મિત્ર અને પ્રેમ - ૪ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - ૪


દર્શન વિચારે છે કે હું આકાશને શું જવાબ આપીશ. તેને હંમેશાંથી મારા પર વિશ્વાસ હતો અને આ વખતે પણ મારી સાથે તે વિશ્વાસને કારણે જ આશીતા વિશે વાત કરી હતી.તેમને લાગતુ હતુ હું તેને મળાવી દઈશ પણ બધું ફેઈલ થઈ ગયું. પણ હું કોશિશ જરૂર કરીશ કે તે બંને મિત્રો નહીં લાઈફ પાર્ટનર બંને. આખરે આશીતાને પણ આકાશ પસંદ જ છે હું તેને સ્કૂલ સમયથી ઓળખુ છું તે ભલે તેના દિલની વાત મોં પર લાવી નથી શકતી પણ તેની આંખો બધું જણાવી જાય છે કે તેને આકાશ સાથે જીવવામાં કોઈ વાંધો નથી.

પપ્પા આજે તમે ઓફિસ નથી ગયા : ઘરમાં આવતા જ આશીતાએ અશ્વિન ભાઈને પુછ્યું.

આજે તબીયત ખરાબ હતી એટલે ઘરે જ રહ્યો : અશ્વિન ભાઈએ કહ્યું

શું થયુ ?

માથું દુખતું હતું

આશીતા આવીને સોફાની બાજુની ખુરશી પર બેસી ગઈ અને તેના પપ્પાને પુછ્યું

રમિલા માસી નથી આવ્યા કામ કરવા ?

ના, તેમને કોઈના મેરેજ માં જવાનું હતું એટલે આજે નથી આવ્યા તેનો ફોન આવેલો : અશ્વિનભાઈએ કહ્યું.

રમિલા બેન આશીતાને ત્યાં ઘરનું કામ કરવા આવતા હતા. આશીતાને ભણવામાં તકલીફ ના પડે એટલે અશ્વિનભાઇએ તેને કામ પર રાખ્યા હતા. તેની ઉંમર આશીતાના મમ્મી જેટલી જ હતી. તેને આશીતા સાથે ખૂબ સારૂ બનતું. તે અવાર નવાર તેના ઘરે પણ જતી. રમિલા બેનની છોકરી લક્ષ્મી પણ તેની સહેલી બની ગઈ હતી. તે આશીતાથી બે વર્ષ નાની હતી તેથી તે તેને ભણવામાં પણ મદદ કરતી.

રમિલા માસી દર વખતે ના આવવાના હોય કે વહેલા ઘરે જવાના હોય તો તે મને આગળના દિવસે જ કહી દેતા, તો તેણે મને કાલે કહ્યુ કેમ નહીં કે મારે મેરેજ માં જવાનું છે

આશીતા વિચારતી હતી ત્યાં...

અરે શું વિચારે છે... અશ્વિનભાઈએ પુછ્યું.

પપ્પા દર વખતે માસી ઘરે ના આવવાના હોય તો અગાઉથી કહી દે છે પણ કાલે તો તેમણે કશું જ કહ્યું નહોતું : આશીતાએ કહ્યું

અરે ભુલી ગયા હશે કહેવાનુ એમા આટલું શું વિચારે છે

બની શકે.. પપ્પા તમે દવાખાને જઈ આવ્યા

હા

તો શું કહ્યું ડોક્ટરે

દવા લખી આપી બીજુ શું કરે...હવે તું નવા નવા સવાલ કરવાનું બંધ કર હું તારા માટે રસોઈ બનાવું છું. અશ્વિનભાઈએ થોડા હળવા થતાં કહ્યું.

અરે ઘરમાં તમારી દિકરી હોય અને તમે રસોઈ બનાવશો?

બિલકુલ નહીં તમને મજા નથી એટલે આરામ કરો રસોઈ પણ હું બનાવીશ અને બીજા બધા ઘરના કામ પણ હું જ કરીશ : આશીતાએ ઓર્ડર આપતી હોય તેમ આંગળી ફેરવતા કહ્યું.

શું વાત છે આજે ઘણા દિવસે મારી પરીના હાથનું ખાવાનું થશે...પણ એ તો કહે તું શુ બનાવીશ?

તમે એ કહો તમારે શુ ખાવુ છે

તને જે ગમે તે બનાવી દે..તારા હાથની તો બધી રસોઈ મીઠી જ લાગશે : અશ્વિનભાઈએ કહ્યું

શું વાત છે..હુ હમણાં જ રસોઈ બનાવું છું ત્યાં સુધી તમે આરામ કરો: આશીતાએ ખુરશી પરથી ઉભા થઇ રસોડા તરફ જતા કહ્યું

અશ્વિનભાઈ રસોડામાં કામ કરતી આશીતાને જોઈને પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે. થોડા સમયમાં જ આ ખુશી ગાયબ થઈ જશે. હું આ ઘરમાં એકલા પડી જઈશ. કાશ મુકેશ મુંબઈ શીફ્ટ ના થયો હોત તો કદાચ આશીતા લગ્ન પછી અહીં સુરતમાં જ રહેત. આને જ્યારે મન પડે ત્યારે અહીં મને મળવા આવી શકે. પણ તેવું અત્યારે લગભગ અશક્ય લાગે છે.

પપ્પા જમવાનું તૈયાર થઈ ગયું છે આવી જાવ : રસોડામાંથી આશીતાનો અવાજ આવ્યો અને અશ્વિન ભાઈ પોતાના વિચારોમાંથી બહાર આવી જાય છે.

ક્રમશ..