જેના જીવનમાં યમનિયમ છે, તેઓ જ એક આસાન પર સ્વસ્થતા થી લાંબો સમય બેસી યોગ સાધના કરી શકે છે.
જે સત્ય બોલે, અહિંસક સ્વભાવ હોય, ચોરી ના કરે, બ્રહ્મચર્ય નું પાલન કરે, અને જીવન જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ના કરે , એટલે કે અપરિગ્રહ જેનાં માં છે,એવા વ્યક્તિ ઓ જ આસન સિદ્ધ કરી શકે.
જે શૌચ એટલે શરીર અને મન ની પવિત્રતા રાખે, સંતોષી સ્વભાવ, જે ના જીવન માં વ્રત ઉપવાસ છે, જે સ્વાધ્યાયી છે અને ઈશ્વરની શરણાગતિ સ્વીકારી છે, એવો વ્યક્તિ જ આસન સિદ્ધ કરી શકે.
એક આસન પર સ્થિર બેસવુ જરૂરી છે. આસન સ્થિરતા આપે છે. શરીર સ્વસ્થ બને છે. નસનાડી માં રહેલો મળે દુર થાય છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.યોગ માં આસન નું ખૂબ જ મહત્વપૂર્ણ પગથિયું છે. જે સિદ્ધ થયા વિના યોગ અશક્ય છે.સ્થિર બેસવું ખુબ ખુબ જરૂરી છે.
સ્વભાવિક રીતે ચંચળ માણસો સ્થિર બેસી શકતા નથી
કારણ કે તેમનું મન ઈચ્છા તૃષ્ણા ના કારણે અહીં તહીં ભટકતું હોય છે. માણસ જેટલો વધુ બહિર્મુખ એટલો જ
ચંચળતા માં દુનિયાદારી માં ગતિ શીલ હોય છે. કશુંક પ્રાપ્ત કરવાની લાલચ માં સ્થિરતા પામી શકતો નથી.
માટે , એક જગ્યાએ સીધાં હલ્યા વિના બેસવું કઠીન લાગે છે
આસન એ યોગ માં અતિ મહત્વનું છે. તે સ્થિરતા પ્રદાન કરે છે, નસવાડી શુધ્ધ કરી ને, પ્રાણાયામ કરવા યોગ્ય બનાવે છે.
આસનો ૮૪ પ્રકાર ના છે, તેમાં થી બેસીને કરવામાં આવતા ચાર આસન મહત્વ ના છે.એમા બેસી ને કરવામાં આવતી ચાર ખાસ આસન છે
૧. પદ્માસન, ૨. સિદ્ધાસન, ૩, સુખાસન કે સ્વસ્તિક આસના
૪. સિંહાસન..
સિદ્ધાસન યોગીઓનુ પ્રિય આસન છે,
પદ્માસન ગૃહસ્થી માટે કે બધાને અનુકુળ છે
ઉંમરલાયક હોય તે ને સુખાસન અનુકૂળ છે.
એક આસન પર ૩ કલાક બેસી શકાય તો આસન સિદ્ધ થયું કહેવાય. ઓછા માં ઓછું અડધો કલાક તો બેસવુ જોઈએ
આસન સ્થિરતા પ્રદાન કરે છે એટલું જ નહીં,તે મન ની ચંચળતા નષ્ટ કરી ને એકાગ્રતા વધારે છે.શરીર ને અડીંગો બનાવી પ્રાણાયામ કરવા લાયક બનાવે છે.
આસન ની સ્થિરતા બાદ પ્રાણાયામ નો અભ્યાસ કરવો જોઈએ. તો જલ્દી સફળ થવાય.
પ્રાણાયામ એ પરમ તપ છે, પ્રાણાયામ કરવાથી પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે, દેહ શુદ્ધિ થાય છે.પ્રાણ એ બ્રહ્મ સ્વરૂપ છે.
સ્થૂળ પ્રાણ ની ઉપાસના વિધિ કરી ને સૂક્ષ્મ પ્રાણ માં ગતિ
થાય ત્યારે કુંડલિની શક્તિ જાગૃત થાય છે
શ્વાસ પ્રછવાસ વિદારણાભ્યામ્ વા પ્રાણસ્ય!!
શ્વાસ અને ઉચ્છવાસ ની ગતિ ને જાણી લેવું.
શ્વાસ પ્રછવાસ ને રોકી લઈ, કુંભક સિદ્ધ કરી લેવો, એ જ
પ્રાણાયામ નું લક્ષ્ય છે.
શરૂઆત માં સાધકો એ પુરક અને રેચક નો અભ્યાસ કરવો
પછી નાડી શુદ્ધ થયાં બાદ જ કુંભક નો અભ્યાસ કરવો
હંમેશા ગુરુ ની દેખરેખ હેઠળ પ્રાણાયામ કરવા થી ફાયદો થાય ને ભુલ થતી હોય તો સુધારો થાય છે.
પ્રાણ એષ આત્માન્ જાયતે !!
આપણા શરીરમાં ચેતના છે, આત્મા છે, માટે ભીતરનો સુક્ષ્મ
પ્રાણ બહાર ના વાયુને ખેંચે છે. સ્થૂળ વાયુ ના અભ્યાસ થી
જ સૂક્ષ્મ પ્રાણ ની અનુભૂતિ થાય છે, અને સિધ્ધ મળે છે.
પ્રાણ માં જ બળ છે. માટે યોગી ધારે તે કરી શકે છે.
આમ, પ્રાણાયામ નું ખુબ જ મહત્વ છે.
જે પ્રાણ ને જાણે તે આત્મા ને જાણે છે હું
પ્રાણ નું સુક્ષ્મ સ્વરૂપ પ્રણવ છે, ૐ કાર છે
ૐ કાર પરમાત્મા નું વાચક નામ છે
આમ, પ્રાણ ની ઉપાસના ૐકાર ની જ ઉપાસના છે
માટે જેણે યોગ માં સિદ્ધ થવું હોય તેણે પ્રાણાયામનો અભ્યાસ નિયમિત કરવો જોઇએ.
પ્રાણાયામ ના ઘણા પ્રકાર છે, પરંતુ અહીં વર્ણન કરતો નથી
પ્રાણ નું મહત્વ યોગ માં શું છે ,તે જાણી ને અભ્યાસ માં લાગી જવું જોઈએ.
અહીં યમ નિયમ આસન પ્રાણાયામ,,યોગ નો પ્રથમ ભાગ પુર્ણ થાય છે, રાજયોગ નું વર્ણન પછી કરીશું. જય હો.
બધા ની પોતાના પ્રાણ પર લગામ હોય અને બધા ખૂબ આનંદ અને પ્રેમ માં તરબોળ રહે એવી શુભેચ્છાઓ
મંગલમય હો..ૐૐૐ
******😀😀******
.