લોકડાઉન Mehul Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લોકડાઉન

સાલું આ શહેર ના લોકો સમજતા જ નથી. લોકડાઉન નો ભંગ કરી ને એમના બાપા એ સુ દાટ્યો હશે તે બહાર નીકળતા હશે? ફલ્લી ની તિરી નું ઉત્તર કરતા મહેશ બોલ્યો.
"આ લોકો ને સહેજ પણ ભાન નથી આ કૉરોના કેટલો ખતરનાક છે! બાકી આટલા ધંધા કારોબાર કરોડો નું નુકશોન અરે અબજો નું નુકશોન થાય છતાંય બધું બંધ કરાઈ દે એટલી મુરખી સરકાર થોડી છે આપડી? વિવેકે તિરી ઉપર અઠૂ ફેકતા કહ્યું."
"આપડા સરપંચ ના માં પણ બુદ્ધિ નો છાંટો નથી, જો હું તો ગામ માં 21 તારીખ નો આવી ગયો છું પણ 25 પછી આવ્યા એ બધોના નામ તો લખાઈ દેવા જોઈએ. અને હવે ત્રીસ પછી તો કોઈને ગામ માં આવવા જ ન દેવો જોઈએ. દોઢ ડાહ્યા દેવા એ એક્કો નાખ્યો."
હજી પત્તિ માં જ ધ્યાન હતું એવો દિપક અચાનક તાડુક્યો એમ કઈ કોઈના બાપ નું ગૉમ સ તે આવવા ન દેવા જોઈએ? મારો ભાઈ કાલે આવે છે ખોટી રૉન ન કાઢતા! કહી દઉં છું હા.
ખરા બપોરે ઓઈડી ની બાજુમાં રહેલા મોટ્ટા લેબડા નીચે સુરત થી આવેલા આ ચાર દોસ્તારો ની બાવન પત્તા ની મહેફિલ ચાલી રહી હતી.
એટલામાં મહેશ ના મોબાઈલ પર સુરત થી તિલક નો વિડીયોકોલ આવ્યો અને ચારેય મિત્રો સોશિયલ ડિસ્ટન્સ ની ઐસીકી તૈસી રાખી વીડિયો કૉલ પર જોડાયા. તિલક બળાપા કાઢતો હતો, "અરે યાર અહીંયા તો ત્રાસ છે, ચૉય બાર નીકળવા મળતું નથી, ધાબા પર જઈએ તોયે ડ્રોન આવે અને પોલીસ પકડી જાય, આખા શૅર મૉ પોલીસ પોલીસ બીજું કશું જોવા જ ન મળે, ત્રણ દિવસ થી તાનસેન(પાનમસાલા) પણ મળતી નથી ગલ્લા બંધ છે, બ્લેક માં પણ કોઈ આપતું નથી. હવે નથી વેંઠાતું" મહેશે ઉપાય બતાવતા કહ્યું જો ટિલિયા હિંમત કરી નાખ મોટી ગાડી લઇ ને નઈ આવતો, બાઇક લઇ ને નીકળી જા, અને પોલીસ જ્યાં પકડે ત્યાં બાજુ ના ગામ નું નામ લેવાનું ના માને તો કહી દેવાનું દાદા બવ સિરિયસ છે, બધા આવી ગયા છે તમે આઠ દસ જ ફસાઈ ગયા છો. એમ કહી મહેશે ફોન કટ કર્યો.
એટલા માં જ બીજા ચાર વિવેક ના ખેતર માં આવી પોહચ્યા એમના ચેહરા પર વિજય ઉલ્લાસ દેખાતો હતો. એમને જોતા જ વિવેકે કહ્યું જા તાડપત્રી ઓરડી માં છે લેતો આવ એટલે ધવલ તાડપત્રી લેવા ઓરડી માં ગયો.
ધવલે તાડપત્રી પાથરી અને આ આઠ જણા ની વાતો નો દોર પત્તાં ની સાથે સાથે આગળ ચાલ્યો.
વિષય એક જ.........
આ સીટી વાળા શુ લેવા એપાર્ટમેન્ટ માં નીચે કે ધાબા પર ભેગા થતા હશે? મુરખાઓ રોગ ની ગંભીરતા તો છે જ નહીં. એટલા માં વિનોદે કહ્યું આજે તો અહીંથી જઇ ને સાંજે ક્રિકેટ ની એક મેચ રમી જ નાખીએ, એટલે દિપક બોલ્યો "ભાઈ મેદાન પર જો પોલીસ આવી જશે ને તો મોરલો બોલશે એના કરતાં ગલી ક્રિકેટ રમીએ, પેલી ફળીઓ વાળા છોકરા એમજ રમે છે." તો આપડે પણ એમજ કરીશું. બેટ તો દેવા પાસે છેજ. તો આજે સાંજ નું પાક્કું.
ફરીથી કૉરોના મહામારી, પોલીસ ના બળપ્રયોગ ને ચીન નું કાવતરૂ પ્રજા ની મુશ્કેલી અને આ બધી બાબતો પર ચર્ચા કરી ને બધા મિત્રો છુટા પડ્યા, અલબત્ત ચા પી ને પછી વચલી ફળી ના પાછળ ના ભાગે રમણ ભાઈ ના કમ્પાઉન્ડ માં જ ક્રિકેટ રમીશું એટલે ત્યાં ભેગા થઈએ એવી ગોઠવણ તો કરી જ નાખી. ક્રિકેટ રમી ને પાછા રાત્રી બેઠક ની જગ્યા નક્કી કરી બધા છુટા પડ્યા.
બીજી બાજુ ટિલિયો રાત્રે બાર વાગે તો ગામમાં ગર્વભેર ઘૂસી ગયો હતો. ગામમાં આવી જવું એ એને અડધી રાત્રે મળેલી આઝાદી હતી. પણ બીજા જ દિવસે ગામ માં આરોગ્ય ની ટિમ આવી અને બીજા જિલ્લા માંથી આવેલા લોકો ના નામ લખવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો.
પણ આપણા ગામડા ની સંસ્કૃતિ એટલે સર્વે સંતુ નિરામય, આજે પણ બધા માં જબરજસ્ત પ્રેમ, એકતા ભરી ભરી ને પડી હોય એટલે કોઈ કોઈ ના નામ આપે નહીં. છતાંય નજરે ચડ્યો એ ચોર ના ન્યાયે ચાર નામ લખાયા એટલે આ ચારે ચાલીસ ની પોલ ખોલી, અને અંતે ગામમાંથી બહારથી આવેલા માણસો નો આંકડો હતો એ સમગ્ર ગામ ને ચોંકાવનારો હતો. ગામ માંથી કુલ 179 નામ નીકળ્યા કે જે બીજા જિલ્લા માંથી વતન કૂચ કરી ને આવ્યા હોય. હોમ ક્વોરોન્ટાઇન ના બોર્ડ વાગી ગયા. પોલીસ ના રાઉન્ડ વધી ગયા. પણ સમગ્ર ગામ ને ખબર હતી કે આપડા ગામ માં તો કૉરોના આવે જ નહીં, આ ડોક્ટરો અને ટીવી વાળા ખોટા આપણ ને બીવડાવે. એટલે છોકરાઓ ને સમજાવવા ને બદલે વડીલો અને આધેડો ના જમાવડા પણ સુવ્યવસ્થિત જામવા લાગ્યા.
ગામડા ના ખેતરો માં ટિકટોક ના વીડિયો બનવા લાગ્યા, લોકો સોશિયલ મીડિયા તરફ ઢળાયેલા હતા. સોશિઅલ મીડિયા વાપરતા લોકો સોશિયલ ડિસ્ટન્સ માટે જબરજસ્ત બેદરકાર જોવા મળી રહ્યા હતા.
વળી આજે રણછોડે તો બાજુ ના ગામ ના એક મિત્ર નું પાણીપુરી ની પાર્ટી થતું સ્ટેટ્સ જોયું એટલે એના મોઢા માં પાણી પાણી આવી ગયું. એણે ગેંગ ને કહી દીધું તેલ લેવા જાય કૉરોના આપડે પાણીપુરી ખાવી જ છે, એટલે ગામના ઉત્સાહી વિકાસે આજે 1000 પકોડી નો બંદોબસ્ત કરવાનું બીડું ઝડપી લીધું.
આજે 100% પાણીપુરી ની પાર્ટી થવાની. શહેર માં ઘરેથી ફાફડા જલેબી બનાવી વેંચતા એક ભાઈ ની ધરપકડ થઈ, ભજીયા ની લારી વાળા ની ધરપકડ થઈ, લોકડાઉન માં ચા ની લારી ચલાવતો યુવક કૉરોના પોજેટિવ આવ્યો.
શહેર માં તો થાય આવું આપડા ગામ માં ક્યાં કૉરોના આવી જાય છે?????
એવા લોકો ના મોબાઈલ પર સ્ટેટ્સ જોવા મળે છે કે ચાઇના થી ભારત નું અંતર ખબર નથી પણ હવે કોરોના પોજેટિવ થી તમારૂ અંતર 20 કિમિ થી 30 કિમિ છે. હવે જાગો.
પોલીસ નો સ્ટાફ મર્યાદિત છે તો શું તમારી બુદ્ધિ પણ મર્યાદિત છે????? પોલીસ આવે ને કાયદા નું પાલન કરાવે, કાયદા નું ભાન કરાવે ત્યારે જ આપણે ભાન માં આવવાનું?????? શહેર ના કોરોના પોજેટિવ આંકડા જોઈને બસ એમજ વિચારવાનું કે ગામડા માં નહીં આવે????? શુ ગામડા માં આવશે ત્યારે જ તમે માનશો?????? ત્યારે જ શુધરશો????
ત્યારે સમય હશે ખરો તમારી પાસે???????
શહેર માંથી પલાયન થતા મજૂરો અને ટોળું જોઈને ટોળા માં બેસી તમારા અભિપ્રાય આપો છો કે "આ લોકો ખોટા ભાગ્યા! ભાગી રહ્યા છે સરકાર કોઈને ભૂખ્યા સુવા નહીં દે! તો વિચારો તમે તો તમારા પોતાના ઘર માં હતા શહેર માં. મિનિમમ પાંચ માસ ચાલે એટલું મરી મસાલા થી ભરપૂર સામગ્રી હતી તમારી પાસે છતાંય તમે સીમાન ખેડૂત બની ગામ માં આવ્યા છો! પણ જેમનું સર્વસ્વ ગામડું છે એને સુ કામ દૂષિત કરો છો?????
થાળી વગાડી, દિવા પ્રગટાવી માનનીય પી.એમ ને તમે બતાવી દીધું અમે તમારી સાથે છીએ, તો લોકડાઉન નું ઉલ્લંઘન કરી ને કોની સાથે છો એવું બતાવો છો?????????
અને હા તમારી જાણ ખાતર........ છેલ્લા અઠવાડિયા થી આવેલો ટિલિયો તાવ શરદી અને ઉધરસ થી બીમાર છે, આરોગ્ય વાળા સેમ્પલ લઇ ગયા છે.
મિત્રો આ કદાચ એક નહીં પણ અનેક ગામ ની વાસ્તવિકતા હશે. સાચું ને? આ માત્ર મારી પરિસ્થિકીય કલ્પના છે, કે જેને વાંચવાથી લોકડાઉન સમય માં તમારો પાંચ દસ મિનિટ ટાઈમપાસ થાય. અને આમાંથી આપણે લોકડાઉન સમય માં જીમેંદાર જાગૃત નાગરિક બનીએ.
મેહુલ જોષી (પ્રાથમીક શિક્ષક અમરેલી)