virpasali books and stories free download online pdf in Gujarati

વીરપસલી

*વીરપસલી*

  "ભાઈ! આ વખતે તો ઘરે આવવું જ પડશે નહીં તો હું જ તમારી ઓફિસે આવી જઈશ... પણ પણ.. સ્વીટી તને ખબર.. તો છે મારી નોકરી...સમીર... વધુ કઈ કહે એ પહેલાં જ સ્વીટી બોલી " ભાઈ છેલ્લી ત્રણ રક્ષાબંધન થી તમે ઘરે આવ્યા નથી .. તમને ખબર તો છે કે એકના એક ભાઈ ને રાખડી બાંધવા નો બેન ને કેટલો ઉમંગ હોય, બસ આજ એક તો દિવસ છે કે દુનિયાની કોઈ પણ બહેન પોતાના ભાઈ ને પોતાના ઘરે જ જોવા ઇચ્છતી હોય, અને ભાઈ તમે છેલ્લા ત્રણ વર્ષ થી ઘરે આવતા જ નથી. બહેન તો ઠીક મમ્મી પપ્પા ની પણ તમને યાદ નથી આવતી? શુ નોકરી એટલી બધી વહાલી થઈ ગઈ છે કે પરિવાર જ ભૂલી ગયા? સમીર કંઈજ બોલ્યા વગર સામે છેડે બસ મોબાઈલ કાને ધરી જ રહ્યો હતો. મન માં ઘણું મનોમંથન ચાલી રહ્યું હતું. આખો માં આસું હતા. અને કેમ ના હોય? એ પણ પોતાની એકની એક બહેન પાસે રાખડી બંધાવા કેટલો ઉત્સુક હતો.
    સમીર ભરતભાઈ મહેતા એમ. એસ. સી બાયોટેક. માં ગોલ્ડ મેડાલીસ્ટ અને છેલ્લા ચાર વર્ષ થી બેંગ્લોર ની એક કંપની માં ખૂબ ઊંચા પગારે નોકરી લાગ્યો હતો. કલેશ્વરી તાલુકા ના એક નાનકડા ગામ નો આ તેજસ્વી વિદ્યાર્થી બાર સાયન્સ માં બાયોલોજી ગ્રુપ સાથે ઊંચી ટકાવારી મેળવી સેન્ટ ઝેવિયર્સ જેવી ખ્યાતનામ કોલેજ માં એડમિશન મેળવ્યું હતું.

          ભરત ભાઈ મહેતા આમતો શિક્ષણ નો જીવ . પંચાશી ની ભરતી માં પોતાનાજ જિલ્લા માં વતન થી સાત કિલોમીટર કાળાખેતરા ગામે નોકરી લાગેલા. અને શારદા બેન સાથે એમનો સુખી સંસાર શરૂ થયો. બે વર્ષ પછી શારદા બેન ને પણ એ .ટી .ડી કરેલી હોવાથી બાજુના તાલુકા માં નોકરી મળી ગઈ હતી.શારદા બેન સંતરામપુર માં બીજા એક શિક્ષિકા બેન સાથે રહેતા. ભરત ભાઈ શનિ રવિ સંતરામપુર આવે અને બંને કડાણા ડેમ, ઘોડિયાર, મુનપુરીયા મહાદેવ ફરવા માટે જાય. થોડા સમય માં જ શારદા બેન ની બદલી ઉડાવા ગામે થઈ ગઈ. અહીંયા કટારા જયેશ ભાઈ સંતરામપુર બાજુ બલૈયા ગામના હતા અને અરસ પરસ થઈ ગઈ. હવે ભરત ભાઈ અને શારદા બેન ની સ્કૂલ બાજુ બાજુ ના ગામ માં હતી. બન્ને ના સુખી સંસાર ના ફળ સ્વરૂપે ભગવાને સમીર ની ભેટ આપી હતી... અને સ્વીટી સમીર કરતા ત્રણ વર્ષ નાની. આમ ભરત ભાઈ નું નાનું કુટુંબ સુખી કુટુંબ ગણાવા લાગ્યું. રામશંકર દાદા એ વારસા માં ભરત ભાઈ ને સંસ્કાર સિવાય બીજી કોઈ ખાસ મૂડી આપી નોહતી. પણ બંને ને નોકરી મળતા બે પાંદડે થયા. બાળકો મોટા થયા અને સમીર લુણાવાડા ની કિસાન હાઈસ્કૂલ માં પંચોતેર ટકા સાથે સાયન્સ માં પાસ થયો. અહીં સ્વીટી પણ કે.એમ.દોશી હાઈસ્કૂલ માં પંચાણું ટકા મેળવી ને ભાઈ ને જાણે ચેલેન્જ આપતી.

      સમીર અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં એડમિશન મેળવવાથી ખુશ હતો. ભરત ભાઈ ને પણ દીકરા ને એમબીબીએસ માં એડમિશન મળે એવી ઘણી ઈચ્છા હતી અને છેલ્લે પચીસ લાખ ના પેકેજ માં ઉદેપુર ની ગીતાંજલી કોલેજ માં એડમિશન અપાવવા તૈયાર પણ થયા હતા. પરંતુ સમીર ખૂબ સમજુ છોકરો હતો. પરિસ્થિતિ સમજતા તેણે જાતેજ ભરત ભાઈ ને સમજાવ્યા અને કહ્યું પપ્પા મારે ફાર્મસી પણ નથી કરવું હું બાયોટેક કરીશ. અને અમદાવાદ ની સ્વામિનારાયણ હોસ્ટેલ માં એડમિશન કરાવી લીધું. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને સ્વામિનારાયણ હોસ્ટેલ અમદાવાદ માં આ જ બે ઘર બનાવી લીધા. ક્યારેક ક્યારેક રજા ના દિવસે વિસ રૂપિયા વાળી ટિકિટ લઈ ને અમદાવાદ ના દર્શન પણ કરે. તો વળી ક્યારેક કાંકરિયા તળાવે બેસી ને કેરિયર ની ચિંતા કરે. કોઈક વાર મિત્રો સાથે આરાધના અપ્સરા માં મુવી પણ જોઈ આવે. સમીર દરેક સેમ માં ડિટીક્સન માર્ક્સ સાથે ટોપર બનતો રહ્યો. અમદાવાદ ના સ્ટુડન્ટસ પણ અચંબિત થઈ જતા કે એક ગામડા માંથી આવેલો  વિદ્યાર્થી અમદાવાદ માં ટોપર બની ગયો છે. આ બાજુ સ્વીટી પણ દસમા ધોરણ માં જિલ્લા ફર્સ્ટ આવી અને બોર્ડ માં પણ સાતમા ક્રમે આવી શ્રી કે.એમ .દોશી હાઈસ્કૂલ નું નામ રોશન કર્યું. ભરત ભાઈ અને શારદા બેન સંતાનો ની શૈક્ષણિક સફળતા જોઈ ને મનોમન ખૂબ જ ખુશ થતા.સ્વીટી એ મોડાસા ની ચાણક્ય  સાયન્સ સ્કૂલ અગિયાર સાયન્સ માં એડમિશન લીધું અને એ શૈક્ષણિક નગરી મોડાસા ની ટોપર બની ચુકી હતી. ક્યારેક ભાઈ ને ફોન કરતી. સમીર પણ અમદાવાદ થી રજાઓ માં વાયા મોડાસા આવતો અને બંને ભાઈ બેન સાથે ઘરે જતા અને આજ રીતે પાછા ફરતા.
        હવે સમીર નું એમ એસ સી શરૂ થયું હતું ત્યાં જ ફર્સ્ટ સેમ માં મોના એ એન્ટ્રી મારી. મોના રસિકલાલ પાંડે. મોના ને જોતા જ સેકન્ડ યર થી લઈ લાસ્ટયર ના બધાજ છોકરા ફ્લર્ટ થઈ જતા. મોના રંગે ઘઉવર્ણ ની મધ્યમ કદ ની આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી યુવતી હતી. કોલેજ ના છોકરાઓ તેના લાંબા વાળ ને એકી ટસે જોઈ રહેતા. એક બે છોકરાઓ એ પ્રપોઝ કરવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ મોના એ એવી છટા થી એમને નકારી કાઢ્યા કે આખી કોલેજ માં વાત વાયુવેગે પ્રસરી ગઈ. અને હવે મોના ને કોઈ સતાવતું ન હતું. આમતો મોટા ભાગે બધા આણંદ કે વિદ્યાનગર ભણવા જાય પરંતુ મોના એ નડિયાદ થી અમદાવાદ એડમિશન લીધું હતું. તે ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી અને દર શનિ રવિ કાલુપુર સ્ટેશન થી નડિયાદ ઘરે જતી. મોના  દેખાવ માં જેટલી સુંદર, એટલીજ ભણવા માં  હોશિયાર હતી. એક વખત પ્રો. ભેડા એ મોના ને કહ્યું મોના તને ક્યારેય તારા કોઈ વિષય માં કચાસ જણાય તો તું સમીર જે એમ એસ સી માં છે એની પાસે થી મેળવી લેજે. એની નોટ્સ રિસર્ચ થી ભરપૂર હોય છે. અને પછી લાઈબ્રેરી માં મોના એ પહેલી વખત સમીર ને જોયો. ફેર ફેસ સિમ્પલ હેર સ્ટાઇલ સાદી સોનાટા ની ઘડિયાળ અને વી નેક ટી શર્ટ અને જીન્સ માં સમીર પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. હા તો મી. સમીર "ધીસ ઇજ મોના પાંડે હીઅર"  નાઇસ ટુ મીટ યુ. સમીરે પણ અભિવાદન ઝીલતા હળવી સ્માઈલ આપી. મોના હવે નિયમિત પણે સમીર પાસે થી નોટ્સ મેળવવા લાગી હવે બંને સાથે કાંકરિયા જતા. અને સમીર પણ હવે વાઈડ એંગલ અને ફન રી પબ્લિક થિયેટર માં પણ જતો થયો. બાયોલોજી ના બંને સ્ટુડન્ટડસ ની કેમેસ્ટ્રી ખૂબ સરસ જામી રહી હતી. બંને કોલેજ માં  લવ બર્ડ્સ તરીકે ઓળખાવા લાગ્યા હતા.આ બાજુ મોના પણ સમીર સાથે જીવન  જીવવાના સ્વપ્ન જોવા લાગી હતી. મોના એ સમીર ને કહી પણ દીધું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે પણ સમીર ચિંતિત થઈ ગયો. તે તેના માતા પિતા ને સારી રીતે ઓળખતો હતો. તેને ખબર હતી કે મારા સમાજ બહાર નો સબંધ મારા મમ્મી પપ્પા ક્યારેય નહીં સ્વીકારે. અને બીજી બાજુ તે મોના ને ખોવા પણ નૉહતો માંગતો. આમ સમીર ટેનશન માં રહેવા લાગ્યો અને આ સેમ માં એ છેક ચોથા નંબરે આવ્યો. આ વખતે જ્યારે ઘરે જવા નીકળ્યો અને મોડાસા થી જેવી સ્વીટી આવી કે તરત ભાઈ નું મન કળી ગઈ તેને થયું કે ભાઈ જરૂર કોઈ વાતે કન્ફ્યુઝ છે. કોઈ ટેનશન માં છે. તેણે ભાઈ ને સમ આપી ને વાત પૂછી. સમીર વધુ કઇ ના કહી શક્યો. બસ મોના નો ફોટો બતાવી મન ની વાત જણાવી.બંને ઘરે પોહચ્યા શારદા બેને નોંધ લીધી કે દીકરો ઉદાસ છે. આમ તો દરેક માં પોતાના દીકરા નું મન પારખી લેતી હોય છે. શારદા બેન પણ સમજી ગયા. તેમણે સમીર ને પૂછ્યું કેમ બેટા શુ થયું? કેમ આટલો ઉદાસ જણાય છે? માર્ક્સ પણ ઓછા આવ્યા. ત્યાં કોઈ તકલીફ છે? ના મમ્મી એવું કશું નથી. બસ સ્ટડી નો થાક છે. કહી ને તે મિત્રો સાથે ચોરે બેસવા ઉપડી ગયો. આ બાજુ સ્વીટી એ મમ્મી ને બધી વાત કરી. મમ્મી એ કઈ જવાબ આપ્યો નહીં આજે સમીર મોડો બાર વાગે રાત્રે ઘરે આવ્યો અને તરત સુઈ ગયો. બીજા દિવસે ઝરમર માતાએ મિત્રો સાથે ફરવા ઉપડી ગયો. અને ત્રીજા દિવસે કાલિયાકુવા અમદાવાદ બસ માં ગોઠવાઈ ગયા. બસ આજે મોના ને ના કહી જ દેવી છે. વિચારતો રહ્યો આજે વડાગામ પાસે ભજીયાં ખાવા પણ ના ઉતર્યો. બસ મન મક્કમ કરીજ નાખ્યું હતું.પપ્પા ની ઈજ્જત નો સવાલ છે. સમાજ માં સ્વમાનભેર જીવતા મારા પપ્પા ની લોકો કેવી વાતો કરશે. પપ્પા મમ્મી નો એકના એક દીકરા ને પરણાવવા નો કેટલો ઉમંગ હોય? " હું કોર્ટ મેરેજ કરી લવ તો? પણ નાના મારાથી એવું ના થાય" પેલા પ્રમોદ ભાઈ તો રાહ જ જોતા હોય છે કે અમારા વિશે ક્યારે વાતો કરવાનો મોકો મળે? એમના છોકરા ને સાયન્સ કરાવ્યા બાદ પીટીસી  કરાવી પડી ત્યાર ના અદેખાઈ કરે છે. આ લોકો મારી કેવી વાતો કરશે? મોટો ભાઈ આવું કરે તો બહેન પર કેવી છાપ પડે? જો બહેન પણ ભાઈ ના રસ્તે ચાલે તો? મમ્મી પપ્પા ને તો આત્મહત્યા જ કરવી પડે. નાના હું આવું નહિ થવા દવ. હું મોના ને સમજાવીશ આમ મન માં ને મન માં બબડતો હતો અને ક્યાં રાયપુર આવ્યું ખબર પણ ના રહી. "ચાલો ગીતા મંદિર - ગીતામંદિર વાળા ઉતરી જજો ભાઈ" કંડકટર નો અવાજ સાંભળતા સમીર તંદ્રા માંથી જાગ્યો. અને રીક્ષા કરી સ્વામિનારાયણ હોસ્ટેલ તરફ પ્રયાણ કર્યું.

         આ બાજુ મોના એ ઘરે વાત કરી દીધી હતી, રસિકલાલ ને કોઈજ વાંધો ન હતો , તેઓ ઉચ્ચ કુળ નો તેજસ્વી અને સંસ્કારી છોકરો જમાઈ તરીકે મળે તો ખુશ જ હતા. અલબત્ત તે ક્યારે સમીર ને મળ્યા નોહતા.સમીર હોસ્ટેલ પોહચ્યો ત્યાંજ મોના નો મેસેજ આવ્યો આજે સાંજે કાંકરિયા મળીયે મારે તને ખાસ વાત કરવાની છે. સાંજે બંને કાંકરિયા ના તળાવે ભેગા થયા અને નગીનાવાડી તરફ ચાલતા ચાલતા સમીરે વાત શરૂ કરી "જો મોના માફ કરજે પણ હું તારી સાથે લગ્ન કરી શકું એમ નથી" સમીરે ઘર ની આખી પરિસ્થિતિ જણાવતા કહ્યું. અને મોના પણ તરત જ પોતાના આંસુ છુપાવતા બોલી " હું પણ એજ કહેવાની હતી કે મારા મમ્મી પપ્પા આપણા સબંધ માટે રાજી થતા નથી અને ભાગી ને આપડે મેરેજ કરવા નથી, તો શું આપણે કાયમ એક સાચા દોસ્ત બની ને ના રહી શકીએ?"

         વાતાવરણ માં એક ખાલીપો પ્રસરી જાય છે. બંને હૈયા પોતાની વેદના દબાવી કેવી દુનિયાદારી ની વાતો કરી રહ્યા હતા!"    આ બાજુ શારદાબેને ભરત ભાઈ ને વાત કરતા જ તેઓ અપેક્ષા મુજબ તાડુક્યા. અને કહી દીધુ કે "સમજાવી દેજે તારા લાડકા ને આ દિવસો જોવા નથી ભણાવી ને મોટો કર્યો".  આ બાજુ કાંકરિયા કિનારે બંને હૈયા પોતાના હેત કોરાણે મૂકી કેરિયર ની વાતો કરવા લાગ્યા. ત્યારેજ મોના એ કહ્યું કે મારા પપ્પા ફાર્મસી કરવાનું કહેતા પરંતુ મામા ની બેંગ્લોર માં એક મોટી કંપની છે અને ત્યાં બાયોટેક અને માઇક્રોબાયોલોજી ની ડિમાન્ડ વધુ છે એટલે હું આ અભ્યાસક્રમ માં આવી. અને સમીર ને કહી પણ દીધું કે તારે આઉટસ્ટેટ માં જોબ જોઈતી હોય તો આજેજ લગાડી દવ. અને મોના એ એના મામા ને ફોન કર્યો. સમીરે મોના ના મામા સાથે વાતચીત કરી અને મોના પાસેથી એડ્રેસ લઈલીઘું. હોવી સમીર ફરીથી અભ્યાસ માં વધુ મન પરોવી કામ કરવા લાગ્યો અને જ્યારે રિજલ્ટ આવ્યું ત્યારે આજે ફરી એક વખત તે કોલેજ નો ગોલ્ડ મેડાલીસ્ટ ટોપર બની ને ઘરે જઈ રહ્યો તો. આજે મોના સાથે છેલ્લી વાર કર્ણાવતી ના વડાપાઉં ખાધા મોના ની એક્ટિવા પર છેક નરોડા દેવી મલ્ટીપ્લેક્સ માં "ઝુમ બરાબર ઝુમ" મુવી જોઈ આવ્યો. અને સાંજે છ વાગે એજ કાલિયાકુવા બસ પકડી ગામની ટિકિટ લીધી.

          હવે જોબ ના મળે ત્યાં સુધી સમીર પાસે વેકેશન જ હતું. એણે મોના ના મામા ની કંપની માં પોતાની અરજી મોકલાવી દીધી અને બીજી બાજુ એમ એસ યુનિવર્સિટી વડોદરા પીએચડી માટે પણ એપ્લાય કર્યું.મહીનો એક રજાઓ માણી એ દરમિયાન પપ્પા એ સુરત કે વડોદરા જઈ એમ.આર ની જોબ કરવા વાત કરી ત્યાં જ એક દિવસ બેંગ્લોર થી આર.પી.એડી આવ્યું અને સમીર ને 50000 પગાર અને ફ્લેટ સાથે જોબ ઓફર કરવામાં આવી હતી. અને એક માસ માં જોબ શરૂ કરવાની આવું લખ્યું હતું. આ એક મહિનો સમીર ને પપ્પા ને સમજાવતા જ ગયો. ભરત ભાઈ નોહતા ઇચ્છતા કે એકનો એક દીકરો નોકરી કરવા વતન થી આટલે દૂર જાય. પણ સમીર , શારદાબેન ના પ્રયત્નો તથા ભરત ભાઈ ના મિત્રો એ પણ સમજાવ્યા ત્યારે ભરત ભાઈ માન્યા. બેંગ્લોર ની ટિકિટ કરાવી લીધી સમીર ના કાકા જીતુ ભાઈ જોડે મુકવા જશે અને બધી વ્યવસ્થા કરી આપશે આવું નક્કી થયું. અને આમ સમીર બેંગ્લોર પોહચ્યો.ત્યાંથી નિયમિત પણે સમીર ફોન કરતો. અને ચાર મહિના પછી ઘરે પણ આવ્યો. આ વખતે સમીર પ્લેન માં અમદાવાદ આવ્યો અને એજ બસ પકડી ઘરે આવ્યો. ચાર દિવસ રોકાઈ પાછો બેંગ્લોર જતો રહ્યો. 

            આજે ત્રણ ત્રણ વર્ષ થયાં સમીર ઘરે આવતો નૉહતો. કોઈ પણ તહેવાર હોય, રક્ષાબંધન, હોળી, દિવાળી પણ સમીર આવતો નૉહતો. હ ફોન નિયમિત પણે કરતો. ક્યારેક શારદા બેન કહેતા હોવી તું આવે ત્યારે સમાજ માં સારી છોકરી જોઈ તારા ઘડીએ લગ્ન લેવા છે એટલે અમારે શાંતિ. આ સ્વીટી પણ જો બી જે મેડિકલ માં એમ બી બીએસ માં ફર્સ્ટ આવી એને ય હવે ભાભી હોય તો નણંદ ભોજાઈ કેવી સરસ વાતો કરે" અને સમીર વાત બદલી નાખતો, શારદા બેન ને અને સ્વીટી ને એવું કે સમીર ના મન માં થી મોના નો ખ્યાલ હજી  નીકળ્યો નથી. અને સમીરે સ્વીટી ને એક વાર કીધું પણ હતું કે સ્વીટી હોવી બેંગ્લોર માં જોડેજ જોબ કરે છે.

          શારદા બેનને જ્યારે સ્વીટી એ આ વાત કરી તો શારદાબેને તરત ભરત ભાઈ ને કહ્યું. સમીર ને ગમે છે એ છોકરીએ છોકરી પણ બેંગ્લોર જ નોકરી કરે છે. અને પછી ભરત ભાઈ નો ગુસ્સો સાતમા આસમાને પોહચી ગયો. તરત જ સમીર ને ફોન કર્યો અને જણાવી જ દીધું કે એ નોકરી છોડી તાત્કાલિક ઘરે આવી જા. ત્યારે સમીરે એટલુંજ કહ્યું કે સોરી પપ્પા આ નોકરી હું છોડી શકું એમ નથી કે ના તો હું ઘરે આવી શકું એમ છું. અહીંયા મારી જવાબદારી ઘણીબધી છે. ભરત ભાઈ એ સામી દલીલ કરતા કહ્યું માં બાપ , બહેન માટે કોઈ જવાબદારી નથી? જો આ અઠવાડિયા માં ઘરે ના આવ્યો તો આપણે કોઈ સંબંધ નહીં રહે.


         આ બાજુ સમીરે પણ તૈયારી કરી લીધી ટિકિટ કરાવી લીધી અને અમદાવાદ ની ફ્લાઇટ માં ઘરે આવવા નીકળ્યો. આ બાજુ ભરત ભાઈ એ નક્કી કર્યું કે આ વખતે હું જ સમીર ને એરપોર્ટ પર લેવા જાવ... અને ભરત ભાઈ એમની સ્વીફ્ટ ગાડી લઇ ને ઉપડ્યા. આ બાજુ બેંગ્લોર થી સમીર ની ફલાઇટ પણ ટેક ઓફ થઈ ચૂકી હતી. ત્રણ વર્ષે પરિવાર નું મિલન થવાનું હતું. સ્વીટી પણ ખુશ હતી કે ત્રણ વર્ષે જતા પોતાના હાથે ભાઈ ને રાખડી બાંધવા મળશે. શારદા બેન ને પણ મન ભરી ભરી ને દીકરા ને જોવો હતો, ઘણી વાતો કરવી હતી, બધા ખુશ હતા. ભરત ભાઈ પણ મુકેશ ના ગીતો સાંભળતા સાંભળતા ગાડી હંકારી રહ્યા હતા. નિર્ધારિત સમય પહેલા ભરત ભાઈ એરપોર્ટ પોહચી ગયાં, બેંગ્લોર થી ઉડેલી ફ્લાઇટ પણ અમદાવાદ આવી ચૂકી હતી. બધા પેસેન્જર પોતાના  સામાન ને સ્કેનિંગ કરાવી ને એરપોર્ટ થી બહાર આવવા લાગ્યા હતા. ભરત ભાઈ આમ તેમ નજર દોડાવી પણ સમીર આવ્યો નહીં, દેખાયો નહીં સમીર નો મોબાઈલ પણ લાગતો ન હતો ભરત ભાઈ આકૂળ વ્યાકુળ થઈ ગયા, ત્યાજ એક સ્વરૂપવાન, યુવતી એ આવીને કહ્યું "હેલ્લો અંકલ" હું મોના! સમીર ની દોસ્ત, ભરત ભાઈ સમસમી ગયા પણ કંઈ વધુ બોલ્યા નહી. એટલે મોના એ જ કહ્યું અંકલ સમીર એક મોટા પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે. અમે ત્યાં જોડેજ જોબ કરીએ છીએ. અને કંપની સાથેના કરાર અને વ્યસ્તતા ના કારણે એ આવી શક્યો નથી. અને મને મોકલી છે. આમ તો હું સીધી નડિયાદ જવાની હતી પણ સમીરે કહ્યુંતું કે મારા મમ્મી અને સ્વીટી ને મારા ઘરે મળી ને મારો મેસેજ અને અમુક વસ્તુઓ આપજે અને બીજા દિવસે આણંદ વાળી બસ માં નડિયાદ જજે. એટલે અંકલ જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું તમારી સાથે ગામ આવી શકું??????ભરત ભાઈ કઈ ખાસ બોલ્યા નહીં ફક્ત હા ચાલો..  અને ફરીથી સ્વીફ્ટ ગાડી એના રસ્તે નીકળી પડી.. કઠલાલ સુધી તો કોઈ વાતચીત થઈ નહીં. એજ લતા અને મુકેશ ના ગીત વાગતા રહ્યા બાલાસિનોર આવ્યું ત્યાં ભરત ભાઈ ચા પીવા ઉભા રહ્યા. એમણે મોના ને પણ કહ્યું ચાલો ચા પીવા.. જવાબ માં મોના એટલુંજ બોલી અંકલ હું ચા નથી પીતી. અને ત્યાંથી વાયા વીરપુર લીમડીયા થઈ ને લગભગ સંધ્યાકાળે તો ગાડી ઘરે આવી પોહચી. શારદા બેન અને સ્વીટી તો ગાડી નો હોર્ન સાંભળતા જ ગેટ ખોલી ને ઉભા રહ્યા તા. પરંતુ જેવી ગાડી આવી જોયું તો ભરત ભાઈ અને મોના બંને ગાડી માંથી ઉતર્યા.. સ્વીટી મોના ને ઓળખી ગઈ... તેને પણ ઓળખવા માટે મહેનત તો વધુ કરવી પડી. બધા ઘરમાં ગયા. ભરત ભાઈ તો તરત મિત્ર ના ઘરે બેસવા ગામ માં નીકળી ગયા. અને આ બાજુ શારદા બેન અને સ્વીટી એ મોના પર પ્રશ્ન નો મારો શરૂ કર્યો. સમીર કેમ ના આવ્યો? સુ એ કોઈ મુસીબત માં છે? ત્રણ ત્રણ વર્ષ થયાં આજે તો દીકરા એ કહ્યું તું સારૂ મમ્મી હું આવું છું અને અચાનક એવી કેવી કામની વ્યસ્તતા. મોના એ ત્રણ વર્ષ ની વાતો શરૂ કરી, સમીર ફેમિલી ને કેટલો પ્રેમ કરે છે એ પણ જણાવ્યું. તમે જ્યાં કહેશો ત્યાંજ એ લગ્ન કરશે એમ પણ કહ્યું છે. શારદા બેન ને હવે હૈયે ટાઢક થઈ. મોના પણ હવે તેમને ધાર્યા કરતાં વધુ સારી અને ગુણિયલ લાગવા લાગી, એમણે વિચાર્યું પણ ખરું કે જો મોના અમારી જ્ઞાતિ ની હોત તો ગમે એમ કરી ને ભરત ભાઈ ને તો મનાવી જ લેતા.

          રાત્રે નવ ની આસપાસ બધા જમવા બેઠા,  સ્વીટી અને મોના હળવી વાતો કરતા. ત્યાંજ રાત્રે દસ ને પંદરે ડોર બેલ વાગી. ભરત ભાઈ એ બારણું ઉઘાડયું તો સામે કોઈ અપરિચિત યુવક ઉભો હતો . ખભે રી બોક ની બેગ હતી. ભરત ભાઈ એ પૂછ્યું કોનું કામ છે? કોણ છો? ત્યાંજ મોના આવી ને કહ્યું એમને અંદર બોલાવી લો  પછી હું પરિચય આપુ છું, ભરત ભાઈ યુવાન ને જોઈ જ રહ્યા ઓળખવાની કોશિષ કરતા રહ્યા પણ ઓળખી ના શક્યા, સ્વીટી પણ ઓળખવાનો પ્રયત્ન કરતી હતી, શારદા બેન પણ એ યુવક ને ઓળખી ના શક્યા પણ એમના મન માં બેચેની થવા લાગી, હૈયું ભારે ભારે લાગવા માંડ્યું, ત્યાં જ મોના એ આ યુવક નો પરીચય આપતા કહ્યું, " અંકલ, આંટી, સ્વીટી, આ  સમીર છે! હાહા તમારો જ સમીર! પણ આ કઈ રીતે હોઈ શકે? અલગ ચહેરો, યુવક ને એક હાથ નૉહતો! ભરત ભાઈ હજુ માનવા તૈયાર નોહતા.

          હવે સમીર બોલ્યો" પપ્પા, મમ્મી, સ્વીટી" એજ અવાજ જેને વર્ષો થી ફોન પર સાંભળતા હતા શારદા બેન તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા દીકરા આશુ? આવી હાલત!? કેમ? કઈ રીતે?  સમીર કઇ બોલ્યો નહીં,.

          મોના એ કહ્યું અંકલ, આંટી સમીર ત્રણ વર્ષ પહેલાં જ્યારે બેંગ્લોર આવવા નીકળ્યો ત્યારે એણે ટિકિટ તો પ્લેન ની કરાવી હતી, પરંતુ અમદાવાદ થી એ વડોદરા આવ્યો અને હું નડિયાદ થી વડોદરા ગઈ ત્યાંથી અમે બંને સાથે ટ્રેન માં બેંગ્લોર જઈશું આવું અમારૂ આયોજન હતું. મેજ સમીર ને ફોન કરી ને આના માટે તૈયાર કર્યો હતો. મેં કહ્યું આપણે લગ્ન ના કરી શકીએ પણ સાચા દોસ્ત તો બની શકીએ ને! પ્લેન માં કલાક માં પોચી જઈશું જ્યારે ટ્રેન માં ખૂબ મજા આવશે વાતો કરતા કરતા જઈશું પછી ત્યાંતો જોબ માં બીજી જ રહેવાનું છે! અને સમીર માની ગયો  અમે ટ્રેન માં જોડે જ નીકળ્યા ટ્રેનમાં અમે "હૂબાલ્લી" પોહચ્યા ત્યાં સુંદર લોકેશન જોઈ સમીર ટ્રેન ના દરવાજા પાસે ઉભો રહી ફોટોગ્રાફી કરતો હતો. હું પણ બારી માંથી પ્રકૃતિ નું સૌંદર્ય નિહાળી રહિતી! ત્યાંજ દરવાજા પાસે બે વ્યક્તિ ઝગડો કરતા હતા. અને એમાંથી એક ગુંડા જેવી વ્યક્તિ એ પેલા વ્યક્તિ ને ધક્કો મારી દીધો એ વ્યક્તિ સીધો સમીર સાથે ભટકાયો, અને આવા ઓચિંતા ઘાત થી સમીરે સંતુલન ગુમાવ્યું અને સીધો ટ્રેન માં થી નીચે પડી ગયો, ચાલુ ટ્રેને નીચે પટકાતા તેનો જમણો હાથ કોઈક પોલ સાથે અથડાયો અને સમીર નીચે પટકાયો, મેં તરત ચેન પુલિંગ કરી ટ્રેન થોભાવી અને ત્યાં સુધી માં પેલા બંને ગાયબ થઈ ચૂક્યા હતા, મોઢાના ભાગે નીચે પટકાવાથી સમીર ને મોઢા પર અને હાથ પર ગંભીર ઈજા ઓ થઈ હતી. તરત સમીર ને રેલવે હોસ્પિટલ માં લઇ ગયા, લોહી પુષ્કળ વહી રહ્યું તું એનો ફોન પણ ક્યાંક નીચે પડી ગયો તો. મેં મારા પરિવાર ને જાણ કરી મારા મામા ને જાણ કરી, ત્યાંથી સમીર ને બેંગ્લોર ની હોસ્પિટલ માં લઇ ગયા ડૉ એ ઘણી કોશિશ કરી પરંતુ સમીર નો હાથ ના બચાવી શક્યા, સમીર જ્યારે ભાન માં આવ્યો ત્યારે આ હકીકત એના માટે વજ્રઘાત સમાન હતી, હાથ ની સાથોસાથ સમીર એનો ચહેરો પણ ખોઈ ચુક્યો હતો, આ બધી પરિસ્થિતિ માટે હુંજ જવાબદાર હતી અંકલ હુંજ જવાબદાર. હું ક્યારેય મારી જાત ને માફ નઈ કરી શકુ.... મોના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
     
        હવે આગળ વાત ચલાવતા સમીરે કહ્યું મારા ફેમિલી માં કોઈને ખબર ના આપતા આ વાત મારા ઘરે કોઈ સહન નઈ કરી શકે. મારા પપ્પા મને ખુબ ચાહે છે આવી વાત સાંભળી એમને એટેક આવી જાય તો ?! એટલે મેજ આ લોકો ને અહીંયા જાણ કરતા રોકી રાખ્યા હતા. અને આજે પણ પપ્પા હું તમારી બાજુ માંથીજ પસાર થયો હતો એરપોર્ટ પર પણ પપ્પા હું બસ માં આવ્યો, મોના એ ઘણી ના પાડી છતાં મેં એને તૈયાર કરી , બે વર્ષ થી મોના એ મારી ખૂબ સેવા કરી છે. એમ કહું કે મોના એ જ મને નવજીવન આપ્યું છે તો કશું ખોટું નથી.અને હા રહી વાત એક્સીડેન્ટ ની તો પપ્પા તમેજ કહેતા હતા ને કે જે થાય એ સારા માટે જ થાય. કદાચ પ્લેન માં ગયો હોત તો જીવ ગયો હોત. અને મારો હાથ ગુમાવ્યા પછી કંપની એ મને પચાસ લાખ આપી ને છૂટો કર્યો અને મોના ના પપ્પા એ મોના ને મારી સાથે ના રહેવા કહ્યું પણ મોના એ ચોખ્ખું કહી દીધું હવે તો નહીજ... હવે હું જ સમીર ની દેખભાળ રાખીશ.. હું ક્યારેય લગ્ન નહીં કરૂ. અને ત્યારથી મોના ના પપ્પા એ એની સાથે ના સબંધ કાપી નાખ્યા છે.. ત્યારથી અમે બંને સાથે રહીએ છીએ. પણ અમે લગ્ન કર્યા નથી.

     મોના એ મને કેટલીય વખત કહ્યું કોર્ટ મેરેજ કરી લઈએ પણ હું તમને દુઃખી ના કરી શકું પપ્પા.ભરત ભાઈ ભીની આખો લૂછતાં બોલ્યા દિકરા મોના તારો ખૂબ ખૂબ આભાર, તે મારો કુળદીપક  બુજાતો બચાવ્યો છે, તારા ચરણો માં હું નતમસ્તક છું,
     અને શારદા બેને કહ્યું વહુ નહીં દીકરી તરીકે અમે તારો સ્વીકાર કરીએ છીએ બીટા. સ્વીટી ની ભાભી તો તુજ છે. અને સાંભળો છો હવે આ બંને ને બેંગ્લોર જવાની કોઈજ જરૂર નથી. બસ  સારું મુહૂર્ત કઢાવો ધામધૂમ થી દીકરા ને પરણાવીએ, ભરત ભાઈ પણ હસતા હસતા બોલ્યા"  હા હવે તો મોના જ આપણી દીકરી, મોના જ  આપણી વહુ"

     સ્વીટી ફક્ત એટલુંજ બોલી "ભલે જમણો હાથ નથી મારી ભાભી ને કારણે મારે રાખડી બાંધવા ત્રણ હાથ છે" અને જલદી થી મારા ભત્રીજા ને પણ હું રાખડી બાંધું એવા આશીર્વાદ આપુ છું. "જુગ જુગ જીવો વિરા" ખરેખર જે થાય તે સારા માટેજ થાય છે.
વાતાવરણ માં એક સોનેરી સુગંધ પ્રસરી ગઈ હતી..
          લેખક- મેહુલ જોષી (પ્રા. શિક્ષક)
   લીલીયા - અમરેલી ગુજરાત
વતન:- બોરવાઈ - મહીસાગર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED