પ્રેમ ની ભાષા મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમ ની ભાષા

જ્યાં કોઈ ભાષા નથી, જ્યાં કોઈ શબ્દ નથી.
જ્યાં શરણાગતિ ધર્મ છે, બીજું શરણ નથી;
વેદ વાક્ય સમાન સત્ય સ્વરૂપ જેનું નિર્લેપભાવે,
લોપાય નહીં રંગ રૂપ, જાત પાત નું કારણ નથી;

પ્રેમ ના સ્વરૂપ ને સમજી શકવા , પ્રેમ સ્વરૂપ બનવું પડે અને
એના માટે પ્રેમ જ લાયકાત છે. ત્યાગ ના પાયા પર ઊભા રહી
સદાય મૃગજળ જેવી તૃષ્ણા ને સંતોષવા જીવન આખુ ખર્ચીને
બસ પોતાની જાતને સમર્પિત કરી દેવામાં આવે, જ્યાં મેળવવા નું કશું જ નથી. બસ મળવા ની અનુભૂતિ દ્વેત ભાવ માં અને
મિલન અદ્વૈત ની ચરમસીમા ને ઓળંગી જવું. આ ને દિવ્યતા
કહેવાય.

હ્રદયમાં ઉઠતી લાગણી ના ઊભરા માં તણાઈ જવાનું, ના જાણે કિનારો ક્યાં છે? આ નાવડી મઝધારે કોઈ અજાણ્યા
તોફાનમાં માર્ગ શોધી રહી છે. એવી અદભુત મનોદશા નું
આલેખન વિરહની વેદના સંવેદના અને મિલનની મોજ મસ્તી માં સરી જતાં મધુમય શબ્દોની શૃંખલા એટલે દિવ્ય પ્રેમ.

ઘૂઘવાટ કરતા સાગર ના મોજા ઉછળ્યા કરે છે અને કિનારે
અથડાતાં વિસર્જન થાય છે..
શરૂના ઝાડ માં અથડાતાં પવન નવીનવી સંગીત ની તર્જ ઉત્પન્ન કરે છે. ઠંડી શીતળ લહેરો જોઈ મન પ્રફુલ્લિત થઇ
જાય છે.. ત્યાં રોજ ની આદત મુજબ બે ભૂલકાંઓને
રમતગમત કરતા , મોજમસ્તી કરી જીવન નો નિર્દોષ આનંદ
લૂંટે છે..

પ્રાથમિક શાળામાં માં ભણતા આ બાળકો , ખિલખિલાટ
કોમળ ફૂલ જેવા બધાને મીઠી મુસ્કાન અને પ્રેમ નો સંદેશ
આપેછે.
વેલજી ભાઈ માછી નો દીકરો સાગર અને મનસુખ મહેતા
સાહેબ જે ગામ માં શિક્ષક છે જ મૂળ વડોદરાના વતની છે પરંતુ નોકરી મળવાથી અહીં આવ્યા સ્વભાવે પરગજુ અને નિષ્ઠા વાન છે. એમની દીકરી મંદાકિની પણ એવી જ સરસ મજાની છે.બન્ને એકમેક માં એવા હળીભળી ગયા છે કે જાણે કોઈ અનંત સફર ના બે મુસાફરો ના હોય !ભણવા માં પણ બન્ને હોશિયાર અને આજ્ઞાંકિત પણ ખરા.અને તોફાની પણ એટલાં જ.

મન ના મેળ મળી જતા , સંસાર ના આ મેળામાં
ભવસાગર પાર તરવરાટ , કરવો સંસાર મેળામાં;

એકબીજા પ્રત્યે સહિષ્ણુતા દયાભાવ રાખી, ટિખળ કરવી
ધીંગામસ્તી કરવી આ રોજ નો નિત્યક્રમ .સમય નું ચક્ર પણ ગજબ છે, કોઈ ને ખબર જ નથી આવતી કાલે શું થશે.
પરંતુ બધા વર્તમાન સમય અનુસાર બધું સત્ય સમજી ને જીવન નિર્વાહ કરતા રહે છે.તેમ સમય જતાં આ બાળકો
મટી ને યૌવન માં પ્રવેશ્યા.

સૃષ્ટિ માં મદનોત્સવ નું સામ્રાજ્ય છવાયું, વસંત ઋતુ માં
પ્રકૃતિ એ નવોઢા નું સ્વરૂપ ધારણ કર્યું. ઋતુનો આનંદ લેતા
પશુ પક્ષી બધા મદન ની મસ્તી માં તરબોળ બની પોતાનું અસ્તિત્વ ભુલી એકમેક માં ઓતપ્રોત થવા લાગ્યા.

આજની રમણીય સંધ્યા વસંત નો સંદેશ લઇ સાગર અને
મંદાકિની પાસે આવે છે.જેઓ ગઈ કાલે હું નિર્દોષ બાળક હતા આજે યૌવન માં પ્રવેશ્યા છે.જગત ભાવ પ્રધાન છે.
હ્દયકૂન્જ માં પ્રેમ ની ઊર્મિ ઓ સ્પંદિત થતાં જ બન્ને ના ભાવ
અને દ્રષ્ટિ કોણ બદલાઈ જાય છે. જે ગઈકાલે મિત્ર હતા, એ પ્રમાણે મૈત્રી પ્રેમ માં પરિણમે છે.

સાગર અને મંદાકિની હાથ માં હાથ ભીડી દરિયા કિનારે ટહેલતા હોય છે જુની આદત પ્રમાણે ,પણ આજ કંઈક ફરક હતો. આજે સાગર ના હાથની ઉષ્મા બદલાઈ હતી અને મંદાકિની પણ ગજબ નો સંસ્પર્શ અનુભવી રહી હતી.તેણે
હળવે થી હાથ દબાવી કહ્યું;

સાગર તને નથી લાગતું કે આ બધું બદલાઈ રહ્યું છે.કંઈક
વિશેષ આહ્લાલાદક લાગે એવું નથી લાગતું.
સાગરે કહ્યું; હા, કંઈક તો ગડબડ છે, કશુંક બદલાઈ ગયું છે
પણ સમજાય એવું નથી. જીવન છે તેમાં પરિવર્તન હોય એ
સ્વભાવિક છે.જો તું કાલે નાની હતી , હવે મોટી થઈ ગઈ.
હવે આગળ ભણીને પછી નોકરી કરીશ ને પરણી પણ જઈશ.

પરણવાનું નામ સાંભળ્યું ને છણકો કરીને કહ્યું; એમ?
અને તું કુંવારો રહીશ? એમ કહી બંને ખડખડાટ હસી પડ્યા
એમના હાસ્ય ને સંમતિ આપતા હોય તેમ મોજાં એ એમને
ભીંજવી દીધા.

