વિચારોનું મહત્વ અને કર્મની સમજણ મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

વિચારોનું મહત્વ અને કર્મની સમજણ

વિચારો નું મહત્વ
==============

માન્યતાઓ મન માં હોયછે.આપણે મનથી જીવીએ છીએ.હંમેશા આપણું મન હોય છે, તેવું બીજા નું પણ હોય છે.મનમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ, સભ્યતા મુજબ,આપણા ભીતર સંગ્રહ થયેલા કર્મબીજ જ વિચારો પ્રેરે છે,

તેથી આપણા સારા નરસા વિચારો આપણા જ છે, સામાન્યત: વિચારો બધા ને આવે છે જ, પણ કદી આપણેવિચારો ના એ ઉદ્ભવ કે ઉદગમ સ્થાન પ્રત્યે સભાનતારાખતા જ નથી. હંમેશા વિચારશીલ બની , તરંગો માંઆપણે વહી જઈએ છીએ. આપણે એવો અભ્યાસજ નથી કરતા કે વિચાર ની ગતિ ને પકડી પાડી એ. તેથી આપણે પરવશ પણે દોરવાઈ જતા હોય છે.

સાધક અવસ્થા માં આવે ત્યારે , ભક્ત, યોગી કે જ્ઞાનીવિશ્લેષણ કરીને જુએ છે. ત્યારે વિચારો થી પૃથક અનુભૂતિકરી લે છે. પણ એ અઘરૂ લાગે છે. કારણ કે મન સદાયબહિર્મુખ જીવન માં રુચિકર લાગે છે. તમે અંતર્મુખી બની નેવિચારો ના મૂળ ઉદગમ સુધી પહોંચવા નું છે, એ જ ખરી સાધના છે. એ માટે વિવિધ પ્રકારની પધ્ધતિ ઓ હોય છે.

તમે સ્થિર શાંત ચિત્તે બેસવા નો અભ્યાસ કર્યો છે??તમે વિચારો નું અવલોકન કર્યું છે? તમે મંત્ર જાપ કે પછી પ્રાણાયામ નો અભ્યાસ કર્યો છે? અગર હા તો તમનેજરૂર સમજણ પડશે, કે વિચાર ના તરંગો કેવા હોય છે.માટે, તમારે જીવન માં વિકાસ કરવો છે , તો તમારા મનને અને વિચારો ને સમજવા ખુબ જરૂરી છે.

જે ભક્તિ કરે છે, તે ભાવ જગતમાં જીવે છે. તેમની
લાગણી અને પ્રેમ નો પ્રવાહ હંમેશા ત્યાગ અને સમર્પણ માં હોય છે, બધું ઈશ્વર નું છે ,એમ જે સમજીને ચાલે છે.તેથી વિચારો પર નિયંત્રણમેળવી લે છે.

જે યોગી છે, એ પ્રાણ શક્તિ દ્વારા વિચારો પર નિયંત્રણમેળવવા માં સફળ રહે છે, જે જ્ઞાની છે, તે આત્મચિંતનદ્વારા વિશ્વ ને ઈશ્વર નું સ્વરૂપ જાણી નિયંત્રણ મેળવી લે છે. આપણે આપણી યોગ્યતા મુજબ અભ્યાસ કરવો જોઈએ.

વિચારો એ તમારું પોતાનું જ સ્વરૂપ છે. તમે વિચારવંતછો. તમારા વિચારો ને સમૃધ્ધ બનાવી સફળ બનો.

ૐ‌ આનંદૐ....

હંમેશા કલ્યાણકારી વિચારો, પ્રેમ આનંદ વિશે વિચારો


કર્મ ની સમજણ
==================================
હંમેશા " હું" કરું છું. એવો સ્પષ્ટ ભાવ આપણને,હોય છે. આપણી જીવનશૈલી માં, વ્યવહારિક બુદ્ધિ થી હું કર્તા છું' , મેં કર્યું એવી સમજણ હોય છે,અને હું કર્તા છું', તો પછી ભોક્તા કોણ છે?

વાસ્તવમાં, આ સમજણ વ્યક્તિગત છે, અને દુનિયાદારી ની દ્રષ્ટિ માં સત્ય ભાસે છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિ એ આ સમજણ સત્ય નથી, ભ્રમણા છે. કારણ કે,‌હુ કરુંછું , એને જ અજ્ઞાન કહેવાય છે.

નરસિંહ મહેતા કહે છે: હું કરું, હું કરું, સકટ નો ભારજેમ શ્વાન તાણે, એટલે કે ગાડા નીચે ચાલતો કુતરોએવું સમજે છે , કે ગાડા નો ભાર હું વહન કરી રહ્યો છું,પણ વાસ્તવિકતા જુદી હોય છે.

જેમ ગાડાનો ભાર ,બળદ ખેંચી ને વહન કરે છે. તેવી જ રીતે , આપણું શરીર અને ઈન્દ્રિયો , મનના આદેશ અને બુદ્ધિ ની નિર્ણય શક્તિ ને આધિન થઈને જ,સંસાર ના દરેક કર્મ નું વહન કરે છે, આમ ઈન્દ્રિયો જકર્તા છે, પરંતુ જેના માં કર્તા પણાની ભાવના નું અજ્ઞાનછે, તે એવું સમજે છે, હું એટલે આ દેહ હું છું, અનેહું જ કર્મ નો કર્તા અને ભોક્તા છું.

આ કર્મ નો કર્તા ભોક્તા ભાવ કેમ ઉત્પન્ન થાય છે.?એ સમજવાની જરૂર છે. આ સનાતન સત્ય નહિ સમજી એ, તો પછી ગમે તેટલી વાર ગીતા વાંચો, તમનેસમજણ પડશે નહીં.

જીવ, ચૈતન્ય કે આત્મા છે કહો તે, આ માનવ શરીર માંશામાટે આવી માનવદેહ ધારણ કરી અવતરણ કરે છે?એને કંઈક ભોગવવા ની ઈચ્છા છે, એનામાં કંઈક તૃષ્ણાછે, એના માં અતૃપ્તિ નો ભાવ પેદા થાય છે. આ ભાવનીપૂર્તિ અર્થે માનવ શરીર અને ઈન્દ્રિયો તથા વિચાર કરવામન અને નિર્ણય કરવામાં બુધ્ધિ ની જરૂર પડે છે.તેથી એસૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ આત્મ ચેતના , અન્ન દ્વારા માતા પિતાના દેહ દ્વારા માનવશરીર ધારણ કરે છે.


આમ, વારંવાર આત્મચિંતન ના અભાવે, શરીર દ્વારા, ઈન્દ્રિયો દ્વારા કર્મ કરી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ની,અનુભૂતિ કરીને પણ અતૃપ્તિ નો જ અનુભવ કરે છે્એને શાશ્વત શાંતિ કે તૃપ્તિ ની અનુભૂતિ થતી નથી,કારણ કે શરીર અને ઈન્દ્રિયો પ્રાકૃતિક છે, પરિવર્તન શીલછે એમાં પુર્ણતા નથી, માટે જન્મ મરણ ના ચક્કર તેના ચાલ્યા કરે છે.

તેથી, વાસ્તવિક રીતે કર્મ ઈન્દ્રિયો દ્વારા થાય છે, તેનું ભાન એટલે કે સભાનતા કેળવવી પડે. મતલબ તમે કર્તા નથી પરંતુ ,કર્મ ના સાક્ષી છો, એવોજ્ઞાન પૂર્ણ અને જાગૃતિ નો અભ્યાસ કરવો જોઈએ.

આ જાગૃતિ કંઈ એક દિવસમાં મળી જતી નથી ,તમારેનિત્ય નિરંતર હું નો ત્યાગ કરી, વિતરાગી બનીને કર્મ ,કરવા ના છે, અને ધ્યાન દ્વારા કે ભક્તિ દ્વારા દેહાભિમાન છોડી , આત્મ ભાવે તટસ્થ રહીને જાગૃતિમાં રહેવું પડશે,

જ્યારે જ્ઞાન ની સાત ભૂમિકા પાર કરીને,મન જીતી તુરિયા અવસ્થા માં પ્રવેશ કરશો , એટલેઆપોઆપ કર્તાભાવ છૂટી જશે, બહું કઠીન સાધનાનથી, ફક્ત અભ્યાસ કરવાની અને દેહ અધ્યાસ છોડવા ની જરૂર છે. તમે અનાસક્તિ માં સ્થિતિ મેળવી કર્મ નાબંધનો થી મુક્ત થઈ જશો..ૐ...


ધ્યાન દ્વારા, તમે આત્મચિંતન કરી, મનનો સ્વભાવ જીતી
લો, બુદ્ધિ ના તર્ક ની સીમા ઓળંગીને ચિત્ત માં રહેલાકર્મબીજ ના સંસ્કાર નાશ કરો, હું દેહ અને ઇન્દ્રિયો નહીંપરંતુ ચૈતન્ય છું, શાશ્વત છું એવો ભાવ કેળવો, અનેકર્તાભાવ છોડી ને ઈશ્વર અર્પણ બુધ્ધિ થી વ્યવહાર કરવો.જોઈએ

અનાસક્તિ અને નિષ્કામ તથા નિર્લેપભાવે કર્મ કરીનેજીવતે જીવ, દેહમાં જ વિદેહ મુક્તિ નો અનુભવ કરો.

======🤩🤩====😂😂====😍😍=====