પાછળ. મને બતાવ."

મેહા:- "કંઈ નહીં રજત. પ્લીઝ તું જા."

રજત:-"મેહા મારી સામે જો. અને મને કહે કે શું થયું છે?"

મેહા તો રજતની આંખોમાં જોઈ રહી.

મેહા પાંપણો ઝૂકાવીને બોલી "રજત મારો ડ્રેસ પાછળથી ફાટી ગયો છે."

રજત:- "સેફ્ટીપીન છે."

મેહા:- "મારા બેગમાં છે."

રજત સેફ્ટીપીન લઈ આવ્યો.

મેહા:- "રજત હું કરી લઈશ."

રજત:- "મેહા હું છું ને."

મેહા:- "રજત પહેલાં તારી આંખ બંધ કર."

રજત:- "મેહા હું આંખ બંધ કરીશ તો પીન કેવી રીતના લગાવીશ. મેહા રિલેક્ષ. પાછળ ફર."

મેહા:- "રજત..."

રજત:- "મેહા મને ખબર છે તું શું વિચારે છે? વધારે વિચાર ન કર. હું તો તારી મદદ કરવા આવ્યો છું. હું જોઈ પણ લઉં તો શું વાંધો છે. મારો તો હક્ક છે ને તને આવી રીતના જોવાનો."

આ સાંભળી મેહા તો શોક્ડ થઈ ગઈ.

રજતે મેહાને પાછળ ફેરવી. રજતે મેહાના વાળ આગળ કર્યાં. રજતે મેહાની પીઠ જોઈ. ખાસ્સો ડ્રેસ ફાટી ગયો હતો. રજતે મેહાના ડ્રેસમાં સેફ્ટીપીન લગાવી. સેફ્ટીપીન લગાવતી વખતે મેહાની પીઠ પર રજતની આંગળીઓનો સ્પર્શ થયો.

રજતે પોતાનું જેકેટ કાઢી મેહાને પહેરાવી દીધું.

રજત:- "કોઈને ફોન તો કરવો જોઈએ."

મેહા:- "મોબાઈલ મારી પાસે નથી."

રજત:- "તો ક્યાં છે?"

મેહા:- "મને ખબર નથી."

રજત:- "મેહા કોણે કર્યું આ?"

મેહા:- "તું મારી વાત વિશ્વાસ નહીં કરે."

રજત:- "તનિષા અહીં આવી હતી?"

મેહાએ રજતની આંખોમાં જોયું.

રજત સમજી ગયો કે તનિષાએ કર્યું છે.

રજત મેહાનો હાથ પકડી મેહાને બહાર લઈ આવ્યો.

રજત:- "મોબાઈલ આસપાસ જ હશે."

મેહા અને રજતે આમતેમ જોયું.

રજતની નજર ડસ્ટબીનમા ગઈ. ડસ્ટબીનમાથી મોબાઈલ લીધો.

રજતે રૉકીને ફોન કરી કહી દીધું કે મેહા મારી સાથે છે. રૉકીએ બધાને જણાવી દીધું.

રજત અને મેહા બાઈક પાસે ગયા.

મેહા:- "રજત તે અંદર શું કહ્યું. મારે ફરીથી સાંભળવું છે. તું શું કરવા મારા પર હક્ક જતાવતો હતો એનો મતલબ શું છે? મતલબ કે તું હજી પણ મને...

રજત:- "ના હું તને નથી ચાહતો. સાંભળી લીધું ને? ચલ હવે."

મેહા રજતના ખભા પર હાથ રાખી બેસી ગઈ.

રજતે બાઈક સ્ટાર્ટ કરી. મેહા અને રજત બંને નજર અરીસામા એકબીજાને જોઈ લેતા. મેહાને એક પળ માટે લાગ્યું કે રજતને વળગી પડે. પણ જો હું વળગી પડું તો રજત ક્યાંક ગુસ્સે ન થઈ જાય. તે દિવસે પણ મારો હાથ છોડાવી દીધો હતો. થોડીવાર પછી મેહાએ હળવેથી રજતની પીઠ પર માથું ટેકવ્યું.

રજતે બ્રેક મારી.

રજત:- "મેહા શું કરવાની કોશિશ કરે છે? હું સારી રીતે સમજું છું કે તું શું કરવાની કોશિશ કરે છે.
લિસન મારી નજીક આવવાની કોશિશ પણ કરતી નહીં સમજી? હું ફક્ત પ્રાચી અને પ્રાચીને ચાહું છું."

આટલા દિવસ સુધી રજત મેહાને ઈગ્નોર કરી રહ્યો હતો. રજત પ્રાચી નું નામ લઈને મેહાને જેલીસ ફીલ કરાવતો. બધા હોય ત્યારે મેહા રડી તો નહોતી શકતી પણ આજે રજત અને મેહા બે જણ હતા. રજતની વાત સાંભળી મેહાની આંખમાંથી આંસુ ટપકી પડ્યા.

મેહા બાઈક પરથી ઉતરી ચાલવા લાગે છે.

રજત:- "મેહા ક્યાં જાય છે?"

મેહા:- "જ્યાં જાઉં ત્યાં તારે શું છે? તું પ્રાચીને ચાહે છે ને? તો જા પ્રાચી પાસે. શું કરવા મને બચાવવા આવ્યો."

રજત:- "મેં એવું તો શું કહી દીધું કે રડવા લાગી. મેહા ચૂપચાપ બાઈક પર આવીને બેસી જા."

મેહા:- "મારે નથી આવવું તારી સાથે. હું મારી મેળે જતી રહીશ."

મેહા ચાલવા લાગે છે.

રજત મેહાનો હાથ પકડી લે છે.

રજત:- "છેલ્લી વાર પૂછું છું. જો તું મારી સાથે નહીં આવે ને તો ફરી તારી પાછળ ક્યારેય નહીં આવું. અને તું મને જાણે છે કે હું કેવો છું તે. તો વિચારી લેજે."

રજત બાઈક સ્ટાર્ટ કરે છે.

મેહાને લાગ્યું કે કદાચ રજત સાચ્ચે જ જતો રહેશે તો.

મેહા રજતની બાઈક પર બેસી ગઈ.

મેહા:- "રજત હું તને ખોવા નથી માંગતી."

મેહા બાઈક પર બેસી જાય છે.

સ્પીડ બ્રેકર આવતા રજત બ્રેક મારે છે. રજતની પીઠ સાથે મેહા નું માથું સ્હેજ ભટકાયું. મેહાથી અનાયાસે જ રજતની પીઠ પર માથું ટેકવાય ગયું. એક ક્ષણ માટે મેહાને રજત સાથે વળગી પડવાનું મન થયું. પણ મેહાને ફરી વિચાર આવ્યો કે રજતને એમ ન લાગે કે હું એની નજીક આવવાની કોશિશ કરું છું. મેહા અચકાઈ ગઈ. મેહા રજતથી થોડી દૂર બેઠી.

રજતે અરીસામાં નજર કરી.

રજત:- "મેહા કેમ અચકાઈ ગઈ? જેમ બેઠી હતી તેમ જ બેસી જા."

રજતની વાત સાંભળી મેહાએ રજતની પીઠ પર માથું ટેકવી દીધું.

ક્રમશઃ




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED