Pratibimb - 16 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 16

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૬

ઈતિનાં જતાંની સાથે કોઈને ખબર ન પડે એમ આરવે ચિઠ્ઠી ઉપાડી લીધી ને ધીમેથી ખિસ્સામાં સરકાવી દીધી. પછી ત્રણેએ પાણીપુરી ખાધી. આરવને એ નાનકડી ચીટ જોવાની ઉતાવળ છે કે શું લખ્યું છે ?? પણ એને ખબર છે કે એનાં બે સીસીટીવી કેમેરા અક્ષી અને પ્રથમ એની દરેક હરકતને કેદ કરી રહ્યાં છે.

ઈતિ અને હેરાન એનાં ફેમિલી પાસે પહોંચ્યાં. એ સમયે બધાંએ કહ્યું આપણે બધાં અહીં થોડી વાર આખું ફેમિલી રમીએ અને વાતો કરીએ પછી ડીનર કરીને પછી આપણાં આગલાં પડાવ માટે નીકળીશું.

બધાં થોડાં સાઈડની જગ્યાએ આવીને બેઠાં. બધાં ખુશ થઈને રમવા માટે રાઉન્ડમાં ગોઠવાઈ ગયાં... ફેમિલી સાથેની આ ગોલ્ડન મેમરી અને આ સરપ્રાઈઝથી ઈતિ બહું ખુશ છે‌... બધાં ઘણી બધી ગેમ્સ રમ્યાં...આજે દાદા દાદીથી માંડીને બધાં સમવયસ્ક બનીને જાણે જિંદગીની મજા માણી રહ્યાં છે. ઇતિની નજર તો આરવને શોધવાં થોડી થોડી વારે ફરી છે.

હેયા : " દી કોઈની રાહ જોઈ રહ્યાં છો ?? "

ઈતિ : " ના ના આ તો અમસ્તાં કેટલી પબ્લિક છે આજે એ જોઈ રહી છું..."

ઈતિ: " પણ આપણે જ્યાં જવાનું છે ત્યાં કેટલા દિવસ રોકાઈશુ એ તો કહો ?? "

લીપી : " બેટા બે દિવસ ઓછામાં ઓછું..."

અર્ણવ : " બે દિવસ ??એટલું બધું ત્યાં શું કરવાનું જઈને ?? "

અપૂર્વ : " બધાંને ત્યાં બહું મજા આવશે. કદાચ બે દિવસ ઓછાં પડશે એવી જગ્યા છે. "

હેયા : " તો સારું ચાલો બધાં હવે ડીનર પતાવીને ત્યાં જવાં નીકળીએ..." ને બધાં હવે જવાની તૈયારી કરવાં લાગ્યાં...!!

આરવને લોકો પણ બધું ફરીને ઘરે જવાં નીકળ્યાં ત્યાં આરવની નજર એક સાઈડમાં રહેલાં ઈતિ અને એનાં ફેમિલી તરફ ગઈ...ઈતિનું ધ્યાન નથી. સહેજ ઉભો રહીને ઇતિને જોતો જોતો એ ત્યાંથી નીકળી ગયો...!!

*******

આરવને લોકો ઘરે આવ્યાં. લગભગ અગિયાર વાગી ગયાં છે. બધાં હોલમાં ભેગા થઈને બેસીને વાતો કરી રહ્યાં છે.

આરવ : " બધાં હજું જાગો છો ?? "

શિવાની : " હા, તમારાં લોકોની જ રાહ જોતાં હતાં. બેસો અહીં.."

"મમ્મા હું સુવા જાઉં છું" કહીને પ્રથમ જતો રહ્યો. ત્યાં વિશ્વાસ બોલ્યો, " આરવ હવે ઓફિસ ક્યારથી જોઈન કરે છે બેટા ?? "

શિવાની વચ્ચે જ બોલી, " હજું કાલે જ તો આવ્યો છે એને થોડાં દિવસ ફરવા દો. પછી આખી જિંદગી આ જ કરવાનું છે ને... એનું જ્યારથી મન થાય ત્યારે કહેશે એટલે એને લઈ જજો.."

વિશ્વાસ હસતાં હસતાં બોલ્યો, : " એ સામેથી કહેશે જ નહીં તો ?? "

શિવાની : " તમને તમારાં દીકરાને એટલો તો ઓળખતાં જ હશો ને વિશ્વાસ ?? "

આરવ : " પપ્પા આવીશ મને કંઈ વાંધો નથી. આખો દિવસ ઘરે રહીને પણ શું કરીશ‌...!!"

શિવાની : " સારું..પણ તને એક વાત કહું ?? તારે ઓફિસ જતાં પહેલાં નાનીનાં ને મળવાં જવું છે ?? એમનો આજે જ ફોન આવ્યો હતો એ તને યાદ કરે છે. એતો એકલાં આવી શકશે નહીં જો તારી ઈચ્છા હોય તો મળી આવે તું..."

આરવ : " મમ્મા આવું પુછવાનું હોય ?? હું જઈ આવીશ. પપ્પા, હું આવીને પછી ઓફિસ આવવાનું શરૂ કરી દઈશ.."

પછી થોડી વાતચીત કરીને થોડીવારમાં બધાં પછી પોતપોતાનાં રૂમમાં સુવા માટે જતાં રહ્યાં. આરવ પોતાનાં રૂમમાં આવ્યો ને ઇતિએ આપેલી ચીઠ્ઠી ખોલવા જાય છે ત્યાં જ પાછળથી અક્ષી આવી. તરત આરવે ચીઠ્ઠી સંતાડી દીધી.

આરવ : " શું થયું અક્ષી ?? કંઈ કામ છે ?? "

અક્ષી મનમાં હસતાં બોલી, " કંઈ નહીં ભાઈ મને ઉંઘ નહોતી આવતી એટલે આવી પણ કંઈ નહીં તમને ઉંઘ આવતી હોય તો સૂઈ જાવ..."

આરવ : " ના ના એવું કંઈ નથી બેસ‌..."

એટલામાં અક્ષીનાં ફોનમાં મિસકોલ આવ્યો. તરત અક્ષી બોલી, "કંઈ નહીં ભાઈ કાલે આવીશ પણ એકવાત કહું ?? તમારી ફ્રેન્ડ ઈતિ બહું મસ્ત છે બાકી હો..મને તો ગમી ગઈ... ગુડ નાઈટ.." કહીને હસતી હસતી આરવ કંઈ કહે એ પહેલાં જ રૂમમાંથી નીકળી ગઈ.

આરવે અક્ષીનાં જતાં જ ધીમેથી મનમાં હસીને બોલ્યો, " ગમે જ ને ?? ચોઈસ કોની છે આખરે !! કહેતાં મલકાઈ ગયો.

ફટાફટ ચીઠ્ઠી ખોલી. તો ઇતિએ પોતાનાં હાથથી લખેલો એક નાનકડો ગુજરાતી લેટર છે. આરવ વાંચવા લાગ્યો.

" આરુ ,આજે કેમ આવું થાય છે સમજાતું નથી. બધાંની વચ્ચે હોવા છતાં દિલનો એક ખૂણો ખાલી રહી જાય છે..બસ જલ્દીથી હું ઈચ્છું છું કે આપણે હંમેશા માટે એક થઈ જઈએ...લવ યુ..સો મચ..

તું ભાઈનાં નંબર પર કંઈ કામ હોય તો કોલ કરજે..મારો નંબર ચાલું થશે કે તરત તને કોલ કરીશ.. Waiting for you..!! "

આરવ બહું વાર આ ચીટ વાંચી ગયો. ભલે કાગળ એક ચીટ જેવો છે પણ એ કોઈ લવલેટર કરતાં કમ નથી. એમાં ઘણી લાગણીઓ ગૂંથાઈ છે...આ વિદેશી ધરતી પર રહી આવેલાં આજનાં યુવાનો યુવતીઓમાં પણ આજે લવલેટર કે પ્રેમ પત્ર જેવી વસ્તુ માટે લાગણી અને પ્રેમભર્યું આકર્ષણ જણાઈ રહ્યું છે...તેણે વિચાર્યું આજે કંઈ નથી કરવું એમ નક્કી કરીને એ કપડાં ચેન્જ કરીને બેગ પર સૂતો છે. એ મગજમાં વિચારો કરી રહ્યો છે ત્યાં અજાણતા જ મગજમાં એક વિચાર આવ્યો. એણે વિચાર્યું કે એ કાલે જ નીકળીને એના નાનીને મળવાં જશે. ત્યાં એકાદ બે દિવસ રોકાઈને પાછો આવી જશે. સાથે ફાઈનલ પ્લાન ડિસાઈડ કરીને એ ઈતિ સાથેનાં શમણાં જોતો ઇતિનાં એક ફોટોને જોતો જોતો એ સપનાંની મધુરી દુનિયામાં ખોવાઈ ગયો.

*****

ઈતિનું આખું ફેમિલી મુંબઈની બહાર નીકળી ગયું... ત્યાંથી લગભગ પાંચેક કલાક બાદ લગભગ રાત્રે દોઢેક વાગ્યા જેવાં એમની બંને ગાડી એક આલિશાન મોટી હોટેલ પાસે ઉભી રહી. ગાડી ઉભી રહેતાં બધાં એકપછી એક ઉઠ્યાં. હિયાન આંખો ખોલીને બોલ્યો, "આ શું છે ?? આપણે અહીં આવવાનું હતું ?? આ તો એક હોટેલ છે ?? "

અપૂર્વ : " ના બેટા. આજે રાત પૂરતું અહીં રોકાવાનું છે સવારે વહેલાં નીકળીને એ જગ્યાએ પહોંચવાનું છે. એ જગ્યાએ રાત્રે ગાડી લઈને જવું થોડું જોખમી છે માટે સવારે પહોંચી જઈશું..."

હેયા : " અરે બાપ રે પેલું પિક્ચરમાં હોય એવી કોઈ ભૂત હવેલીમાં નથી જવાનું ને ?? "

આરાધ્યા : " અરે બેટા એવું કંઈ નથી. પણ અડધી રાત્રે તું આવું ન બોલ... "

હિયાન : " મમ્મા તું પણ શું ગભરાય છે ?? ભૂતબૂત હોતાં હશે વળી કંઈ ?? એ તો બધી નવરાં લોકોની વાતો હોય. "

આરાધ્યા કંઈ બોલવાં જાય છે કે અપૂર્વ તરત ઈશારો કરે છે એટલે એ ચૂપ થઈ ગઈ.

અપૂર્વ : " હા બેટા એવું જ હોય. પણ આ તો બહું લાંબું હોય અને અંધારામાં સૂમસામ રસ્તા હોય એટલે થાક ઉતારીને સવારે ત્યાં પહોંચી જઈશું. "

હિયાન : " ઓકે પપ્પા ચાલો હવે ઉતરીએ તો ખરાં નીચે.."

બધાં બહાર આવી ગયાં ને એડવાન્સ બુકિંગ હોવાથી ત્યાંથી માણસો આવીને લગેજ લઈ ગયાં અને બધાંને રૂમ બતાવી દીધાં. મોડી રાત હોવાથી બહું વાતચીત કર્યા વિના બધાં ફટાફટ પોતાનાં રૂમમાં સુવા જતાં રહ્યાં. આ બાજું અન્વય અને લીપી પણ રૂમમાં આવ્યાં. બંને બેડ પર સૂતાં છે પણ બંનેમાંથી કોઈને પણ ઉંઘ નથી આવતી.

અન્વય : " શું વિચારે છે લીપી ?? કંઈ ચિંતામાં હોય એવું લાગે છે..‌"

" મને વર્ષો પહેલાંની અહીં આ વિસ્તારની નજીકમાં બનેલી ઘટના આજે મગજમાંથી જ નથી નીકળતી.."

અન્વય : " એ ઘટનાં જ એવી હતી કે કદાચ આપણામાંથી કોઈ પણ છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલી શકીએ.."

" હા એ જ સમયે ડૉ.કેવલનુ એ મૃત્યુ...ને એની અને રાશિની આત્માને અપાયેલી મુક્તિ..."

સારૂં થયું એ પછી કોઈ એવી ઘટના બની નથી. આખા રાજ પરિવારને તો એ અને એનાં દુષ્ટ પિતાએ તહેસનહેસ કરી દીધો છતાંય એમને જીવતાં ન આવડ્યું. કે પછી આવાં લોકોનો અંત આવો જ હોય.

લીપી : " મને તો હજૂયે માનવામાં નથી આવી રહ્યું કે હજુ ચોવીસ વર્ષ પહેલાં જ આ બધું બન્યું છે. ઘણી ઘટનાઓ જે આપણે અનુભવી હતી એ તો કદાચ આ બાળકોને કહીને તો એક મુવી જોતાં હોય એવું એમને લાગે..."

અન્વય : " સો ટકા સાચી વાત છે...એટલે જ તો આટલાં વર્ષો સુધી આપણે ત્યાં આટલાં સારાં સંબંધો હોવા છતાં બાળકોને કદી અહીં લાવ્યાં નથી કે ક્યારેય આવી કોઈ વાત કરી નથી..."

લીપી : " હા એ તો છે જ..હવે બધાં જ છોકરાઓ મેચ્યોર અને મોટાં થઈ ગયાં છે એટલે કદાચ કંઈ ખબર પડે તો કંઈ વાંધો નહીં..."

અન્વય : " હમમમ...એ તો છે હેયા હજું થોડી નાનાં છોકરાં જેવું કરે છે પણ તો પણ વાંધો ન આવે..."

લીપી : " અન્વય..તારી વાત સાચી છે. પણ મને એમ થાય છે કે એક સૌથી વધુ સારી વસ્તુ હતી કે ડૉ. નયનને કોઈ સંતાન નહોતું.. નહીં તો કદાચ એ પણ એનાં દાદા અને પિતાની જેમ કદાચ આ દુનિયામાં હેવાન બની ફરતો હોત..!! "

" હા એ તો છે જ...!! કદાચ હોત તો પણ નાની ઉંમરમાં નયનનું મૃત્યુ થવાથી એને એ કદાચ એવો ન બનત..."

લીપી : " અનુ મોરના ઈંડાને ચીતરવા ન પડે !! સારું છે બાળકોને કહ્યું નથી કે અહીંથી આપણે પહોંચવાનો રસ્તો ફક્ત અડધો કલાકનો છે... નહીં તો રાત્રે જ જીદ કરીને જવાનું કહેત... "

અન્વય : " હમમમ.. બરાબર. ચાલ સૂઈ જઈએ હવે થોડીવાર પડી રહીશું તો ઊંઘ આવી જશે.." કહીને બંને સુવા ગયાં.

હજું બંને બેડ પર આડાં પડ્યાં કે તરત જ કોઈનો ધબાક કરીને પડવાનો અવાજ સંભળાયો. અન્વય અને લીપી બંને જણાં ઊભાં થઈ ગયાં એકદમ..‌

અન્વય દરવાજો ખોલવા ગયો ત્યાં જ લીપી બોલી," અનુ અજાણી જગ્યાએ ડાયરેક્ટ દરવાજો ખોલી નહીં. છોકરાઓના રૂમમાં અને અપૂર્વભાઈ બધાંનાં રૂમમાં પહેલાં ફોન કરીને પૂછ...પછી કંઈ હોય તો જ બહાર નીકળીએ."

અન્વય : " હા એ વાત સાચી છે પણ બધાં સૂઈ ગયાં હશે તો ખોટાં જાગી જશે‌. "

લીપી પાંચ મિનિટ રાહ જોઈએ. પછી કંઈ નક્કી કરીએ. એકદમ જ વાતાવરણ શાંત થઈ ગયું. કોઈ અવાજ ન આવ્યો‌ એટલે બંને સુવા જાય છે ત્યાં જ ફરી સુવાની તૈયારી કરે છે ત્યાં જ ફરી પહેલાં જેવો જ અવાજ આવ્યો.

બંને ફરી સફાળા બેઠાં થયાં. પહેલાં તો પોતાનો આંખો રૂમ તપાસી જોયો. પણ કંઈ એવું શંકાસ્પદ ન જણાયું. હવે કંઈ પણ વિચાર્યા વિના જ અન્વયે નિમેષભાઈને ફોન કરીને ડાયરેક્ટ વાત કરી.

નિમેષભાઈ : " બેટા અમને તો કંઈ જ સંભળાયું નથી. તારી મમ્મી પણ સૂઈ ગઈ છે. એવું હોય તો હું બહાર આવું.."

અન્વય : " ના પપ્પા.તમે અંદર જ રહેજો. હું ચેક કરીને કહું છું. " ત્યાં જ ફોન મુકતાં લીપી બોલી, "આરાધ્યા લોકોને પણ કંઈ સંભળાયું આવું પણ ચોક્કસ ખબર નથી પડી.."

અન્વય : " છોકરાઓ તો બરાબર હશે ને ?? એણે ઇતિને ફોન કર્યો તો એ અને હેરાન બંને તો આરામથી સૂતા છે... ઊંઘમાંથી ઊઠીને ફોન ઉપાડતાં ઈતિ બોલી, " શું થયું પપ્પા કંઈ કામ છે ?? "

અન્વયે બસ કંઈ પ્રોબ્લેમ નથી ને એમ પૂછીને ફોન મુકી દીધો. એક બાજું અન્વય અને લીપી ને બીજાં રૂમમાં અપૂર્વ અને આરાધ્યા બંને ટેન્શનમાં છે...કારણ અર્ણવ, હિયાન કે સંવેગ ત્રણમાંથી કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. એમનો રૂમ છેલ્લે એક કોર્નરનો છે. જ્યારે અપૂર્વ અને અન્વયનો રૂમ ક્રોસમાં સામસામે છે...લગભગ શિયાળાની કડકડતી ઠંડીની નીરવતામાં ત્રણેક વાગ્યાનો મધ્યરાત્રિનો સમય છે..આખરે ચારેય જણાંએ હિંમત કરીને ખરેખર શું થયું છે એ જાણવા માટે રૂમની બહાર નીકળવાનું નક્કી કરીને દરવાજા તરફ પહોંચ્યાં...!!

કંઈ થયું હશે ખરેખર હોટેલમાં ?? કે અન્વય કે અપૂર્વ એ લોકોને થયેલો કોઈ આભાસ હશે ?? હોટેલ વ્યવસ્થિત તો હશે ને ?? આખરે અન્વયને લોકો ઈતિ લોકોને ક્યાં લઈ જઈ રહ્યાં છે ?? ઘણાં સવાલો, અઢળક રોમાંચ ને રહસ્યો સાથે ફરી મળીશું, પ્રતિબિંબ - ૧૭ સાથે..

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED