લોક ડાઉન - ટુંકી વાર્તા સંગ્રહ Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોક ડાઉન - ટુંકી વાર્તા સંગ્રહ

" લોક ડાઉન - ટુંકી વાર્તા સંગ્રહ " લોક ડાઉન દરમિયાન લખેલી ત્રણ વાર્તા ઓ.બે વાર્તા ઓ વિકટ પરિસ્થિતિમાં જીવન જીવતા ગરીબ પર અને ત્રીજી વાર્તા લોક ડાઉન દરમિયાન એક બીજા ને સમજી ને ચાલતા પતિ પત્ની ની વાત.... આશા છે આપને આ વાર્તા ઓ પસંદ પડશે. (૧)"જગત ભૂખ્યો છે!" "કેટલી વાર લાગી તમને? આ છોકરો બે દિવસ થી ભુખ્યો છે." મીઠો ઠપકો આપતા રમલી બોલી.. " આ લે... બિસ્કિટ નું પેકેટ..એક દયાળુ ભાઈ એ આપ્યું છે." મોઢા પર થી માસ્ક ઉતારી ને મનસુખ બોલ્યો. " પણ..આ મોઢા પર...!! અને કંઈ ધાન ના લાવ્યા? અડધો કલાક થી આ જગત ને શાંત કરવા હાંડી માં પાણી નાખી ને હલાવ્યા કરવું છું.આપણે પણ ત્રણ દિવસ થી ભુખ્યા છીએ." રમલી બોલી.... " આ જો ને મજુરી માટે નિકળ્યો પણ આ મહામારી માં કંઈ કામ મલ્યું નહીં.લોક ડાઉન ચાલે છે....એક દયાળુ ભાઈ એ બિસ્કીટ નું પેકેટ અને આ માસ્ક..મુખ પટો આપ્યો.કહે આ પહેરી ને જ બહાર જવું. દાણા તો મલ્યા નહીં...પણ નજીક ના મેદાન માં ચકલા માટે દાણા પડ્યા હતા..એ થોડા વિણ્યા છે..એ દાણા સાફ કરીને ધોઈ ને ઢીલી ખીચડી જેવું બનાવ." બોલતાં બોલતાં મનસુખ ના મુખ પર નાનકડું વિજય સ્મિત આવી ગયું. @ કૌશિક દવે. (૨) "ગરીબ નો માસ્ક"...... માં... માં..એક લઘર વઘર દેખાતો પાંચ થી છ વર્ષ નો છોકરો દોડતો દોડતો એની માં ના ખોળામાં બેસી ગયો... " બોલ બેટા "...એ ગરીબ માં એ બાળક ના માથા પર હેત થી હાથ ફેરવી ને બોલી.... "માં... માં. મને તારી એક નાનો રૂમાલ જેવો કકડો આપ.અથવા તારી જુની સાડી નો એક કકડો આપ." નાનો બાળક બોલ્યો. " કેમ બેટા..તારે રમવું છે?.. ના.ના.. મારે રમવું નથી.પણ જો ને આપણા શહેર માં નવી ફેશન આવી છે." બાળક બોલ્યો... "શેની ફેશન બેટા.". "જો ને માં એક તો બહાર તો કોઈ તો દેખાતું જ નથી અને જે દેખાય છે એ ફેશન કરે છે." "બેટા તને ખબર ના પડે.". " પણ માં જે દેખાય છે એ તો દૂર દૂર રહીને જ જાય છે. અને તેઓ મોં પર કાપડ લગાવી ને જાય છે." બાળક બોલ્યો. " ઓહો..અરે બેટા આતો આપણા દેશ માં અને શહેર માં મોટી બિમારી ઓ શરૂ થઈ છે.એટલે અંતર રાખીને રહેવાનું તેમજ મોં પર માસ્ક એટલે બેટા મોઢું ઢાંકીને જવાનું. બેટા હું તને કકડો ધોઈ ને આપીશ." માં બોલી.. "સારૂં માં આટલી મોટી બિમારી છે એટલે હું પણ મોઢું કકડા થી ઢાંકીને બહાર જઈશ. " બાળક બોલ્યો. "ના.ના.બેટા.. તું મોઢા પર કકડો રાખજે...પણ બહાર તો રમતો જ નહીં." " તો માં આપણ ને ખાવા મલશે કે નહીં?". " હા.હા.મલશે બેટા ચિંતા કરીશ નહીં.દયાળુ લોકો આપણા જેવા ગરીબો ને ખાવા આપશે.". "હે માં..આ બિમારી આપણ ને પણ થાય ખરી?" દયામણી નજરે બાળક બોલ્યો. *ઘર માં રહો, સલામત રહો* બહાર જાવ તો માસ્ક જરૂર પહેરો.અને હા સાબુ કે હેન્ડ વોશ થી હાથ ચોક્કસ ધોવા. @ કૌશિક દવે. (૩) હાસ્યમ્ પરમ્ સુખમ્ " "અરે..ઉઠો જલ્પા રાની" સવાર સવાર માં જતીન બોલ્યો.. "હું.હ..જા નહીં ઉઠું.." જલ્પા બોલી.. " ઉઠ રાની આ સુરજ પણ હસતાં હસતાં ઉગ્ર થવા આવ્યા." જતીન બોલ્યો. "સુવા દે ને..આ લોક ડાઉન માં ઓફિસ તો જવાનું નથી.આરામ કરવા દે અને તું પણ આરામ કર ". "જલ્પા જો તારા માટે ગરમાગરમ ચા બનાવી અને ગરમાગરમ નાસ્તો" જતીન. " શું તું પણ મને સુવા નહીં દે! અરે શું વાત છે તે ચા અને નાસ્તો બનાવ્યો?". " કેમ ? ના બનાવી શકું? મારો વિચાર તો નાસ્તા માં સેન્ડ વીચ બનાવવા નો હતો..પણ..". "પણ શું? "આળસ ખાતા જલ્પા ઉભી થઇ. " પણ બ્રેડ તો ઘર માં નહોતી એટલે વિચાર કર્યો કે ગરમાગરમ બટાકા પૌવા બનાવું..પણ..". " પણ.. શું એ પણ ના બનાવ્યા!" " ના.. જો બટાકા કાચા રહી જાય તો? અને પૌવા મને મલ્યા નહીં." હસતા હસતા જતીન બોલ્યો. "તું સવાર સવારમાં મારી મજાક કરે છે? . પૌવા તો હતા.તને ના મલ્યા? તો તેં નાસ્તા માં શું બનાવ્યું? " જલ્પા હસી . " તું જલદી ફ્રેશ થઈ ને આવ.એટલે ગરમાગરમ ચા સાથે નાસ્તો કરીશું." જતીન બોલ્યો.. "કહેતો ખરો નાસ્તા માં શું બનાવ્યું? ". "બસ એજ બચપન નો ફેવરિટ નાસ્તો.. સેવ મમરા..." જતીન બોલ્યો... ‌. " અરે મારા વાલા તું પણ કામ કરતો થયો! મજાક કરવાની આદત ગઈ નહીં. હું ફ્રેશ થઈ ને આવું." " જલ્પા બોલી. "આ લોક ડાઉન માં ઘણું શીખવા મલ્યું. એમાં ખાસ તો કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રહેવું." જતીન હસતા હસતા બોલ્યો. @ કૌશિક દવે