માનવની શ્રેષ્ઠતા
==============================
પરમાત્મા દયાળુ છે , કરૂણામય છે. માનવ જાત ઉપર એમની વિશેષ કૃપા ઉતરી છે. દેવો પણ માનવ થવાની ઝંખના રાખે છે.કારણે કે માનવ ને કર્મ કરવા નો સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે. જેથી તે
પોતાના કર્મો વડે ઉર્ધ્વગમન કરું શકે.
પૃથ્વી એ બ્રહ્માંડ ના મધ્ય માં છે ,એની ઉપર છ લોક છે અને નીચે સાત લોકો છે.તેથી પૃથ્વી થી ઉપર નીચે કર્મો ના હિસાબે જીવાત્માની ગતિ થાય છે. મહત્વની વાત તો એ છે કે ,માનવ સ્વતંત્ર છે અને જો નિષ્કામ ભાવે નિર્લેપ રહી અનાસક્ત થઇ
સાક્ષી ભાવે કર્મ કરી જન્મ મરણ ના ચક્ર માંથી છૂટી જાય છે અથવા જેતે દેવની ઉપાસના કરી દેવ લોક પામે છે.
મન અને બુધ્ધિ, આપ્યા છે,મન એ કલ્પવૃક્ષ છે, જ્યાં તમે જે માંગો તે મળે છે. મન વડે તમે ભિન્ન ભિન્ન પ્રકારના ની કલ્પના વિચાર દ્વારા કરી શકો છો, બુધ્ધિ દ્વારા તેને ચકાસણી
કરી યોગ્ય નિર્ણય લઈ શકો છો.ખરેખર મન એ અદ્ભુત છે,
વિચાર ના ઉદ્ભવ નું સ્થાન છે,મન માં વિચાર ઉત્પન્ન થાય છે,
ગતિ પકડે છે, ઉચિત જગ્યાએ થાય છે, ને કાર્યવાહી પુર્ણ કરી નષ્ટ પણ થાય છે.
વિચાર હકારાત્મક ને નકારાત્મક હોઈ શકે છે, તમારે કેવા વિચાર કરવા તેને માટે તમે સ્વતંત્ર છો. તેથી શુભ અને ઉત્તમ
પવિત્ર વિચાર કરવા જોઈએ, જેથી તમારું અને સમાજ નું
કલ્યાણ થાય.
કર્મ ની સ્વતંત્રતા , દેશ કાળ ને આધીન મર્યાદા માં, અને અધ્યાત્મિક દ્રષ્ટિ એ કર્મ અકર્મ અને વિકર્મ ની સમજ સાથે કર્મબીજ માં થી મુક્તિ મેળવવા માટે નિષ્કામ ભાવે, નિર્લેપભાવે અનાસક્ત રહી, કર્મ ( કર્મ ભક્તિ અને જ્ઞાન દ્વારા) દ્વારા સંસાર ની ઉપલબ્ધિ ભુક્તિ અને જીવ ભાવ માં થી મુક્તિ... જે માનવજાત ના જન્મ નું મુખ્ય કારણ છે..
પરંતુ બધાજ અનાસક્ત ભાવથી નિષ્કામ કર્મ કરી ના શકે,તેથી તેના સંસારિક ભાવથી ભોગવૃતિ માં જીવતા માનવો ને, ભગવાને જે સ્વતંત્ર ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાનશક્તિ આપી છે તેના દ્વારા એ ભૌતિક સામાજિક આર્થિક વિકાસ કરી શકેતેવી કલ્પના શક્તિ અને બુદ્ધિ ભગવાને માનવ જાતને આપી છે.
પરંતુ સાચી રીતે , વ્યવહારિક અભિગમ થી જોઈએ, તો માનવજાતપશુ પંખી તથા દેવતાઓ અન્ય સ્થૂળ અને સૂક્ષ્મ જીવાણુ ઑ અને જગત સાથે સંકળાયેલા બધાંનું કલ્યાણ થાય એ ભાવનાથી જીવી જાય તો બધા આનંદ પુર્ણ જીવન જીવવાની જડીબુટ્ટી પામે..
આથી વિશેષ તો શું કહું ? માનવ જાત સ્થૂળ, સૂક્ષ્મ અને તેના થી ઉપર કારણ એટલે કે સૂક્ષ્મ થી પણ સુક્ષ્મ અતિન્દ્રિય પ્રદેશ ની અનુભૂતિ અને આદાન પ્રદાન કરી શકે છે. આ વિશેષ અધિકાર ફકત માનવ જાત પાસે છે.
માનવ પાસે ગજબ ની કલ્પના શક્તિ છે. એટલે જ તો માનવે પૃથ્વી ઉપર, પૃથ્વી ના પેટાળમાં, અંતરિક્ષ માં, ગ્રહો પર અનેક સંશોધકોએ શોધખોળ કરી વૈજ્ઞાનિક વિકાસ દ્વારા સુખ સગવડો ઉપલબ્ધ કરાવી છે. માણસને ઈશ્વરે ગજબની બુધ્ધિ અને તર્ક શક્તિ આપી છે,. તેના વડે આખી પૃથ્વી નોવિનાશ થાય એવા અણું બોમ્બ અને જૈવિકશસ્રો બનાવ્યા છે.
રશિયા અમેરિકા જેવી મહાસત્તાઓ એ વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે, તો ભારતમાં પણ ઈસરો દ્વારા કેટલીય સિધ્ધિ ઓ હાંસિલ કરી છે.
પરંતુ આ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જે ઉપકરણો મેળવ્યા છે,તેનો સદ્ઉપયોગ કે દુર ઉપયોગ કરવો એ માનવ ની બુધ્ધિ પર આધારિત છે. વ્યક્તિગત
પોતાના દેશ નો સ્વાર્થ વિચારશે તો વિનાશ અવશય છે. પરંતુ સમગ્ર માનવજાત ના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે,તો વિકાસ છે.
આમ, વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વિશ્વ અત્યારે સુખ સગવડો અને ભૌતિક ઉન્નતિ પામી ખુશ છે.તેવી જ
રીતે. માનવો સાધના દ્વારા આધ્યાત્મિક અતિન્દ્રિ અનુભૂતિ દ્વારા આત્મચેતના નું જ્ઞાન પામ્યા છે.
આમ, માનવ જીવન એ બધા એટલે પશું પંખી જીવજંતુ વનસ્પતિ દેવ અને દાનવ કરતા ચડિયાતું છે , પરમાત્મા ની શ્રેષ્ઠ કૃતિ છે આપણે પરમાત્મા નો દિલથી ખુબ આભાર માનવો જોઈએ.
ૐ તત્ સત્..
====={}====={}====={}=====