પ્રેમ ની વ્યાખ્યા મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની વ્યાખ્યા

પ્રેમ ની વ્યાખ્યા થઈ શકે જ નહિ, અને વ્યાખ્યા માં બંધાય એ પ્રેમ હોઇ શકે નહિ. પ્રેમ એ અનુભૂતિ છે, જે કરો તો જ ખબર પડે. . શબ્દોની એક સીમાચિહ્ન રૂપ છે, તેથી મર્યાદા માં છે અને પ્રેમ અમર્યાદ છે.પ્રેમ સાચા અર્થમાં શાશ્વત છે અને
શરીર નાશવંત છે. તેથી આપણે શરીર ને મન ની ભાવના ના માધ્યમથી પ્રેમ કરીએ છીએ , અનુભૂતિ કરી એ છે પણ સ્થુળ સ્વરૂપ માં શાશ્વત પ્રેમ ની વ્યાખ્યા કરી શકતા નથી.
છતાં ચાલો આજે આપણે પ્રયત્ન કરીએ , કે કેટલા અંશે સફળ થવાય તે પ્રેમ સ્વરૂપ ઈશ્વર પર છોડી દઈએ,

પ્રેમ ના કોઈ પ્રકારના હોઈ શકે નહિ, પ્રેમ નું વિભાજન કરી રહી શકાય નહિ, કોણ કોને કેટલો પ્રેમ કરે છે, તે કહી શકાતું નથી, પરંતુ આપણી દ્રષ્ટિ, અને વાણી ની સમજ માં આવે તેવા શબ્દો માં તેનું વર્ણન કરી સંતુષ્ટ થઈ એ છે. પરંતુ ભીતર
કંઈ જુદી જ અનુભૂતિ હોય છે, તે શબ્દ માં અવર્ણનીય છે,
અનિર્વચનીય છે.

પ્રેમ નું સ્વરૂપ વાસ્તવિક છે, કાલ્પનિક નથી. પ્રેમ કાલ્પનિક હોઈ શકે નહિ. પ્રેમ ની હયાતિ હોય છે, પ્રેમ કરવા બીજા ની જરૂર પડે, કોઈ વ્યક્તિ એકલો પોતે જ પોતાને પ્રેમ કરી શકતો નથી. માટે જ પરમાત્મા એ ત્રિગુણાત્મક સૃષ્ટિ નુ નિર્માણ કર્યું છે.તેથી "गुणा गुणेसु वर्तन्ते " ગીતા ની વ્યાખ્યા પ્રમાણે સત્વ રજસ અને તમસ ગુણો પ્રમાણે પ્રેમ નું સ્થુળ સ્વરૂપ વહેવાર ના આદાન પ્રદાન માં આવિર્ભાવ પામે છે.

સનાતન ધર્મ માં પ્રેમ ના શુધ્ધ સ્વરુપ ને સમજવા માટે બધા એક જ દાખલો આપે છે. રાધા કૃષ્ણ નો નિર્મળ ને દિવ્યતા સભર અતુટ શાશ્વત ને શરણાગતિ નો પ્રેમ. અહીં રાધા કૃષ્ણ છે અને કૃષ્ણ રાધા જ બની જાય છે અભેદ પ્રેમ નું સ્વરૂપ બની જાયછે.આ જ તો પ્રેમ ની પરાકાષ્ઠા છેએવા દુનિયાદારી માં પણ લૈલા મજનૂ ને કેટલાય દાખલા ઓ છે.

પ્રેમ કરવાનો હક પ્રાણી માત્ર ને છે, પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ છે અને પોતાની દિવ્ય શક્તિ થી સૃષ્ટિ નું નિર્માણ કર્યું છે તેથી
જીવ માત્ર પ્રેમ નો અધિકારી છે.દરેક જીવ નો પોતાની જાતિ સાથે અને વિજાતિ સાથે પણ પ્રેમ હોય છે, મનુષ્ય પોતાના પાળેલા જાનવર ને એટલો જ પ્રેમ કરે છે ,જેટલો માનવ ને કરે છે. પ્રેમ માં દેવ ,દાનવ ,માનવ ,પશુ ,પંખી બધાનો પ્રેમ એક સરખો જ હોય છે.એમાં કોઈ ભેદ ની રેખા હોતી નથી.પણ એકબીજા પ્રત્યે સમર્પિત ભાવ ને એવો જ પ્રેમ હોય છે.

માટે, જે ઓ ફક્ત દેહ ને દુનિયાદારી ની મર્યાદા નો પ્રેમ સમજે છે ,તેમની સમજ અધુરી છે.ગઝલકારો હંમેશા તગઝ્ઝૂલ ( પ્રેમ નો વિષય )ની વાત કરતા હોય છે.બેપ્રકાર ના પ્રેમ ની વાત કરતા હોયછે
૧ મિજાજે મહોબત ૨. મિજાજે હકીકી
એક તવસ્સુફ અને બીજો તગઝ્ઝૂલ , મતલબ કે એક સ્ત્રી પુરુષ નો દુનિયાદારી નો પ્રેમ અને બીજો પરમાત્મા ની ભક્તિ ભાવના નો પ્રેમ. આ બે પ્રેમ ની અભિવ્યક્તિ ગઝલો માં હોયછે.ગઝલ એ પ્રેમ અભિવ્યક્તિ નો સારો રસ્તો છે

પ્રેમ એ પુર્ણ પરમાત્મા નું પુર્ણ સ્વરૂપ છે, તેથી પ્રેમ માં અધુરપ‌ ચલાવી લેવાતી નથી, પ્રેમ માં પુરેપુરી સમર્પણ ની ભાવના હોવી જ જોઈએ.એ પહેલી ને છેલ્લી એક જ શરત છે.બીજી કોઈજ શરત હોતી નથી.જે શરત નો કે બદલા ની ભાવના જેમાં હોય તે ને દુનિયાદારી કહી શકાય પ્રેમ કહી શકાતો નથી.

અંતે, એટલું કહી વિરામ તરફ આગળ વધીશું કે પ્રેમ નો અંત હોતો નથી, પ્રેમ પુર્ણ છે અને એની અભિવ્યક્તિ પણ પુર્ણ છે
માટે જ બે પ્રેમી એક થઇને પૂર્ણતા નો અનુભવ કરે છે

ૐ પુર્ણ મંદ: ! પુર્ણમ્ ઈદમ્ !!😀😀..........!!!!ૐ