આમ, નિત્ય ક્રમ ચાલતો બંને ખુશમિજાજ થઈ એકમેક માં
ઓતપ્રોત થઈ આનંદ કિલ્લોલ કરતા પક્ષી જે વા મુક્ત વિહાર કરતા હતા.
એકદિવસે સાગરે કહ્યું; મનસુખ સાહેબ ની બદલી નું શું થયું?
મંદાકિની એ કહ્યું; શિક્ષણ અધિકારી કહેછે, અરસપરસ બદલી કરવાની હોય તો શક્ય બને, તમારા જિલ્લા માં થી કોઈ અહીં આવવા તૈયાર હોય તો મને શું વાંધો છે. બસ અહીં વાત અટકી છે.
સાગરે કહ્યું ; અને ધારોકે શક્ય બની જાય તો શું??
મંદાકિની એ કહ્યું; તો શું ! પપ્પાની વતન માં રહેવાની દ્રઢ ઈચ્છા
પુરી થઈ જાય માટે અમે બધા વડોદરા જઇશુ.

સાગરે કહ્યું; વાહ! બહુ સરસ... જતા રહેજો...એમ કહી નાક ચઢાવ્યું. તેથી મંદાકિની એ કહ્યું કેમ ખોટું લાગ્યું ને?
પણ શું થાય અહીં અન્ન જળ લખ્યાં છે ત્યાં સુધી તો રહેવાની
છું.અને આમેય હું ક્યાંય જવાની નથી! એ નક્કી.

સાગરે કહ્યું; નક્કી નથી મતલબ શું? સમજવું.
મંદાકિની એ કહ્યું: મારે તો બધી છોકરીઓ ની જેમ લગ્ન થાય એટલે સાસરી મા જ ઠરીઠામ થવાનું હોય. એમ સમજી લે.

સાગરે કહ્યું; તો પછી એમ વાત કરને બદલી થાય કે ના થાય
તને શું ફરક પડે. તારે તો પરણીને સાસરે જ જવું છે ને?
પણ એ તો કહે મુરતિયો કોઈ ધ્યાન માં છે ખરો? કે શોધવા નો છે. મંદાકિની એ એની વાત નો જવાબ ના આપ્યો. અને મનોમન હસવા લાગી. અને વિચાર માં ખોવાઈ ગઈ.

સાગરે કહ્યું; ઠીક છે મને જાણવા ની બહુ ઉતાવળ નથી પરંતુ
યોગ્ય સમયે જરૂર જણાવજે..આ શબ્દો ની મધુરિમા ને હ્દયગમ્ય કરતા હળવો હાથ દબાવી હકારાત્મક સંકેત આપ્યો.

વસંત પંચમી આવી લગ્ન ની મોસમ પૂરબહારમાં ખીલી હતી
વાતાવરણ આહલાદક હતું, આજે નવા વસ્ત્રો માં પરિધાન થઈ
મંદાકિની સુંદર અને સુશીલ દેખાતી હતી.આજે ઘરમાં વસંત પંચમી નું પૂજન હતું. મંગલ મય ઉત્સવ હતો.આસપાસના બધા ભેગા મળીને સરસ્વતી પૂજન કર્યું અને પ્રસાદ લીધો.

મંદાકિની એ કહ્યું; સાગર આપણે સાંજે દરિયા કિનારે જઈશુ
હું તને સરપ્રાઈઝ આપવા માંગુ છું.
સાગરે કહ્યું ; ચોક્કસ ,ચાલો શું સરસ પ્રાઈઝ છે જાણવા તો
મળશે. અને હમણાં જ કહી દે તો શું વાંધો છે?

મંદાકિની એ કહ્યું; એમ કંઈ કહી ના દેવાય. ધીરજ રાખવી પડશે. પણ ચોક્કસ ગજબનું કંઈક છે, એટલું યાદ રાખજે.

સાગરે વિચાર્યું કે હવે એવું તો શું હશે? હમણાં નથી તો કોઈ પરિક્ષા નું પરિણામ કે નથી કોઈ નવાજુની થઈ. પણ ચાલો જે હશે સાંજ પડે ખબર પડી જશે. હા, ઉત્સુક તો છું જ પણ
સરપ્રાઈઝ ની મજા ના બગડે માટે વાટ જોવી ઉચિત છે.

સાગર કિનારે મંદ મંદ વહેતી હવા અને સાગર ના મોજા ના લય બદ્ધ અવાજ માં મન પરોવી સાગર અને મંદાકિની ચૂપચાપ બેઠાં છે..... શું કહું ? એ વિચાર માં ખોવાઈ ગયેલી તંદ્રા ને
તોડતા સાગરે કહ્યું: બધું સલામત તો છે ને?? કોઈ કારણોસર
તું આમ ચૂપ થઈ ગઈ એવું મને લાગે છે. બોલ સરપ્રાઈઝ ની શું વાત હતી ??
મંદાકિની ની આંખો માં થી આંસુ ની ધાર વહી રહી છે. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો છે.. એણે સાગર ને બાથ ભીડી દીધી અને
રડવા લાગી...
સાગરે કહ્યું: અરે ગાંડા શું કાઢે છે!! કંઈ કશુંક તકલીફ હોય તો
બોલી દે, તો એનો ઉકેલ આવે.એમ કહી એને વાંસે હાથ ફરાવવા લાગ્યો. જેથી થોડી સ્વસ્થ થાય.

મંદાકિની એ મૌન તોડતા........ તૂટક.. આવાજ માં કહ્યું:
બસ, મારા અન્ન જળ અહીં પુરાં થાય છે.હવે અમારે વતનમાં
જવાનું છે. પપ્પાની બદલી નો ઓર્ડર આવી ગયો છે.એમના કોઈ મિત્ર ની ભલામણ ને કારણે બદલી થઇ ગઈ.

સાગરે કહ્યું : બસ આટલી જ વાત છે!!.એને માનસિક બળ આપતા કહ્યું ,એમાં શું બધાની બદલી થાય છે, અને તારા પપ્પા
ને તો ઘણી ઈચ્છા હતી વતનમાં જવાની, તેથી સારું જ થયુંને
એમાં રડે છે શામાટે ?

મંદાકિની એ કહ્યું: તારુ હ્દય શુષ્ક છે, એટલે તને ખબર ના પડે.અને આમેય તેં પૂછ્યું હતું ને , કોઈ મુરતિયો ધ્યાન માં છે.
તો હવે શું કરવું ને કહેવુ મને સમજાતું નથી.

સાગરે મજાક કરતા કહ્યું: એમાં શું , જગત માં ચાલે છે એમ ચાલવાનું, યોગ્ય મુરતિયો મળે લગ્ન કરી લેવાના.
મંદાકિની એ કહ્યું: બધી વખતે મજાક ના થાય, કોઈ વાત ને થોડી ગંભીરતાથી લેવાનું શીખ. હવે તને છોડીને મારે જવાનું છે , અને તને મજાક સુઝે છે. એમ કહી ફરી રડવા લાગી.

સાગરે કહ્યું: ઠીક છે, ચાલો મજાક મસ્તી બંધ.સિરિયસલી વાત કરીએ. જો, તારે વડોદરા જવાનું છે જ, એમાં કોઈ શંકા નથી.પ્રશ્ન આપણી દોસ્તી નો છે , જે સદાય રહેશે.અને લગ્ન કરવા હશે ત્યારે આપણે જરૂર કરીશું. આપણે હજુ આગળ ભણવા નું છે . જીવન ઘડતર કરવાનું છે.એટલે લગ્ન નો પ્રશ્ન નથી.પરંતુ તારે દૂર જવું પડશે ,મારાથી એ સહન થતું નથી એવી જ અરસપરસ પરિસ્થિતિ છે.

સત્ય છે.મને પણ તારા વગર શું અહીં ગમશે? હવે આ સાગર
ના કિનારે આ છેલ્લી ટહેલ હશે. હવે હું અહીં નહીં આવું. એમ કહી સાગર ગંભીર થઈ ગયો.

થોડોક સમય બન્ને ચૂપચાપ દરિયા ની લહેરો ને નિહાળતા બેસી રહ્યા. હવે આગળ શું કરવું જોઈએ. જેથી એમની છુટા થવાની એ વેદના ને મિટાવી શકાય એનો વિચાર કરવા લાગ્યા.
મંદ મંદ હવા હવે સુખ આપતી નહતી. મન શાંત ન હતું. ગજબ ની ઊથલપાથલ મન માં ચાલી રહી હતી.

દર્દ માં જીવવાની મજા જ કંઈક ઓર હોય છે,
ઝખ્મોની મૈત્રી, કદી કદી મરહમી પણ હોય છે,
વિરહ વિના વેદના સંવેદના,સમજાય કેવી રીતે ?
મિલનની મોજમસ્તી, આખરે કુદરતી હોય છે;

મંદાકિની એ કહ્યું: જો, હવે કંઈક તો કરવું પડશે. આપણે હવે
પછી કેવી રીતે ભેગા થઈશું. હજું આગળ ભણવા નું છે.મારે
હવે વડોદરામાં ભણતર પુરુ કરવુું પડશે.

સાગરે કહ્યું: હું તને તારા ઘરે વડોદરા અવારનવાર મળવા આવીશ. અને મારી બધી માહિતી આપતો રહીશ. અને પછી
લગ્ન ની વાત યોગ્ય સમયે જ કરીશું. અત્યાર ની પરિસ્થિતિ અનુસાર તો આપણે છૂટા પડવાનું વિધાતાએ નક્કી જ કરેલું છે
એમ માની લે. માટે કોઈ ઉતાવળ માં ગમે તેવું પગલું આપણા થી ના ભરાય. અને પગલું ભરીને પસ્તાવાનું થાય એવું કરવાનું નહીં.

મંદાકિની એ સાગરની વાત ને સમર્થન આપી કહ્યું. સારું.
પરંતુ તું તારૂં બોલેલું પાળજે, હું મારી મર્યાદા છોડીને,અહીં તું
પરણીને ના લાવે ત્યાં સુધી નહિ આવું. તારી વાટ જોતી રહીશ.
એમ કહી ને બાથ મારી ,સુનમુન થઈ ગઈ.

અક્થ્ય છે વર્ણન કરવું વેદના નું,
ઝરણું વહેતું રહ્યું છે ભાવના નું;
ખારા કદી મીઠા, ઝરાછે અશ્રુઓ,
મન નો માણીગર મળે , કામના નું;

મિલનની ની મધુર પળો આજે વિજોગણ બની ને ઊભી હતી
હદય માં એક ઝંઝાવાત હતો.મન બેબાકળુ હતું. પરંતુ પરિસ્થિતિ ની નાજૂકતા ને જોતા આ નિર્ણય મજબૂર થઈ લેવો પડ્યો હતો .સમય ની ગતિ ન્યારી છે. રાજા રામ ને પણ ખબર ના હતી કે આવતી કાલે રાજ્યાભિષેક નહીં, વનવાસ જવાનું છે.આમ સમય સમય નું કામ કર્યે જાય છે.

ગામ લોકો મનસુખ સાહેબ ના સરળ અને પરગજુ સ્વભાવ થી પરિચિત હતા. તેઓ બધા સાથે ખૂબ ભળી ગયા હતા એટલે
બદલી ના કારણે બધાને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. પરંતુ
આનંદ એ વાતનો પણ હતો કે આખરે મનસુખ સાહેબ ની મનોકામના પૂર્ણ થઈ.

વિદાય સમારંભ યોજાયો, એકમેક ને હળીમળીને મનસુખ સાહેબ ગળગળા થઈ ગયા અને કહ્યું કે હું અહીં આવ્યો ત્યારે
એકલો હતો અને હવે જાઉ છું ત્યારે મારી પાસે ઘણા સંબંધો નું ભાથુ છે. વતન થી આટલો દુર હોવા છતાં મને કુટુંબ ની ખોટ તમે સાલવા ના દીધી એથી મોટી ભાવના ને સરભરા શું હોઈ
શકે. મારા‌ સુખદુઃખ સાથે તમે રહ્યા છો. એ અવિસ્મરણીય છે. સમય સંજોગ ને માન આપવું પડે માટે આપ સહુ નો દિલ થી આભાર માનું છું. કદાચ કોઈ સંજોગોમાં ખરું ખોટું બોલાયું
હોય તો ક્ષમા કરશો. સૌ નાસ્તો કરી છુટા પડ્યા.

આમ. વિદાય સમારંભ પુરો થયો.વતન માં ફરવા ની પુરી તૈયારી કરી લીધી. છોકરા ઓ એ સામાન પેક કરવા માં બધી મદદ કરી. અને ભાડાં નું વાહન કરી આપી તેમાં બધો સામાન
મુકી આપ્યો. હા ના કરતા ગામ માંથી વેલજી ભાઈ અને કરશનભાઈ એમની સાથે થોડા દુર સુધી જોડે આવવા તૈયાર થયા. મનસુખ સાહેબ એમની ભાવના જોઈ ના પાડી શક્યા નહીં.

મંદાકિની અને એની મમ્મી સરલાબેન ની આંખોમાં આંસુ આવી ગયા. સરલાબેનને પણ બધા સાથે ખૂબ ફાવી ગયું હતું.
એટલે દુઃખ અને આનંદ બેઉની અનુભૂતિ થઈ રહી હતી.
મંદાકિની નું મન અક્થ્ય વેદના અનુભવતું હતું. એની પાસે
બોલવા માટે ફક્ત આંસુ હતાં.

સાગરે સાંત્વન આપતા કહ્યું: એ એને મળવા જરૂર વડોદરા આવશે.અને ફોન કરી ખબર અંતર પણ પુછશે. એમ કહી
મનસુખ સાહેબ અને સરલાબેન ને પગે લાગ્યા.છોકરાઓ
બચપણથી જ સાથે મોટાં થયાં હતાં તે સરલાબેન જાણતા હતા. અને સાગર નો માયાળુ સ્વભાવ પણ જાણતા હતા તેથી
કહ્યું : બેટા જરૂર તું આવજે. અમને પણ સારું લાગશે.
આખરે વિદાયની અંતિમ ઘડી આવી ગઈ. બધા વાહન માં બેસી ગયા અને ડ્રાઇવરે ગાડી હંકારી દીધી.........

અસહ્ય છે પીડા,મનોવ્યથા ખરીએ,
તન્મય ચિંતન ચિદ રૂપ, ચૈતન્યતાનું;
વિલસતુ દ્વૈતની લીલા માં સ્નેહાળ,
સૌહાર્દ છે હ્દયકૂન્જ ની ઊર્મિઓનું;

દૂર સૂધી સજ્જડ નેત્રે સાગર અને મંદાકિની એક બીજા ને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોયા કર્યું. આખરે ગાડી નજર થી ઓઝલ થઇ ગઈ......

*************
વડોદરા વતન માં
*******"***"**
મનસુખ સાહેબ ની બદલી વડોદરા નજીક ના હરણી ગામ માં થઇ હતી.જે શહેરથી બીલકુલ નજીક હતું. મંદાકિની નો આગળ નો અભ્યાસ પણ અહીં ની કોલેજ માં શરુ થઇ ગયો
અને ધીમે ધીમે બધું થાળે પડી ગયું. પરંતુ મંદાકિની ના હદયને
મોટો આઘાત લાગ્યો હતો. વિરહની આ વેદના સહન કરવી ઘણી વસમી લાગી પરંતુ બીજો કોઈ ઉપાય નથી.માટે કાળચક્ર માં પિસાયા વગર છૂટકો નહોતો.

સાગર ની માનસિક સ્થિતિ પણ કફોડી હતી. સમય ના વહેણ માં સમાઈ જવું ઉચિત લાગ્યું. તેથી મન મનાવી લીધું.અને અભ્યાસ માં મન પરોવી દીધું. કારણ કે ભણતર વગર જીવન માં કશું સંભવ નથી તે જાણતો હતો.

વલસાડ ની કોલેજ માં એન્જિનિયરિંગ નો અભ્યાસ શરૂ કર્યો.
સંજોગોવસાત અહીંની કોલેજ માં વડોદરા નો સંજય જોષી પણ એની સાથે જ અભ્યાસ કરતો હતો. તે સ્વભાવે મળતાવડો અને થોડો સરારતી પણ હતો.સંજય અને સાગર ને
મનમેળ થઈ ગયો અને બન્ને ગાઢ મિત્રો બનીગયા.

આમ ભણવા ગણવામાં ત્રણ ચાર વરસ નીકળી ગયા ખબર પણ ના પડી.

મંદાકિની ને સાગર ની ખુબ યાદ આવતી તેથી એ ગુમસુમ થઈ જતી એનું મન કશામાં લાગતું નહોતું. એનો પ્રિય સખા એનાથી
વિખૂટો પડી ગયો હતો.એ વાત નું એને બહુ જ દુઃખ હતું પરંતુ
આત્મા નો વિશ્વાસ હતો કે સાગર ચોક્કસ તેને મળવા આવશે.

સાગરની માનસિક સ્થિતિ પણ કંઈક એવી જ હતી , પરંતુ એ ઠરેલ સ્વભાવ નો હતો. એણે મન માં નક્કી કર્યું હતું કે હું ભણી ગણીને પગભર થઈ જઈશ ત્યારે જ લગ્ન કરીશ. પરંતુ વિરહ ના આ દિવસો વેઠવા અતિ કઠીન હતા.સંજય ઘણી વાર સાગર ને ગુમસુમ કે વિચાર કરતા જોતો , અને પૂછતો કે તેને કોઈ તકલીફ છે? પરંતુ સાગર વાત ને ટાળી દેતો.

સંજયે મનમાં નક્કી કર્યું કે હું એક દિવસ જાણી લઈશ કે તેને શું તકલીફ છે.મિત્ર નું જે કંઈ પણ દુઃખ હોય તે બનતી કોશિશ કરી દુર કરવા પ્રયત્ન કરીશ.કારણ કે એ દિલોજાન દોસ્ત હતો.

એક દિવસ ગયો,એક રાત વીતી ,એક માસ વીત્યો અને વર્ષો પણ વીતી ગયા. સાગર તથા સંજય એન્જિનિયર બની ગયા.
નસીબ જેવું પણ કંઈક હોય છે. સાગર ને કેમ્પસ ઇન્ટરવ્યૂ માં
સિલેકશન થઇ ગયું ,નોકરી મળી ગઈ.

આ બાજુ મંદાકિની પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને એક એન્જિનિયરિંગ કંપની માં જોબ કરતી હતી. સંજોગો પણ કેવા અજીબોગરીબ હોય છે. ઈશ્વર ની લીલા અકળ છે.

બીજો છે ક્યાં, મારી રુહાની દુનિયા માં,
ભેદભાવ ભ્રમણ કરી,અભેદ દિલ શું કરું?

તત્પરતા ત્યાગમાં, તરબોળ ચૈતન્ય જ્યાં,
રસલ્હાણ રસધાર માં,ખટાશ દિલ શું કરું?

ભગવાન પણ કરૂણાનિધિ છે. ક્યારે પ્રકૃતિ માં શું ઘટિત થાય એની માનવ કલ્પના પણ કરી ના શકે.અને થયું પણ એવું જ.
મંદાકિની જ્યાં નોકરી કરતી હતી એ એન્જિનિયર કંપની માં જ સાગર સીલેકટ થઇ ગયો. અપોઈન્ટમેન્ટ લેટર પણ મળી ગયો હતો.ટુંક સમયમાં જ એને હાજર થવાનું હતું. તેથી સંજય ને વાત કરી કે ભાડે રહેવાની વ્યવસ્થા કરવાની છે. એને વડોદરા માં નોકરી મળી ગઈ છે.

સંજયે કહ્યું : તું થોડા દિવસ મારા ઘરે રહી જા. ભાડા ના
મકાન ની ચિંતા ના કર ,એ બધું પછી થઈ જશે. તું એકવાર નોકરી માં જોડાઈ જા.પછીથી બીજું બધું વિચારીશું.

સાગરે કહ્યું: તારી વાત સાચી છે. તારૂં ઘર છે પછી મને કોઈ ચિતા નથી. હું મમ્મી પપ્પા ને બધું જણાવી દઉ છું.અને વડોદરા જલ્દીથી આવી જાઉં છું.

સંજયને પણ વડોદરા માં એક mnc કંપની માં નોકરી મળી હતી.પગાર ધોરણ પણ સારૂં હતું. પોતે વડોદરા નો હોઈ વડોદરામાં નોકરી મળી જવાથી ખુશ હતો.અને સાગર ને પણ નોકરી વડોદરા માં મળી તેથી તેને ઘણોજ આનંદ થયો કે ચાલો મિત્રો સાથે હળીમળીને ને રહીશું.

સંજયે મમ્મી પપ્પાને સાગર ની નોકરી મળી તેની વાત કરતા પૂછ્યું કે શું આપણા ઘેર થોડા દિવસ એને રાખી શકીશું?
આ સાંભળી તેની મમ્મી એ કહ્યું, તારો દોસ્ત છે અને તને ઘણી રીતે મદદરૂપ થયો છે, તો શું આપણે તેને ના પાડી શકાય? ભલે એને જેટલું રહેવું હોય એ રહી શકે છે.

ઈશ્વરે ફરી એકવાર બન્ને ને ભેગા કરવા ની કૃપા કરી.
આજે સાગર ને નોકરી પર હાજર થવાનું હતું. એટલે બિસ્તરો બાંધી ને સંજય ના ઘરે આવવા તૈયાર થઈ ગયો.સંજય પણ ખુશ હતો કે ચાલો જે થયું તે સારું જ થયું છે.

સંજાણ થી વડોદરા રેલવે મુસાફરી દ્વારા આજે સાગર આવવાનો હતો. તેને રિસીવ કરવા સાગર રેલવે સ્ટેશન પર
ગાડી આવવા ના સમય પહેલા પહોંચી ગયો. સયાજી નગરી એક્સપ્રેસ ટાઇમસર હતી. સાગર આવી પહોંચ્યો તેનો સામાન સંજયે લીધો અને રિક્ષા માં ઘેર આવ્યા.
તેના માતા-પિતા એ સાગરનું ભાવભીનું સ્વાગત કર્યું.અને કહ્યું તારું જ ઘર છે એમ સમજી સંકોચ કર્યા વગર અહીં રહેજે.
કોઈ પણ બાબત ની ચિંતા કરીશ નહીં.

સાગર ને રહેવા માટે ઉપરના માળે વ્યવસ્થા કરી આપી. સાગર
નહાઈ ને ફ્રેશ થઈ ગયો. સાંજે બધા જોડે જમ્યા પછી સાગર ઉપરના રૂમમાં સુવા ગયો. પથારી માં પડ્યા ફેરવ્યા પણ ઊંઘ આવતી નથી કારણકે એને મંદાકિની ની યાદ આવતી હતી.હવે
હું મંદાકિની ને મળવાની તાલાવેલી લાગી હતી.તેથી તે તેના વિચારો માં ખોવાઈ ગયો અને ક્યારે ઊંઘી ગયો ખબર ના પડી.

આ તરફ મંદાકિની ને રાત્રે સ્વપ્ન આવ્યું કે સાગર તેને મળવા આવી રહ્યો છે. મંદાકિની એ તેની મમ્મી ને સવારે કહ્યું ; મને આજે સાગર મળવા આવવા નો છે. એવું સ્વપ્ન આવ્યું.

મમ્મી એ કહ્યું: વહેલી સવારના સ્વપ્નો સાચાં પડતા હોયછે
માટે એવું બની પણ શકે. પણ સપના તો સપના જ હોય.તુ
એને યાદ કરતી રહે છે એટલે સ્વભાવિક એવું સ્વપ્ન આવે.
પરંતુ ધાર્યું ધણીનું થાય.એ વાત સરલાબેન જાણતા ન હતા.

સવારે ઊઠીને નિત્ય કર્મ પરવારી સાગર નોકરી પર જવા તૈયાર થયો.સંજય ના પપ્પા રમેશચંદ્ર એ કહ્યું; સાગર તું મારી
બાઈક લઈને નોકરી જા. અને આવતા મહિને પગાર થાય તો નવી બાઈક હપ્તા થી ખરીદી લેજે ,ત્યાં સુધી તું એને ફેરવજે.
સાગર ખુશ થઈ ડોકી હલાવી હા પાડી.અને મનોમન વિચારવા લાગ્યો. કે હાશ! જવા આવવા ની વ્યવસ્થા પણ થઈ ગઈ. ભગવાન દયાળુ છે. હું નાહકની ચિંતા કરતો હતો.

નસીબ એ આપણા જ શુભ કર્મો નું પરિણામ છે. જેવું વાવીએ એવું જ લણવુ પડે. કર્મ કોઈ ને છોડતું નથી. માટે
હંમેશા સારા કર્મો નિ: સ્વાર્થ ભાવે કરવામાં આવે તો ભવિષ્ય માં આપણું પ્રારબ્ધ બનીને ફળ આપે છે. આ વાત નો સાગર ને અહેસાસ થાય છે.

સુમન એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપની માં આજે પ્રથમ દિવસ હોઈ સંજયના પપ્પા રમેશચંદ્ર અને મમ્મી અનિતા બેનને
પગે લાગી ઓફિસ જવા આશિર્વાદ લીધા અને ઓફિસ જવા
રવાના થયો.
આજે દિવસ મંગળ મય હતો, શુભ સુકન થતા હતા .મન માં
પ્રસન્નતા નો અનુભવ થઇ રહ્યો હતો. કશુંક શુભ ઘટના ઘટિત થાય એવો મંદાકિની ને ભાસ થઇ રહ્યો હતો.માગલ્યમયવિચાર માં મંદાકિની ઓફિસ માં દાખલ થતાં જ , હુકમ મળ્યો કે આજે એક નવા એન્જિનિયરિંગ મીસ્ટર સાગર હાજર થવાના છે. તેમની બધી વ્યવસ્થા કરી દેજો.

મંદાકિની એ હકારાત્મક જવાબ માં માથું નમાવી હા કહી અને
રૂટિન કામ માં પરોવાઈ ગઈ. આજે સાગરનું નામ સાંભળ્યું ને
ભૂતકાળમાં સરી ગઈ.પાછલી સ્મૃતિ તાજી થઈ ગઈ. મંદાકિની
વિચારવા લાગી કે કદાચ એ સાગર પોતાનો બચપણનો સાથી જ હોય તો કેવું !! અને એટલી જ વારમાં સાગરે ઓફિસ માં
પ્રવેશ કર્યો.

નજર થી નજર મળી, બન્ને અવાક બની ગયા. થોડીવાર એકમેક સામે જોયું. અચાનક ના અદ્ભુત મિલનથી બન્ને
રોમાંચક અનુભવ થયો. સાગરે પોતાનો અપોન્ટમેન્ટ લેટર આપતા કહ્યું: કે હું અહીં એન્જિનિયર તરીકે કેમ્પસ ઈન્ટરવ્યુ માં સિલેક્ટ થયો છું , આજે હાજર થવાનું છે.
મંદાકિની એ લેટર હાથ માં લેતા કહ્યું: બેસો .....

તમારી વ્યવસ્થા બેસવાની થઇ ગઈ છે.એમ કહી બીજી એક કેબીન માં જઈને બધું ઠીકઠાક છે એમ નક્કી કરી , પાછી ફરી ને સાગર ને કહ્યું , તમારે ત્યાં બેસવાનું છે ‌.
સાગર આ સાંભળી. પોતાની બેગ લઈને કેબીનમા પ્રવેશ્યો.
આમ, સાગર ને નસીબ થી સરસ નોકરી મળી ગઈ.અને વિશેષ આનંદ તો મંદાકિનીને મળવા નો મોકો મળ્યો.આજે લાગતું હતું કે ઈશ્વરે એની પ્રાર્થના સાકાર કરી દીધી.

ઉપરી અધિકારી છું. રૂટીન માર્ગદર્શન મેળવી ને સાગર પોતાનો કામ માં મશગુલ થઈ ગયો. બપોરે મંદાકિની અને સાગરે લંચ સાથે લીધો. પોતે મંદાકિની ને ઓળખતો હતો એ વાત ની ઓફીસ માં પરિચય દરમિયાન બધાને ખબર પડી, તેથી બધાને
ઘણો આનંદ થયો. ધીમે ધીમે દિવસ ઢળવા લાગ્યો, ઓફિસનો સમય પુરો થાય છે. અને સાગર ઘર તરફ જવા તૈયાર થઈ નીકળે છે.મંદાકિની એ ખોંખારો કરી કહ્યું: રહેવાની વ્યવસ્થા
કરવાની જરૂર નથી.અમારા ઘેર રહી શકો છો.

સાગરે કહ્યું: હમણાં તો એ પોતાના મિત્ર ને ત્યાં રોકાયો છું.
જરૂર પડે ચોક્કસપણે તમારે ઘેર આવીશ.હાલ પુરતું તો ઠેકાણું બરાબર છે.

મંદાકિની એ હળવો મજાક કરતા કહ્યું: હા, હવે મોટા માણસ થઇ ગયા છો એટલે અમારા જોડે નહીં ફાવે !! ખરૂં ને ?
આમેય, પાછલું બધું ભુલી જ જવાનું ને !! તમને અમારી ક્યાં
યાદ આવતી હતી. કદી મારા વિશે વિચાર કર્યો છે? હું શું
કરતી હોઈશ.

સાગરે કહ્યું: માણસ છું, મારે પણ મન છે જ,તો વિચાર તો આવે જ, પરંતુ મારે ભણતર પુરુ કરવુું હતું, પગભર થવા
એ જરૂરી હતું. હવે આગળ ભગવાન આપણો માર્ગ પ્રશસ્ત
કરશે. તારી દ્રઢતા અને ભાવના નું હું સન્માન કરૂં છું.હવે આપણે સાથે જ છીએ એટલે શાંતિ થી વિચાર કરીશું.ઉતાવળે આંબા ના પાકે, ધીરજ રાખવી જોઈએ.
આજે પહેલો દિવસ છે, મારે જલ્દી ઘરે પહોંચી જવું જોઈએ
એમ કહી સાગરે બાઈક ઘર તરફ હંકારી દીધી.

મંદાકિની આજે બહુ ખુશ હતી. ઘરે જઈને ઓફિસની તમામ
ઘટના સંભળાવી દીધી, એટલે તેના મમ્મી ને પપ્પા પણ ખુશ
થઇ ગયા ને જણાવ્યું કે ચાલો સારું થયું.

સમયનું વહેણ વહેતું જાય છે. રોજ ઓફિસ માં સાગર અને મંદાકિની હળવાશ થી મળી જીવનનો આનંદ લૂંટી રહ્યા છે.

પરંતુ સુખના દિવસો ઝાઝા ટકતા નથી, એ પણ સત્ય વાત છે.
મનસુખ સાહેબ ને દીકરી જુવાન થઈ તેથી પરણાવી ને કન્યા દાન કરી પોતાની ફરજ પુરી પાડવા માટે મુરતિયો શોધી કાઢે છે.અને છોકરો જોવા આવે છે વેવિશાળનક્કી થઈ જાય છે.
મંદાકિની ની હિંમત નથી કે પિતાને જણાવી દે કે એણે છોકરો
પસંદ કરી લીધો છે.તેથી તે માતા સરલાબેન ને સાગર ની હકીકત થી વાકેફ કરેછે.

સરલાબેને કહ્યું: બેટા તારી વાત બરાબર છે પણ તારા પિતા સિધ્ધાંત વાદી છે, એ કદીપણ આ સાગર ને સ્વીકારી નહીં શકે
ભલે, સાગર સારો છોકરો છે. માટે તું ભૂલેચૂકે પણ આ વાત
તારા પિતા તો ઠીક છે પણ કોઈ ને પણ કહેતી નહીં.અને યાદ રાખજે બીજો કોઈ ઉપાય કરી તેની સાથે લગ્ન કરતી નહીં . નહિતર તારા માતા-પિતા સાથે ના સંબંધો કાયમ માટે મટી જશે એટલું મન માં પાકું રાખજે..

મંદાકિની ની આંખો માં આંસુ ની ધાર સિવાય હવે શું હોઈ શકે.હવે શું કરવું કેવી રીતે આ ગૂંચવણ ઉકેલવી એ વિશે
આખી રાત વિચારતી રહી.એમા ક્યારે આંખ મીંચાઈ ગઈ ખબર ના પડી.સવાર પડી , નિત્ય ક્રમ પરવારી ને ઓફિસ જવા
તૈયારી કરતી હતી.ત્યારે પપ્પા એ બોલાવીને કહ્યું:

મનસુખભાઈએ કહ્યું: જો બેટા જીવન ઘણું કિંમતી છે અને સમય પણ કિંમતી છે. દરેક કામ સમયસર થાય એ ઉચિત છે
માટે તારા લગ્ન સારી રીતે પચી જાય તો મારી સામાજિક ફરજ
સમયસર પુર્ણ થઇ જાય. મને તારી મમ્મી એ સાગર વિશે વાત કરી છે. હૂ જાણું છું એ છોકરો મારી આંખો સામે મોટો થયો છે
અને એના વિશે મને વધુ શું કહું, એની નાતમાં કોઈ સારી છોકરી મળી જાય અને એ સુખી થાય એવી ભાવના જરૂર રાખું છું. પરંતુ તું જે વિચારે છે એ શક્ય નથી. માટે ચૂપચાપ જ્યાં લગ્ન ગોઠવ્યું છે ત્યાં લગ્ન કરી લેવાના છે. અને હા, હવે તારે નોકરી કરવા ની જરૂર નથી. માટે આજે ઓફિસમાં જઈ
રાજીનામું આપી દેજે. બસ એનાથી વિશેષ મારે કશું કહેવાનું
નથી. સમજદાર ને ઈશારો કાફી છે. તું મારી ડાહી દીકરી છે તેથી તારા પર વિશ્વાસ રાખું છું કે તું કશું ખોટું નહીં કરે.

હવે, મંદાકિની ધર્મ સંકટમાં ફસાઈ ગઈ.એણે માતા-પિતા નો બોલ કદી ઉથાપ્યો ન હતો.લગ્નનો અને નોકરી છોડવાનો બન્ને
નિર્ણય લેવાઈ ચૂક્યા હતા. માટે હવે શું કરવું તે સમજાતું નથી
પરંતુ પિતા ની આજ્ઞા નું પાલન એજ સર્વોપરી હતું.માટે ઓફિસ જવા તૈયાર થઈ.

આજે મન ઉદાસ હતું.ઓફિસમા જઈ તેણે ઉપરી અધિકારી ને રાજીનામું આપી દીધું. સાગર ને પણ બધી વાત થી વાકેફ કર્યો. સાગર ને એકદમ આંચકો લાગ્યો કે આવું એકદમ બની જશે , તેની કલ્પના પણ નહોતી કરી.હવે શું કરવું એ વિચાર માં
એ ખોવાઈ ગયો.પછી કહ્યું :આજે હું છુટ્ટી લઈ લઉ છું. આપણે બહાર જઈ શાંતિથી નક્કી કરીએ કે હવે શું કરવું જોઈએ.એટલા માં સંજય નો ફોન આવે છે કે તું ઘરે પહોંચી જા. મમ્મી બીમાર છે.બી.પી હાઈ થઈ ગયું છે. હું કંપની ના કામથી out of station છું.માટે આવતી કાલે ઘેર આવી શકાશે.માટે તું જરૂર ઘેર પહોંચી જા.

સાગરે કહ્યું ઠીક છે . હું ઘરે જાઉં છું. તું ચિંતા કરીશ નહીં.
પછી મંદાકિનીને કહ્યું તું પણ મારી સાથે ચાલ જેથી મને મદદ રહેશે અને મણીકાકી ની તબિયત પણ પૂછી લેજે. મંદાકિની એ મુક સંમતિ આપી દીધી.અને બન્ને એમના ઘરે પહોંચ્યા.

ફેમિલી ડોક્ટર ને ઘેર બોલાવ્યા હતા. એમણે કહ્યું: કે દવા આપીછે હવે ચિંતા કરવા જેવું નથી. નિયમિત દવાઓ લેતા નથી માટે આવું એકદમ થાય. માટે ધ્યાન રાખવું એમ કહી ડોક્ટરે વિદાય લીધી.

સાગર અને મંદાકિની ને જોતા જ મણીબેન ખુશ થઇ ગયા.
અને સાગર ને કહ્યું . અરે! તું આને ક્યાં થી પકડી લાવ્યો કહી હસવા લાગ્યા. મંદાકિની પણ મણીબેન ને જોઈ બધી વાત
સમજી જવાથી ચૂપ રહેવાનું ટાળ્યું.
મંદાકિની એ કહ્યું: હું થોડી ચ્હા બનાવી લાવું છું. ત્યાં સુધી તમે
વાતો કરો.મણીબેને કહ્યું ના બેટા રહેવા દે.પણ મંદાકિની એ
કહ્યું: અરે, એમાં કેટલીવાર હું બનાવી લઈશ.

સાગરે કહ્યું એ મારી જોડે નોકરી કરે છે. પહેલા અમારા ગામમાં એ રહેતી હતી , વિસ્તારથી વાત કરી. પોતે પણ એને પ્રેમ કરે છે . પરંતુ એના લગ્ન નક્કી થયા છે. માટે હવે
શું કરવું જોઈએ એ વિશે વિચારી રહ્યો છું કે શું કરવું?

મણીબેન મરક મરક હસતા બોલ્યા તું મારા દીકરા જેવો જ નહિ પણ દીકરો જ છે. બોલ તારે લગ્ન કરવા છે? તો કરાવી
દઉ. એટલામાં તો મંદાકિની ચ્હા બનાવી લઈ ત્યાં આવે છે.
સરલાબેન એને માથે હાથ મૂકીને આશિર્વાદ આપી મરક મરક
હસે છે.

મણીબેન વાત નો મર્મ સમજી જાય છે. પરંતુ હમણાં મૌન રાખવું ઉચિત સમજ્યું.અને સાગરને કહ્યું જો બેટા, ઉતાવળ માં કોઈ પગલું ભરવું નહિં. ધીરજ ના ફળ મીઠાં હોય છે.તુ
ચિંતા કરીશ નહિ . આપણે કોઈ રસ્તો જરૂર કાઢીશું. તારા કાકા બહાર ગામ ગયા છે જે આવતી કાલે આવશે એટલે હું
વાત કરીશ. તું નિશ્ચિંત બની જા.

ચા નાસ્તો પતી ગયા પછી સરલાબેને કહ્યું:જા તું મંદાકિની ને‌
એના ઘરે મુકી આવ.પછી આપણે નિરાંતે વાતો કરીશું. સાગર ને મણીબેન ની વાત કંઈ સમજ માં ના આવી પરંતુ એમનો
આત્મવિશ્વાસ કંઈક જરૂર કહેતો હતો કે મણીબેન કંઈક જરૂર સારું કરશે એમ વિચારી ને મંદાકિની ને એના ઘરે મુકી
જવા તૈયાર થયો. મંદાકિની અને સાગર બાઇક પર સવાર થઈને ઘર તરફ પ્રયાણ કર્યું.

રસ્તામાં મંદાકિની મજાક કરતા કહ્યું; આજની ચ્હા કેવી લાગી?
સાગરે કહ્યું: અદ્ભુત! મસ્ત કડકને મીઠી હતી, તારા જેવી.
મંદાકિની એ વળતો જવાબ આપ્યો,તે હોય જ ને! કારણકે
તે મારી ભવિષ્ય ની સાસરીની ચ્હા હતી.

સાગરને વાત કંઈ સ્પષ્ટ સમજ માં ના આવી , એટલે કહ્યું:
જો, આજે મજાક કરવા નો મૂડ નથી. સાફ સાફ વાત કરને.
એટલે મંદાકિની એ સંજય અને તેના વેવિશાળ ની સ્પષ્ટતા
કરી.હવે સત્ય સાગર ની સમજમાં આવી ગયું .હવે શું કરવું
વાત ગુંચવાઈ ગઈ. પોતે આટલા સારા મિત્ર ને દગો કરી શકે
નહિ અને મંદાકિનીને પણ દગો કરી શકે નહિ.તેના માથે ધર્મ સંકટ આવ્યું. હવે પોતે એકલો કોઈ માર્ગ કાઢી શકે તેમ નહોતું.
એટલે થોડીક ક્ષણો ચૂપ થઈ ગયો.

મંદાકિની એ કહ્યું: કેમ આટલી સીધી વાત ની સમજણ ના પડી . સાગરે કહ્યું: સીધી ટેઢી સમજણ ની વાત નથી.વાત વિશ્વાસ અને ધર્મ સંકટની છે. સંજય મારો જીગરી દોસ્ત છે.
અને તું એને ગમી છે એટલું જ નહીં , વેવિશાળ પણ નક્કી થયું છે. એને વિશ્વાસ ઘાત કેવી રીતે કરું?
બીજું આપણો પ્રેમ અને મિત્રતા આ બે વચ્ચે નિર્ણય લેવો કઠીન છે. હવે હું એકલો જ નિર્ણય લઈ શકું એમ નથી.આ બધી વાત ની સ્પષ્ટતા કરવી જ પડશે. પછી સાચો નિર્ણય લેવાય. માટે રવિવારે આપણે બધા ભેગા મળીને જ નિર્ણય લઈશું એમ સમજાવી મંદાકિનીને ઘરે છોડી પાછો ફર્યો.

સાગર ઘેર ઉતરેલા મોઢે પાછો ફર્યો.એ દ્વિધા અનુભવી રહ્યો હતો એ વાતની નોંધ લેતા મણીબેન બોલ્યા.

બેટા ! સાગર, તારી ચિંતા સ્વભાવિક છે. પરંતુ તું ચિંતા ના કરીશ, આવતી કાલે તારા કાકા આવશે એટલે કોઈ સરસ
તરકીબ કાઢશે અને આ પ્રશ્ન નું સમાધાન મળી જશે એમ કહી
સાંત્વન આપ્યું.

બીજે દિવસે મંદાકિની ને પણ સાગર લઈઆવ્યો. બધા ભેગા મળીને મીટીંગ કરી સમાધાન શોધવા અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા.
મંદાકિની એ કહ્યું; સાગર બીજી જ્ઞાતિનો છે માટે મારા પિતા
લગ્ન માટે હા નહીં પાડે. અને હું કમને સંજય સાથે કેવી રીતે
ખુશ રહીશ.
સંજયે કહ્યું: સાગર ને મંદાકિની નું કોર્ટમાં લગ્ન કરાવી દો.
સાગરે કહ્યું : કોર્ટમાં મેરેજ કરી લીધા બાદ મને ના સ્વીકારે તો? મંદાકિની ના પિતા સાથે સંબંધો કપાઈ જાય.
મણીબેને રમેશચંદ્ર કાકા ના કાન માં કશું કહ્યું.એટલે એમણે
હા પાડી અને બધા ને જણાવ્યું. આ રસ્તો બરાબર છે.
એમ પ્લાન નક્કી કરી બધા છુટા પડ્યા.

મનસુખ સાહેબે દીકરી ના લગ્ન ધામધૂમથી કરવાની તૈયારી ઓ
શરૂ કરી દીધી. વસંતપંચમી અને વેલેન્ટાઇન ડે ના સુભગ સમન્વય ના દિવસે મંદાકિની અને સંજય ના લગ્ન લેવાયાં.
જાન માંડવે આવી. વરરાજા ને પોંખવા સાસુમા આવ્યો. અને વિધિઓ પતાવીને ઊતારો આપ્યો. અને ધામધૂમથી લગ્નની વિધિ સંપન્ન થઇ. વક કન્યા ફેરા કર્યા. અને લગ્ન પુર્ણ થયું.
માતા પિતા ના આશીર્વાદ લીધા. એટલે સંજયે લગ્ન મંડપમાં
પ્રવેશ કર્યો.આ જોઈને મનસુખ સાહેબ ખુબ ગુસ્સો કરીને બોલ્યા. સંજય કુમાર હમણાં આવે છે. તો આ વ્યક્તિ કોણ છે. જેણે મારી દીકરી સાથે લગ્ન ના ફેરા ફર્યા.

સરલાબેન તેમના ધર્મપત્ની એ વરરાજા નો પક્ષ લેતા મોઢા પર નો સહેરો હટાવી ને કહ્યું: એ તમારા સાચા જમાઈરાજ સાગર છે. માટે ગુસ્સો થુંકી નાખો. અને સંમતિ આપી, આશિર્વાદ આપો.
મનસુખ સાહેબે કહ્યું; પરંતુ હું મારી દીકરી ને બીજી નાતમાં નહીં પરણાવુ. મને આ લગ્ન મંજુર જ નથી.

રમેશચંદ્રે કહ્યું; વેવાઈ , સાગર હવે મારો દીકરો છે. અમે સાગર ને દત્તક લઈને કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવી લગ્ન કરી લીધા છે. પરંતુ સામાજિક રીતિરિવાજો થી લગ્ન થાય ,એવી સરલાબેન અને,મારા પત્ની મણીબેન ની ઈચ્છા ને માન આપી લગ્ન કર્યા છે.અમને માફ કરજો, તમારી સંમતિ વગર આ કાર્ય કરવું પડ્યું.એ વાત નું મને દુઃખ છે. પરંતુ આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

હવે મનસુખ સાહેબ ને નમતું જોખવા સિવાય કોઈ રસ્તો ના હતો. તેમણે રમેશચંદ્ર ને મજાક કરતા કહ્યું; વેવાઈ હવે આ
ગુના નોં દંડ તમને જરૂર મળશે.એમ કહીને એમને ભેટી પડ્યા.
સૌ એ હસી ખુશીથી, મંજૂરી સ્વીકારી ખુશ થયાં.

સાગર અને મંદાકિની મનસુખ સાહેબ ને પગે લાગી આશિર્વાદ લીધા. મણીબેન તરફ જોતાં એની આંખોમાં કૃતજ્ઞતા ના આંસુ
આવી ગયા. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.

ઝાકળ ભીનાં જીવન, કોમળતા માં ઠર્યા છે,
પલકો પર આશ્રય ,અશ્રુઓ ચૈતન્ય ઠર્યા છે;
મહેકતા રહ્યા સદગુણો થી, ત્યાગી ને સદાય,
પ્રેમાળ સ્વભાવમાં, ભાવ અનન્ય માં ઠર્યા છે;

મણીબેને બરડે હાથ ફેરવીને આશ્વાસન આપતાં કહ્યું: બેટા મને બે પવિત્ર આત્મા ઓને જોડવામાં પૂણ્ય મળ્યું છે. હવે
તું આજ થી મારી વહું નહીં પણ દીકરી છે.એમ કહી ભેટી પડ્યા.

*******😂😂😂*****😂😂😂******