શિકાર - પ્રકરણ ૩૫ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૩૫

શિકાર
પ્રકરણ ૩૫
સંદિપભાઈ પાસે વિશેષ નકશો ય હતો ... એમણે એ પણ બતાવ્યો જે સેમ કાલે જ આપીને ગયો હતો એ લાઈટ હાઉસનું ભોંયરું તો ન કહેવાય પણ સહેજ ભૂમિગત જ હતો એ હોલ જ્યાં એ ખુની ખેલ ખેલાયો હશે એની આસપાસ જ એ ભૂગર્ભ માર્ગનું દ્વાર હશે... લગભગ તો એના પાછળ એક બારણું પડેલ છે એની સિધમાં જ કયાંક
નકશો જોઇ શ્વેતલ બોલી ઉઠ્યો , "હા કદાચ ! દરવાજા સામે જ ઝાડીમાં કાંઈક ટાંકા જેવું ........."
" એક કામ કરો આ બધા કાગળ તમારા માટે જ છે એનો અભ્યાસ કરી કરાવી લો એકાદ વાર આપણે કે તમે એમ ને એમ જાઇ આવીએ ત્યાં કોઇ મુવમેન્ટ નહી કરીએ કેવળ બધું જોઇશું અને પછી સંપૂર્ણ સાધન સગવડ સાથે કામ કરીશું ... પણ એ પહેલાં કોને કોને લઇ જવા , શું શું લઇ જવું એ વિચારી લઇએ.. એક વાર એમ જ જઇને..."
આગળ કેમ કરવું શું કરવું ? એ બધી વિચારણા સાથે ડીનર પણ પતાવ્યું પણ સાથે એ નક્કી હતું કે હવે માણેકભુવન થી દરિયા સુધીની ખેડ પાક્કી થઈ ગઈ... પણ શ્વેતલભાઇ એ યાદ દેવડાવ્યુ કે ," પેહલા તો પેલા સેમ ને મળી લઈએ કાલે
એ કાલે આવવાનો જ છે આમેય..."
"હા! એને મળી લો આગળ આમ તો આપણને લઇ જનાર એ જ હશે..."
SD બંને સાથે સહમત થઈ સંદિપભાઈ પાસે વિદાય માંગી અને કહ્યું ,"આવતા રવિવારે તૈયાર રહેજો , આપણે જઇ આવીએ એક વાર...
શ્વેતલ અને SD નીકળ્યા રાજકોટ પરત આવવાં પણ રસ્તામાં જ શ્વેતલભાઇ ને કહ્યું ," શ્વેતલ સવારે મહેન્દ્રને બોલાવી લે એને મળવું છે.... "
"જરૂર , મને ય સાંભર્યો છે કાલે કલબમાં જ મળી લઈએ અને પછી આકાશ ને કે'શુ એ પેલા સેમ ને ત્યાં જ લઇ આવે એને ઓફિસ નથી બતાવી... "
"શ્વેતલ! તું ય કમાલ છું... "
"કેમ?? "
"આટલે સુધી પોહંચ્યો હોય એણે આપણી ઓફિસ નહી જોઇ હોય?"
"એ ય ખરૂ.."
"પણ કલબમાં જ બોલાવજે એને એ જ સારૂં રેહશે.. "
*************** ***************
મામા ને સેમ ની જે વાત કહેવાની હતી તે સિફતપૂર્વક કહી જ દિધી હતી આકાશે, પણ હજુ એને એ નહોતું સમજાયું કે મામા એક વાર વધું જે કોલ આવશે એવું કહેતાં હતાં તો કઇ વાત પર હવે એ કોલ કરશે?? કેટલાં રૂપિયા પડાવશે એ સ્પષ્ટ નહોતું , જો કે સ્પષ્ટ તો રોહિતભાઇ પણ નહોતા કેમ કે એમને SDની વાત પરથી એવું લાગતું હતું કે એ વધુ પૈસા આપવાના મૂડમાં નથી હા એમને બ્લેકમેઇલર સામે આવે એમાં રસ હશે એ માટે કદાચ વધુ રકમ નાંખી દે... કારણ એટલી વાત તો સ્પષ્ટ હતી કે એમણે જે રકમ પડાવી હતી એ એનાં માટે કશુંય નથી....
અચાનક એમની આંખ ચમકી ઉઠી, એ મોટુ જોખમ લેવા તૈયાર થઈ ગયા... કાલે સેમ મળવા જવાનો SD ને એ વખતે જ ખેલ પાડવો રહ્યો , આકાશ પણ ત્યાં જ હશે ત્યારે....
એમણે બધી નોંધ ટપકાવી ને આખો મુસદ્દો તૈયાર કરી લીધો, એક જૂની પેટી ફેંદી અંદર થી એક ફોટો કાઢ્યો એ કોનો હતો એ તો એમને ય ખબર નહોતી પણ એ હતો માણેકભુવન સંદર્ભે જ... જહાજ ના સુકાની કપ્તાન ના જેવો દેખાવ હતો જહાજ ના ઓન બોર્ડ પર જ હતો એ ફોટો .....
એક આંધળો ગોળીબાર જ હતો રોહિતભાઇ રોહિત અમીનમાંથી રાજેશ દિવાન બન્યા એ પહેલાં લગભગ પાંચ સાત દિવસ માણેકભુવન ફરતે રખડ્યા હતાં ... ખાડી માંથી એક પેટી મળી હતી કટાઇ ચુકેલી જે મહા મહેનતે ખોલી હતી પણ મોટા ભાગની વસ્તુઓ કાગળો પાણીમાં ખવાઇ ચુક્યા હતાં સિવાય કે ચામડાનાં એક પાકીટમાં આ ફોટો ને અમૂક કાગળ ... કાગળ પરનાં લખાણ ભુંસાઈ ચુક્યા કે આછા થઈ ગયાં હતાં આ ફોટો ય જીર્ણશીર્ણ કાગળો વચ્ચે સચવાયો હતો .....
એક કવર બનાવ્યું અને ઉપડ્યા જામનગર .... હા લગભગ એ જ સમયે જે સમયે SD સંદિપભાઈ સાથે હતાં.....
રોહિતભાઇ ને ખબર હતી કે એ જે કરે છે એમાં આંચકા આપવા જ જરૂરી છે હવે એવું કાંઇ અનઅપેક્ષિત કે જે વિચાર્યુ ન હોય....
**************** ******************
બીજા દિવસે ક્લબમાં મંડળી જામી ,
"કાં એલા શ્વેતલ આમ અચાનક કેમ યાદ કર્યા? "
"આવ મહેન્દ્ર આવ... "
"ઓહો નગરશેઠ અમારાથી ય વહેલા વહેલા... " SD ને શ્વેતલ ની સાથે જોઈ મહેન્દ્ર બોલી ઉઠ્યો...
"મહેન્દ્ર! બસ કાલે જ મળવા નું મન થયું ને આજ તારી સામે..., આમ તો આપણે તો દસેક દિવસ પહેલાં પણ મળ્યા જ હતાં કાલે SD એ તને મળવા ની ઈચ્છા વ્યક્ત કરી ..."
"હા! તું કાંઈક ટેન્શન માં હતો ત્યારે ..."
"શ્વેતલ...??? " SD એ શ્વેતલ સામે જોયું મહેન્દ્ર ના પ્રશ્ન સાથે ..."
અરે કાંઇ નહીં એ દિવસે આકાશની ગાડી ને... " પછી મહેન્દ્ર તરફ જોઈ
"એવું કાંઇ ટેન્શન નથી યાર દોડધામ હતી એ વખતે.. "
"SD આમ તો હું જ તમને મળવા આવવાનો હતો પક્ષ વતી... "
"એ ભાઇ મને બક્ષજો હોં તમારા પક્ષા પક્ષમાં... "
"પણ એલા એ ય તમે બે ય કેમ તમે તમારા એવા શબ્દો વાપરવા મંડ્યા તમે બેય કોલેજ ના ગોઠીયા છો યાર.."
"હા પણ હવે આ રાજકોટમાં પક્ષ ના અગ્રણી છે ને કદાચ મેયર થશે આવતીકાલે માન તો દેવું જ રહ્યું ને?? "
"મહેન્દ્ર એ SD ના હાથ પકડીને કહ્યું SD રાજકોટમાં આ પદ શોભાવે એવું કોઇ હોય તો તું જ ભાઇ..! "
"મહેન્દ્ર ! મને કોઈ બીજા જ સંકેત દેખાઇ રહ્યા છે મારા તો એટલે મને તો દૂર જ રાખ આનાથી... "
"હાલો ગાંઠીયા આવી ગયા ન્યાય આપો પહેલા .."
પણ તું ક્યાં વેવાઇ ઘોડે વ્યવસ્થા માં લાગ્યો હાલ તું ય ખા એ તો બધું આવશે ક્લબ વાળા ની સર્વિસ પર ભરોહો રાખ.."
ગાંઠીયા કઢી માં ડૂબાડી ખાતા ખાતા SD એ મુખ્ય વાત કાઢી, "મહેન્દ્ર આપણે નવલખી થી જે પેલી સંદુકો કઢાવી હતી એ ટીમમાંથી કોઇ હયાત હશે??? "
"ના કોઇ નહી સમજો ત્યારે નાના આપણે બે જ હતાં નવું નવું પેન્ટ પેહરતાં થયા હતાં.... પણ કેમ આજ અચાનક એ યાદ કરવું પડ્યું? "
"બસ કોઇ એ એ ભુતાવળ જગાવી છે ... એટલે "
"પણ એ કપ્તાન હતો હિંમતવાન ..." પેટી મુકાવી ય એણે ને કઢાવવાની વ્યવસ્થા ય એણે કરી પણ એ વખતે ય એ પીસ્તાલિસ પચાસનો હશે એ તો હયાત હોય એવી શક્યતા જ નથી.. "
"તો એ કોણ જેણે મધપુડા પર પથ્થર નાંખ્યો ...???"
"SD કાંઇ ગંભીર છે ?? શ્વેતલ શું થયું છે કેમ અચાનક એ બધી વાત અત્યારે કાઢે આ.. "
"આ વાત કોઇ ત્રાહિત કાઢીને બેઠો છે ને નાલાયક અત્યાર સુધી સાહીઠ લાખ જેટલા પડાવી ચુક્યો છે.. "
"શ્વેતલ ..."
"SD બોલવા દે એને આમ તો એ વખતે મને ખરેખર ભય લાગ્યો હતો અણસમજુ હતાં આપણે ત્યારે ,પણ મારી જિંદગીનો સૌથી મોટો વળાંક એ હતો SD સારૂં ખોટું એ ખબર નથી પણ એ સમયે એ જરૂરી હશે કદાચ ! એ પછી હું તારાથી દૂર રહેવા લાગ્યો હતો , અને જીંદગી પણ ક્યાંય આગળ ખેંચી ગઈ બસ પછી શ્વેતલ માટે ફરી તું યાદ આવ્યો .... પણ હજુ ય મિત્રો તો ખરાં જ આપણે ..."
"SD અને શ્વેતલે બ્લેકમેઇલર ની ને કાંઈક માણેકભુવન ની અધ્યાહાર રાખી વાત કરી બધી... "
"શ્વેતલ એક કામ કર હવે સિક્યોરિટી ના અમૂક કામ તું બીજી એજન્સી મારફતે કરાવ આને લગતાં એ કદાચ તમારાથી એક ડગલું આગળ વિચારે છે.. "
"હા! શ્વેતલ વાત તો સાચી છે મહેન્દ્ર ની ... આ રાજકારણીનું દિમાગ.. "
"મહેન્દ્ર છતાં તપાસ કરાવને એ વખતનું કોઇ જાગ્યું ન હોય .."
"પાક્કુ... હવે એને આંતરીશું જ આપણે.. "
ચા નાસ્તાની જયાફત ઉડાવી મિત્રો છુટા પડે છે શ્વેતલ પણ રહેવાનો નહતો જ ત્યાં કારણ આકાશ ને સેમ SD ને એકલાં જ મળવા માંગતા હતાં ....
(ક્રમશ:........)