Prem nu polities books and stories free download online pdf in Gujarati

પ્રેમ નું પોલિટિક્સ

રૂડા શરણાઈ ને ઢોલ વાગી રહ્યા હતા, ગોમૅગોમ થી લોકો આવતા હતા, હાત હાત દન થી બધા એકજ રહોડે જમતા હતા. તાલુકા મથક ને જોડતા બધા રોડ શણગારવામાં આવ્યા હતા, આજ બિલકુલ માની ન શકાય એવી ઘટના ઘટવા જઇ રહી હતી.
અપેક્ષા ના વિકાસ જોડે લગન થવાના હતા,
અપેક્ષા અને વિકાસ બંને એકજ કૉલેજ માં જોડે ભણતા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. કોલેજ માં આ જોડી અલગ જ તરી આવતી, મોટાભાગનો સમય આ બંને જોડેજ હોય, બીજીબાજુ એમના ઘરનાં સભ્યો આ બાબત થી સાવ અજાણ હતા.
આ વખતે અપેક્ષા અને વિકાસ વેકેશન માં પોતાના ઘરે પોહચ્યા એ પેહલા એમના પ્રેમની પ્રસિદ્ધિ એમના મહેલોમાં ડોકિયું કરીગઈ હતી. અને બંને ના ઘર નો માહોલ ગરમાયો. આમ કોઈ પ્રોબ્લેમ નૉહતો અપેક્ષા અને વિકાસ બન્ને ના બાપા સમોવાડિયા જ હતા. પણ પ્રશ્ન ઈગો, અહમ, અને ખાસ તો વિચારધારા નો હતો.
હા અપેક્ષા ના બાપા અને વિકાસ ના પપ્પા બંને પાડોશી જુદાજુદા મતવિસ્તાર ના ધારાસભ્યો હતા. પરંતુ બંને ની પાર્ટી અલગ અલગ હતી. એટલે સ્વાભાવિક છે કે એમની વિચારધારા અલગ અલગ હોય.
અપેક્ષાના ઘરે માહોલ કંઈક આવો હતો "હું મરી જઈશ પણ મારી અપેક્ષા નું એના વિકાસ હારે તો નહીજ થવા દવ, એની ઔકાત શુ કે એ મારો વેવાઈ બને? કોઈ સંજોગો માં આ વાત શક્ય નથી, એ છોકરી તુય કાન ખોલી ને સાંભળી લે! હું એને મારો વેવાઈ કરૂ તો પાર્ટી માં મારી શુ ઈજ્જત રહે? મારા મતવિસ્તાર ના લોકો મારા માટે કેવું વિચારે? એટલે હવે ખબરદાર છે જો વિકાસ નું નામ લીધું છે તો".

તો બીજી બાજુ વિકાસ ના ઘરે વિકાસ ના બાપા બરાડા પાડતા હતા " સાલા નાક કપાવા બેઠો છે મારૂ! એ ગુલામ ની છોકરી તે કાઈ લવાતી હશે? થોડાક સમય માં પાર્ટી મને મિનિસ્ટર બનાવવાની છે અને હું એને વેવાઈ બનાવું તો મારી તો કારકિર્દી પુરી થઈ જાય, એ હરામી માંડ માંડ તો ચૂંટણી જીત્યો હતો, એના મતવિસ્તાર ના લોકો ય મુરખા છે, કેવા કેવા ને ચૂંટી કાઢે છે? જો વિકાસ તું આ છોડી ને ભૂલી જા તારા માટે હું છોકરીઓ ની લાઇન લગાવી દવ, પણ આ બે પૈસો નું ધારાસભ્ય, આવખતે ભૂલ માં જીતી ગયું છે પણ આવતી વખતે એ સીટ આપડી પાર્ટી ની જ છે. એટલે એના ઘરે હું તારી જાન લઈને જાવ એ વાત માં માલ નથી."
અપેક્ષા અને વિકાસ ના પ્રેમ નું વજૂદ ભૂસાતુ જોઈ એમણે પણ એમનું અસ્તિત્વ મિટાવવાની કોશિશ કરતા ઝેર ના પારખાં કર્યા, પરંતુ વિકાસ ના મિત્રો આવી ચડતા બંને ને તાત્કાલિક હોસ્પિટલ પોહચાડ્યા અને એમનો જીવ બચી ગયો ત્યારે પણ એમના બાપાઓ એ એમને બીજી દવા ની બાટલી આપતા કહ્યું હતું કે ફરી ટ્રાય કરજો પણ આ સંબંધ તો નહીજ થાય. બંને વિધાનસભા મતવિસ્તાર ના મોટાભાગના લોકો આ પ્રેમપ્રકરણ જાણી ગયા હતા. આ ઝેર ના પ્યાલા ની વાત પણ વાયુવેગે ફેલાઈ ગઈ હતી.
અને આજે એજ અપેક્ષા ના લગન વિકાસ સાથે ધામધૂમ થી થવાના હતા, મુખ્યમંત્રીશ્રી અને ઘણા કેબિનેટ પ્રધાનો આ લગ્ન માં હાજરી આપવાના હતા. લાખો કરોડો રૂપિયા ના ખર્ચે આ શાહી લગ્નસમારંભ થવા જઈ રહ્યો હતો,લોકો આશ્ચર્ય માં ગરકાવ હતા કે આ ચમત્કાર થયો કેવી રીતે? પણ મોઢા એટલી વાતો આ કહેવત અનુસાર લોકો જાત જાત ના અનુમાન લગાવતા હતા, કોઈ કેહતું કે અપેક્ષા નો બાપ ગુંડો છે એટલે બની શકે ધાક ધમકી અપાઈ હોય અને વિકાસ નો બાપ સામેથી ગયો હોય, તો કોઈ કેહતું કે અપેક્ષા ના બાપા એ પગે પડી ને આજીજી કરી ને વિકાસ ના પપ્પા ને મનાવ્યાં છે.
આ બાજુ શુભમ પાર્ટીપ્લોટ માં ભવ્ય લગ્ન સમારંભ યોજાઈ ગયો, સપ્તપદી ના સાત ફેરા લેવાઈ ગયા, અપેક્ષા વિકાસ ને વરી ચુકી હતી, આખા પ્રસંગ નું સંપૂર્ણ મીડિયા કવરેજ રાજય ની બધી લીડ ચેનલો એ કર્યું હતું. મીડિયા વાળા પણ અજાણ હતા કે બે અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, બે અલગ પાર્ટી ના વ્યક્તિઓ વચ્ચે સમાધાન કેવી રીતે થયું?
મુખ્યમંત્રીશ્રી ની પ્રેસકોન્ફ્રરન્સ સાથેજ આજે એ બધા પ્રશ્નો નો જવાબ મળી ગયા,
હા અપેક્ષા ના પપ્પા હવે રાજય ના કેબિનેટ મિનિસ્ટર બની ગયા હતા, એમણે એમના પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હતું, અને એમના મતવિસ્તાર માં પેટા ચૂંટણી આવવાની હતી, હા વિકાસ ના પપ્પા ત્યાંજ હતા એમણે આભારવિધિ કરતા કહ્યું કે કેબિનેટ મંત્રીશ્રી અને મારા વેવાઈ આપણાં રાજય ના વિકાસ ને એક નવી ઊંચાઈ એ લઈ જશે.
ગામના ઓટલા પર, પાન ના ગલ્લે પણ વાતો થતી હતી કે " આ લગન થવાના સી એવું હોભળ્યુ તાર થી જ મને અતુ કે દાળ મો કૉક કાળું તો સ"
✍️મેહુલ જોષી
બોરવાઈ, મહીસાગર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED