taras premni - 21 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૨૧નેહા,મિષા,પ્રિયંકા,મેહા અને પ્રાચી કેન્ટીનમા બેઠાં હતા. મેહાની આસપાસ ઘણાં યુવકોનાં આંટા ફેરા વધી જતા.

મેહા:- "Thank God કે નિખિલભાઈ આ કૉલેજમાં નથી. નહીં તો આ યુવકોની બોલતી બંધ કરી દેતે. સારું થયું કે નિખિલભાઈ બરોડાની કૉલેજમાં જતા રહ્યા."

મિષા:- "હા યાર નહીં તો તને તો નજરકેદમાં રાખતે પણ સાથે સાથે અમે ત્રણ પણ નિખિલની નજરકેદમાં આવી જતે."

પ્રાચી:- "મેહા એવું કેમ બોલે છે? મોટો ભાઈ હોય તો કેટલું સારું. આપણું કેટલું ધ્યાન રાખે. કોઈ યુવક આપણી આસપાસ પણ ન ફરકી શકે. તું લકી છે કે તારે મોટો ભાઈ છે. મારે તો બે બહેનો જ છે અને એમાં પણ સહુથી મોટી તો હું જ છું."

મેહા:- "હું માનું છું કે મારી જીંદગીમાં નિખિલભાઈ છે એટલે લકી છું. પણ મને થોડી સ્વતંત્રતા જોઈએ છીએ."

RR,પ્રિતેશ,રૉકી,સુમિત,તનિષા અને તન્વી પણ કેન્ટીનમા નાસ્તો કરતા હોય છે.

નાસ્તો કરી બધા ક્લાસરૂમમાં જતાં હોય છે. પ્રાચી અને RR ભટકાતાં ભટકાતાં રહી જાય છે. પ્રાચી અને રજત એકબીજાને સ્માઈલ આપે છે.

ક્લાસમાં બે-ત્રણ યુવતી વાત કરતી હતી.

કૃપા:- "આખી કૉલેજમાં RR જેવો તો કોઈ યુવક જ નથી. કેટલો હેન્ડસમ છે અને રિચ પણ."

ભૂમિ:- "ભલે ને RR હેન્ડસમ અને રિચ હોય તો શું થઈ ગયું. પણ RR bad boy તરીકે વધારે પ્રખ્યાત છે. જેમ બને એમ તેનાથી દૂર જ રહેજે."

મેહાને વિચાર આવ્યો કે પ્રાચી અને રજત દિવસે દિવસે વધુ નજીક આવતા જાય છે. પ્રાચીને રજતથી દૂર રાખવી પડશે.

મેહા:- "સાંભળ્યું પ્રાચી. RR bad boy છે. તું પણ દૂર જ રહેજે રજતથી. અને હા રજતને વધારે સ્માઈલ આપવાની જરૂર નથી."

મેહા અને પ્રાચી વાતો કરવામાં મશગૂલ હતા ત્યાં જ રજત આવે છે.

પ્રાચી:- "પણ હું શું કામ રજતથી દૂર રહું અને હું સાંભળેલી વાત પર શું કરવા વિશ્વાસ કરું. RR ભલે bad boy હોય પણ મારા માટે રજતે તો સારું કર્યું છે એટલે રજત તો મારા માટે Good boy છે."

રજતે પ્રાચીની વાત સાંભળી.

RR:- "Hi પ્રાચી."

રજતનો અવાજ સાંભળી મેહા અને પ્રાચી ચોંકી જાય છે.

પ્રાચી:- "Hi રજત."

રજત:- "Thanks પ્રાચી."

પ્રાચી:- "Thanks? પણ કેમ?"

રજત:- "કારણ કે આખી દુનિયા મને જજ કરે છે. પણ તું પહેલી યુવતી છે જેણે મને જજ નથી કરી.
મેહા પણ પહેલાં પહેલાં મને જજ કરતી હતી. પૂછી જો એને."

પ્રાચી:- "મતલબ તમે પહેલેથી એકબીજાને ઓળખો છો."

રજત:- "હા અમે પહેલાં ધોરણથી એક જ ક્લાસમાં છે."

પ્રાચી:- "તમે તો બંન્ને એકબીજાને ઘણાં લાંબા સમયથી જાણો છો."

રજત:- "હા. અમે બંન્ને એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. જાણીએ છીએ. જાણવામાં ઓળખવામાં બહુ ફેર હોય છે. પણ તું તો મને સમજે છે પ્રાચી. શું આપણે ફ્રેન્ડસ બની શકીએ."

પ્રાચી:- "તારી વાતમાં કંઈ ખ્યાલ તો ન આવ્યો. પણ આપણે ફ્રેન્ડ તો બની જ શકીએ."

મેહા આ બે વચ્ચે ની વાતો સાંભળતી રહી.

રજતને ઘરે જઈને પણ પ્રાચીના વિચારો આવે છે. પ્રાચી મને કેટલું સમજે છે. અને મેહા તો પહેલેથી જ લોકોની વાતો સાંભળીને મને જજ કરવા લાગી હતી.

આ તરફ પ્રાચી અને રજત વિશે મેહા વિચાર કરતી થઈ ગઈ. પ્રાચી કેટલી સરળતાથી રજતને સમજી ગઈ. અને પોતે શરૂઆતથી રજત પર વિશ્વાસ નહોતી કરતી. રજતના મનમાં પ્રાચી માટે આદરભાવ આવ્યો હશે. ક્યાંક ધીરે ધીરે રજતના મનમાં પ્રાચી માટે પ્રેમની કૂંપળ ફૂટી નીકળશે તો? વિચારી વિચારીને મેહાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા.

પ્રાચીને ઘરે જઈને રજતના વિચાર આવે છે. કેટલો ક્યૂટ અને નિર્દોષ છે રજત. ખબર નહીં કેમ બધા રજતને Bad boy કહે છે.

પ્રાચી અને રજત અત્યારે એકબીજા વિશે વિચારી વિચારી ખુશ થઈ રહ્યા હતા. રજતે પ્રાચીની આંખો માં કંઈક જોયું હતું. પ્રાચીની આંખો રજતના મનના ભાવો સમજી ગઈ હતી.

રજત પ્રાચી વિશે વિચારી રહ્યો હતો કે પ્રાચી મને સમજે છે. મારા પર વિશ્વાસ કરે છે અને જેને હું ચાહતો હતો એણે તો મારા પર એક ટકાનો પણ વિશ્વાસ નહોતો કર્યો. મેહા પ્લીઝ યાર મારા પર તો વિશ્વાસ કર. હું તને ચાહું છું... ક્યાં સુધી તારી રાહ જોઈશ...પ્લીઝ મેહા મને સમજ...જો તું નહીં સમજે તો પ્રાચી મને એનો બનાવી લેશે... પણ હું તો મેહાને ચાહું છું તો મારા મનમાં પ્રાચી પ્રત્યે લાગણી કેમ થઈ આવી? કદાચ એ મને સમજે છે એટલે હું પ્રાચી તરફ ઢળી રહ્યો છું. પ્રાચી વિશે વિચારીને રજતના મનને હળવાશ અનુભવાતી.

રજત પ્રાચી વિશે વિચારતો હતો. એટલામાં મોબાઈલ પર ક્રીનાનો ફોન આવે છે.

રજત:- "ક્રીના શું કરે છે? બરોડામાં મઝા આવે છે ને?"

ક્રીના:- "હા મઝા તો આવે છે પણ તમારી બધાની ખૂબ યાદ આવે છે. મમ્મી પપ્પા શું કરે છે?"

રજત:- "મમ્મી રસોઈ બનાવે છે અને પપ્પા અત્યારે જ ઑફિસેથી આવ્યા અને આવીને ચા પીએ છે.

રતિલાલભાઈ:- "લાવ મારે પણ વાત કરવી છે."

રજત:- "પપ્પા સાથે વાત કર."

ક્રીના અને રતિલાલભાઈ વાત કરે છે. રસોડામાંથી બહાર આવી સાવિત્રીબહેન પણ ક્રીના સાથે વાત કરે છે.

જમીને પછી રજત ફ્રુટ કાપતાં કાપતાં પ્રાચી વિશે વિચારી રહ્યો હતો. રજતનુ ધ્યાન ન રહેતાં આંગળી પર સ્હેજ ચપ્પુ વાગી જાય છે. ઊંઘવા ત્યારે પણ રજત પ્રાચી વિશે વિચારતો રહ્યો.

સવારે ક્લાસમાં બધા ગપ્પાં મારી રહ્યા હતા. રજત વારંવાર દરવાજા પર નજર કરી રહ્યો હતો. મેહાએ નોટીસ કર્યું કે રજત કોઈકની રાહ જોઈ રહ્યો છે.

પ્રાચી ક્લાસમાં આવે છે અને રજતના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

રજત હાથ હલાવી પ્રાચીને Hi કહે છે.

પ્રાચી પણ Hi કહે છે અને પ્રાચીની નજર રજતની આંગળી પર જાય છે. પ્રાચી તરત જ રજત પાસે જાય છે.

પ્રાચી:- "આંગળી પર શું થયું?"

રજત કંઈ બોલવા જાય એ પહેલાં જ પ્રાચી બોલી
"અને આ શું? ઘાવને આવી રીતના ખુલ્લાં ન મૂકાય. બેન્ડેડ પટ્ટી પણ નથી લગાવી."

પ્રાચી પોતાના પર્સમાંથી બેન્ડેડ પટ્ટી કાઢે છે અને રજતની આંગળી પર સંભાળીને લગાવે છે. રજત તો પ્રાચીને જોઈ રહ્યો. રજતના મનને બેટર ફીલ થયું કે કોઈ મારી આટલી પરવા કરે છે...કાળજી રાખે છે.

મેહા રજત અને પ્રાચીને જોઈ રહી હતી. રજતની નજર મેહા પર પડે છે. મેહાના ચહેરા પર ન સમજાય એવી વેદના હતી.

ધીરે ધીરે પ્રાચી અને રજતની દોસ્તી વધતી જતી.
મેહા જ્યારે પણ રજતને યાદ કરતી ત્યારે મેહાને પોતાની આબરૂ સાથે રજતે રમવાની કોશિશ કરી હતી તે યાદ આવી જતું. મેહાની રજત સાથે બદલો લેવાની ભાવના તીવ્ર થઈ જતી. મેહા વિચારતી રહેતી કે રજત સાથે કેવી રીતના બદલો લેવો.

રવિવારે બપોરે મેહા મુવી જોતી હતી. ચેનલો એક પછી એક બદલતી રહી પણ કોઈ ચેનલ પર કંઈ ખાસ મુવી નહોતી આવતી. એક ચેનલ પરની મુવી માં મેહાને ઈન્ટરેસ્ટ પડ્યો. આમિરખાન અને માધુરી દિક્ષિત ની દિલ મુવી જોવા લાગી. જોકે એણે મુવી એકવાર જોયેલી. ઘણાં વર્ષો પછી આજે મેહાને આ મુવી જોવાની ઈચ્છા થઈ. મુવી જોઈને મેહાના મનમાં એક વિચાર આવ્યો. પણ પછી વિચાર માંડી વાળ્યો. રાતે જમીને ફરી વિચાર આવ્યો હું રજત પર આરોપ લગાવીશ કે રજતે મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. પણ આમ કરવું ઠીક રહેશે. ધારો કે હું આરોપ લગાવી દઉં તો રજત તો મને છોડશે જ નહીં. નહીં નહીં આમ કરવું ઠીક નથી. રજતથી આમ પણ મને ડર લાગે છે. જુઠો આરોપ લગાવીશ તો ખબર નહીં રજત મારી સાથે શું કરશે?

મેહા કૉલેજમાં રજતને જોતી ત્યારે રજતે પોતાની સાથે શું કર્યું તે યાદ આવી જતું. એક દિવસ રિહર્સલ રૂમમાં RR અને એના ફ્રેન્ડ મજાક મસ્તી કરી રહ્યા હતા. રૉકી અને સુમિત રજતનો મોબાઈલ લઈને રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા.

મેહા ત્યાંથી પસાર થતી હતી ત્યારે મેહાની નજર રજત પર પડે છે.

મેહા:- "રજત મારે તારી સાથે વાત કરવી છે."

રજત:- "પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી."

મેહા:- "તું એકવાર મારી વાત તો સાંભળ."

રજત:- "સારું બોલ."

મેહા રજતના ફ્રેન્ડસ સામે જોઈને કહે છે "મારે રજત સાથે એકલામાં વાત કરવી છે. પ્લીઝ તમે થોડીવાર માટે બહાર જાઓ."

RR ના ફ્રેન્ડ નીકળી ગયા.

બધા બહાર નીકળી ગયા.

મેહાએ દરવાજાની સ્ટોપર મારી દીધી.

મેહાએ પોતાના કપડાં ફાડ્યા.

રજત:- "મેહા આ શું કરે છે?"

મેહા બચાવો બચાવો ની બૂમ પાડવા લાગી.

રજત:- "મેહા સ્ટોપ ઈટ. શું કરે છે તું?"

એટલામાં જ RR ના ફ્રેન્ડ, મેહાના ફ્રેન્ડ અને પ્રોફેસર અને આસપાસના સ્ટુન્ડન્ટ રિહર્સલ રૂમ તરફ આવ્યા અને દરવાજો ખખડાવ્યો. મેહાએ દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો કે તરત જ મેહા મિષા,પ્રિયંકા અને નેહાને વળગી પડી.

પ્રોફેસરો અને સ્ટુન્ડન્ટ રજતને અલગ નજરથી જોઈ રહ્યા.

પ્રોફેસર:- "રજત તે શું કર્યું તને ખબર છે? એક છોકરી સાથે તે જબરજસ્તી કરવાની કોશિશ કરી?"

રજત:- "સર મેં એવું કંઈ જ નથી કર્યું."

પ્રોફેસર:- "શટ અપ રજત. એક તો છોકરી સાથે આવી નીચ હરકત કરી અને ઉપરથી પાછો એમ કહે છે કે મેં કંઈ જ નથી કર્યું."

રૉકી:- "સર રજત એવું કંઈ જ ન કરી શકે."

રજત:- "સર ટ્રસ્ટ મી. મેં મેહા સાથે કંઈ જ નથી કર્યું. મેહા તું મારી સાથે આવું કેમ કરે છે. હકીકત શું છે એ કહી દે."

"રજત હું તને કદી માફ નહીં કરું. તે મારી સાથે જબરજસ્તી...." એમ કહી મેહા રડવા લાગે છે.

પ્રોફેસર રજતને અને મેહાને પ્રિન્સિપલ પાસે લઈ જાય છે.

પ્રિન્સિપલે પ્રોફેસરોની વાત સાંભળી.

પ્રિન્સિપલે જણાવી દીધું કે રજતને કૉલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

પ્રાચી:- "પણ સર તમે એકવાર રજતની વાત‌ તો સાંભળો. સર રજત એવું ન કરી શકે."

સુમિત:- "સર રજત પર અમને પૂરો વિશ્વાસ છે."

રજતના ત્રણેય ફ્રેન્ડ રજતના પક્ષમાં બોલવા લાગ્યાં.

રજત:- "સર હું નિર્દોષ છું. પ્લીઝ સર મને એક ચાન્સ તો આપો."

પ્રાચી:- "સર મને નથી લાગતું કે રજત ક્યારેય કોઈ છોકરી સાથે આવી હરકત કરી શકે. પ્લીઝ સર રજતને એક ચાન્સ તો આપો."

પ્રિન્સિપલ:- "પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા હું તને બે દિવસ આપું છું."

રજતે ગુસ્સાથી મેહા તરફ જોયું. રજતની આંખોમાં
એક આગ હતી. મેહાએ રજતને આટલાં ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો. મેહા ભીતરથી થોડી ડરી ગઈ.

રજતને અત્યારે કૉલેજમાં રહેવું નહોતું એટલે
રજત રિહર્સલ રૂમમાં જઈને બેગ લઈ આવ્યો અને સીધો પોતાના ઘરે ગયો.

ઘરે જઈને પણ મેહાને રજતની આંખો જ યાદ આવતી હતી.

મેહા જમીને ઊંઘી ગઈ. મેહાને ફરી રજતનો ચહેરો દેખાયો. બીજા દિવસે રવિવાર હતો. સાંજે મેહા એના ફ્રેન્ડસ સાથે પાર્ટીમાં ગઈ. મેહાની ત્રણે ત્રણ ફ્રેન્ડને મેહાને આ રીતે પાર્ટીમાં આવતા જોઈ આશ્ચર્ય થયું.

મિષા:- "મેહા રજતે તારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. રાઈટ?"

મેહા:- "હા તો?"

મિષા:- "તો તને ઘરેથી બહાર નીકળતા ડર ન લાગ્યો?"

પ્રિયંકા:- "હા મેહા સામાન્ય રીતે એક છોકરી સાથે આવું કંઈ થાય તો એ અન્કમ્ફરટેબલ ફીલ કરે છે. ઘરેથી બહાર નીકળવા માટે પણ ડર લાગે. અને તું તો કેટલી રિલેક્ષ લાગે છે યાર!"

મેહા થોડી મૂંઝવણમાં મૂકાઈ ગઈ.

મેહા:- "ઘરમાં રહીને છે ને વારંવાર એ ઘટના નજર સમક્ષ આવી જતી અને ઘરમાં ગૂંગળામણ થતી હતી એટલે વિચાર્યું કે તમારી સાથે પાર્ટીમાં આવું. અને તમે છો તો મને શાનો ડર!"

નેહા:- "ચલ તું પાર્ટીમાં આવી ગઈ તો સારું કર્યું. નહીં તો ઘરે બેઠાં બેઠાં જાતજાતના વિચાર આવતે. પાર્ટીમાં તારું મન લાગી રહેશે તો જાતજાતના વિચાર નહીં આવે."

મોડી રાત્રે પાર્ટી કરી મેહા,મિષા,નેહા અને પ્રિયંકા ઘરે આવતા હતા.

નેહા અને પ્રિયંકાનું ઘર આવતા બંન્ને જતા રહ્યા.

મેહા:- "બાઈક ઉભી રખાડ."

મિષા:- "પણ કેમ?"

મેહા:- "તારે પણ ઘરે જવાનું મોડું થાય છે. અહીંથી પાંચ મિનીટનો જ રસ્તો છે. હું જતી રહીશ."

મિષા:- "સારું ચલ Bye. કાલે મળીયે."

મેહા પોતાના ઘર તરફ જતી હોય છે કે એની સામે જ RR ઉભો હોય છે. મેહા RR ને જોતાં જ ખૂબ ડરી જાય છે. મેહા એટલી ગભરાઈ ગઈ હોય છે કે બૂમ પણ પાડી નથી શકતી.

મેહાને પોતાના ઘરે જવું હોય છે પણ વચ્ચે રજત હોય છે. રજત મેહાને ખૂબ ગુસ્સાથી જોઈ રહ્યો હોય છે. રજત મેહા તરફ આગળ વધે છે. મેહા પણ પોતાના કદમ આગળ વધારે છે. રજત એકદમ ઝડપથી ચાલવા લાગે છે.

રજત:- "મેહા ઉભી રહે."

રજત લગભગ દોડવા જ લાગે છે. મેહા પણ ખૂબ દોડે છે. દોડતાં દોડતાં મેહા હાંફી જાય છે. મેહા સૂમસામ રસ્તા પર એકલી દોડ્યે જાય છે. પાછળ નજર કરે છે તો રજત પણ એના તરફ દોડ્યો આવે છે. મેહાને લાગ્યું કે આજે રજત મને છોડશે નહીં. એક ઘર આવતા મેહા એ ઘરની પાછળ સંતાઈ જાય છે. રજતે આમતેમ જોયું પણ મેહા એને મળી જ નહીં. ખાસ્સા સમય સુધી મેહા સંતાયેલી રહી. રજત હવે જતો રહ્યો છે એવો ખ્યાલ આવતાં જ મેહાએ ગભરાઈને પોતાના ઘર તરફ દોટ મૂકી.

મેહાએ પોતાના ઘરે જઈને હાશકારો લીધો. મેહા ઊંઘવા પડી પણ મેહાને ઊંઘ જ ન આવી. વારંવાર આંખની સામે રજતનો ચહેરો આવી જતો.

બીજી સવારે મેહા ઉઠી. ઉઠતાં જ મેહાની નજર સામે રજતનો ચહેરો આવી ગયો. મેહાને આજે રજતને લીધે કૉલેજ જવાનો ડર લાગ્યો.
મેહા કૉલેજ ન ગઈ.

રજત એના ફ્રેન્ડસ સાથે કૉલેજ આવ્યો. કૉલેજમાં મિષા,નેહા અને પ્રિયંકા સામે આવ્યા.

રજત:- "Guys તમને લોકોને તો મારા પર ભરોસો છે ને?"

મિષા:- "મેહા અને તારા વિશે અમે બહું વિચાર્યું. પણ કોણ સાચું બોલે છે એ ખબર જ નથી પડતી."

રજત:- "મેહા અત્યારે તમારી સાથે નથી. તો એના પરથી સાબિત થાય છે કે મેહા ખોટું બોલે છે."

મિષા:- "Come on રજત. કોઈપણ છોકરી સાથે આવું થાય તો એ લોકોનો સામનો કેવી રીતના કરી શકે."

રજત:- "એ ભીતરથી ડરી ગઈ છે. મેહા એ વાતથી ડરે છે કે ક્યાંક એની સચ્ચાઈ બહાર ન આવી જાય."

રૉકી:- "રજત ચાલને યાર ક્યાંક બેસીને શાંતિથી વિચારીએ કે તને નિર્દોષ કેવી રીતના સાબિત કરવો તે."

રજત અને એના ફ્રેન્ડસ એક ઝાડ નીચે બેસીને વિચારે છે કે શું કરીએ તો રજત નિર્દોષ સાબિત થાય.

ત્યાં જ પ્રાચી આવે છે.

પ્રાચી:- "રજત તું ટેન્શન ન લે. બધું ઠીક થઈ જશે."

રજત ફક્ત પ્રાચી તરફ જોઈ રહ્યો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED