Gate to gather - 1 books and stories free download online pdf in Gujarati

ગેટ ટુ ગેધર - ગેટ ટુ ગેધર (દોસ્તી ની ડાયરી)1

            હેલ્લો, નકુલ! વ્રજેશ બોલું છું, હા યાર ઘણા વર્ષો થઈ ગયા નિહાર, સુનિલ,અમિત, જૈનીલ જોડે વાત થઈ ગઈ છે, આજે આપણે બધા વૃંદાવન માં મળીએ છીએ.
હા સમય નોંધી લે એકજેટ આઠે આપડે પહોંચી જઈશું. અરે મજ્જા છે યાર, નવું નવું ઓપનિંગ થયું છે વૃંદાવન નું અને રાજસ્થાની કલાકારો નું વૃંદ આકર્ષણ નું કેન્દ્ર છે. દિવાળી પર વર્ષો થી ગામ છોડી ગયેલા વ્રજેશે મિત્ર નકુલ ને ગેટ ટુ ગેધર માટે આમંત્રિત કર્યા.
            આમ તો આ બેચ માં તેર છોકરીઓ અને અઢાર છોકરા એમ કુલ એકત્રીસ વિદ્યાર્થીઓ હતા. પરંતુ એમાંય અઢાર માંથી નવ મિત્રો બ્રાહ્મણ સમાજ ના હતા અને બધા વચ્ચે ગાઢ મિત્રતા, ધોરણ દસ પછી બેચ નું વિભાજન થયું કેટલાક મિત્રો એ આર્ટ્સ તો કેટલાકે સાયન્સ રાખ્યું એક બે કોમર્સ માં પણ ગયા. બધા અલગ અલગ પ્રદેશો માં અલગ અલગ સ્કૂલો માં ગોઠવાઈ ગયા હતા પરંતુ મિત્રતા નું વિભાજન થયું નોહતું. એ વખતે નોકિયા ના ફોન ચાલે બધા પાસે એકબીજા ના પપ્પા ના નંબર છતાં પણ અનુકૂળતા એ એકબીજા સાથે વાતચીત કરી લેતા. અને આમ તો બારમાં પછી બધા પાસે પોતપોતાનો ફોન આવી ગયો હતો. ત્યારે નકુલ નોકિયા 6600 ફોન લાવ્યો અને બધા મિત્રો એ પાર્ટી પણ માંગી હતી. 
       બધા મિત્રો ની મંજિલ પણ નક્કી થઈ ચૂકી હતી બધા મિત્રો પોતપોતાના પ્રવાહ માં સારા ગુણ મેળવી પાસ થયા હતા બધાજ ખુશ હતા અને બધાની કોલેજ પણ શરૂ થઈ ગઈ હતી. પણ  રાહુલ એક માત્ર એવો રહી ગયો જે હજુ બારમાં ધોરણ માં રિપીટ થયો એને સાયન્સ પ્રવાહ સદયો નહીં. બધા મિત્રો એ મનોમન ખુશી સાથે રાહુલ માટે ભારોભાર દુઃખ વ્યક્ત કર્યું. રાહુલ પણ નિરાશ થયા વિના ફરીથી બારમાં ધોરણ ના ટ્યુશન અને ઘરે બેઠા અભ્યાસ કરવા લાગ્યો.  બીજા ટ્રાયલે પાસ થયો પરંતુ કોલેજ માં એની ખરી કસોટી થવાની બાકી હતી. રાહુલ માંડ માંડ બી એસ શી થયો ત્યારે એના બધા જ મિત્રો એમના એમના ફિલ્ડ માં ટોપર રહી ચૂક્યા હતા. અભ્યાસ માં આટલો નબળો જણાતો રાહુલ એક થી દસ ધોરણ સુધી ટોપર રહેતો એ અલગ વાત છે.
         આજે વર્ષો પછી બધા મિત્રો ભેગા થવા જઈ રહ્યા હતા, આમતો આ મિત્રો નું  'ફ્રેન્ડસ' નામનું વોટ્સએપ ગ્રુપ પણ ચાલતું હતું. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જ્યારે કોઈ મિત્ર નો જન્મદિવસ હોય ત્યારે હેપ્પી બર્થડે કહેવા પૂરતું જ ગ્રુપ એક્ટિવ રહેતું હતું. બાકી તો મિત્રો ના જીવનમાં થતા સારા નરસા પ્રસંગો થી પણ ભાગ્યેજ બધા જાણકાર થતા.

                 બરાબર આઠ વાગ્યા છે એક જ ગામ માંથી પાંચ મિત્રો વ્રજેશ, નિહાર, સુનીલ, જૈનીલ બધા નકુલ ની નવી નક્કોર સ્વીફ્ટ ડિઝાયર માં વૃંદાવન પોહચી ગયા. અને થોડીજવાર માં બાજુના ગામ થી પિંકેશ અને અમિત હોન્ડા શાઇન પર આવી પોહચ્યા.
          નવી નવી શરૂ થયેલી હોટેલ વૃંદાવન ના વિશાળ ચોગાન માં આજુબાજુ ના પાંચે ગામના સારા એવા લોકો આવ્યા છે.  રાજસ્થાની કલાકારો એ આકર્ષણ જમાવ્યું છે. અને આ સાતે મિત્રો એક બાજુ ખૂણા માં સરસ મજાના ગોળ ટેબલ ફરતે વીંટળાઈ ને બેઠા છે. અને ઘણા વર્ષે એકબીજા સાથે આ રીતે મળવાનો મોકો મળતા સૌ ખુશ હતા. વાતવાત માં સૌ કોઈ ને મોઢે જ સંભળાવી દેવાની આદત અને ગમે એવાની ગમે તેવી મજાક કરી નાખતો બટકબોલો મિત્ર પિંકેશ બોલ્યો, " સુ ભાઈ બધા ને બૈરાઓ એ આવવા દીધા એમને? સારૂ કેવાય મારી બધી ભાભીઓ એકસાથે સમજદાર બની ગઈ, બાકી હુતો આજે પણ ઘરે કકળાટ કરી ને જ આવ્યો છું.  બાકી ભાઈ નસીબદાર તો રાહુલ છે"  સાચી વાત છે બિચારા ને હોય તો  બોલે ને? અમિતે સુર પુરાવ્યો. આટલા સરસ માહોલ માં રાહુલ ની વાત નીકળે એ વ્રજેશ ને બિલકુલ પસંદ ન હતું  પણ એને ખબર હતી કે હમણાં પિંકેશ આગળ બોલાય એમ નથી, કારણ કે પિંકેશ ની ગાડી ટોપ ગેર માં હોય ત્યારે ભલભલા અડફેટે ચડી જાય એ એને ખબર હતી એટલે હવે એની ચાલ આવે એની રાહ જોતો બેસી રહ્યો.
અલે રાહુલ જ નહીં પણ અલ્પીત પણ નથી આવ્યો અમીત બોલ્યો. તરત વ્રજેશે બાજી હાથ માં લેતા કહ્યું એતો મુખી છે ભાઈ એને આખું ગામ હાચવવા નું હોય, આખા ગામનો વહીવટ લઈ ને ફરતો હોય, લોકો ને હરખી દિવાળી ય નથી કરવા દેતા રોયાઓ જુદા જુદા નાટકો લઇ ને આવે છે. એક તો આમને ગામ માં વધારે રહેવું નઈ ને પાછો ગામ આગળ પોતાનો વટ પાડવો છે. મને જોઈ લો હું કોઈ દિવસ ગામની મગજમારી મા ના પડું આપડે ભલા ને આપડું કામ ભલું. જેનેજેમ કરવું હોય એમ કરે. ભાઈ આતો તમારા ગામ માં આવું બધું ચાલે અને તમારા ગામ નું રાજકારણ તો બાપરે ગાંધીનગર ને ય પાછું પાડે ઘેર ઘેર ધારાસભ્યો છે, હોટ મંચાઉ સૂપ ની ચૂસકી લેતા પિંકેશ બોલ્યો.
             પણ તમે રાહુલ ને ના લાવ્યા મને ઘણું દુઃખ થયું, કહ્યું હોત તો હું વાયા કરી ને મારી શાઇન પર લેતો આવત મારી બાઇક પર ત્રણ નું પાર્સિંગ નથી તોયે ચાલે, આમ કહી વાત વાત માં યજ્ઞેશ ને પણ યાદ કરી લીધો અને ટોણો માર્યો, પિંકેશ આજે અલગ મૂડ માં જ હતો, "યાર તમે બધા પરણી ગયા એક એક છોકરાના બાપ થયા અને નથી થયા એમને તૈયારી છે તો હવે રાહુલ નું ક્યાંક ગોઠવી કાઢો ને! વ્રજેશ સામે આંખ મિચકારતા ખંધુ હાશ્ય કરતા પિંકેશે વાત પૂરી કરી. મહાભારત માં સહદેવ જેમ ચૂપ રહેતો પૂછ્યા વિના કઇ જવાબ ન આપે એમ અહીંયા નકુલ ચૂપ હતો, બધીજ રીતે સંપન્ન હોવા છતાં કોઈ અનિચ્છનીય લાચારીવશ ચૂપચાપ બેઠો હતો. વ્રજેશે પિંકેશ ને કહ્યું એને કોણ છોકરી આપવાનું છે? આતો સામે મળે એટલે બોલવા ખાતર બોલી લેવાનું હોય સાચું કહું તો મારા લગ્ન માટે પણ મેં એવું વિચાર્યુતું કે આમંત્રણ તો આપુ છું પણ એ ન આવે તો સારૂ પણ એ લઘરો તો નઘરો થઈ ને આવ્યો એટલે હવે આમંત્રણ આપવાની ભૂલ હું ફરી  તો નાજ કરૂ એને અહીંયા બોલાવ્યો હોત તો આપણા બધા ના મગજ બગાડત. આપણે કોઈ સોપારી ય નથી ખાતા એ અહીંયા આવત તો સિગારેટ ના ધુમાડા કરત, પાન માવા ખાઈ પિચકારી મારતો હોત, એને એના જેવા મળીજ રહે છે ભાઈ હવે તું આટલે થી સમજી જા અને એન્જોય કર. નિહાર ને સુનિલ હજુ પણ રાજસ્થાની નૃત્ય જોવા માં જ મગ્ન હતા.
               અને જૈનીલ મનોમન વિચારી રહ્યો હતો કે વ્રજેશ અને રાહુલ એક થાળી માં જમતા, જ્યાં હોય ત્યાં એક સાથે જોવા મળતા, ગ્રુપ તો આખું મિત્રતા નું હતું પરંતુ આ બે ની દોસ્તી જ કંઈક અલગ હતી, દો જીસ્મ એક જાન જેવી મિત્રતા હતી અને આજે આ હું શું જોઈ રહ્યો છું. સાચેજ આવી મિત્રતા ને દો જીસ્મ એક જાન કહેવાતી હશે? રાહુલ માટે આટલું સાંભળતા તો એમ થાય છે કે સારૂ છે કે તે અહીંયા નથી જ.


મેહુલ જોષી (પ્રા શિક્ષક)
લીલીયા, અમરેલી ગુજરાત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED