Jaane-ajane - 9 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (9)

હ્રદયનો ધબકાર ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. નિરાશ અને ચિંતાતુર બનેલી નિયતિએ આંખો ઉચકી એક નજર બહાર તરફ ફેરવી. દૂરથી એક યુવક નિયતિ તરફ આવી રહ્યો હતો. દૂરથી દેખાતો એ માણસની ચાલ જાણીતી હતી. નિયતિ એકીટશે તેને જોતી રહી. જોતજોતામાં એકદમ નજીક આવેલો તે યુવાન રોહન હતો. એ જ સ્ટાઈલ એ જ ઢબ અને એક સુંદર સ્મિત. બધું જ પહેલાંની માફક હતું.
"રોહન તું તો બિલકુલ નથી બદલાયો " નિયતિ આશ્ચર્યથી બોલી.
"હા એ વાત મારે તારાં માટે પણ કહેવી જોઈએ. જેવી મુકીને ગયો હતો તેવી જ છું " રોહન બોલ્યો.
"હા, કેમ ના હોવ! સમય સાથે બદલાય જવું એ મારો સ્વભાવ નથી." નિયતિનાં અવાજમાં શાંત રહેવાનો પુરેપુરો પ્રયત્ન સંભળાતો હતો. "બિલકુલ, એટલે જ તો તું આટલી ખાસ છે મારાં માટે. " રોહને જવાબ આપ્યો.
થોડી ગભરાતાં અને થોડું શરમાતાં નિયતિ એ વાત બદલી " અચ્છા એ તો બોલ એકદમ અહીંયા આવવાનું કેવી રીતે થયું? " રોહન આ પ્રશ્ન સાંભળી નિરાશા સાથે પોતાનો ચહેરો નીચો કર્યો અને ચુપ થઈ ગયો. નિયતિ તેને જોઈ થોડી ચિંતામાં આવી અને ફક્ત રોહનનાં ખભે હાથ મુકી તેની તરફ નજર માંડી રહી. મૌનમાં પણ ઘણી વાતો જાણે કહી ચુકી હોય અને રોહનને હીંમત મળી હોય તેમ દેખાવા લાગ્યું. ફક્ત એક વાક્ય નિયતિ તરફથી બોલાયું "જો રોહન, તારે ના કહેવું હોય તો ભલે, કોઇ ઉતાવળ નથી. હું તારી વાત સાંભળવા બેઠી છું તને ફોર્સ કરવા નહીં. જ્યારે તારું મન થાય તો મને જણાવી દેજે. "
રોહન થોડી હીંમત કરી બોલવાનું શરૂ કર્યું "હું આટલાં સમયથી મારાં દાદાની સાથે તેમની ઈચ્છા માટે રહી રહ્યો હતો પણ ગયાં અઠવાડિયે તેમનું નિધન થયું. બધી વિધિ પતાવી હું ફ્રિ થયો એટલે તરત તને મળવા આવી ગયો. એક કામ બાકી છે ને તારી જોડે એટલે આવવાનું તો હતું જ...." નિયતિને મનમાં જાણે ખબર હતી કે રોહન કઈ વાત માટે આવ્યો છે. પણ જ્યાં સુધી ખાતરી ના થાય ત્યાં સુધી કશું બોલવું યોગ્ય ન લાગ્યું.
રોહને વાત વધારતાં કહ્યું "કાલે તું ફ્રિ હોય તો મળીયે આપણે? મારું કેમકે કાલે જે કામ કરવાનું છે તેનાં પછી મારી જિંદગી બદલાય શકે છે તો થોડી હીંમત તો જોઈશે ને!...."
નિયતિના ગાલ શરમથી લાલ થવાં લાગ્યાં હતાં. પોતાનાં હાથથી હવામાં ઉડતી લટ કાન પાછળ કરતાં નિયતિની આંખો ઝુકવાં લાગી. હલકી સ્મિતની ઝલક મનને ખુશ કરી દે તેવી હતી. ચહેરાં પરથી આજે એટલું તેજ ટપકતું હતું કે સૂરજ પણ ફીક્કો પડી જાય. રોહનની આંખો નિયતિનાં ચહેરાં પરથી એક સેકન્ડ માટે પણ દુર થવાં તૈયાર નહતી. નિયતિનાં હાવભાવનું એક એવું ચક્રવ્યૂહ રચાયું કે રોહન તેમાં ફસાઈ જ ગયો.
રોહન અને નિયતિ માટે ત્રણ વર્ષ જાણે ત્રણ જનમ જેટલાં લાંબા હતાં. અને પોતે આટલી મોટી પરીક્ષા આપી આજે મિલનની ઘડી આવી હતી તો કેવી રીતે ચુપ રહી શકે.!... એક બાંકડા પર બેસી જ્યારે રોહન અને નિયતિની વાતો શરું થઈ તો ના કોઈનું ધ્યાન કે ના સમયનું ભાન, બસ નિરંતર ચાલતી વાતો. જોતજોતામાં સાંજ પડી ગઈ હતી એટલે જ્યારે ગાર્ડનમાંથી નીકળતાં એક યુવાને એ પાર્ક બંધ થશે થોડી વારમાં એમ કહ્યું ત્યારે બંને ને સમયનું ભાન થયું.
અને નિયતિ બોલી " આજે મારાં જીવનનો સૌથી સારો દિવસ હતો જે હું ક્યારેય નહીં ભૂલી શકું. ઘણું મોડું થયું છે મારે ઘેર જવું જોઈએ. "
જવાની વાત સાંભળી રોહનને સારું ના લાગ્યું અને ઝપાટાભેર નિયતિનો હાથ એટલો જોરથી પકડી લીધો કે જાણે નિયતિ પર પુરેપુરો હક્ક હોય. નિયતિ રોહનથી એક પલ પણ દુર થવાં નહતી માંગતી છતાં સમયનો બાંધ તેને અટકાવી રહ્યો હતો . એટલે નિયતિ પોતાનો હાથ છોડાવી જવાની કોશિશ કરવાં લાગી તો રોહનનું મન કચવાયું અને નિયતિને જોરથી પોતાની તરફ ખેંચી છાતી સરસી ચાંપી લીધી. નિયતિ પણ પોતાનું ભાન ભુલી રોહનથી અલગ થવાંની કોશિશ ના કરી. લાગણીઓથી ભરપૂર એક ક્ષણ રચાયો હતો જે તેમનાં મનથી લઈ શ્વાસ સુધી જોડાયો હતો.
નિયતિને વળગેલો રોહનનો હાથ જાણે આપોઆપ જ ઉંચે ઉંચકાય રહ્યો હતો. નિયતિનાં લાંબા કાળાં વાળમાંથી તેની ડોક અને ધીમેથી તેનાં ચહેરાં તરફ. હજુ બીજો હાથ તો નિયતિની કમરને પોતાની પાસે જ જકડી રાખી હતી. બંને વચ્ચે જાણે પવનને પણ પસાર થવાની પરવાનગી નહતી. જેવો રોહન નિયતિની વધારે નજીક આવવા લાગ્યો નિયતિને એકદમ પોતાની મર્યાદાનું ભાન થયું અને એક શરમ સાથે તે ત્યાંથી જતી રહી.
રોહન તેને જોતો ઉભો જ રહ્યો બસ જોતાં કશુંક વિચારતો રહ્યો.... પણ શું???......


ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED