Karm nu fad books and stories free download online pdf in Gujarati

કર્મ નું ફળ            કલેશ્વરી!! મહીસાગર જિલ્લા ના મુખ્યમથક લુણાવાડા થી મોડાસા હાઈ વે તરફ ત્રીસ કિમિ દૂર આવેલું પ્રાકૃતિક સૌંદર્ય તથા પૌરાણિક શિલ્પ સ્થાપત્યો થી ભરપૂર પૌરાણિક સ્થળ. કહેવાય છે કે પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહીંયા આવી ને વસેલા. અહીં વર્ષ માં બે વખત લોકમેળો ભરાય.. શિવરાત્રી અને જન્માષ્ટમી. શિવરાત્રી ના મેળા માં રાજસ્થાન થી કલાકારો આવે. આઠમ પર સ્થાનિક લોકલ કલાકારો. ક્યારેક  એનઆરઆઈ પણ મુલાકાત લેતા હોય.
            આવોજ આઠમ નો મેળો કલેશ્વરી ખાતે ભરાયો છે આજુ બાજુના ચાલીસ પચાસ ગામનું મનેખ મેળો માણવા આવી પોહચ્યું છે. મેળા માં ઠેર ઠેર પાન વાળા ની બુમો "લાલમલાલ લાલમલાલ" કેળા ની લારી ફરાળી વેફર ના સ્ટોલ અને રમકડાં ની દુકાનો તો ખરીજ." હુતો ગૈતી મેળે" કલેશ્વરી ના ગેટ થી લઈને ઠેઠ ભીમ ની ચોરી સુધી માનવમેહરામણ ઉમટી પડ્યું તું. મેળા નો અલગ માહોલ અને શ્રાવણ ની ઋતુ ખાખરા અને સાગ પણ ફાલ્યા ફુલ્યા તા. દુરદુર થી આવીને લોકો મેળા ની મોજ માણી રહ્યા તા. ધક્કા મુક્કી, ભીડ નો પણ એક અલગ જ આનંદ માણતા યુવાનો, મોટા ભાગે શર્ટ ના ખુલ્લા બટન કાળા ચશ્મા, મોઢામાં પાન અને ગળા માં રૂમાલ, હાથ માં પીહો. પ્રકૃતિ ના ખોળે મેળા નો આનંદ માણવા દરેક જ્ઞાતિ ના યુવાન યુવતીઓ બાળકો મેળા માં આવી પોહચ્યા હતા. જિલ્લા પોલીસ પ્રશાશન પણ ખડેપગે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે માટે તૈનાત હતું.

            આજે આ મેળામાં મજા માણવા રાહુલ પણ ખાસ તૈયાર થઈ ને આવ્યો હતો. અને ગઈ કાલે જ શ્રુતિ ને તેણે વાતવાતમાં કહી દીધું હતું કે કાલે મેળામાં જવાનું છે. શ્રુતિ પણ બહેનપણીઓ સાથે બનીઠનીને મેળા નો આનંદ માણવા આવી પોહચી હતી.હમણાં હમણાં થોડા સમય થી રાહુલ શ્રુતિ માટે અલગ લાગણી અનુભવી રહ્યો હતો, આ બાજુ શ્રુતિ ની મનોવ્યથા પણ કંઈક આવીજ હતી. આજે રાહુલે નક્કી જ કરયુતું કે એના હૈયા ની વાત શ્રુતી ની સાથે કરશે. મિત્રો ના ટોળા માંથી વિખુટા પડી બંને ડુંગર પર એક અલગ ખૂણે જઈને બેઠા. ધીરે રહી ને રાહુલે શ્રુતિ ના હાથ ને પોતાના હાથ માં લઇ ને પોતાના દિલ ની વાત કરી. શ્રુતિએ મૌન સંમતિ સાથે હળવું સ્મિત કર્યું. બંને ના હૃદય 72 કરતા વધુ ની સ્પીડે ધબકી રહ્યા હતાં. બંને હૈયા માં પ્રેમ ના બીજ નું વાવેતર થઈ ચૂક્યું હતું. બંને એ ડુંગરા પર પથ્થર ની ઢગલીઓ કરી. અહીંયા જે પ્રેમી પંખીડા આવે એ એકી સંખ્યા માં પથ્થર ની ઢગલીઓ કરતા હોય!કેમ? એ હજુ સુધી સમજી શકાયું નથી.આખો દિવસ મેળો માણી બંને પંખી પોતપોતાના માળા માં જવા નીકળી ગયા.
          
            વીરપુર પાસે ના એક નાનકડા ગામ માં બંને રહેતા હતા. અને બંને ની જ્ઞાતિ પણ એકજ હતી. વીરપુર થી બાલાસિનોર કોલેજ કરવા બંને જોડે જાય. હવે બસ માં બંને બાજુ બાજુ માં બેસવા લાગ્યા હતા. નાના એવા ગામ માં એમની પ્રેમ કહાની વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. વાત બંને ના ઘરે પોહચતા રાહુલ અને શ્રુતિ ના માતા પિતા એ ધામધૂમ થી સગાઈ કરી નાખી. હવે લાઇસન્સ વાળા જોડા માં ગણતરી થતા લોકોએ વાતો ઓછી કરી દીધી. અભ્યાસ પૂરો થતાં બંને નું લગ્ન કરીશું એવું વડીલો એ નક્કી કર્યું હતું. હવે રાહુલ અને શ્રુતિ સાથે કોલેજ જતા! રાત્રે વોટ્સએપ પર મોડા સુધી ચેટિંગ કરતા. વિડીયો કોલ કરતા, જમાના પ્રમાણે બંને આગળ વધી રહ્યા હતા. આજે રાહુલે શ્રુતિને મેસેજ કર્યો "ક્યાંક ફરવા જઈએ", મળીએ," શ્રુતિ એ પણ ટાઈપિંગ જવાબ ન આપતા સ્માઇલી રીપ્લાય આપ્યો. રાહુલે મિત્ર રોનક ને કહી દીધું આ રવિવારે મારે તારી બાઇક જોઈએ છે!. "ચમ લે મલવા જવાનો ક હું? ભાઈ નસીબદાર છે તું! લેઇ જજે તારા માટે ચો ના સ" રાહુલ ખુશ થઈ ગયો. આતુરતા થી રવિવાર ની રાહ જોતો હતો. 
    
       આમ તો બંને ઘણી વખત મુવી જોવા જોડે ગયા હતા. ઘણી વખત ગાર્ડન માં ગયા હતા. રાહુલ ને મન થી એવું હતું કે લોન્ગ ડ્રાઇવ જઈએ, બંને એ નક્કી કર્યું રવિવારે જોડે ફરવા જવાનું, ઘણી રોમેન્ટિક વાતો કરી ફોન પર અને પછી મસ્ત મિઠુડા સ્વપ્ન જોતા જોતાં બંને સુઈ ગયા. 
         રવિવાર આવી ગયો બંને રોનક ની અપાચે બાઇક લઈ ને ગઈકાલે નક્કી કર્યું એ મુજબ કલેશ્વરી જવા માટે નીકળી ગયા.રાહુલે શ્રુતિ ને કહ્યું કલેશ્વરી ખાતે અવાર નવાર ઘણા પ્રેમી યુગલો આવતા હોય છે, આટલી સરસ હરિયાળી અને ડુંગરા ઓ ધરાવતું કલેશ્વરી પ્રેમીઓ ને મિલન મુલાકાત માટે સ્વર્ગ થી સોહામણું ઘણાય છે. આપડે પણ કલેશ્વરી જઈએ, મેળા સિવાય ના દિવસો માં ભાગ્યેજ લોકો ની અવરજવર હોય, અને જે હોય તે મોટા ભાગે પ્રેમી પંખીડા જ હોય.બંને પ્રેમી પંખીડા કલેશ્વરી પોહચ્યા કલેશ્વરી માતા ના દર્શન કરી ને .. કુંડ અને સાસુ - વહુ ની વાવ પાસે સેલ્ફી લઈ બંને હાથોમાં હાથ નાખી ભીમ ચોરી તરફ જવા માટે પગથિયાં ચડવા લાગ્યા, પ્રિયતમા નો હાથ હાથમાં હોય તો ગિરનાર ચડવા મા ય થાક ના લાગે ત્યારે અહીંયા તો કલેશ્વરી ના બસો અઢીસો પગથિયાં હતા. થોડી વાર માં બંને ડુંગરે પોહચ્યા. ત્યાં ઉપર ફોટોગ્રાફી કરી બંને ડુંગર ઉપર દૂર ઝાડી માં બેસ્યા, શ્રુતિ ના ખોળા માં માથું રાખી રાહુલ ખુબજ ખુશ જણાતો આ બાજુ શ્રુતિ રાહુલ ના માથામાં હાથ ફેરવતા ફેરવતા મધુરા સ્વપ્નો જોતી હતી, પ્રકૃતિ પણ બંને પ્રેમીપંખીડા નું મીલન જોઈ જાણે શરમાઈ રહી હતી.

            અચાનક ઝાડી માં સળવળાટ થયો બે ત્રણ  વ્યક્તિ ઓ આવી પોહચી રાહુલ અને શ્રુતિ ગભરાઈ ગયા હતા. આવનાર વ્યક્તિ માંથી એક બોલ્યો "માતાજી ના મંદિરે આવી ને ઑય ભગવોન ની જગ્યાએ આજયું કરવાનું હે?! શરમ થી આવતી? ચિયા ગૉમ નો હો રે? "મફત કાળું" કલેશ્વરી થી નજીક ના ગામ નો આદિવાસી સમાજ નો આ વ્યક્તિ દરરોજ ઢોર ચરાવવા ગાયો ભેંસો લઇ ને આ ડુંગરા બાજુ જ ફરતો હોય.મફત કાળું ની સાથે બીજા બે ગોવાળ પણ હતા. એમણે રાહુલ સાથે મારપીટ શરૂ કરી અને મફત કાળું એ ધમકી આપી" ચલ કાઢ ચેટલા રિપિયા હી??" રાહુલે કહ્યું આ રહ્યું મારૂં પાકીટ જે જોઈએ એ લઈ લો પણ પ્લીઝ અમને જવા દો. બને ને ડરી ગયેલા જોઈ મફત કાળું ને ઓર હિંમત આવી પાકીટ માંથી રૂપિયા બધા જ લઇ લીધા .આ પેહલા પણ કેટલાય પ્રેમી પંખીડા પાસેથી મફતે આવી રીતે પૈસા પડાવ્યા હતા, પણ આ વખતે સુંદર શ્રુતિ ને જોઈને તેની દાનત બગડી, પેલા બે રાહુલ ને પકડી રહ્યા તા, મફતે શ્રુતિ સાથે જબરજસ્તી કરવાની કોશીષ કરતા શ્રુતિ એ ચીસાચીસ કરી અને ડુંગરા થી નીચે રહેલા ગાર્ડે આ બુમો સાંભળતા એ દંડો લઈ ઝડપ થી પગથિયાં ચડવા લાગ્યા, ગાર્ડે બુમો મારી કોણ છે? શું થયું? હું આવું છું.... ગાર્ડ દોડતો રહ્યો. શ્રુતિ મફત ના તાબે ના થઇ. એટલે મફત ગભરાયો અને રાહુલ નું પાકીટ લઈ ભાગ્યો , પેલા બે પણ રાહુલ ને મૂકી ભાગ્યા. શ્રુતિ એનું શિયળ સાચવી શકી પરંતુ એના કપડાં ફાટી ગયા હતા. રાહુલ ની બાઇક ની ચાવી મળતી નોહતી. રાહુલે પોતાનો શર્ટ શ્રુતિ ને પહેરાવી દીધો અને ત્રણે જણા નીચે ઉતર્યા, ગાર્ડ ના તંબુ માં બંને બેઠા ગાર્ડે પાણી પાયું. બંને હજુ સુધી ધ્રુજતા હતા. મંદિર માં બેસતા ગોરાણી ને બોલાવી ગાર્ડ રાહુલ ને લઈ નજીક ના ટાઉન માં ગયા ત્યાંથી નવા કપડાં ખરીદી બંને પાછા આવ્યા. એક ભાઈએ બાઇક ડાયરેક્ટ કરી આપ્યું. રાહુલ ને શ્રુતિ પોતાના ઘરે પોહચ્યા. આ બનાવ પછી શ્રુતિ માનસિક રીતે પડી ભાગી હતી. સમાજ માં બદનામી ની બીકે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું. સમય પસાર થતો ગયો અને દુઃખ નું ઓસડ દહાડા એ ન્યાયે ધીરે ધીરે શ્રુતિ આ આઘાત માંથી બહાર આવી.

        બીજી બાજુ  આ ઘટના ના ત્રીજા જ દિવસે કલેશ્વરી થી આગળ બાબલિયા ચોકડી પર રોડ ક્રોસ કરતી વખતે મફત કાળું ને એક ટ્રકે અડફેટે લીધો. મફતિયા ના બંને પગ કપાયા,.  બે એક મહિના સેવા કરી મફત ની સ્ત્રી કંટાળી. એને મફત નો પિતરાઈ ભાઈ ભુપત ભગાડી ગયો. પેલા બીજા બંને સાગરીતો બીજા વર્ષે મેળામાં પાકીટ ચોરી કરતા પકડાયા આજે  બાકોર જેલ માં છે કોઈ એમની જમાનત કરાવતું નથી.આજે રાહુલ ના અને શ્રુતિ ના લગ્ન થઈ ગયા છે. વાત ને બે વરસ થયા. આ પછી રાહુલ એકલો એકજ વખત કલેશ્વરી આવ્યો ગાર્ડ ને પૈસા આપવા, પણ ગાર્ડે પૈસા ના લીધા. હવે દર વર્ષે મેળો આવે છે પણ રાહુલ નથી આવતો.. હા મફત જરૂર આવે છે બેરિંગ વાળી લાકડાની ગાડી પર ..."હાથ થી ગાડી ખસેડતો ખસેડતો ભીખ માંગવા". મેળો હોય ત્યારે કઈક ભીખ મળી જાય બાકી ના દિવસો માં મફત ને ભીખ પણ નથી મળતી કે નથી ખાવાનું. 
    કર્મ નું ફળ ભગવાન અહીં જ આપે છે...
લેખક:- મેહુલ જોષી ( પ્રા શિક્ષક)
લીલીયા, અમરેલી
વતન:- બોરવાઈ , મહીસાગર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED