Taras premni - 22 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૨પ્રાચી રજતને હસાવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચી રજતનો મોબાઈલ લઈને ફોટો પાડે છે.

પ્રાચી:- "રજત સ્માઈલ પ્લીઝ."

એક બે ફોટા પાડ્યા પછી પ્રાચીની નજર એક વીડીયો પર જાય છે. પ્રાચી આખો વીડીયો જોય છે.

પ્રાચી:- "રૉકી તે દિવસે રિહર્સલ રૂમમાં તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા ને?"

રૉકી:- "હા. પણ એ બધું છોડ. અત્યારે રજતને કેવી રીતના નિર્દોષ સાબિત કરવું તે વિચાર."

પ્રાચી:- "એના વિશે જ વિચારું છું. મને એક પ્રૂફ મળ્યું છે."

રજત આશાભરી નજરે પ્રાચી તરફ જોઈ રહ્યો.

પ્રાચી:- "Thank God કે તે દિવસે તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા. ત્યારે જ મેહા રિહર્સલ રૂમમાં આવે છે. મેહાએ બહાર નીકળવાનું કહ્યું અને તમે બધા બહાર નીકળી ગયા. પણ રૉકી મોબાઈલનો કેમેરો બંધ કર્યાં વગર જ જતો રહ્યો હતો. રજતના મોબાઇલનો કેમેરો ચાલું જ હતો.
રજત તારી અને મેહાની વચ્ચે બંધ રૂમમાં શું થયું તે બધું આ વીડીયો માં રેકર્ડ થયું છે."

રજત તરત જ પ્રાચી પાસે ગયો અને વીડીયો જોયો.
બધાએ જોયું તો વીડીયો માં મેહા પોતાના જ કપડાંને ફાડી રહી હતી.

રજતના ફ્રેન્ડે પ્રોફેસર અને પ્રિન્સીપલને વીડીયો બતાવ્યો. મિષા,નેહા અને પ્રિયંકાએ પણ વીડીયો જોયો.

મેહા પર સાંજે રજતનો મેસેજ આવ્યો.
"મેહા હું તને છોડીશ નહીં. એવો બદલો લઈશ કે તું જીંદગીભર એને યાદ કરીશ અને રડીશ. તારી જીંદગી એટલી હદ સુધી બરબાદ કરી દઈશ કે તું પોતાની જાતને જ ઓળખી નહીં શકે."

મેહા રજતનો મેસેજ વાંચી ફફડી ગઈ હતી. મેહા ખૂબ ડરી ગઈ હતી. સવારે મેહા નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ.

તબિયત સારી નહોતી એવું બહાનું કાઢી એક દિવસ તો કૉલેજમાં રજા પાડી દીધી. હવે આજે પણ ઘરે રહીશ તો મમ્મી પપ્પા જાતજાતના સવાલ પૂછશે. અને કૉલેજ ગઈ તો RR મને છોડશે નહીં. શું કરું હવે?

મેહા જીવ અધ્ધર કરીને કૉલેજ ગઈ. કૉલેજમાં એન્ટર થતાં જ બધા મેહાને જોવા લાગ્યાં અને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. મેહાને બધાનાં શબ્દો સંભળાતા હતા.

"કેવી છે આ છોકરી? રજત જેવા છોકરાંને ફસાવી દીધો. કેટલી ચાલબાઝ છે આ છોકરી. શું ખબર બંધ રૂમમાં મેહાએ જ સામે ચાલીને અઘટિત માંગણી મૂકી હોય અને રજતે ના પાડી હશે એટલે મેહાએ રજત પર ખોટો આરોપ લગાવ્યો હશે. મેહા જેવી કેરેકટરલેસ છોકરીથી બચીને રહેવું જોઈએ."

મેહાને ખ્યાલ આવી ગયો હતો કે રજત નિર્દોષ સાબિત થઈ ગયો છે. મેહા ચાલતી ચાલતી પોતાના ક્લાસમાં જઈ રહી હતી કે સામે મિષા,નેહા અને પ્રિયંકા મળે છે.

મેહા એ લોકોની નજીક ગઈ તો મિષાએ ગુસ્સામાં એક થપ્પડ મારી.

મિષા:- "શું થઈ ગયું છે તને મેહા? પહેલાં તો તું આવી નહોતી. રજતનો કોઈ વાંક નહોતો તો પણ તે રજત પર આરોપ લગાવ્યો. Disgusting મેહા. તારાથી આ આશા નહોતી."

એટલામાં જ ત્યાં પટાવાળા કાકા આવ્યા. તેઓએ જણાવ્યું કે મેહાને પ્રિન્સિપલ સર બોલાવે છે. મેહા પ્રિન્સિપલ સરની કેબિનમાં ગઈ તો રજત પણ ત્યાં જ હતો. રજત અને મેહાની નજર મળે છે.

પ્રિન્સિપલ:- "મેહા તે રજત સાથે ઠીક નથી કર્યું. રજતને સસ્પેન્ડ કરવાનો હતો પણ હવે મને લાગે છે કે તને સસ્પેન્ડ કરવી પડશે."

રજત:- "પ્લીઝ સર મેહાને સસ્પેન્ડ ન કરતા. હું નથી ઈચ્છતો કે કોઈનું વર્ષ બગડે."

પ્રિન્સિપલ થોડા વિચારમાં પડી ગયા.

પછી બોલ્યા "ઠીક છે. મેહા રજતને લીધે તને એક ચાન્સ મળ્યો છે. તો હવે પછી આવી ભૂલ ન થવી જોઈએ. મેહા રજતનો આભાર માન કે એણે તને ચાન્સ આપ્યો છે.

મેહા કંઈ બોલતી નથી. થોડી મિનિટ પછી મેહા રજત સામે જોઈને કહે છે "Thank you..."

રજત પ્રિન્સિપલને Thank you sir કહીને ઑફિસમાંથી બહાર નીકળી જાય છે. મેહા પણ બહાર નીકળે છે.

મેહા હજી પણ અવઢવમાં છે. મેહા વિચારતા વિચારતા ક્લાસમાં જાય છે. ક્લાસમાં હંમેશની જેમ મેહા પોતાની જગ્યા પર બેસે છે. મેહા જેવી પોતાની જગ્યા પર બેસે છે કે મિષા,નેહા અને પ્રિયંકાએ ઉભા થઈને બીજી સીટ પર બેસી ગયા.

રજતની પાછળની સીટ પર મિષા રૉકી સાથે બેસી ગઈ. રજતે પાછળ ફરી મિષા તરફ જોયું.

રજત:- "મિષા શું કરે છે? મેહાનો ચહેરો જોયો. હમણાં રડી પડશે. મેહાએ જે કર્યું છે તે મારી સાથે કર્યું છે. તો તમે શું કામ નારાજ થાઓ છો?"

મિષા:- "RR મેહા અમારી ફ્રેન્ડ હતી, છે અને રહેશે. તારે અમારી વચ્ચે પડવાની જરૂર નથી. અને તું એવી ગેરસમજ માં ન રહેતો કે મેહાએ તારી સાથે ઠીક નથી કર્યું એટલે અમે મેહાથી નારાજ છીએ. તારી જગ્યાએ કોઈપણ છોકરા કે છોકરી સાથે મેહા કંઈપણ કરે અને જો મેહા ખોટી હોય તો પણ અમે આમ જ કરત. મેહાને આ બાબતમાં તો સાથ નહીં જ આપીએ."

રજતે મેહા તરફ નજર કરી. મેહા ઘણી ઉદાસ થઈ ગઈ હતી. રજતે મેહાને મેસેજ કર્યો.

રજત:- "Hi મેહા. કેમ ઉદાસ છે?"

મેહાને તો રજતનો મેસેજ વાંચીને મનને થોડું બેટર ફીલ થયું. પણ પછી બીજો મેસેજ આવ્યો.

"તારી ઉદાસી દૂર કરી દઈશ. તું મને સાંજે મળ. યાદ છે ને મેં કહ્યું હતું કે હું તને છોડીશ નહીં."

મેહા મેસેજનો ભાવાર્થ સમજી ગઈ. મેહાએ રજત સામે નજર કરી. રજતને જોઈ ભર શિયાળામાં પણ મેહાના ચહેરા પર પરસેવો વળી આવ્યો.

રજત મેહાને જોઈ કહે છે "અરે યાર બહુ ગરમી લાગે છે. કોઈ પંખો અને એસી તો ચાલું કરો."

મેહા જેટલીવાર રજત તરફ જોતી એટલીવાર મેહા ચહેરા પર ડરને લીધે પરસેવો આવી જતો.

રજત મનોમન કહી રહ્યો હતો "ખોટો આરોપ તો લગાવ્યો પણ એની માફી સુધ્ધાં નથી માંગી. મેહા તે જે કર્યું છે એના માટે તો હું તને ક્યારેય માફ નહીં કરું. મેહા તે મારા પર આરોપ લગાવી મારા સ્વમાન અને પુરુષત્વ નું અપમાન કર્યું છે. હું એનો બદલો તો લઈને જ રહીશ. મેહા તારો ઘમંડ કાંઈક હું એ રીતે તોડીશ કે તારી તડપ જોઈને લોકો મને હાથ જોડશે."
મેહા મનોમન જ વિચારી રહી હતી આજે રજત મને છોડશે નહીં. શું કરું હવે?

સાંજે કૉલેજ છૂટ્યા પછી મેહા પોતાના ઘરે જવા માટે ઉતાવળ કરતી હતી. બધા ક્લાસમાંથી જતા રહ્યા હતા. મેહા ક્લાસની બહાર નીકળી. કૉલેજમાંથી નીકળી ત્યારે મેહાને હાશકારો થયો. ઝડપથી પોતાના ઘરેથી લેવા આવેલી કારમાં બેસી ગઈ.

મેહા વિચારી રહી હતી કે હું તો વગર કારણે રજત થી ડરી રહી હતી. મને રજતે કંઈપણ ન કર્યું.

મેહાએ કારની બારી ખોલી રાહતનો શ્વાસ લીધો. મેહાએ આંખો બંધ કરી દીધી.

મેહા આંખો મીંચીને બહારની ઠંડી હવાનો આનંદ લઈ રહી હતી. ખાસ્સીવાર થઈ ગઈ તો પણ હજી સુધી ઘરે નથી પહોંચી રહી. એવો વિચાર આવતાં જ મેહાએ આંખો ઊઘાડી. આસપાસ નજર કરી તો સૂમસામ રસ્તો હતો.

મેહા:- "ડ્રાઈવર આ ક્યો રસ્તે લઈ આવ્યા મને? મારે ઝડપથી ઘરે જવું છે."

ડ્રાઈવર:- "ઘરે લઈ જઈશ મેડમ. પણ એકવાર મારો બદલો તો લઈ લઉં."

મેહાને આ અવાજને ઓળખી ગઈ. ડ્રાઈવરે મેહા સામે એક નજર કરી. ડ્રાઇવરના વેશમાં RR હતો.

મેહા બૂમ પાડવા લાગી. "હેલ્પ બચાવો. કોઈ છે?"

રજત:- "ગમે તેટલી બૂમ પાડી લે. અહીં તને સાંભળવા વાળું કોઈ નથી."

મેહા ખૂબ ડરી ગઈ હતી. રજતે એક જગ્યાએ કાર ઉભી રખાડી.

મેહા રડી રહી હતી.

મેહા:- "રજત પ્લીઝ મને છડી દે."

રજત કારમાંથી ઉતર્યો. મેહાને કારમાંથી કાઢી. મેહાએ ઘણાં ધમપછાડા કર્યાં. પણ રજત છેવટે એને ઊંચકીને લઈ ગયો.

રજત મેહાને એના ફાર્મ હાઉસ પર લઈ આવ્યો હતો.

મેહાને એક રૂમમાં પલંગ પર બેસાડી. રજતે દરવાજાની સ્ટોપર મારી દીધી. મેહા પણ રજતની પાસે ગઈ અને રજતને કરગરવા લાગી. મેહા દરવાજો ખોલવાની કોશિશ કરવા લાગી.

રજતે મેહાને ઊંચકી પલંગ પર સૂવાડી દીધી. મેહાના હાથ પગ દોરડાથી બાંધી દીધા. મેહા રડતી રડતી કરગરવા લાગી.

રજત:- "તે મારા પર જૂઠો આરોપ લગાવ્યો. તો એ આરોપને સાચો બનાવી દઈએ."

રજત મેહાને કિસ કરવાનો હોય છે.

મેહા:- "રજત પ્લીઝ તું મારી સાથે આવું નહીં કરી શકે."

રજત:- "અને તું મારી સાથે ગમે તે કરી શકે એમ."

રજતની નજર મેહાના હોઠ પર પડે છે. મેહા રડી રડીને અને ધમપછાડા કરીને થાકી ગઈ હતી. મેહા રડતા રડતા જ બેભાન થઈ ગઈ.

થોડીવાર પછી મેહા જાગી. જાગીને જોયું તો મેહા પોતાના રૂમમાં હતી. મેહાના મનને હળવાશ થઈ કે પોતાના ઘરે જ છે. પણ મેહાને વિચાર આવ્યો કે મને અહીં લાવ્યું કોણ? રજત પોતાને કારમાં બેસાડી લઈ ગયો અને એક રૂમમાં મને દોરડાથી બાંધી દીધી હતી. મેહાને આ ઘટના યાદ આવતાં જ આંખમાંથી આંસુ પડવા લાગ્યા.

હું બેભાન હતી તો રજતે મારી સાથે કંઈક કર્યું તો નથી ને. નહીં નહીં રજતે મારી સાથે કંઈ નહીં કર્યું હોય.

મેહાના રૂમમાં મમતાબહેન આવે છે.

મમતાબહેન:- "બેટા ચલ ચા નાસ્તો કરી લે."

મેહા:- "મમ્મી મને કોણ મૂકવા આવ્યું હતું."

મમતાબહેન:- "રજત તને મૂકવા આવ્યો હતો. એ બધી વાત પછી પહેલાં ચા નાસ્તો કરી લે."

મેહા:- "મમ્મી હું નાહીને આવું છું."

મમતાબહેન:- "સારું જલ્દી નાહી લે."

મેહા બાથરૂમમાં ન્હાવા જાય છે. મેહા ગરમ પાણીથી સ્નાન કરી રહી હતી. થોડી મીનીટો પછી કમર પર ચચરાટનો અનુભવ થયો. મેહાએ જોયું તો ચામડી લાલ થઈ ગઈ હતી. મેહાએ અરીસામાં પોતાની જાતને જોઈ. મેહાની નજર ગળા પર અને ખભા પર ગઈ. કોઈના નખના નિશાન હતા. મેહાને અત્યારે એક જ નામ યાદ આવ્યું રજત.

પોતાના શરીર પર નિશાન જોઈ મેહા સમજી ગઈ કે રજતે મારી સાથે....મેહાની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.

મેહા નાહીને આવી. કપડાં ચેન્જ કરીને ચા પીવા ગઈ. મેહા બહુ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. મેહાને અત્યારે ખરેખર ચા ની જરૂર હતી. ઘરમાં એનો જીવ ગૂંગળાઈ રહ્યો હતો.

મેહા:- "મમ્મી હું જરા બહાર ચાલવા જાઉં છું. થોડીવાર પછી આવીશ."

મમતાબહેન:- "સારું બહું મોડું ના કરતી. તું જમી લેજે. તારા પપ્પા સાથે હું પાર્ટીમાં જવાની છું."

મેહા:- "સારું.''

મેહા ઘરની બહાર નીકળી. થોડે દૂર આવેલાં એક પાર્કમાં બેસીને મેહાને જાતજાતના વિચાર આવવા ઘો લાગ્યાં. સતત એ જ વિચાર કરતી રહી કે રજતે મારી આબરૂ લૂંટી લીધી. પણ હવે શું જે થવાનું હતું તે થઈ ગયું. પણ મારે રજતને મળવું છે. પણ મળીને શું ફાયદો? એણે મારી સાથે જે કરવું હતું તે તો કરી લીધું. મેહા અંદરથી એકદમ તૂટી ચૂકી હતી. મેહાની આંખોમાંથી આંસુ આવી ગયા.

ખાસ્સીવાર સુધી એમ જ બેસી રહી. મેહા કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. એની પાસે કોઈ આવીને ઉભું રહી ગયું હતું.

મેહાએ જોયું તો રજત હતો. રજત સાથે મેહાને બિલકુલ વાત કરવાની ઈચ્છા ન થઈ.

રજત:- "કેવું છે હવે? બેટર ને? Thank God તને હોંશ આવી ગયો."

મેહા કંઈ બોલતી નથી. ચાલવા લાગે છે.

રજત:- "મેહા મને ખબર છે કે તું શું વિચારે છે. ટ્રસ્ટ મી. મેં તારી સાથે કંઈ નથી કર્યું."

રજતની વાત સાંભળી મેહા ઉભી રહી જાય છે.
રજતની વાત સાંભળી મેહાને થોડું બેટર ફીલ થયું.
ત્યાં તરત પાછો વિચાર આવ્યો કે તો શરીર પર નિશાન શાના છે?

મેહા:- "તે કંઈ જ નથી કર્યું એમ. તો મારા શરીર પર શાના નિશાન છે?"

રજત:- "ક્યાં નિશાન? ક્યાં છે?"

મેહા:- "તારા હાથના અને નખના નિશાન છે."

રજત:- "તો તે માની લીધું કે મેં તારી સાથે કંઈ કર્યું છે એમ. મેહા હું તને ઉંચકીને લઈ ગયો હતો ત્યારે આમતેમ હાથ લાગી ગયો હશે. એમાં આટલું વિચારવાની શું જરૂર છે યાર?"

મેહા:- "તું નહીં સમજી શકે. તને ખબર છે મારા પર શું વીતી રહી છે તે?"

રજત:- "અને તે જે મારી સાથે કર્યું તેનું શું?"

મેહા કંઈ બોલતી નથી. મેહા પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. રજત બાઈક લઈને પાછળ પાછળ આવે છે.

મેહા:- "રજત તું શું કરવા મારી પાછળ પાછળ આવે છે?"

રજત:- "તને ઘરે સુધી મૂકવા આવું છું."

મેહા વિચારી રહી હતી કે રજતને સમજવું મુશ્કેલ જ નથી અશક્ય છે.

મેહા:- "હું ઘરે પહોંચી ગઈ. તું જા હવે."

રજત:- "ઘરે કોઈ નથી?"

મેહા:- "ના મમ્મી પપ્પા પાર્ટીમાં ગયા છે અને સુનિતા કદાચ સૂઈ ગઈ હશે."

રજત:- "ઑહ તો ઘરમાં કોઈ નથી. સારું છે. ચલ તારી કમર બતાવ."

મેહા:- "શું કરવા? તું શું કરવાનો છે મારી સાથે?"

રજત:- "Relax મેહા. તારા શરીર પરના નિશાન જોવા છે."

મેહા:- "હું તને શું કામ બતાવું?"

"તું નહીં બતાવે તો હું જોઈ લઈશ." એમ કહી રજત મેહાની નજીક જાય છે.

મેહા થોડી ડરી ગઈ.

મેહા:- "રજત તું શું કરવાનો છે મારી સાથે?"

રજત:- "ફર્સ્ટ-એઈડ બોક્સ ક્યાં છે?"

મેહા:- "પેલાં ડ્રોઅરમા છે."

રજત ફર્સ્ટ-એઈડ બોક્સ લઈ આવે છે.

રજત મેહાને સોફા પર બેસાડે છે.

રજત:- "ક્યાં ક્યાં ઘાવ છે બતાવ."

મેહા:- "કમર પર છે."

રજત:- "ડાબી સાઈડ કે જમણી?"

મેહા:- "ડાબી સાઈડ."

રજતે મેહાનું ટીશર્ટ સ્હેજ ઉંચુ કર્યું. રજતે જોયું તો નખના નિશાનની ત્રણ લાઈન હતી. રજતને યાદ આવ્યું કે પોતે મેહાને કમર પરથી પકડીને સ્હેજ ગુસ્સામાં બહાર કાઢી હતી.

રજતે દવા લગાવી.

દવા લગાવતાં જ મેહાને ચચર્યુ.

મેહા:- "રજત બહુ પેઈન થાય છે. હવે દવા નહીં લગાવતો."

રજત:- "બીજે ક્યાં ક્યાં નિશાન છે?"

મેહા:- "હવે નથી."

રજત:- "ગળા પર પણ છે. Wait હું બરફ લઈ આવું છું."

રજત બરફની સાથે સાથે દવા પણ લગાડે છે. જેથી મેહાને વધારે પીડા ન થાય. મેહા પણ ઊંડે ઊંડે ઈચ્છતી હતી કે રજત મારી કેર કરે.

રજત:- "હવે ક્યાં નિશાન છે?"

મેહા:- "ખભા પર."

રજતે ખભા પરથી સ્હેજ ટીશર્ટ નીચે કર્યું. ખભા પર પણ નખના નિશાન લાંબા હતા. રજતે બરફ અને દવા લગાવી દીધી.

એટલામાં જ કારના હોર્નનો અવાજ આવ્યો.

રૉકી:- "રજત ચાલ યાર શું કરે છે?"

રજતને રૉકીનો અવાજ સંભળાયો.

રજત:- "લાગે છે બધા આવી ગયા. ચાલ હું નીકળું છું."

રજતની સાથે સાથે મેહા પણ બહાર નીકળે છે.

મેહા:- "Bye."

મેહાએ જોયું તો રજતના ફ્રેન્ડસ હતા. મેહાની નજર રજતના ફ્રેન્ડસ સાથે સાથે એક છોકરી પર ગઈ.

મેહા:- "તમે લોકો ક્યાં જાઓ છો?"

રજત:- "મુવી જોવા."

મેહા:- "પ્રાચી પણ તમારી સાથે મુવી જોવા જાય છે?"

રજત:- "હા. બહું મોડું થઈ ગયું છે. Bye."

પ્રાચી રજત સાથે મુવી જોવા જાય છે તે મેહાને બિલકુલ ન ગમ્યું. રજત બધાં સાથે મુવી જોવા નીકળી ગયો.

મેહા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. મેહા સૂતા સૂતા વિચાર કરવા લાગી મને રજત પર વિશ્વાસ નથી. તો મેં એને મારા ઘરે કેમ આવવા દીધો. ઘરે આવ્યો તેનો વાંધો નથી પણ રજતને મેં મારા ઘાવ પણ બતાવ્યા. અને મેં રજતને દવા પણ લગાડવા દીધી. આ શું થઈ ગયું હતું મને? રજતના અવાજમાં કંઈક તો છે એટલે હું એની વાતોમાં આવી ગઈ. પણ મને એવો વિચાર પણ કેમ આવ્યો કે રજત મારી સંભાળ લે. મને ખબર છે કે રજતે મારી આબરૂ સાથે રમવાની કોશિશ કરી છતાં પણ મને કેમ એવી ફીલીગ્સ આવી કે રજત મારી કેર કરે.

મેહાના ઘરેથી નીકળ્યા પછી રજતને વિચાર આવ્યો કે મેહાને આટલી ઉદાસ જોઈને મને શું થઈ ગયું હતું? મેહાને તો મારે નફરત કરવી જોઈએ તો હું એને ઘરે શું કામ મૂકવા ગયો? એના ઘાવ પર દવા પણ લગાડી. મને શું થઈ ગયું હતું?"

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED