જાણે-અજાણે (52) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (52)

એક અવાજ ઘોંઘાટ ભરેલાં મંડપમાં ગૂંજી ઉઠ્યો. " રેવા..... રોકાય જા..." એ અવાજ રેવાનાં મનમાંથી એક તરંગ ઉત્પન્ન કરી રહ્યો. તે બીજું કોઈ નહી પણ કૌશલ હતો. જોતજોતામાં તે મંડપમાં રેવા સમીપ પહોચી ગયો અને રેવાનો હાથ પકડી કહ્યું " રેવા.. થંભી જા. આ લગ્ન ના કરીશ." કૌશલનો સ્પર્શ રેવાની રોમેરોમ ને જગાડી રહ્યો . પણ શું થશે આ હરકતનું પરિણામ?

રેવાનો હાથ તેનાં જ લગ્નમંડપમાં કોઈ બીજાં છોકરાંએ પકડેલો જોઈ દરેક વ્યકિત કૌશલ પર ખિજાય ઉઠ્યાં અને તેની પર હમલો કરવાં આગળ વધ્યાં પણ રેવાએ અવાજ મોટો કરતાં કહ્યું" ખબરદાર જો કોઈએ કૌશલ પર હાથ ઉગામ્યો. તેને બોલવાનો મોકો આપો." રેવાની આંખોમાં કૌશલ માટે બચાવની આગ ચોખ્ખી રીતે દેખાય રહી હતી. અને આ આગથી અંજાતા દરેક વ્યકિત ત્યાં જ ઉભાં રહી ગયાં. અનંત પણ પોતાની જગ્યાથી આગળ વધી કૌશલને પુછવાં લાગ્યો" શું થયું કૌશલ?.. કેમ આમ અડચણ પાડે છે?.." કૌશલ થોડું કટાક્ષમાં હસીને બોલ્યો" ખરેખર અનંત!... તને નથી ખબર શું થઈ રહ્યું છે?... તું, જે આટલો સમજદાર છે. તારી પાસે બુધ્ધી અને સમજણની સુમેળ સોંગાદ છે છતાં પણ તું કશું જોઈ નથી શકતો!.." " શું થયું છે એ બોલીશ?... શું ના જોઈ શક્યો હું?.." અનંત થોડું ચિડાતા બોલ્યો.

" શું તને નથી દેખાતું કે રેવા તારી સાથે લગ્ન કરવાથી ખુશ નથી!.. છતાં તું અહીંયાં લગ્ન મંડપમાં બેસી ગયો છે!" કૌશલે ગુસ્સામાં કહ્યું. આ સાંભળી મહેમાનોથી ભરાયેલાં મંડપમાં ચર્ચાઓ શરું થઈ ગઈ. પણ તેની અસરથી કૌશલ અને અનંત અટકાયા નહીં. " કૌશલ,... ભાનમાં છે તું?... હું કોઈની મરજી વિરુદ્ધ લગ્ન નથી કરી રહ્યો. અને તને કદાચ ખબર ના હોય તો હું તને જણાવી દઉં કે રેવાએ જાતે મને હા કહ્યું છે. તેની પણ મરજી ભાગીદારીમાં છે!.." " મરજી?... કયી દુનિયામાં જીવે છે તું?... તને તો રેવાનાં મનની વાત પણ સમજી નથી શકાતી. તને એકવાર પણ વિચાર ના આવ્યો કે તારાં પુછેલાં પ્રશ્નનો જવાબ તેણે આટલાં મોડાં કેમ આપ્યો!.. કેમ જ્યારે તેં રેવાને પોતાનાં મનની વાત કરી ત્યારે જ તેણે તને હા કેમ ના કહ્યું?.. કેમ તને તે દિવસે અચાનક આવીને તને હા કહ્યું!.. કહ્યું કે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?.. તને ત્યારે તેનો ચહેરો ઉદાસ નહતો જણાયો?.... અરે.... જણાતું પણ કેમનું!... તને તો પોતાની ખુશી જ દેખાતી હતી. તને તો માત્ર રેવાને પામવી હતી!.." કૌશલ ગુસ્સામાં લાલચોળ બની ગયો હતો. તેનાં અવાજમાં રેવા પ્રત્યે અત્યંત કાળજી અને સમજશક્તિ દેખાય રહી હતી. તેની આંખોમાં એક અજાણ લાગણીથી ભરેલું પાણી હતું. તેનું આખું શરીર રેવા માટે જ જાણે લડી જાણવાં તત્પર હતું. પણ કૌશલની બોલાયેલી વાતથી અનંત વધારે ગુસ્સે ભરાયો. તેને સમજાય નહતું રહ્યું કે કેમ તે આમ બોલી રહ્યો છે તેણે તરત કૌશલ પર તરાપ મારી" બસ!.... બહું થયું તારું કૌશલ!.. ચુપ થઈ જા હવે. તું મારી લાગણી પર શક કરે છે?.. તું કહેવાં શું માંગે છે કે રેવા જે આટલાં દિવસથી ખુશીથી પોતાની લગ્નની તૈયારીઓ કરી રહી હતી તે ખોટી હતી!?.." "હા.. એકદમ ખોટી હતી. તે ક્યારેય તારી સાથે લગ્ન કરવાં જ નહતી માંગતી. " કૌશલની આ વાતથી બધાનાં મન હલી ગયાં. દરેકનાં મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ ગયાં . પણ હજું સુધી રેવા ચુપ હતી. તે કૌશલની પાછળ તેનો હાથ પકડીને એમ છુપાઈને ઉભી હતી જાણે કૌશલથી વધારે તેને પોતાનાં પર પણ ભરોસો ના હોય. પણ અનંતનાં અને બીજાં બધાનાં પુછવાં પર તે થોડી ગભરાઈ ગઈ. કૌશલ બહું ગુસ્સામાં હોવાં છતાં તેણે રેવાનો હાથ થોડો મજબુતાઈથી પકડી તેની તરફ ઈશારો કરતાં કહ્યું" જે સાચું છે તે બોલ... હું છું ને તારી જોડે!" કૌશલનો આટલો ઈશારો રેવાને ઉર્જા આપી રહ્યો અને રેવાએ કહ્યું" હા,.. કૌશલ જે કહે છે તે સાચુ છે. હું ખુશ નથી આ લગ્નથી. કે ના અનંતથી. હું ક્યારેય અનંત માટે એક મિત્રથી વધારે કશું વિચારી જ નહતી શકી. તેનાં તરફ મારો સંબંધ ક્યારેય મિત્રતાથી આગળ હતો જ નહીં. અને આટલાં દિવસથી જે પણ ખુશી મારાં ચહેરાં પર જોતાં હતાં તે પણ એક ફરેબ જ હતો. હું બહારથી તો હસતી હતી પણ અંદરથી મારું મન રડી રહ્યું હતું. " રેવાની વાતોથી બધાં આઘાતમાં હતાં પણ સૌથી વધારે તેનાં પિતા, દાદીમાં અને પ્રકૃતિ હતાં. અનંતને સમજાય નહતું રહ્યું કે એક ક્ષણમાં બધી પરિસ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ!. તેણે રેવાને ધીમાં અવાજે પુછ્યું" પણ કેમ?... જો તારે મારી સાથે લગ્ન નહતાં કરવાં તો તેં આ બધાં નાટકો કર્યાં જ કેમ?.. " રેવાએ માથું નીચું કરી બસ મૌન બની ઉભી રહી. કૌશલનો હાથ તેનાં હાથમાં પકડેલો જોતી રહી. અને કૌશલે તેનો બચાવ કરતાં કહ્યું" એ તું તારાં ભાઈને પુછને!.. તારો પ્રિય ભાઈ રોહન... પુછ તેને કે કેમ તે મૌન બની ઉભો છે?.. કેમ તેનો અવાજ અત્યારે એટલો નથી નિકળતો જેટલો રેવા સામે નિકળ્યો હતો?.. " "હવે આ બધામાં મારો ભાઈ ક્યાંથી વચ્ચે આવી ગયો?.. તે તો થોડાં સમય પહેલાં જ મને વર્ષો પછી પાછો મળ્યો છે. તેનું આ બધાથી શું લાગે વળગે?" અનંત હતાશ બની ગયો. દરેક પરિસ્થિતિ તેની વિરૂદ્ધ ચાલી રહી હતી. અને અનંત જાતે જ કશું સમજી નહતો શકતો!..

એટલે કૌશલે બધી વાત સમજાવતાં કહ્યું " હું આટલાં દિવસથી ગામમાં નહતો તો તને શક ના થયો કે તારો મિત્ર થઈ ને તારાં જ લગ્નમાં કેમ ગાયબ છું?.. ખરેખર હું એ જ જાણવાં ગયો હતો કે ખરેખર આ રોહનની વાર્તા છે શું?.. કેમ તે અચાનક આવી ગયો અને બધાંની જીંદગીઓ ઉથલપાથલ થઈ ગઈ!.. ખરેખર તો અનંત રેવાનું તને લગ્ન માટે હા કહેવાંનું કારણ રોહનની ધમકી હતી!.. " અનંતે તરત પુછ્યું" શું બોલે છે તું?.. " કૌશલે હજું વધારે સ્પષ્ટ કરતાં કહ્યું" હા, રોહને રેવાને ધમકી આપી હતી કે જો તે તારી સાથે લગ્ન નહીં કરે તો રોહન રેવાની એટલે કે નિયતિની બહેન સાક્ષી સાથે લગ્ન નહીં કરે!..

રેવા એટલે કે નિયતિ અને રોહન પહેલાંથી જ એકબીજાને જાણતાં હતાં. કૉલેજમાં થયેલી મુલાકાતો સાથે જ તે એકબીજાને પસંદ કરવાં લાગ્યાં હતાં. નિયતિને રોહનનું બાઈક અને રોહનને નિયતિનું સુંદર મુખ અને વાતો આકર્ષણ અપાવી રહી હતી. પણ અચાનક રોહનને તેનાં પરિવારનાં કોઈ કારણથી દેશથી બહાર જવાનું થયું. પણ જ્યારે તે ત્રણ વર્ષ પછી પાછો આવ્યો તો તેણે નિયતિને પોતાનાં જુનાં રુપમાં જ જોઈ. તેણે જોયું કે તે હજું રોહનની રાહ જોઈ બેઠી હતી. અને ત્યારે તેને સમજાયું કે આ લાગણી માત્ર રોહને જ નહીં પણ નિયતિએ પણ ત્રણ વર્ષ સુધી સાચવી હતી. અને તેનાં આવવાની સાથે તેણે નિયતિને મળવાં બોલાવી. નિયતિને લાગ્યું કે રોહન પણ તેને પ્રેમ કરે છે તે કહેવાં બોલાવી હશે!. પણ કમનસીબે રોહન નિયતિ સામે તેની જ બહેન સાક્ષીને લઈ આવ્યો અને ક્હયું કે તે સાક્ષીને પસંદ કરે છે. નિયતિનાં પગ તળિયેથી જમીન સરકી ગઈ. પણ જ્યારે એકલામાં રોહનને પુછવામાં આવ્યું કે રોહને માત્ર તેનો ભાઇ એટલે કે તું અનંત.. તારો મનદુઃખ નો બદલો લેવાં સાક્ષીને ફસાવી હતી. પણ જ્યારે નિયતિએ આ વાતની જાણ સાક્ષીને કરવાની કહી તો રોહને તેને ગુસ્સામાં નદીમાં ફેંકી દીધી. અને આ એ જ દિવસ હતો જ્યારે એક અજાણ છોકરી તણાતી નદીમાંથી મળી હતી. અને જે રેવાનાં નામે જાણીતી થઈ. ખરેખર તો નિયતિનો રેવા તરીકે એક બીજો જન્મ થયો. પણ નસીબ સારાં ના હતાં કે તે પોતાની બધી મેમોરી ખોઈ બેઠી અને આપણી જોડે રહેવાં લાગી.
પણ જ્યારે રોહન આ ગામમાં પોતાનાં કામથી આવ્યો તેણે રેવાને જોઈ. રોહન તો રેવાને ઓળખી ગયો પણ રેવા રોહનને ઓળખી ના શકી. અને ધીમેં ધીમેં રોહને પોતાનાં ધમકીઓથી અને થોડો બહેનનો પ્રેમનો ઉપયોગ કરી તારાં માટે, તારી ખુશી માટે તેણે રેવાને લગ્ન માટે તૈયાર કરી. અને આજે જે થઈ રહ્યું છે તે આનું જ પરિણામ છે. " અનંત હોંશ ખોઈ રહ્યો હતો અને અચાનક પોતાનાં ઘુંટણીયે પડી ગયો.
તેની આસપાસ માત્ર વિશ્વાસઘાત સિવાય કશું નહતું દેખાય રહ્યું. રોહન અનંતની પાસે તરત આવ્યો અને ઢળી પડેલાં અનંતને સાચવવાની કોશિશ કરવાં લાગ્યો. પણ અનંતે ગુસ્સામાં આવી તેનો હાથ છટકારતાં કહ્યું" અડીશ નહીં મને!.. મારો ભાઈ અને આટલો મતલબી? તને એમ પણ વિચાર ના આવ્યો કે એક છોકરીનાં મનમાં શું વીતી રહી હશે?.. અને એકવાર ઓછું હતું કે તું બીજી વખત નિયતિનું મન તોડવાં આવી ગયો!.. શું બગાડ્યું હતું આ છોકરીએ તારું? ... અરે તારું છોડ મારું પણ કશું નહતું બગાડ્યું!... સાક્ષી અને મારાં વચ્ચે જે પણ થયું હતું તેમાં આ નિયતિની શું ભૂલ હતી?... તેં તેના મન સાથે પણ રમત કરી?.... ના..ના.. ના... આવો ભાઈ ના હોઈ શકે મારો!" "સાચું કહ્યું તેં અનંત!... તારો ભાઈ આવો ના હોઈ શકે!" કૌશલે અનંતનાં ખભે હાથ મુકતાં કહ્યું. પણ આ વાક્યનો અર્થ અનંતની સાથે રેવા પણ સમજી શકી નહીં. અને રેવાએ તરત પુછ્યું" શ..શું.. બોલે છે તું કૌશલ? બધું જ તો કહી દીધું તેં!.. હવે રોહનને કેમ બચાવે છે?" કૌશલે સમજાવતાં કહ્યું" કેમકે રોહનની કોઈ ભૂલ નથી આ બધામાં. ખરેખર તો તે પોતે પણ બીજાં કોઈકની ધમકીઓ પર કામ કરી રહ્યો હતો." "કોણ?" રેવાએ તરત પુછ્યું. કૌશલે બધી વાતનો ખુલાસો કરતાં કહ્યું" હા રેવા. જે દિવસે રોહન તને મળવાં આવ્યો હતો તે દિવસે તે ખરેખર તને પોતાનાં મનની વાત કહેવાં જ આવ્યો હતો. પણ તારી પાસે પહોચે તે પહેલાં જ તેને કોઈ એવી વ્યકિત મળી કે તે વ્યકિત એ કહ્યું કે રોહનનાં ભાઈને જે એટાલાં દિવસથી શોધી રહ્યો હતો. તેની તેને ખબર છે. અને જો આજે તે નિયતિ સાથે એક થયો તો તેનાં ભાઈ માટે સારું નહીં રહે. રોહન મજબુર હતો. પોતાનાં ભાઈ તરફનો પ્રેમ તેને તારાંથી દૂર લઈ ગયો. અને તે વ્યકિત ના કહેવાં પર જ તેણે તને નદીમાં પણ ધકેલી હતી." "કોણ હતું એ?" રેવાએ પુછ્યું. પણ કૌશલ મૌન બની ઉભો રહ્યો. એટલે રેવાની ધીરજ ખુટવાં લાગી. તે કૌશલનો હાથ છોડાવી રોહનનાં કૉલર પકડી ગુસ્સામાં પુછવાં લાગી" રોહન, આજે તારે તારું મોં ખોલવું પડશે... બોલ કોણ હતું જેનાં લીધે તેં મને છોડી દીધી!.. કોણ હતું જે આપણા સાથે રહેવાથી ખુશ નહતું?.." રોહન પણ નીચું માથું કરી મૌન ઉભો રહ્યો. રેવા નિયતિ બનવા લાગી હતી

તેણે રોહનને પોતાનાં મનની દશા સમજાવતાં કહ્યું" રોહન!.. તને ભાન પણ છે એ દિવસે મારી પર શું વીતી હતી! મારું મન તેં એ રીતે તોડ્યું હતું જેમ કોઈ કાચનું રમકડું. હું સમજી શકું કે તને અનંતની ચિંતા હતી. પણ તારે એવી તો શું મજબુરી હતી કે મને મારવાની જ કોશિશ કરવી પડી!. તને એકવાર પણ હાથ ના ધ્રુજ્યાં મને હાનિ પહોંચાડતાં. અને ચલો માની લીધું કે તેં જે કર્યું એ તારાં ભાઈ માટે હતું. પણ હવે તો અનંત તારી પાસે છે ને!.. તો હવે તો કહી દે તેનું નામ. મને એટલો તો હક્ક છે ને જાણવાનો!" રેવાનાં આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યાં. આ જોઈ રોહન બોલ્યો" એ વ્યકિત બીજું કોઈ નહીં પણ તારી બહેન સાક્ષી હતી નિયતિ!.. હા એ વાત સાચી હતી કે પહેલાં મેં તારી સાથે બદલો લેવાં જ મિત્રતા કરી હતી. પણ જેમ સમય વિતતો ગયો એમ તું મારાં માટે ખાસ બનતી ગઈ. અને પછી તો એક સમય એવો આવ્યો કે હું તને એટલું ચાહવાં લાગ્યો કે મને મારો કોઈ બદલો યાદ ના રહ્યો. અને એ દિવસે હું તને કહેવાં જ આવતો હતો કે હું તને પ્રેમ કરું છું. પણ સાક્ષી મને પસંદ કરવા લાગી હતી. અને તેની ચાહત એટલી વધી ચુકી હતી કે તેણે મારો ભાઈ અને તને પણ ના છોડ્યાં. એટલે એ દિવસે સાક્ષીને મોકો મળ્યો હતો તને રસ્તામાથી ખસેડવાનો. અને તેણે મારાં મારફતે તને મારવાની કોશિશ કરી. પણ તારાં નસીબ સારાં હતાં અને તું બચી ગઈ. " રોહનની વાતો સૂરની જેમ કાનોમાં ભોંકાય રહી હતી.

નિયતિ એટલી હતાશ બની ચુકી હતી કે તે પોતાને સંભાળી પણ નહતી શકતી. પણ કૌશલે તેને પોતાનામાં એમ જકડી રાખી જાણે કોઈ તેને ચોરાઈ ના શકે. નિયતિ જોર જોરથી રડવાં લાગી. તેનાં મોં માંથી એકપણ શબ્દ નિકળી નહતો રહ્યો. પણ તે પુછવાં માંગતી હતી સાક્ષીને કે આખરે તેની ભૂલ શું હતી?.. તે ધીમેથી પોતાને સાચવતી સાક્ષી સામે જઈ ઉભી રહી. પણ સાક્ષીને તેની ભૂલનો અહેસાસ થઈ ચુક્યો હતો. અને તે નિયતિ સામે બે હાથ જોડી ઉભી રહી. આ જોઈ નિયતિને કશું પુછવું યોગ્ય ના લાગ્યું. અને તે એકતરફ ખુણામાં જઈ બેસી ગઈ. થોડીવાર માટે બધું શાંત બની ચુક્યું હતું. તેનાં પિતા અને નિયતિ સદમામાં હતાં . પણ આ પરિસ્થિતિ બદલાઈ હતી તેનાથી ઘણાંબધાં લોકોનાં જીવન ઘુંચવાય ગયાં હતાં.

નિયતિ એ રસ્તે આવી ઉભી હતી કે તેની સામે ત્રણ લોકો ઉભાં હતાં જે તેને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતાં. કોનો ચુનાવ કરશે નિયતિ?..
પોતાનો પહેલો પ્યાર રોહન, અનંત કે કૌશલ જેણે તેને રેવા બનતાં ઘણી મદદ કરી!..



ક્રમશઃ