યોગ માં યમ નિયમ મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

યોગ માં યમ નિયમ

પતંજલિ ઋષિએ યોગસૂત્ર ની રચના કરી છે, અને સૌ પ્રથમ યમ અને બીજા ક્રમે નિયમ કહ્યું છે.પછી આસન અને પ્રાણાયામ કહ્યું છે. આ ચાર ને હઠપૂર્વક સિદ્ધ કરવા પડે
માટે તેને હઠયોગ પણ કહે છે.

બાકી ના યાર પગથિયાં, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ
છે. આ બધા મન થી કરવામાં આવેછે, તે રાજ યોગ છે.
શામાટે..યમ નિયમ જરૂરી છે ચાલો સમજીએ.

યમ એટલે.. સત્ય અસ્તેય અહિસા બ્રહ્મચર્ય અપરિગ્રહ
નિયમ એટલે શૌચ, સંતોષ, તપ , સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન

૧ **** .સત્ય
******* સત્ય બોલવું જોઈએ.
મતલબ કે જુઠ ના બોલી શકાય, તમારે કંઈ કરી ખોટું કરવું છે, માટે જુઠ્ઠું બોલો છો. જુઠ બોલવાથી પ્રાણશક્તિ ક્ષીણ થાય છે, તમારૂં સત્વ નષ્ટ થાય છે. માટે સત્ય બોલવું.

અર્ધસત્ય બોલવા માત્ર થી યુધિષ્ઠિર નો રથ ધરતી માં ધસી ગયો, તો પછી આપણા જીવન રથ નું શું થાય?
૧૨ વર્ષ સત્ય બોલવું જોઈએ, તો વાચા સિધ્ધ થાય પછી જે બોલે તે ઘટના પ્રકૃતિ માં ઘટી જાય છે..આ સત્ય નો મહિમા છે. સત્ય એ ઈશ્વર નું સ્વરૂપ છે. સત્ય માં તેનો વાસ છે
માં સત્ય બોલવું જોઈએ.

૨. *"** અસ્તેય.
****** અસ્તેય એટલે ચોરી ના કરવી .
ચોરી કરવી એટલે જેના પર પોતાનો હક નથી તે લેવું.
નાહક નું લેવાથી જીવ ના માથે જેનો હક છીનવાઇ જાય તેનું ઋણ ચઢે. એ ઉતારવા માટે જન્મ લેવો પડે. આ પ્રકૃતિ નો નિયમ જ છે, ત્યાગી ને ભોગવવું. જે મફત માં મેળવવામાં આવે છે, તે ટકતું નથી,

ચોરી ઘણી પ્રકાર ની હોય છે, મન વચન‌ અને કે જે પોતાના
હક નું નથી તે ના લેવાય, અને લઈએ, તો ઋણબંધન માં
આવી જાય. માટે ચોરી કરવી નહીં. મન કલુષિત થાય.

૩. અહિંસા.
********* અહિંસા પરમો ધર્મ
જીવ માત્ર ને જીવન જીવવાનો હક છે.મન વચન અને કર્મથી
કોઈ ને પણ હાનિ કરવી નહીં.
जीवों जीवस्य भोजनम् ।। નો મતલબ દરેક જીવ પરસ્પર એકબીજા ની સહાય થી નિર્વાહ કરતા રહીએ.
ગાય ઘાસ ખાય છે, અને દુધ આપે છે. માણસ દુધ પીવે તંદુરસ્ત બની શકે છે, એવી રીતે બધું સમજવું.
હિંસા કરનાર સ્વભાવિક ક્રુર હોય છે, તેને આત્મા નો આનંદ મળતો નથી. ઈશ્વરે બધા જીવો ને એકબીજા ની સહાયતા
માટે બનાવ્યા છે, નિર્બળ ની હિંસા કરનાર પાપી છે.અગર બલિદાન આપવું જ હોય તો પોતાનું આપવું જોઈએ,પણ એવું કોઈ કરતું નથી. બધાને પોતાનો જીવ વહાલો છે.
માટે હિંસા કરનાર સ્વભાવિક ક્રોધી હોય છે. અને તેને શાંતિ મળતી નથી.

૪. બ્રહ્મચર્ય
****"**** બ્રહ્મચર્ય નો સાચો અર્થ ‌છે. આત્મા માં વિચરણ કરવું. કોઈ પણ વ્યક્તિ, સમાજ, કે જાતિ ભેદ ના રાખવો
બધામાં ઈશ્વર છે, એવું આચરણ એ બ્રહ્મચર્ય છે.
ગૌણ અર્થ છે, ઈન્દ્રિયો નો સંયમ રાખવો. આ જોઈ લઉ,
ખાઈ લેઉ, સ્પર્શ કરી સુખની અનુભૂતિ કરી લેવી. એમ
કરી ઈન્દ્રિયો ને બહિર્મુખ થતાં રોકવી એ બ્રહ્મચર્ય છે.મતલબ
સંયમી જીવન જીવવું.
બ્રહ્મચર્યાશ્રમ માં ગુરુ આજ્ઞા પાળવી જોઈએ અને સંયમની ઉપાસના કરવાથી વીર્ય નું ઉર્ધ્વ ગમન કરવાથી મેઘાવી બની
ને જ જ્ઞાન સંપાદન થાય છે. યોગી નું બ્રહ્મચર્ય આ આશય પુરતું છે.
ગૃહસ્થી માં પણ મર્યાદા ને નિતિ પ્રમાણે સંતાન ઉત્પન્ન કરી
સંયમી રહેવું, બ્રહ્મચર્ય છે. આ વિષય માં વધારે લખવુ અહીં
ઉચિત નથી. પરંતુ સંયમી બનવાથી યોગ કરી શકાય.

૫. અપરિગ્રહ.
*********** અપરિગ્રહ મતલબ જરૂરિયાત વગર નું હોય તેને ત્યાગીને સંતોષ રાખવો.. પોતાની જરૂરિયાત કરતાં વધારે
વસ્તુ કે સંપત્તિ રાખશો તો તેની સાચવણી કરવી પડશે.મન તેમાં ચિંતિત રહેશે. તમે એકાગ્ર થઈ નહિ શકો.
આજ કાલ તો ફેશન ના દોરમાં, આજે પહેરેલ વસ્ત્ર ફરી પહેરતાં નથી. વગેરે.બીજુ કે પરિગ્રહ ના કારણે મન ભ્રષ્ટાચારી થઈ ગયું છે. સમાજ દુઃખી થઈ ગયો છે.કોને સમજાવા જઈએ, બધા હોશિયાર છે.પરંતુ એ બધું સ્મશાન સુધી જ સીમિત છે. પછી છોડવા નું જ છે.

પરિગ્રહ કરનાર ને સંપત્તિ ની સાચવણી માં સમય ને આયુષ નષ્ટ થઈ જાય છે.તે જીવન નો સાચો આનંદ અનુભવી શકતો નથી. માટે અપરિગ્રહ ને યમ માં સમાવેશ કર્યો છે.આમ
યોગી એ અને ભોગી એ યમ નું પાલન કરવું. અને નિયમ નું
પાલન કરવું જોઈએ, તોજ આત્મા નો આનંદ પ્રાપ્ત થાય છે

ૐ તત્ સત્,,,

****😀😀***

૨. ***** નિયમ.
******** જીવન માં નિશ્ચિત નિયમિતતા હોવી જોઈએ.
બ્રહ્માંડ માં ઈશ્વર નિર્મિત પ્રાકૃતિક ઘટનાઓ નિયમિત ચાલે છે
જો એમાં ગડબડ થાય, તો સૂનામી, વાવાઝોડું ને કંઈ કેટલાય ઉત્પાત મચી જાય.
માટે જેણે યોગ માં પ્રગતિ કરવી હોય તેણે પોતાની જાતને નિયમિતા રાખવી, જેથી કરવાથી વિકાસ થાય છે.

નિયમ..
શૌચ, સંતોષ તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન
આ પાંચ નિયમો છે..

૧ શૌચ એટલે શુધ્ધિ.
***************

શરીર સ્વસ્થ અને સ્વચ્છ હોય એ યોગ માં જરૂરી છે.
સવારે સ્નાન કર્યા પછી જ યોગ સાધના કરવી જોઈએ
સ્નાન કરવા થી શરીર ઉપર ની અશુદ્ધિ દૂર થાય છે અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
શરીર શુધ્ધિ ગૌણ છે. મન ની શુધ્ધિ અતિ આવશ્યક છે
જેના મન માં પવિત્રતા હોય, કરૂણા હોય, દયાળુ સ્વભાવ હોય તેવા લોકો યોગ માં ઝડપ થી પ્રગતિ કરી શકે છે.

કદીપણ મન માં રાગ દ્વેષ ના વિચારો કરવા નહીં.મન શાંતિ થી હર્યું ભર્યું રાખવું,નિંદા ચાડી ચુગલી થી દૂર રહેવું.
આમ, શરીર અને મન ની શુધ્ધિ નિતાંત એકાંત આવશ્યક છે

૨. સંતોષ
*********
સંતોષ થી જ ઉત્તમ સુખ મળે છે. જેને યોગ કરવો છે એણે હવાઈ કિલ્લા ના બાંધવા, બહું કાલ્પનિક સુખની અભિલાષા ના રાખવી. યથા લાભ સંતુષ્ટ રહેવું.
જેને વધુ ઈચ્છા અને તૃષ્ણા છે, તેનું મન સદા વિષયો માં
વ્યક્તિ માં અને પરિસ્થિતિ માં ભટકતું રહે છે. પરિણામે એ
સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી.માટે ભટકતી મનોવૃત્તિ પર કાબુ રાખવા માટે સંતોષ રૂપી ઔષધિ નું સેવન કરવું.

૩.તપ..
******.
તપ એટલે તપાવવુ.
તપ કરવા થી બ્રહ્મ મળે. વ્રત, જપ , ઈતર કરવાથી ઈન્દ્રિયો
માં રહલો મળે શુધ્ધ થાય, સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
તપ માં ઉપવાસ નું મહત્વ છે, પેટ ઠાસી ને ખાનાર વધુ બીમારી ભોગવે છે, જેટલા ભૂખે નથી મર્યા એટલા વધુ પડતું ખાઈને મરે છે.માટે ઉપવાસ કરવો જરૂરી છે, જે થી અંદર ના અવયવો ની સફાઈ થાય અને આરામ મળે. નાડી શુદ્ધ થાય
જેમ સોનું તપાવી ને યોગ્ય ઘાટ ઘડી શકીએ, તેવી રીતે તપ થી મન અને શરીર ને કેળવી યૌગિક શક્તિ મેળવી શકીએ.
માટે તપ જરૂરી છે.

૪. સ્વાધ્યાય
***********
યોગ કરનારે હંમેશા ધાર્મિક પુસ્તકો નું વાંચન કરવું. ગીતા
યોગ સૂત્રો વગેરે , જે થી ધર્મ કર્મ‌ની સમજ વિકાસ પામે છે
સ્વાધ્યાય થી પવિત્ર થવાય .ઘર માં આનંદ અનુભવાય
ઈશ્વર ના ગુણગાન થાય તે થી કૃપા મળે.
સ્વાધ્યાય નો બીજો અર્થ હું આત્મચેતના છું દેહ નહીં, એમ વિચારી દેહ અધ્યાસ દુર કરવો એજ યોગ નું ખરૂં લક્ષ્ય છે
અનાસક્તિ નો ભાવ કેળવી જીવન જીવવાની વાત એટલે જ સ્વાધ્યાય કહ્યું છે.

૫. ઈશ્વર પ્રણિધાન
**************
માનવ જીવન નું ખરૂં લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે. માટે ભગવાન ને
શરણે જવું. આખરે ઈશ્વર ની શરણાગતિ અનિચ્છાએ સ્વીકારવી જ પડે છે.તો પ્રેમ થી શામાટે નહિ,

જગતના બધાજ સંબંધો સ્વાર્થ ના છે, દુન્યવી આદાન પ્રદાન ના છે. એક ઈશ્વર સાથે નો સંબંધ નિ: શ્વાર્થ છે.ઈશ્વર કોઈ પણ જાતની અપેક્ષા જીવ પાસે રાખતા જ નથી. કારણ કે સઘળું ઈશ્વર પોતે જ છે. જ્યારે જીવ અજ્ઞાન માં જીવન જીવી રહ્યો છે. તેથી ઈશ્વર ને શરણે જવાથી એનો ઉધ્ધાર થાય છે. જીવન નો સાચો આનંદ મળે છે.