Shikaar - 37 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૩૭

શિકાર
પ્રકરણ ૩૭
સેમને હોટલ છોડી આકાશ તો સીધો જ અમદાવાદ તરફ ભાગ્યો હતો.. બે ત્રણ દિવસ થઇ ગયા ગૌરી ને મળે અહીં જો કે ઘટનાઓ જ ઉપરાછાપરી બની રહી હતી કે એ બાજુ જવાય એમ જ નહતું અત્યારે ય એને ચોટીલા પહોંચ્યા પછી એને યાદ આવ્યું કે આજે મામા કાંઈક નવું કરવાના હતાં કાંઈક SD ચોંકે એવું... એ સંજોગોમાં આમ એનું જવું ઠીક રહેશે ...!???? એનો પગ બ્રેક પર આપો આપ ગયો....
પણ એને મુંઝવણ તો હતી જ કે હવે એની પાસે કોઈ બહાનું પણ ન હતું આજે SD ની ઓફીસમાં હોય દર વખતે મામાનો ફોન કે કુરિયર આવ્યું હોય એ વખતે યોગાનુયોગ હાજર રહેવું શક્ય નથી જ.... એણે ગાડી સાઇડમાં કરી સ્ટિયરીંગ પકડી બેસી રહ્યો પંદરેક મિનિટ .....
પણ ગૌરી તરફનું ખેંચાણ હાવી રહ્યું, અને આકાશ ઉપડ્યો ગૌરી ને મળવા...
******************* *******************
આ તરફ શ્વેતલ ઉપડ્યા દિવાનસાહેબ પાસે , એણે બે ગણતરી માંડી એક તો આ બ્લેકમેઇલર અંગે એમના અનુભવનો લાભ લેવો અને જો એ જ શંકાસ્પદ લાગે તો...... શ્વેતલ કવર હાથમાં રાખી જ થંભી ગયાં... એને શું કામ બતાવવું?
પણ જો એ જ હોય તો એનાથી કવર શું કામ સંતાડવું?? એણે શર્ટના બટનનો સ્પામ કેમેરો ઓન કર્યો આપણે તો એમના હાવભાવ નોંધવા જ છે જે હશે એ બહાર આવશે જ....
"અરે શ્વેતલભાઇ આવ ભાઇ આવ.."
"દિવાન સાહેબ... બિઝી ન હોવ તો... "
"આવ ને ભાઇ બોલો , તમારા કામ માટે જો હું બહાનું કાઢું તો ધર્મરાજસિંહને માઠી લાગી જાય .."
"આગળ તમે કહ્યું હતું,તેમ જ એક ચાલ ચાલી જ છે એણે.."
"શું થયું પાછું ..?"
જો કે કવર તો એ ઓળખી જ ગયાં હતાં ,પણ એ તરફ ધ્યાન જ ના આપ્યું શ્વેતલભાઇ એ કવર ખોલ્યું ,અંદર થી ફોટો કાઢી મુક્યો દિવાનસાહેબ સામે
"આ તો ફોટો છે આમાં ક્યાં કાંઇ છે જ મને એ ખબર નથી પડતી SD આવી ક્ષુલ્લક બાબતો માટે ...."
"આ ફોટો ક્ષુલ્લક નથી ..." શ્વેતલ વચ્ચે જ બોલી ઉઠ્યો
"તો?? પીળો પડી ગયેલો ચાલીસેક વર્ષ જુનો ફોટો ન જાણે કોનો ય હશે??? "
"એ જહાજ ના કેપ્ટન નો ફોટો છે જે બધા ગરાસદારો રાજકુટુંબની મિલકત લઇ જવાનો હતો... "
"ઓહ!! "
"હા અને સાથે આ પત્ર પણ હતો.."
દિવાનસાહેબ એ પત્ર વાંચ્યો એમણે જ ટાઈપ કરેલો .... "કાંઇ લખ્યું નથી એણે કોઇ માંગણી કે કશુંય ...."
"હા એ જ તો એ અધ્યાહાર રાખ્યું છે .."
"એને એક ફદીયુ ય ન દેવાય આ ફોટો માટે ..."દિવાનસાહેબ મક્કમતાથી બોલ્યા પછી ઉમેર્યું ,
" એ કેપ્ટન નો ફોટો હોય તેથી શું સાબિત કરી લેશે એ તો બધું બધાને ખબર જ હતી... "
"એને કેટલી ખબર છે એ આપણે ક્યાં જાણીએ છીએ ? કેપ્ટન ખાલી કેપ્ટન જ નહોતો એ સાક્ષી હતો, એ પછી પણ દરિયામાંથી માલ કઢાવવા સુધી અંદર સામેલ હતો..."
શ્વેતલ ભાઈ જો સમજો એ બધું ય તે એવું કાંઇ નથી કે.... "
" પણ કાંઈક એવું તો હોય ને જે આપણને પણ ન ખબર હોય....? "
"આપણને એટલે?? "
"એટલે કે મને પણ... "
"ટુંકમાં , કાંઈક સસ્પેક્ટેડ એવું તો છે જ જે મને નથી કહેવાયું ...જો કે , જરૂર પડે તો જ કહેવું જોઇએ ચલો હવે રાહ જોવી રહી કે એ કેટલા માંગે છે? "
"રકમ એની વધતી જ જાય છે એટલે .."
"પચ્ચાસ લાખ? "
"બની શકે ...."
"ચલો જોઇએ ..."
"પણ આ વખતે સીધી હા ન પાડી દેતા ..."
ત્યાં જ દિવાનસાહેબ નો ફોન રણકી ઉઠે છે ..
"હેલ્લો !"
"દિવાનસાહેબ મારો એક સંદેશો તમારે કોઇકને પહોંચાડવાનો છે .."
"મારી જોડે એવા ફાલતુ કામ માટે સમય નથી હું ઓળખ વગરના સાથે વાત નથી કરતો .."
"સંદેશો અગત્યનો છે ...SD ને પહોંચાડવાનો છે ..."
"ભાઇ SD house અલગ જગ્યાએ છે આ ધર્મરાજ ગૃપની ઓફિસ છે.. "
SD નું નામ આવતાં શ્વેતલ ચોંક્યો પણ દિવાનસાહેબ એ મોઢા પર આંગળી રાખી શાંત રહેવા સુચવ્યું
"તમારા મિત્ર છે એ.."
"જો ભાઇ મુદ્દા પર આવ તું કોણ છું ને કામ શું છે ?"
"ચલો મુદ્દા પર આવું , તમારા પાર્કિંગ માં મારી સફેદ ફ્રન્ટી પડી છે આમ તો હિમાચલ પાસીંગ ની જેની ચોરીની ફરિયાદ પણ થઇ ચુકી છે એ કાર મૂકી હું તમારી કાર ઉઠાવી ચૂક્યો છું.... "
"નાલાયક સાલા મારી ગાડી લઈને ગયો પાછો મને ફોન કરે છે???? કોણ છે તું ક્યાં છે બે દિવસ મા જો... "
" દિવાનસાહેબ શેખી નહી મારવાની બહુ .. હવે હું કહું એ સાંભળો મારી ગાડીમાં મારા માટે કોઈ પૈસા નાંખી જશે જે તમારે મને પહોંચાડવાના છે ને ગાડી પાછી લઇ જજો તમારી... "
"શેના પૈસા??? "
"એ બધું હું પછી કહીશ....."
ફોન કપાઈ ગયો ..... શ્વેતલ આંખ ફાડી જોઇ રહ્યો એણે ધાર્યુ હતું કાંઈક ને થયું કાંઇક
દિવાન સાહેબ નો ચહેરો લાલ થઇ ગયો હતો હાથ કાંપતા હતાં એણે ચોકીદાર ને બોલાવ્યા
"રામસિંહ .."
"આપણી ગાડી ક્યાં??"
"એ તો ગેરેજ વાળા લઇ ગયા અને એક ગાડી મુકતા ગયા છે અને કહ્યું છે કે દિવાનસાહેબ ને થોડી અગવડ પડશે પણ બે દિવસ આ ગાડી થી ચલાવી લેજો... "
"શ્રીરામ મોટર્સ માંથી આવ્યાં હતાં!? "
"ના ઓટોસ્વેપ એજન્સી અમદાવાદ ... "
" તે મને કહ્યું કેમ નહી ??" બાપુ સાહેબનો કાગળ લઈ આવ્યા હતાં .."
"ધર્મરાજસિંહનો કાગળ..?"
"હા ... સાહેબ!
"ઠીક છે જા ..."
ધર્મરાજ સિંહ ને ફોન લગાવતાં પહેલા જ શ્વેતલ સામે જોઈ કહ્યું જે કોઇ છે એ છે ખતરનાક ..."
ધર્મરાજ સિંહ સાથે વાત કરતાં
"હેલ્લો "
"બોલો ને દિવાનસાહેબ .."
"ગાડી રીપેર વાળાને તમે?
"અરે રીપેર વાળા નહી એક્સચેન્જ વાળા જ હશે તમારા માટે બીજી ગાડી જ આવશે... "
" પણ એ કોણ છે એની માહિતી મળશે??? અહીં એક ગરબડ થઇ છે ..."
"કેમ શું થયું??! "
હું તમારી ઓફિસમાં આવું છું ને બધું કહું છું... "
ફોન મુકી શ્વેતલભાઇ તરફ જોઈ કહ્યું," તમે તમારી ઓફિસે પહોંચો આગળ ત્યાં જ તમને મેસેજ મળશે કદાચ આ વખતે એને જવા નથી દેવો... "
શ્વેતલભાઇ માટે બીજો કોઈ રસ્તો જ નહોતો એ ઓફિસ ભણી ઉપડ્યા .....
અને દિવાન સાહેબ શાંતિ થી પગ લંબાવી બેઠા પોતાની ચેર પર.... એમણે તો ગોઠવેલી માયા હતી આ..
ફોન ઉપાડ્યો આગળ શું કરવાનું છે એની સુચના આપવા લાગ્યા... અને પછી ધર્મરાજસિંહને વાત કરવા એમની ઓફીસમાં ગયાં..
ધર્મરાજ સિંહ ની ઓફીસમાં શ્વેતલભાઇ ને જવાનું હતું પણ એ તો સીધા SD house ભાગ્યા... SD એમની રાહ જોતાં જ બેઠા હતાં જે જે થયું એ શબ્દશઃ કહ્યું...
" પણ, તારે ધર્મરાજસિંહને મળી ને તો આવવું હતું? "
"પણ, દિવાનસાહેબ પણ જવાના હતાં એટલે મને એમની હાજરી માં વાત કરવી યોગ્ય ન લાગી.. "
" ઠીક છે, હું એમને વાત કરી લઉં છું.."
આ વાતચિત હજું પુરી જ થઈ હતી ત્યાં સામેથી ફોન આવ્યો ધર્મરાજસિંહનો જ...
"હેલ્લો SD ! આ હું શું સાંભળું છું તમારે મને કહેવું તો જોઈતું હતું પહેલાં? "
"અરે ના આ ક્યાં એવી મેટર હતી આ તો સામે નથી આવતો બાકી તો બધું ફોડી લીધું હોત... "
"મેં પેલા ઓટોસ્વેપ એજન્સી માં પુછપરછ કરાવી લીધી પણ એ તો કહે છે આવતીકાલની ડેટ છે તમારી તો ... મેં એમને એમનો લેટરની કોપી બતાવી પણ એમાં ય ડેટ આવતીકાલની જ હતી પણ અહીં કોઇ એ જોયું જ નહી ઇવન મારૂં ધ્યાન પણ ન ગયું.... અને ..."
"ઓહ! "
"દિવાનસાહેબ નું કહેવું એવું છે કે એમને ગાડીમાં રસ નહી હોય એમને તો જે તે પડાવવા ના છે એ તમારી પાસે જ પડાવશે એટલે તમારા ઉપર મેસેજ કે કોલ આવે પછી જ કાંઈક કરી શકાય હવે તો... "
"પણ આ રમત શું કામ કરતો હશે .."
"જે કાંઈ આગળ થાય એ મને અથવા દિવાનસાહેબ ને કહેજો.."
"એ ભલે... "
******************* ******************
આ બધા થી દૂર આકાશ અમદાવાદ પહોંચવા આવ્યો એની મંઝીલ ફિક્સ હતી દાદાસાહેબ ના પગલા પાસે નો સુમસામ રસ્તો ... કોલેજથી પરત આવતી ગૌરી ની કાર એણે આંતરી ....
કાર માંથી ગ્રીન ટોપ બ્લૂ જીન્સમાં ગૌરી બહાર નીકળી , ગૌર વર્ણ શ્યામલ ખુલ્લા લહેરાતા કેશ આછી ગુલાબી લિપસ્ટિક થી આચ્છાદિત હોઠ ગૌરી નજીક નહોતી આવતી પ્રણયની મૌસમ જ જાણે પાસે આવતી હતી ...
(ક્રમશઃ....)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED