importance of keeping mum books and stories free download online pdf in Gujarati

મૌન નું મહત્વ

आत्मसंस्थम् मन: कृत्वा,न किंचित् अपि चिन्तयेत् !!
अ:६ गीता श्लोक २५.

ભગવાન શ્રીકૃષ્ણે ભગવત ગીતામાં કહ્યું છે કે મનને આત્મામાં જોડી દે અને બીજું કશું જ ચિંતન કરીશ નહીં તેથી તને સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે.

પરંતુ આપણે આપણું ચિત્ત કહો કે મન કહો ,તે બધામાં જોડીએ છીએ, પણ કેવી રીતે જોડાઈ જાય છે તેની ખબર, આપણે જાણતા હોવા છતાં ,અજાણ જ રહીએ છીએ .
મન નું વિચાર નું સ્વરૂપ ઘણું જ સુક્ષ્મ છે,.તેની જાણકારી કે છણાવટ થવી જોઈએ, તો જ વાત સમજમાં આવે.

મન ,પાંચ ઈન્દ્રિયો દ્વારા વિષયોમાં જોડાય છે ,સુખ લેવા માટે પરંતુ સુખ તો મળતું જ નથી ,અને મળે તો ? તે ટકતું નથી્ અને જાતજાતની ચિંતાઓમાં મન વિષયોનુ સુખ ભોગવવા માટે, સદાય નિત્ય નિરંતર વિષયોના ચિંતનમાં લાગેલુ જ રહે
છે. અરે જાગૃતિમાં તો ઠીક સ્વપ્નમાં પણ મન વિષયો પ્રત્યે આકર્ષિત થઇ જાય છે ,તેથી મહાપુરુષોએ સુખી થવા શાંત રહેવા મૌન રહેવાનો ઉપાય બતાવ્યો છે.

મૌન શું છે?
તે સમજવું પડે, લોકોને ખરેખર મૌન શું છે ?
તેની સમજણ પડતી જ નથી, આંધળું અનુકરણ કરી , મૌન ધારણ કરી ને દુઃખી થાય છે. તેના કરતા તો મૌન ના રાખે તો ઉત્તમ કહેવાય, કે જેથી પોતાનુ જીવન સરળતાથી જીવી શકે.અને બીજા ને તકલીફ ના પડે.

મૌન ની વ્યાખ્યા
*************
મૌન ની શું વ્યાખ્યા ,તમે શબ્દો માં શું કરી શકો ?
ના , નહિં જ. મૌન નું શબ્દ દ્વારા વ્યાખ્યાન થઈ જાય એવું સંભવિત જ નથી. કારણકે મૌન શબ્દ કે વાણી થી ઉપરામતા માં અનુભૂતિ નો વિષય છે. પરમ ચૈતન્ય માં વિશ્રાંતિ નો
પુર્ણ અનુભવ છે.
જે આમ અનુભવી શકે છે , તે જ મૌન ને સમજી શકે છે
છતાં વ્યવહાર માં સમજવા ,ચાલો મૌન ની વ્યાખ્યા કરીએ.

મૌન
******************************************
મૌનને સમજવા માટે વાણી નું ઉદગમ સ્થાન જાણવું પડે .
શબ્દનું સ્પંદન સમજવું પડે .
શબ્દ શું છે ? તેનું સ્પંદન ક્યાં છે ? તે સમજાય જાય નહિ ત્યાં સુધી તમે મૌન સુધી પહોંચી શકો જ નહિ. આ તદ્દન સત્ય વાત છે. અનુભવની વાત છે.

મૌન સમજવા સૌપ્રથમ વાણી શક્તિ ,માતૃકાશક્તિ સમજવી પડે તો જ બધું સમજાય . શબ્દ એ બ્રહ્મ સ્વરૂપ છે

વાક્ બ્રહ્મ છે, તે પ્રાણ નું સ્પંદન છે , માટે તે પ્રણવ ૐ કાર છે
સૃષ્ટિ ની ઉત્પત્તિ , સ્થિતિ ને લય નું કારણ છે.

શબ્દ એ પરાવાણી છે ,જે સમાધી ની મૌન માં અનુભૂતિ છે, જે નાદ નાભિ માંથી નીકળે છે.તે ઉત્તમ વાણી છે.તે પશ્યંતિ વાણી મણિપુર ચક્ર માં છે ,તેનો સૂક્ષ્મતર નાદ છે.તે સમાધિ નું પ્રવેશ દ્વાર છે.ત્યાર બાદ મધ્યમા વાણી છે. મધ્યમાં વાણી નું સ્થાન કંઠ છે ,તેનો સુક્ષ્મનાદ છે. મધ્યમાં એ મંત્ર નુ સ્વરૂપ છે, વિચાર ને મનોમંથન નું સ્વરૂપ છે.
અને છેલ્લે વૈખરી વાણી એ મુખ માં જીભ પર ,સ્થુળનાદ છે, શબ્દરૂપે વાણી દ્વારા વિખરાઈ જાય છે, માટે જ તેનું નામ વૈખરી છે. તેનો નાદ સ્થૂળ છે.

આપણે હંમેશા એ વૈખરી વાણી માં જીવીએ છે .આપણો જીવન વ્યવહાર વૈખરી વાણી થી થતો હોય છે .તેથી આપણને ફક્ત આટલી જ ખબર છે ,વાણીનો ઉપયોગ ન કરવો એટલે કે શબ્દો ન બોલવામાં આવે, તેને જ આપણે મૌન કહીએ છીએ . પરંતુ એ મૌન ની પુરી વ્યાખ્યા નથી.

મૌન ને સમજવા આપણે મન અને ઇન્દ્રિયો નો વ્યવહાર ને સમજવો જોઈએ , તેથી મૌન ની પરિભાષા સારી રીતે સમજવી જોઈએ.

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા મા કહ્યું છે,
કે ઈન્દ્રિયો માં હું મન છું, એટલે સમજો કે ભગવાને મન નું કેટલું મહત્વ વધારી દીધું, મન જ સર્વસ્વ , સર્વોપરી છે.

અરે ! મન વગર નો માનવી હોય ખરો ??

આ મન જ , આંખ દ્વારા જુએ છે,કાન દ્વારા સાંભળે છે.
ત્વચા દ્વારા સ્પર્શ કરે છે, ને જીભ વડે બોલૈ છે.અને નાક દ્વારા સુગંધ નો ઉપભોગ કરે છે,
અને આપણે કહીએ છીએ હું દ્રશ્ય, શબ્દ, સ્પર્શ,ગંધ ને રસ નો ઉપયોગ કે ઉપભોગ કરું છું, પરંતુ વાસ્તવમાં મન જ કર્તા ને ભોક્તા ભાવ માં છે.

આમ, પાંચ કર્મ ઈન્દ્રિયો ને પાંચ જ્ઞાનેન્દ્રિયો નો વ્યવહાર મન દ્વારા બંધ થઈ જાય , ત્યારે કહી શકાય કે મૌન નું સાચું સ્વરૂપ છે.જ્ઞાની એ મૌનરૂપ થવું એટલે આત્મા માં તદ્રૂપ થવું
પરંતુ વ્યવહારમાં માં વાણી નું મૌન જ આપણે મૌન કહીએ છીએ.

સારાંશ એટલો જ કે ફક્ત શબ્દો ના બોલવામાં આવે પણ મન વિચારતું હોય, મન માં મનોરથ ચાલતા હોય તો તેને મૌન કહી શકાય જ નહિ.મૌન એટલે શૂન્યમાં સ્થિતિ. પુર્ણતા.

હવે સમજ્યા કે મૌન એટલે શું ? પરંતુ ખરેખરુ મૌન ઈન્દ્રિયો ના સંયમ બાદ જે આનંદ પ્રાપ્ત છે, અને સ્વેચ્છાપૂર્વક ઈન્દ્રિયો તેમના વિષય છોડી ને આત્મરૂપ બને છે ,જ્યાં શબ્દ ની ગતિ જ નથી તેને વાસ્તવિક મૌન કહેવાય છે, અને આવું મૌન પ્રાપ્ત કરનાર ને જ મુનિ કે મૌની બાબા કહેવાય છે.

મૌન સર્વાર્થ સાધનમ્

સર્વે ને આવું મંગલમય મૌન મળે ને સૌ સુખી બને ,બસ એટલી જ પ્રભુ ને પ્રાર્થના સહ , મૌન માં સ્થિત થાઉં છું
ૐ તત્ સત્, ૐ આનંદ ૐ

***😇😇😇😇******😇😇😇😇*********

મૌન ના ફાયદા
***********
જેણે પણ જીવન માં સાચી શાંતિ અનુભવી હશે, તે ચૌક્કસ મૌન નું મૂર્તિમંત સ્વરૂપ હશે જ.
પહેલો ફાયદો પોતાની જ મુલાકાત, આત્મચિંતન ,મનન, મનોમંથન અને સ્વ ની અનુભૂતિ , પોતાના અસ્તિત્વ નો અહેસાસ થવો , આનાથી મોટો ફાયદો શું હોઈ શકે ?

બીજો ફાયદો, જેણે સર્જનાત્મક કંઈક કરવું છે એવા, લેખક વૈજ્ઞાનિક કે એવા ક્ષેત્રે ગજબ ની સફળતા મળે, કારણકે
તેની વાણી દ્વારા વેડફાઈ જતી શક્તિ નો રચનાત્મક ઉપયોગ
થતા તે સફળતા માં પરિણમે,

ત્રીજો ફાયદો, મન ની સ્થિરતા, balance of mind
જળવાય, તેથી વ્યક્તિ મગજ ના ગુમાવી દે,brain cell ઓછા ના થાય, યાદશકિત યથાવત રહે, તેથી ગુસ્સે ના થાય
નકારાત્મક વિચારો નાં આવે, લડાઈ ના થાય તેથી જીવનશક્તિ બચી જાય , ને રચનાત્મક કાર્યો થાય,

ચોથા ફાયદો, પતિ પત્ની ના સંબંધો માં વિખવાદ ના થાય
દામ્પત્ય જીવન નો આનંદ અકબંધ રહે, કુટુંબ કલેશ ના થાય
ઘર નું વાતાવરણ દિવ્ય બની રહે, સંસાર સુખરૂપ લાગે.
જીવન જ્યોતિ ઝગમગી ઉઠે.

પાંચમો ફાયદો, વ્યક્તિ વિચાર શીલ બંને, તો બીજા ના દુઃખ દર્દ ની ખબર પડી જાય, તેથી બીજા ને સુખી તો ના કરી શકે
પણ દુઃખ આપવાનું બંધ થઈ જાય , ને આમ સમાજ આખો સુખરૂપ બની જાય, આવા અનેક ફાયદા મૌન માં છે.

વિશેષ લખવા નું નહિ અનુભવ ને આચરણ જ મૌન તરફ તમારી દિવ્યતા તરફ‌ જઈ, તેમાં સ્થિતિ કરાવે તેવી પરમાત્મા ને મૌન પ્રાર્થના. ૐ શાંતિ ૐ

ૐ મૌન ૐ
**🤩🤩🤩*******😂😂****😇😇**********


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED