શિકાર - પ્રકરણ ૩૨ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૩૨

શિકાર
પ્રકરણ ૩૨
રોહિતભાઇ ને હજૂ ઘણું બધું ગોઠતું ન હતું , માણેકભુવન નું પેશન તો સામે વિરક્તી જેવો ભાવ પણ માણેકભુવન ને લઈ ને એ સાંજે શું થયું હતું એ ઘણું બધું સ્પષ્ટ તો થયું હતું તો ય કાંઇક છુપાવ્યું જ હશે SD એ.... જો કે રોહિતભાઇ નો સ્વભાવ જ એવો થઈ ગયો હતો કે બધું જ કહી દો તો ય એ બીજા તાણાવાણા ગોતે... શ્વેતલભાઇ એમને છેક ગોંડલરોડ પરનાં એમના નિવાસ સ્થાને મુકવા આવ્યા હતાં આમ તો ધર્મરાજ સિંહ ની જ એક બંગલી હતી .. એક ટેનાર્મેન્ટ ગણી શકો પણ ચારે તરફ ખુલ્લી જગ્યા વાળુ... છેક ઘરે પહોંચ્યા ત્યારે વિચાર તંદ્રા તુટી
"દિવાનસાહેબ આવી ગયું તમારૂ નિવાસ સ્થાન .."
"ઓહ થેન્કસ ભાઇ ..."
"શ્વેતલ .."
"હા શ્વેતલ.... મારી મુલાકાત એ છોકરા જોડે કરાવી દેજો જલ્દી થી.... "
કહી દિવાનસાહેબ એટલે કે રોહિતભાઇ ઘરમાં ગયા...
શ્વેતલ એ તરત જ એક માણસ બોલાવી લીધો દિવાનસાહેબ પર નજર રાખવા.... હવે એમના પર નજર રાખવા ની છે એ ખબર એમને પહોંચી જ જવાનાં હતા એવા તાણાવાણા એમણે ગોઠવી જ રાખ્યા હતાં ... એમના પર ફોન આવી જ ગયો કલાકમાં કે એ હવે વોચ હેઠળ છે એથી વધું નહી કહી શકે.. એમની બધી માહિતી સાચી જ આપવી પડશે એમાં છુટકો નથી ....
રોહિતભાઇ હજી આકાશને સંદેશ મોકલવાની તજવીજ જ કરતાં હતાં ત્યાં તો આ સમાચાર મળ્યા, તાત્કાલિક એમણે સંદેશો બદલી નાંખ્યો.... સંદેશો કેમ મોકલવો એ તો પ્રશ્ન જ ન હતો એમનું આગવું નેટવર્ક હતું જ....
*************** *************
બીજા દિવસે છાપું આકાશે લગભગ ઝુંટવી જ લીધું ફેરીયા પાસે , એને સમાચાર માં રસ ન હતો એને મામાને મળવું જરૂરી હતું આજે જો કોઇ સુચના ન હોય તો એણે સીધા એમની ઓફીસમાં પહોંચવાનું નક્કી કરીને બેઠો હતો, એને ખબર હતી કે સેમ રિચાર્ડ ખાલી એના ઉપર આધાર રાખીને બેસવાનો તો નહોતો જ... એણે જો અત્યાર સુધી નો ખેલ બગાડ્યો તો મામા ની જીંદગી ઉપરાંત એનો પ્રેમ પણ જશે જ...

એને જે જોઇતું હતું તે મળી ગયું મામા એ અલગથી કશુંય મોકલ્યુ નહોતું પણ એક શાયરી પેન્સિલ થી લખેલી ઉડી ને આંખે વળગે એમ વચ્ચેના પાને હતી....
"શિકાર શંકિત થયો, વળતી કરી તજવીજ
શાંત રહેજે મનવા, ન ભરજે જાળી બીજ
ફરી સંદેશ ન મળે , કો પગલા માંડવા ત્વરીત
આવી મળીશ હું સામો તું રહેજે યથાસ્થિત "
"ઓહો એટલે SD ને શંકા થઈ છે એવું કહેવા માંગે છે મામા????? "
આકાશ ફરી ફરી વાંચી રહ્યો, પેન્સિલ થી લખેલી હતી અક્ષર સ્વાભાવિક રીતે મામાના નહોતા પણ વેપાર ના પાને એમનો જ સંદેશો આવતો... SD ને ખબર પડી હોય તો એથી વધું ખતરા રૂપ શું હોય પણ અહીં એ સ્પષ્ટ નહોતું કે શંકા કેમ કોના પર છે? પણ મામા ને સામેથી મળવા જવું યોગ્ય નથી જ... પણ મારી પાસે બહાનું તો છે જ ... પણ ના એક દિવસ વધું રાહ જોવી જ રહી ... મારે પરિસ્થિતિ નો તાગ મેળવ્યે જ છુટકો એ માટે SD ની ઓફીસમાં જવું રહ્યું..... પણ મામાએ એનાં માટે ના તો નહી કિધી હોય ને ...
પણ એ નિત્યક્રમ થી પરવાર્યો ત્યાં સુધી તો ફોન આવી ગયો શ્વેતલભાઇ નો
"હેલ્લો આકાશ!"
"બોલોને શ્વેતલભાઇ "
"આજનો કોઇ પ્રોગ્રામ છે તારે? "
"કોઈ ખાસ તો નહી બસ ખાલી પેલા સિરામિક..."
"આકાશ સાંભળ ... બીજુ બધું પછી રાખજે તું ઓફિસ આવી જા કેટલીક અગત્યની વાત કરવી છે આજનો દિવસ તું અમારા માટે રાખજે.. "
"સારૂં, અગિયાર આસપાસ પહોંચું છું .."
"ઓકે .."
આકાશ ફરી છાપુ લઇ શામરી વાંચવા લાગ્યો, એટલે શંકા એના પર આવી હશે? જવું તો પડશે જ સાલુ ના જાય તો ય શંકા વધશે... બધીજ માનસિક તૈયારી સાથે એ SD ની ઓફીસમાં પહોંચ્યો....
રિસેપ્શન આગળ જ શ્વેતલભાઇએ આકાશને પોંખ્યો આવ આકાશ અંદર કેબિનમાં, SD ની ઓફીસમાં દાખલ થતાં જ શ્વેતલભાઇ ની એક અલગ બનાવેલી કેબિનમાં ....(આમતો ખાલી કોન્ફરન્સ કેબીન જેવું જ ટેબલ ફરતે પાંચ છ ખુરશીઓ હતી.. પણ મોટે ભાગે શ્વેતલભાઇ જ વાપરતાં )... શ્વેતલભાઇ એ આગલા દિવસ ની વાત ટુંકમાં જણાવી કહ્યું કે એને દિવાન સાહેબને મળવા જવાનું છે એને કારણ તેં પેલા બ્લેકમેઇલર ને જોયેલો છે..... એટલે એ તને મળવા માંગે છે પણ એને પોતાની સાથે જ મળે પોતાની હાજરી માં.....
આકાશને એ છેલ્લી વાત ખટકી ... એટલે એણે મામાની રીત અપનાવી .... ટાળવા ની ...
"હા તો જઈશું....! પણ.. "
"પણ..? "
"મારે SD ને મળવું છે એ પહેલાં .."
" આકાશ... તને મારી ઉપર વિશ્વાસ નથી???... તને અમે પોતાનો માની વાતમાં ઈન્વોલવ કરીયો છે ને તું...??? "
"એટલે?? "
"તારે દિવાન સાહેબને મળતાં પહેલાં SD ને મળવા નો શું અર્થ? "
"અરે શ્વેતલભાઇ તમે સમજ્યા નહી વાત અલગ જ દીશા માં લઇ જાવ છો મારૂં એમને મળવું જરૂરી છે પણ કારણ અલગ છે આ દિવાન સાહેબ નહી "
"તો કોણ.."
"સેમ રિચાર્ડ .. "
"આ પાછું કોણ પેદા થયું સાલુ આવું તો આખા રાજકોટમાં કોઇ નથી ..."
"અત્યારે રાજકોટમાં જ છે એ ભાભા હોટલ માં.. મૂળ કોચી નો છે માણેકભુવન ના નકશા લઇ ને ફરે છે અહીં... "
"શું? ..."
"માણેકભુવન ના નકશા કોચીથી લઇ કોઇ અહીં આવ્યું છે??? "
"SD ને આવતાં વાર લાગશે ? .... એ આવે પછી માંડી ને વાત કરૂં તો?? "
"આ આવી ગયાં ... એમની ઓફીસમાં જ બેસીએ "
SD ઓફીસમાં પ્રવેશી થોડું નિત્યક્રમ પતાવી લે છે એ પછી એટલે કે વીસેક મિનિટ પછી શ્વેતલ ને આકાશ એમની ઓફીસમાં પ્રવેશ્યા...
"શ્વેતલ આકાશને જોડે જજે તું જ દિવાનસાહેબ ની ઓફિસમાં .."
"SD ..." આકાશને બેસવાનું કહી પોતે ય બેઠો...
"શ્વેતલ... આપણે... "
"તમે પહેલાં પુરી વાત સાંભળી લો આકાશની..."
આકાશે માંડીને બધી જ સેમ રિચાર્ડ ની વાત કરી ... એની પાસેના નકશાની વાત કરી જેમાં લાઇટ હાઉસનાં પાસે જ કોઇ સુરંગ હોવાનો ઉલ્લેખ કર્યો ....
"ઓહ... એટલે આ નકશાની વાત કરી હતી...? "
શ્વેતલભાઇ એ આપેલા નકશા જે સંદિપભાઈ એ આપ્યા હતાં એની કોપી હતી એ આકાશને બતાવ્યા ...
"આ નકશા ઉપરાંત બીજા નકશા ય છે ... સમજો એ એને વારસામાં મળેલા છે... એટલે.. "
"આકાશ કેટલી મત્તા હશે ...?"
"એ તો મને શું ખબર પડે પણ વેસ્ટર્ન પ્રોવિન્સમાં સિંધથી લઇ મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઘણો મોટો ભાગ આવે છે એટલે 23 રજવાડા કરતાં તો વધું જ હશે ને??? "
"પણ આપણે એનાથી...."
"તમે એને મળી લો એકવાર ..."
"પણ આકાશ એમાં ગવર્મેન્ટ ઈન્વોલવ છે હવે..."
"તો તો ફરજીયાત કરવું જ પડશે ને ..?"
"જોયું જશે ત્યારે.."
"પણ , મળી લેવામાં વાંધો શું? " શ્વેતલભાઇ SD તરફ જોઈ બોલ્યા...
"ઠીક છે મળી લઇએ... પણ પહેલાં તું આકાશને લઇને ..."
"દિવાન સાહેબને જ મળવું હોય તો હું જઇ આવું એમની ઓફીસમાં ..."
શ્વેતલભાઇ આકાશનાં ખંભે હાથ મુકી કહ્યું, "આકાશ ! દિવાનસાહેબ ની આંખો જોઇ છે તેં ...? તેં કહી એવી જ ધારદાર ને પાછી પીઢ પણ... "
"એટલે...?"
આકાશને મામાની શાયરી સમજાઇ હવે......
"અેવું જ હોત તો .... તમને કહેત જ ને કે દિવાનસાહેબ જેવી આંખો અરે યાર હું એમને મળી આવ્યો છું તમારા દ્વારા જ કેમ ભુલી ગયા?? ચલો આપણે સાથે જઇએ તમે કહો છો તો...."
SD વચ્ચે બોલ્યો ," આકાશ ઠીક કહે છે કે આમ તો... છતાં ય તું જોડે જા એની દિવાન સાહેબની કામ કરવાની સ્ટાઈલ જોવા જેવી હોય છે તું જઇ આવ.... "
શ્વેતલભાઇએ દિવાનસાહેબ ને ફોન લગાવી મુલાકાત માટે સમય માંગી લીધો, આકાશ ને એકલા મળવાની કોઈ વાત ન કરી દિવાનસાહેબ એ કારણ એ સજાગ થઈ ગયાં હતાં ને બપોરે ચાર આસપાસ મળવા નું નક્કી કરી લીધું....
એટલે લગભગ ચાર એક કલાક બાદ .. SD એ પહેલાં સંદિપભાઇ ને બીજા દિવસે રાજકોટ બોલાવી લીધા અને પછી આકાશની તરફ ફરીને કહ્યું , "આકાશ! ઠીક છે પેલા સેમ રિચાર્ડ ને મળી જ લઇ એ .....
આકાશ ત્યાં થી જ સેમ ની હોટલ પર ફોન લગાવ્યો.
(ક્રમશઃ.... )