Rakhi - 11 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 11

આગળ જોયુ એમ, અદિતીએ ધાનીની જીદ વિશે વાત કરી બને એટલુ જલ્દી ઘરે આવવા કહ્યું પણ અમારાથી ત્યારે નીકળાય એવુ નહિ હતુ અને ઉપરથી ઈશાને ગભરાઈને હું બિઝી છુ પછી વાત કરુ કરીને કોલ કટ કરી દીધો. અમે જેટલુ બને એટલુ ફટાફટ કરી ઘરે પહોંચ્યા. મામી નીચે હતા એમની સાથે ઉપર આવ્યા.

ધાનુ, હું બોલ્યો. બધા મને જોવા લાગ્યા. ધાની રડતી હતી. અદિતીની આંખો પણ રડેલી લાગતી હતી. અદિતી મારી પાસે આવી બોલી, આ શું થયુ? કેવી રીતે થયુ?

અદિતી કંઈ નહિ થયુ, નાનુ એવુ એક્સિડન્ટ થયુ હતુ. તું ટેન્શન ના લે. પણ ધાનુને શું થયુ છે? હું બોલતો હતો. શ્રેયાએ ધાનીને ઉભી કરી. હું ત્યાં ગયો. એના હાથમાંથી લોહી નીકળતું હતું.

ભાઈ... ધાની એટલુ જ બોલી. અદિતીએ ડોક્ટરને કોલ કરી બોલાવ્યા. કેટલા કોલ કર્યા તમને એકવાર રિસીવ તો કરાય ને. અદિતી બોલી. હું જવાબ આપતા બોલ્યો, તમને આ વાત ખબર પડી હોત તો ઘરમાં હંગામો મચી જાત ને. અદિતી બોલી, એ તો એમ પણ થઈ જ ગયો છે ને.

અદિતી, ધાનુને કેવી રીતે વાગ્યું? ધાનુ, આ શું હાલત કરી છે તારી?
ખબર નહિ અમે નીચે હતા. ઉપર આવ્યા ત્યાં આવી હાલતમાં હતી એ. કેટલી બધી વાર પૂછ્યું પણ એ અમને કે'તી જ નથી બસ એક જ વાત ભાઈને બોલાવો નહિ તો મમ્મી પાપાને બોલાવો. અદિતી બોલી.

હું ધાની પાસે ગયો ઘણુ બધુ લોહી નીકળ્યું હતું. તેના હાથમાં નોર્મલ પટ્ટી કરતા કરતા પૂછ્યું, ધાનુ, તને શું વાગ્યુ અને કેવી રીતે? તને થયુ છે શું? સવારે પણ રડતી હતી કાલે પણ. સાચેસાચુ બોલજે. તું જાન છે ને મારી એન્ડ યુ નો ધેટ.

મને નહિ ખબર પણ કંઈક થતુ હતુ. લખતી હતી ત્યારે હાથમાં કંપાસબોક્સની અણી વાગી ગઇ. ધાની બોલી.
તો મને કેમ એવુ સંભળાયુ કે તું કોઈને પટ્ટી કરવા નહિ દેતી હતી. હું બોલ્યો.
મને બીક લાગતી હતી તમને કંઈક થવાનુ છે એટલે તમારા પાસે રહેવુ હતુ.
હા એટલે જ બંનેને એક જ જગ્યા પર વાગ્યુ. 😉 બસ હવે તુ તને કંઈ ના થવા દે એટલે મારા માટે બસ છે. મને તો કંઇ નહિ થયુ પણ તુ તને જો તો. તું મારી જાન લઈને જ માનીશ? તારે મને એકલો જ કરવો છે ને?

ભાઈ.... શું બોલો છો તમે? પ્લીઝ... ધાની બોલી. ડોક્ટર આવ્યા પટ્ટી કરી અને સ્ટ્રેસ લેવલ ચેક કર્યુ. થોડુ વધારે હતુ પણ હાથની હાલત ખરાબ હતી ઘણુ લોહી નીકળ્યું હતુ.
ધાની બોલી, તમને કેવી રીતે વાગ્યું? હું મીટીંગમાં જતો હતો વચ્ચે ઝગડો ચાલતો હતો ત્યાંથી નીકળવા જતો હતો એટલામાં સામેથી ગાડી આવી ગઇ.
અદિતી ભૂખ લાગી છે કંઈક બનાવી આપને. હું બોલ્યો. અદિતી જવાબ આપતા બોલી, હા કોઈએ કંઈ નહિ ખાધુ તો બધા નીચે બેસો હું બનાવુ કંઈક.

બધા નીચે બેઠા હતા અને અદિતી શ્રેયા કિચનમાં હતા. હું ધાની પાસે બેઠો હતો ઈશાન પણ નજીક આવી ધીમેથી બોલ્યો, શું વાત છે બંને ચૂપચાપ બેઠા છો. મારા થ્રુ બંને વાતો કરી લો હું કોઈને નહિ કઉં.

ધાની ધીમેથી બોલી, કાલે મમ્માનો બર્થ ડે છે.
હું બોલ્યો, હમમ.
ઈશાન બંનેને ઘૂરતા બોલ્યો, પણ વાત શું છે?
હું બોલ્યો, મમ્માનો બર્થ ડે છે યાદ તો આવે ને.
ધાની બોલી, મને પણ. અને ભાઈને જોવોને કેટલુ બધુ વાગ્યુ છે.
ના ના એ તો ડોક્ટરને બતાવ્યું એટલે મોટી પટ્ટી કરી આપી છે. હું બોલ્યો, બીજુ શું કહેવુ છે?
ધાની :- 🥺
હું બોલ્યો, હા ધાનુ... આ વાતનુ આવુ રિએક્શન તો ના જ હોય ચલ બોલ શું થયુ છે?
ધાની બોલી, કાકી કાલે ઘરે આવશે.
કોણે કીધું તને? હું પૂછતો હતો.
સ્કૂલ પાસે મળ્યા હતા ત્યારે કીધુ.
આખી વાત કર ધાની... ઈશાન બોલ્યો.

ધાનીએ આજુબાજુમાં જોયુ એટલે અમે ત્રણેય બહાર ગયા. ત્યાં જઈ ધાની બોલી, એ કહેતા હતા કે મમ્મા સાથે મારો દિવસ પણ સેલિબ્રેટ થશે. પણ હું જતી રહીશ તો તમે...

મેં ધાનીને હગ કરી લીધી. ઈશાન બોલ્યો, એ તને બીવડાવે છે અને તું ડરી પણ જાય છે. એવુ કંઈ નથી થવાનુ. કાલે તો આપણે અમારા ઘરે રહેવાનુ છે ને તો એ ત્યાં તો કંઇ ના કરી શકે ને.
હા બેટા, કંઈ નહિ થાય અને આઈ પ્રોમીસ હવે એ તને ક્યારેય જોવા પણ નહિ મળે. હવે મને એ કે, તને કીધુ ત્યારે અદિતી ક્યાં હતી? હું બોલતો હતો.
હું જસ્ટ ગેટ પાસે પહોંચી ત્યારે કીધુ. ભાભી નહિ ખબર. ધાની બોલી. ઈશાન બોલ્યો, ભાભીને કેજે હવેથી પાંચ મિનિટ વહેલા પહોંચે અને ગેટ પર જ ઉભા રહે. ત્યાંથી એ ધાની જોડે જ આવે. ધેન એવરીથીંગ વીલ બી ફાઈન.

અમે અંદર આવ્યા. બધા જમવા બેઠા. ધાની મારા પાસે જ હતી. જમીને થોડીવાર પછી બધા જતા રહ્યા. અદિતી બોલી, ધાનુ તું અમારી સાથે ઉંઘી જજે.
હું ઉપર મારા રુમમાં જતો રહ્યો અદિતી ધાની નીચે હતા. ધાની બોલી, ભાભી... કાલે હું સ્કૂલે નહિ જાવ. આપણે દિયાની બૂક લઈ આવીશુ હું કરી દઈશ. અને હા પ્રોજેક્ટ માટે સામાન લેવા પણ જવુ પડશે તો આપણે કાલે એ કરી આવીશુ.

અદિતી બોલી, ધાનુ... એ બધુ કરી લઈશુ પણ હજુ કંઈ થયુ છે? ધાનીએ ના માં જવાબ આપ્યો.
સવારે તૈયાર થઇ અમે ત્રણેય બહાર ફરવા જવાનું પ્લાનીંગ કર્યું. પહેલા મંદિર ગયા ત્યાં પૂજા કરાવી મોલમાં ગયા. શોપિંગ કરતા હતા ત્યાં રિલેટિવ મળ્યા તો એમના ઘરે ગયા ત્યાં જમ્યા. એમનુ ઘર બહુ જ મસ્ત હતુ ત્યાં સારો એવો ટાઈમપાસ થઈ ગયો.
ત્યાંથી 4:30 વાગ્યે નીકળ્યા અને મામાના ઘરે ગયા. ત્યાં બધા મળી ગેમ્સ રમ્યા અમે બધા ધાની જેટલા નાના બની ગયેલા. ત્યાં એનુ ધ્યાન દરવાજા પર જ હતુ કોઈ આવી ના જાય. પણ કંઈ ના થયુ. મોડી રાત્રે ઘરે આવ્યા અને સૂઈ ગયા.

બીજા દિવસથી રુટિન લાઈફ આવી ગઇ. સવારે મેં ધાનીને નાસ્તો કરાવ્યો અને અદિતી તૈયાર કરી સ્કૂલે મૂકી આવી હું ઓફિસે ગયો.

પછી તો હું પણ સાંજે વહેલો આવતો અને અદિતી અને ધાની જોડે ટાઈમ સ્ટેન્ડ કરતો, બહાર આંટો મારવા જતા, મસ્તી કરતા. ધાની સ્કૂલની બધી વાતો કરતી. એને એક્ઝામમાં ત્રીજો નંબર આવ્યો. બે દિવસ તો રિસાયને બેઠી પછી તો ફર્સ્ટ જ આવવુ છે એમ કહી બુક્સ લઈને જ બેસતી.

થોડા વર્ષો તો એમ જ નીકળી ગયા. એમાં કશું એવુ બન્યુ જ નહિ. ધાની મોટી થઈ ગઈ, સમજદાર બની ગઇ પણ જીદ... એ તો હજુ પણ હતી. બધાના સ્કૂલમાં મમ્મી પપ્પા આવે અને બધા એમની વાતો કરતા હોય એટલે ધાની પણ અદિતીને મમ્મી જ કહેતી અને મને... મન થાય એ 😄 પપ્પા તો ઓછુ બોલે પણ ભાઈ, એટલુ ક્યુટલી બોલે ને. મને ગુસ્સો પણ ના કરવા દે.

ધાની 10માં આવી ગઇ હતી. ક્લાસમાં કોઈ ટેસ્ટમાં પણ એનાથી વધુ માર્કસ લાવે તો મેડમનુ મોં ચડી જાય. અને એને મનાવવી એટલે હું હારી જતો છેલ્લે બે જ ઓપ્શન વધે મારા પાસે. હું એની વાત માનીને નારાજ થાવ યા તો ગુસ્સો કરુ. એક પોઈન્ટ સારો હતો એનો હું ગુસ્સે થાવ યા તો એના જોડે ના બોલુ તો જ એ મારી વાત માને. એ મને નારાજ નહિ જોઈ શકતી હતી.
હા, હેરાન ટાઈમ ટુ ટાઈમ કરી લેતી. એ મોટી તો થઈ ગઈ હતી પણ અમારા માટે તો એ ચુટકી જ હતી. હજુ પણ મામા મામી આવે એટલે અમારી શિકાયત ત્યાં થાય જ. હા પણ ભૂલથી બીજુ કોઈ અમને બોલતુ હોય અને એ સાંભળી જાય તો રડે પણ ખરી. રડતા રડતા અમને કેશે પણ બીજાને ના બોલે ત્યાં અંદર ને અંદર બળ્યા કરે.

ડર તો ત્યારે લાગતો જ્યારે વિચાર આવે કે ધાનીના મેરેજ થશે ત્યારે કેવી રીતે એડજસ્ટ થશે. એને કોઈ કંઈ બોલશે તો એ કોઈને કેશે કે અંદર જ બળ્યા કરશે. બધુ ભગવાન ભરોસે છોડી દીધુ જે થશે એ જોયુ જશે.

ધાની પૂરી મહેનત કરતી હતી અદિતી એને બધુ ટાઈમસર કમ્પલીટ કરાવી દેતી. પણ ફર્સ્ટ આવવાના ચક્કરમાં એ પોતાના રુટિનને પણ ધ્યાન નહિ આપતી હતી. એક દિવસ અદિતીના ઘરેથી કોલ આવ્યો કે એના મમ્મી બિમાર છે એની જરુરત છે ત્યાં એટલે જવુ પડશે..

અદિતી તેના ઘરે ગઈ. અમારા ઘરે આન્ટી આવતા હતા એટલે જમવાનું ટેન્શન નહિ હતુ અને હું પણ વહેલો આવી જતો. ધાની અદિતી જોડે વધુ કમ્ફર્ટેબલ રહેતી એ બહુ મીસ કરતી પણ એના સામે ના બોલે. ધાનીની પ્રોબ્લેમ જ એ હતી એ મનમાં જ રાખે અને સ્ટ્રેસ લે.
થોડા ટાઈમ તો બધુ ઠીક ચાલ્યુ પણ પછી ધાનીએ બોલવાનું ઓછુ કરી દીધુ. વાતવાતમાં અદિતીને એ યાદ કરે એને સમજાવી એ સમજતી પણ હતી પણ ગમે તેમ તોયે મમ્મી હતી ને એની. અદિતી આવી શકે એમ નહિ હતી એટલે હું ધાનીને લઈ મામાના ઘરે જતો રહ્યો ત્યાં પણ મૂડ વગર જ રહેતી.

ક્યારેક ક્યારેક તાવ પણ આવી જતો. અદિતીને વચ્ચે બે દિવસ મામાના ઘરે બોલાવી તો ધાની નોર્મલ થઈ ગઈ જાણે કંઈ થયુ જ નથી. આખો દિવસ એની આગળ પાછળ જ ફરે. બહારથી ઘરમાં પગ મૂકે તરત જ પહેલો સવાલ મમ્મા ક્યાં? ના તો ધાની અદિતીના ઘરે જાય ના તો એના વગર ચાલે. ફરી બે દિવસ પછી અદિતી જતી રહી.
ધાની સ્કૂલેથી આવી ત્યારે ખબર પડી કે અદિતી જતી રહી તો ધાની બહુ જ રડી. ના ખાય, ના બોલે, ના હસે, એકલી બેસી રહે. આખો દિવસ તો કોઈ ફ્રી ના હોય પણ બધા એના માટે બધુ ટ્રાય કરતા પણ કંઈ ફરક ના પડ્યો. એક મહિનો તો માંડ માંડ ગયો પછી મેં અદિતીને એના મમ્મીને લઈ ઘરે આવી જવા કહ્યું કે એમની કેર પણ થઈ શકે.

એમની તબિયત સારી થતી જતી હતી એટલે અદિતી ઘરે આવવાની હતી. એ જ દિવસે ધાનીની સ્કૂલથી કોલ આવ્યો કે ધાનીની તબિયત નહિ સારી તો એને ઘરે લઈ જાવ. હું ધાનીને લઈ ઘરે આવ્યો.
હું :- ધાનુ, ક્યારનો તાવ આવે છે?
ધાની :- બ્રેક પછી બહુ વધવા લાગ્યું. અત્યારે વોમીટ જેવુ થાય છે.
હું :- તું ચેન્જ કરી આવ પછી આપણે ચેકઅપ કરાવી આવીએ.
ધાની :- ના ત્યાં નહિ જવુ, મારામાં એટલી તાકાત નથી. થોડીવાર ઉંઘી જવુ છે.
હું :- દવા લઈ આવીએ પછી એ પીને ઉંઘી જજે એટલે બેટર ફીલ થશે.
ધાની :- ના...

એના રુમમાં જતી રહી. મેં અદિતીને કોલ કર્યો ક્યારે લેવા આવુ પૂછવા માટે. અમે વાત કરતા હતા અને ધાની ચેન્જ કરી બ્લેન્કેટ લઈ નીચે આવી. મારા ખોળામાં માથું રાખી ઓઢીને સૂઈ ગઈ. હું તો જોતો જ રહી ગયો. મામીને કોલ કરી વાત કરી ખીચડી મંગાવી.
કલાકમાં મામા મામી આવ્યા ધાનીને જગાડી. તાવ વધતો જ જતો હતો.
હું :- ધાનુ... જાગ તો. થોડુ ખાઈ લે પછી દવા પીને ફરી સૂઈ જજે.
ધાની :- (મોં બગાડતા) નહિ ખાવુ મને.
મામી :- કેમ નહિ ખાવુ? દવા ખાલી પેટે તો લેવાય નહિ તો ચલ જલ્દી થોડુ ખાઈ લે પછી સૂઈ જજે.

મનાવી મનાવી ત્રણ-ચાર ચમચી ખવડાવી થોડીવારમાં વોમીટ થઈ ગઈ. દવા પીવડાવી તો એ પણ કાઢી નાખી. થોડીવાર બેસાડી પછી દૂધ આપ્યું એ પણ કાઢી નાખ્યું. હાલત વધારે ખરાબ થતી જતી હતી. થોડીવાર તો એમ જ બેઠી. ત્યાં અદિતી આવી ગઇ.
અદિતી :- બેટા, શું થયુ?
હું :- વોમીટ થાય છે એને તાવ આવી ગયો છે.
અદિતી :- હોસ્પિટલ ગયા?
હું :- તું જ કે તારુ માને તો... અમે ક્યારના કહીએ છીએ.
અદિતી :- ધાનુ, ચલો ચલો ચલો... ચેકઅપ તો કરાવવું જ પડશે. કોઈ આર્ગ્યુ નહિ ચાલે.
ધાની :- પણ મમ્મા... તમે આવી ગયા ને હવે હું મસ્ત.
અદિતી :- કોઈ બહાના નહિ ચાલે. ચલ ઉભી થા.

એને લઈ હોસ્પિટલ ગયા મામી એક ઘરે રહ્યા. ધાનીનુ ચેકઅપ કરાવી ઘરે આવ્યા ત્યાં કાકી પણ બેઠા હતા. બહુ ટાઈમ પછી એમને આમ અચાનક ઘરે જોઈને શોક લાગ્યો અમને. કાકા આવતા અમને મળવા પણ કાકી નહિ સો.
ધાનીને રુમમાં મોકલી દીધી અને અમે બેઠા હતા. કાકી મીઠાઈનુ બોક્સ આપતા બોલ્યા, મારા છોકરાને (મીલનને) ત્યાં છોકરાનો જન્મ થયો છે એ ખુશીમાં અને છઠ્ઠીમાં પણ બધાએ આવવાનુ છે.
અદિતી સામે જોઈ બોલ્યા, તું ક્યારે ખુશખબરી આપે છે હવે? હવે તો મેરેજને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે. અદિતી મોં મલકાવતા બોલી, હજુ વિચાર્યું નથી પણ જ્યારે પ્લાનીંગ કરીશુ ત્યારે તમને પહેલા કહીશ.

કાકી હેરાન કરવામાં ક્યારેય પાછા ના પડે એટલે આગળ જે કર્યું એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED