Ae kon hati ? books and stories free download online pdf in Gujarati

એ કોણ હતી?

"એ કોણ હતી?" એ દિવસે મોડી રાત સુધી રવિ મોબાઇલ માં વેબ સિરીઝ જોતો હતો. રાત્રિ ના એક વાગવા આવ્યા હતા.. એ વખતે રવિ ના મોબાઈલ માં વોટ્સએપ પર એક અજાણ્યો મેસેજ આવ્યો... ' કનક, કંચન અને કામિની થી સાવચેત રહેવું.આવનાર દિવસ ભારે છે.' .... આ મેસેજ વાંચી ને રવિ ને નવાઈ લાગી..કોણ છે? આ અજાણ્યો મેસેજ કરનાર..રવિ એ વોટ્સએપ ની પ્રોફાઈલ જોઈ.. કોઈ અનામિકા નામ હતું..રવિ ને લાગ્યું કદાચ આ મેસેજ કરનારે ભુલ થી કર્યો હશે.રવિ ને આખી રાત ઉંઘ વ્યવસ્થિત રીતે આવી નહીં. સવારે તૈયાર થઈ ને નવ વાગે નિકળવા જતો હતો.. ત્યારે એના એકાઉન્ટ માં ₹૨૦ આવ્યા નો મેસેજ આવ્યો.. રવિ ને નવાઈ લાગી..કોણ હશે? પછી જોઈશ.. હવે મોડું થાય છે..રવિ મનમાં બબડ્યો... એટલામાં રવિ ના મોબાઈલ માં એક મેસેજ આવ્યો..કે તમારા ગુગલ પે એકાઉન્ટ માં ભુલ થી ₹૨૦ જમા થયા છે..આ સાથે મારા એકાઉન્ટ ની લીંક મોકલી છે..એ ક્લિક કરી ને મારા₹૨૦ મોકલજો. રવિ આમ પણ ઉતાવળ માં હતો... એણે ઓનલાઇન ફ્રોડ ના કેસ વાંચ્યા હતા.. એને તરત રાત નો અજાણ્યો મેસેજ યાદ આવ્યો...કનક, કંચન..... રવિ એ કોઈ જવાબ આપ્યો નહીં..... વિચાર્યું કે કદાચ કોઈ ના ₹૨૦ આવ્યા હશે તો ઓફિસ જતા કોઈ ગરીબ ને ₹૨૦ નું ખાવાનું આપીશ. રવિ ઓફિસ પહોંચી ગયો.કામ ઘણું હતું પણ એનું મન તો એ અજાણ્યા અનામિકા ના મેસેજ માં જ રહ્યું.. બપોરે લંચ પછી રવિ ના બોસે એમની કેબિનમાં બોલાવ્યો.. ત્યારે એમની કેબિનમાં કોઈ ક્લાયન્ટ બેસેલો હતો.. બોસે કહ્યું..આ સાહેબ ₹ એક લાખ આપે છે એ સાચવી ને તારી તિજોરી માં મુકી રાખો.કાલે બેંક માં જમા કરાવી આવજે.. રવિ ને થોડી શંકા ગઈ..કે આ બે નંબર ના તો નથી ને!.. રવિ બોલ્યો," સર,આજે તો મારા કબાટ ની ચાવી ભુલી ગયો છું..આ એક લાખ રૂપિયા નું કોઈ લખાણ?". આ સાંભળી ને બોસ ગરમ થયા..રવિ ને કેબિન ની બહાર ધકેલી દીધો.... રવિ કેબિન ની બહાર નીકળી ને પોતાના ટેબલ પર બેઠો છે એટલા માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ના માણસો બોસ ની કેબિનમાં ધસી ગયા..... આજે રવિ અગમચેતી ના કારણે બચી ગયો.. એણે મનમાં ને મનમાં એ અનામિકા નો આભાર માન્યો. ઓફિસ માં થોડું મોડું થયું હતું રવિ બાઈક લઈને ઘરે આવતો હતો.અંધારુ થયું હતું . રસ્તા માં અવર જવર નહીવત હતી.....રવિ બાઈક લઈને આવતો હતો એ વખતે રસ્તામાં એક યુવતી લિફ્ટ માટે ઈશારો કરતી હતી...... રવિ ને દયા તો આવી ..પણ .. કંચન.. કામિની... કયું રૂપ દેખાડે!.. રવિ એ બાઈક મારી મુકી........ બીજા દિવસે સવારે રવિ એ બે ન્યુઝ વાંચ્યા..એક સરકારી ઓફિસર લાંચ લેતા પકડાયો.... બીજા ન્યૂઝ... રસ્તા પર લિફ્ટ માંગતી યુવતી જે લિફ્ટ આપનાર ને લૂંટી લેતી હતી.એને અને એના બે સાથીદારો ને પોલિસે પકડ્યા... ... રવિ એ એ અનામિકા નો મનમાં આભાર માન્યો..... એને થયું એ કોણ હશે? જે આ મેસેજ કરતી હશે.!!.... થોડી વારમાં ફરી થી અનામિકા નો મેસેજ આવ્યો... જોયું ને સાવચેતી જ બચાવે છે.મને ઓળખી? ..યાદ છે દસ દિવસ પહેલા રાત્રી ના સમયે હું એકલી સીટી બસ માટે સ્ટેન્ડ પર ઉભી હતી.. ત્યારે તમે બસ માટે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા..... રસ્તા પર અવરજવર નહોતી..બસ દેખાતી નહોતી.. એટલામાં એક બાઈક પર બેસેલા બે આવારા છોકરા આવ્યા..મારી મશ્કરી કરતા..એક જણે મારો દુપટ્ટો ખેંચ્યો. મેં ચીસ પાડી..બચાવો.... અને તમે ઝડપ થી એ બે આવારા છોકરાઓ ને કરાટા ના ચોપ મારી પાડી દીધા..ગભરાયેલા એ બે જણ બાઈક લઈને ભાગી ગયા...... એટલામાં સીટી બસ આવી.... આપણે બસ માં બેઠા.તમે મને સાંત્વના આપી... મેં થેંક્યું કહ્યું..યાદ છે..ને!'.... આ મેસેજ વાંચી ને રવિ ને એ પ્રસંગ યાદ આવ્યો..એ..આ.. અનામિકા.... એણે તો મને મદદ કરી કહેવાય.. એણે મારો ઉપકાર નો બદલો ઉપકાર થી વાળ્યો.. જ્યારે મલશે ત્યારે એને હું પણ થેંક્યું કહીશ......રવિ ને એ નંબર પર ફોન કરવાનો વિચાર આવ્યો.રવિ એ એ અજાણ્યો નંબર લગાડ્યો..... સામે થી જવાબ આવ્યો..આ નંબર ટેમ્પરરી બંધ છે........... આ વાત ને પાંચ દિવસ થયા...રવિ ની બાઈક સર્વિસ માં આપી હતી..એટલે એણે ઓફિસ જવા રિક્ષા કરી..... રસ્તા માં એને અનામિકા ના વિચારો આવતા હતા... રિક્ષા જતી હતી એ વખતે સીટી બસ સ્ટેન્ડ પર કોઈ યુવતી રિક્ષા ઉભી રાખવાનો ઈશારો કરતી હતી.. રવિ ની નજર પડી...એ...કદાચ.. અનામિકા..જ...રવિ એ રિક્ષા ઉભી રાખી.. એ યુવતી પાસે આવ્યો.. બોલ્યો..હાય.. અનામિકા.. હું..રવિ... આ સાંભળી ને પેલી યુવતી ચોંકી ગઈ. બોલી..જુઓ મિસ્ટર તમે અનામિકા ને કેવીરીતે ઓળખો? હું અનામિકા નથી. રવિ બોલ્યો ,"ચાલો તમે રિક્ષા માં બેસો આપણે અંદર બેસી ને વાતો કરીશું." ના.ના.. હું અજાણ્યા સાથે..ના બેસું." રવિ બોલ્યો," કાલે અનામિકા નો મેસેજ હતો.આ મેસેજ ના કારણે હું બચી ગયો.". "સારૂં સારૂં.. હું રિક્ષા માં બેસું છું.. અને બધી વાત કરું છું.". એ યુવતી રવિ સાથે રિક્ષા માં બેસી. પછી બોલી..' મારું નામ અનુ છે.અનામિકા મારી બહેન છે. અમે જોડિયા બહેનો છીએ..અને હા.. અનામિકા તો દસ દિવસ પહેલા જ મૃત્યુ પામી છે." હવે રવિ આ સાંભળી ને ચોંકી પડ્યો.... ના..ના.. એવું ના હોય ..મને મેસેજ કર્યા છે જુઓ આ મારો મોબાઈલ.... આ સાંભળી ને અનુ રડી પડી..બોલી..દસ દિવસ પહેલા એ ટ્રેન ના પાટા ક્રોસ કરતી હતી એ વખતે ટ્રેન ની હડફેટે આવી હતી."......... આજે પણ રવિ ને પ્રશ્ન થાય છે કે..તો પછી આ મેસેજ કરનાર એ કોણ હતી?....@કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED