જાણે-અજાણે (51) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (51)

ઘરમાં બધાં રેવાની રાહ જોઈ બેઠાં હતાં. રચના જાણતી હતી કે કંઈક તો ગુસ્સો નિકળવાનો છે. પણ હજું રેવા ઘેર પહોંચી નહતી. થોડીવારમાં રેવા અનંત સાથે ઘેર પહોંચી. ઘરમાં પહેલેથી જ દાદીમાં, તેનાં પિતા, સાક્ષી, કૌશલ અને પ્રકૃતિ સાથે રચના અને વંદિતા પણ હાજર હતાં. જેવી જ રેવા અંદર પ્રવેશી બધાંનાં પ્રશ્નો શરુ થઈ ગયાં. રેવા કોઈનાં જવાબ આપવાં ઈચ્છતી નહતી. એણે માત્ર એટલું કહ્યું કે તમેં મારી ખુશીમાં ખુશ થશો તો સારું લાગશે નહીં તો હું જાતે જ ખુશ થઈ લઈશ. પણ આ લગ્ન નહિ રોકાય. કૌશલ અને પ્રકૃતિને થોડો વિશ્વાસ અને આશ પણ કાચની જેમ તુટી ગઈ. હવે કોઈ પાસે કશો વિકલ્પ બાકી નહતો રહ્યો. એટલે બધાં વાતો મુકી રેવાની લગ્નની તૈયારીઓમાં પરોવાય ગયાં. રેવા ખુશ હતી. તેનાં ચહેરાં પર તે ખુશી દેખાતી હતી. પણ શંકામાં ઘેરાયેલું રચનાનું મન અશાંત બની ફલાંગો મારતું હતું. તેણે રેવાને ખુણામાં બોલાવી પુછ્યું" શું છે આ બધું રેવા?... કાલે તો તું ચોધાર આંસુઓએ રડતી હતી. અને આજે?.. આટલી ખુશી અને ઉમંગ ટપકી રહ્યો છે?... શું ચાલે છે તારાં મનમાં?.." " અરે દીદી..... કાલની વાત છોડો ને... આજનું વિચારો... અને આવતી કાલનું વિચારો... મારું લગ્ન અનંત જોડે થવાનું છે અને એ થવાનું જ છે.. તો શા માટે આટલાં નાટકો કરવાનાં?.. ખુશી ખુશી અનંતને અપનાવું એ જ સારું ને! ." રેવાએ હલકામાં વાતને ફંગોડી કાઢી. " અને કૌશલ અને પ્રકૃતિ?.. તેમનું શુ થશે?" રચનાએ કટાક્ષમાં પુછ્યું. રેવાએ પણ કટાક્ષમાં હસતાં જવાબ આપ્યો" તેનું શું?.. મારે શું જે થાય એ... બધાની જવાબદારી મારાં માથે તો લઈ ને ના ફરી શકું ને!... તેમને સમજવું પડે કે સપનાં અને હકીકત અલગ છે. " રેવાનો અવાજ સ્વાર્થ રેલાવનારો હતો. રચના સમજી ગઈ કે હવે રેવાને કાંઈ પણ કહેવું ભેંસ આગળ ભાગવત સમાન છે. અને તેણે રેવાને પોતાનાં હાલ પર છોડી દીધું.

લગ્નની તૈયારીઓ ધામધુમથી શરૂ થઈ ચુકી હતી. અને દરેક વ્યકિત પણ પોતાનાં મનભેદ મુકી રેવાનાં લગ્નમાં મદદ માટે આગળ આવી રહ્યાં હતાં. રચનાનાં લગ્ન પછી આ પહેલું લગ્ન હતું જ્યાં આટલી જાહોજલાલી વરસી રહી હતી. રોહન અને સાક્ષી પણ પોતાનાં કામમાં પરોવાય ગયાં હતાં. પ્રકૃતિની વેદનાં તેનાં ચહેરાં પર સાફ ઝલકી રહી હતી. તે દૂર બેઠી બસ બધી તૈયારીઓ જોતી રહી. સવારથી બપોર અને બપોરથી રાત. પોતાનાં મન સાથે લડતી ઝઘડતી પ્રકૃતિ પાસે હવે સહનશક્તિ ખુટવાં લાગી. એટલે તે મંદિરનાં એક ખુણામાં જઈ ને બેઠી. તેણે વિચાર્યું મંદિરથી વધારે શાંત જગ્યાં ક્યાં હોય શકે?.. અને મુર્તિ સામેં જોતાં તે વિચારવાં લાગી" શું ભગવાન...! કેમ આવું કર્યું?.. આજ સુધી મેં કોઈનું ખોટું નથી વિચાર્યું . રેવાનું પણ નહતું વિચાર્યું. પવિત્રતા સાથે સાચ્ચા મને બસ એક વ્યકિત ને ચાહતી રહી. હંમેશાં મનમાં એક જ વ્યક્તિનાં વિચારો ચાલતાં રહ્યાં. અનંત... આ એક નામ નાનપણથી લઈ આજ સુધી મારાં માટે મધ્યબિંદુ રહ્યું છે. હા બસ મારી એક ભૂલ થઈ ગઈ કે મેં તેને કશું કહ્યું નહી. પણ કહેતી કેવી રીતે!.. અનંતે આજસુધી એવો કોઈપણ ઈશારો જ નહતો આપ્યો ને. પણ જેવી જ રેવા આવી તેણે તરત પોતાનો સ્વભાવ વિરુદ્ધ કામ કરવાં લાગ્યો. તેનાં વિચારો કરવાં લાગ્યો. એટલે એક ક્ષણ માટે તો મેં તેને ભૂલવાનું પણ વિચારી લીધું. પણ એ શક્ય ના થયું. આજે મને ખબર છે કે મારી જ આંખો આગળ એ કોઈક બીજાનો થવાનો છે તો મારું કાળજુ કોતરાય છે!... હું તમાંરી સામે જુઠ્ઠું નથી બોલવાં માંગતી પણ આજે પણ અનંત મારાં મનનાં દરેક ધબકારમાં મને સંભળાય છે. હું તેને છોડવાં તો નથી માંગતી. આજે પણ ઈચ્છું છું કે તે મારો થઈ જાય પણ તેને પોતાની ખુશી કોઈક બીજામાં છે.

હવે મારે શું કરવું જોઇએ?... બહું વિચાર્યું ભગવાન અને હવે હું તેની ખુશીમાં ખુશ થઈશ. ભલે ધીમેથી પણ હું તેને પોતાનાં જીવનથી મુક્ત કરીશ. અને હા... જો એવું ના થઈ શક્યું ને તો હું આ વાત કોઈપણ સામે નહીં આવવાં દઉં. કેમકે હું ચાહું છું કે કોઈ મારું બને તો એટલે બને કે તે મને પ્રેમ કરે. મને મળશે ને ભગવાન એવું વ્યક્તિ જે મને અને માત્ર મને જ પ્રેમ કરે?..." પ્રકૃતિની આંખમાંથી ટપટપ આંસું ગરવા લાગ્યાં. પ્રકૃતિએ તો ધીમેથી પોતાની વેદનાં સાથે હાથ મિલાવવા લાગ્યો હતો. પણ બીજી તરફ કૌશલનાં કંઈક અલગ જ હાલ હતાં. ખબર નહીં કૌશલ ક્યાં ચાલ્યો ગયો હતો. ગામમાં કોઈ નહતું જાણતું કે તે ક્યાં છે!... તે ગામ છોડીને તો નથી ચાલ્યો ગયો ને?!.. આ પ્રશ્ર્ન રચના અને વંદિતાનાં મનમાં સદંતર ઘર કરી ગયો હતો. પણ રેવા એવી રીતે ખુશ હતી જેમ કે તેને કોઈ ફર્ક નથી પડતો. તેને કૌશલની ક્ષણીક પણ ચિંતા દેખાતી નહતી. દિવસો વિતતા ગયાં અને આખરે લગ્નનો દિવસ આવી ગયો. પણ એ દિવસની આગલી રાત વધારે કાળી હતી. રેવા, જે આટલાં દિવસથી મન ભરીને હસી રહી હતી. પોતાનાં લગ્ન માટે ઝૂમી રહી.
તે આજે શાંત હતી. અથવાં તો એમ કહેવું વધારે યોગ્ય હતું કે મૌન હતી. ચહેરો ભલે કોઈ ભાવ દેખાડી નહતો રહ્યો. આંખો પણ સુકાયેલી હતી છતાં તેનાં મનની અશાંતિ કોઈક ખુણે તે ઝલકી રહી હતી. અડધી રાતનાં અંધારામાં જ્યારે માત્ર તારલાઓનું જ ઉજાસ હતો ત્યાં તે આંખ માંડી જોતી રહી. ચહેરો ઉપર થતાં પવનની ધીમી લહેરો જ્યારે તેનાં વાળને તેનાં ચહેરાં પર લાવી મુકતો હતો ત્યારે મીચાંયેલી તેની આંખો મબલખ પ્રશ્નો આકાશમાં મોકલાવી રહી હોય તેમ લાગી રહ્યું હતું. એકલામાં ઉભી રેવા ખબર નહીં શું વિચારતી હતી!... અને અચાનક તેની આંખો ખુલી અને તે અંદર ચાલી ગઈ.

બીજે દિવસનો પ્રકાશ નવી કિરણો સાથે સ્વાગતમાં તૈયાર હતો. ધીમે ધીમે મહેમાનો આવવાં લાગ્યાં હતાં. અનંત અને રેવા પણ તૈયાર થવાં લાગ્યાં. નાના બાળકો દોડધામ સાથે મંડપમાં ઉર્જા ફેલાવી રહ્યાં હતાં. પ્રકૃતિ, રચના કે વંદિતા કોઈ ખુશ નહતું પણ પોતાની ફરજ બજાવતાં તેઓ કામકાજમાં જોડાય ગયાં. જોતજોતામાં લગ્નનો સમય નજીક આવી ગયો. મંડપમાં હવનકુંડની સામે બેઠેલો અનંત રેવાની વાટ જોતો હતો. અને સમય સાથે રેવા મંડપમાં પ્રવેશી. સોળે શણગાર કરેલી રેવા ખુબ જ સુંદર લાગતી હતી. તેણે પહેરેલું લાલ પાનેતર અને તેની શોભામાં વધારો કરી રહ્યું. હાથની બંગડી અને ગળાનો હાર પાનેતરને શોભાવી રહ્યો. માથે લગાવેલો એક માનટીકો ચાલતી રેવાનાં માથે જાણે તાજની જેમ વર્તી રહ્યો હતો. અને એક નાનાં બિંદુ સરીખો ચાંદલો તેનાં ચહેરાનું નુર ટપકાવી રહ્યો હતો. રેવાનાં પગલાં જેમ જેમ મંડપ તરફ વધવાં લાગ્યાં તેની પાયલ જોરજોરથી ખનકી રહી હતી. નીચી નજરે રેવા મંડપે પહોચી. અનંતની નજર રેવા પરથી સહેજ પણ ખસવાની રાહમાં નહતી. આજે તો રેવાની સુંદરતાં કોઈ અપ્સરાને પણ ફીકી કરી દે તેવી હતી. રેવા અનંત પાસે આવી બેસી ગઈ. છતાં તેની નજર રેવા પરથી હટી નહી. અને પંડિતના કહેવાં પર વિધીઓ શરું થઈ. દરેક વ્યક્તિ ત્યાં હાજર હતાં પણ કૌશલ ક્યાંય દેખાતો નહતો. રેવાની નજર ઉપર ઉઠી અને આસપાસ દરેક તરફ ફરવાં લાગી. એવું લાગી રહ્યું કે તે કૌશલને જ શોધતી હતી. પણ કૌશલની ગેરહાજરી તેને અંદરથી કોરી ખાતી હતી. વિધિઓ એક પછી એક આગળ વધવાં લાગી. તેની સાથે સાથે પ્રકૃતિ, રચના અને વંદિતાનાં મન હતાશ બનવાં લાગ્યાં. હવે કોઈ ઉમ્મીદ દેખાતી નહતી. અને પંડિતજીએ કહ્યું" સાત ફેરાં સાથે નવી શરુઆતનો આરંભ કરો. અને ફેરાં માટે ઉભાં થાઓ. રેવાનું મન જોરજોરથી ધડકવાં લાગ્યું . અને આજે કેટલાં દિવસ પછી આખરે એક નામ મનનાં ઉંડાણથી પોકારાયું... "કૌશલ...." મધથી પણ મધુર ધ્વની ઉત્પન્ન થઈ અને કૂદરત પણ હલચલમાં આવી. આ ક્યાંય પહેલી વાર નહતું બની રહ્યું કે રેવા અથવાં નિયતિ સાથે કુદરત સીધો સંબંધ ધારવતી હોય. આજથી પહેલાં જ્યારે જ્યારે પણ નિયતિનું જીવન વળાંક પર આવી ઉભું રહ્યું હતું ત્યારે ત્યારે પ્રકૃતિએ પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો હતો. અને આજે પણ જાણે એ જ ઇતિહાસ વર્ણવી રહ્યો હતો. જોતજોતામાં જોરજોરથી પવન વહેવાં લાગ્યો. અને એક અવાજ ઘોંઘાટ ભરેલાં મંડપમાં ગૂંજી ઉઠ્યો. " રેવા..... રોકાય જા..." એ અવાજ રેવાનાં મનમાંથી એક તરંગ ઉત્પન્ન કરી રહ્યો. તે બીજું કોઈ નહી પણ કૌશલ હતો. જોતજોતામાં તે મંડપમાં રેવા સમીપ પહોચી ગયો અને રેવાનો હાથ પકડી કહ્યું " રેવા.. થંભી જા. આ લગ્ન ના કરીશ." કૌશલનો સ્પર્શ રેવાની રોમેરોમ ને જગાડી રહ્યો .

પણ શું થશે આ હરકતનું પરિણામ?


ક્રમશઃ