Jaane-ajane - 10 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (10)

નિયતિનાં મનમાં હજું એ જ બધી વાત ફરતી હતી. પોતાને આવો અનુભવ પહેલાં ક્યારેય નહતો થયો એટલે કેવી રીતે પોતાને સંભાળે એ ખબર જ નહતી. પેટમાં જાણે હજારો પતંગીયા એકસાથે ઉડતાં હોય તેમ લાગી રહ્યું હતું. હોઠો પર સ્મિત ખૂટતું નહીં , ચહેરાં પર નવજાત શિશુ માફક તેજ હતું. જમીનથી જાણે એક ફૂટ ઉંચી ચાલી રહી હતી અને આજે નાની નાની દરેક વાત તેને ખુશીઓની સોગાદ આપી રહી હોય તેમ અનુભવી રહી હતી.
"કાલે ફરી રોહનને મળવાનું છે.. શું વિચારતો હશે તે!... આજે જે બન્યુ એનાંથી મારી રોહન પર ખોટી છાપ તો નહીં પડે ને?... શું બોલીશ હું તેને?.... તે સામેથી મને કશું પુછી લેશે તો!... " આ દરેક વિચારો નિયતિને ઉંઘવા નહતી દીધી.
જોતજોતામાં સવાર પડી ગઈ પણ અને નિયતિ આખી રાત જાગી હતી. પણ માત્ર રોહનને મળવાનો એક ખ્યાલ તેને નવચેતનાં આપી રહ્યો હતો.
"આજે ભલે જે થશે એ.. હું મારી હીંમત અને પોતાની ધીરજ નહીં ગુમાવું. મેં સાક્ષી દીદીને રોહન વિશે કશું કહ્યું નથી.. આજે પણ હું જુઠ્ઠું બોલીને નીકળી છું.. પણ હું શું કરું! જો મેં દીદીને પહેલાથી જ આ બધાં વિશે વાત કરી હોત તો તે રોહનને એડીચોટીનુ જોર લગાવી સારી રીતે પૂછપરછ કરતી અને હજું મને પણ નથી ખબર કે રોહનનાં મનમાં મારાં માટે શું છે!.. પણ કોઈ વાંધો નહિ આજે બધી વાતનો ખુલાસો થઈ જશે પછી હું મારી અને રોહનની દરેક વાત દીદીને આરામથી જણાવીશ. " નિયતિ રસ્તામાં વિચારતી વિચારતી પાર્ક તરફ જતી હતી.
"આજે પણ હું જલદી આવી ગઈ!.. હજું રોહન દેખાતો નથી. હેં ભગવાન આજે બધું સારું કરજો.." નિયતિનું મન ગભરાય રહ્યું હતું. પણ તે સમજવા યોગ્ય નહતી કે આખરે આ ગભરામણ નું કારણ શું છે! પોતાનાં મનમાં ના ચાહતા છતાં રોહન માટે લાગણીઓના પૂર આવી ગયાં અને આજે પોતાનાં માટે રોહન શું વિચારે છે તે તેનાં વ્યવહાર પરથી ખબર હોવાં છતાં હજું કયી વાત મનને ખટકી રહી છે!.. નિયતિ પોતાને મનને કાબુમાં કરવાની યથાર્થ કોશિશ કર્યા પછી પણ નાકામિયાબી હાથમાં આવી રહી હતી.
એટલામાં રોહન પોતાની બાઈક પર દૂરથી આવતો દેખાયો. પોતે જાણે કોઈ પ્રદેશનો રાજા હોય અને પોતાનાં ઘોડા પર બેસી પ્રજાનાં મનને આકર્ષતો હોય તેમ લાગી રહ્યું હતું. રોહનને જોઈને નિયતિ માટે વાતાવરણ ખુશનુમા બની જતું અને આજે તો ઋતુ વગરનો વરસાદ વરસાવવા વાદળાં દોડધામ કરી રહ્યાં હતાં.
રોહને પોતાનાં બાઈક પરથી ઉતરી થોડે દૂરથી જ એક અવાજ આપ્યો " સૉરી... થોડું મોડું થઇ ગયું. પણ તારાં માટે જ એક ભેટ લેવા ગયો હતો. આજે જ એ પળ છે જ્યારે મારે તને કહેવું છે કે હા તું જ છું મારાં પ્રત્યેક ધબકારનુ કારણ, હા તું જ છું મારાં પ્રત્યેક નસમાં ફરતું રુધીર, તું જ છું મારી સવારની પ્રેરણા, મારી દરેક સ્મિતમાં ઝળકતી તારી છબી અને મારી વાતોમાં વર્તાતી તારી કમી... દરેક એ દરેક વાત પર તારો હક અને દરેક દુખમાં તારો સાથ આ દરેક વાત મને મજબુર બનાવે છે કે આજે હું કહું...."
રોહન એકદમ અટકી ગયો અને એકીટશે નિયતિ ઉભી હતી તે તરફ નજર માંડી રહ્યો. એક એક પગલું નિયતિ તરફ ભરતાં તેણે એક ઊંડો શ્વાસ લીધો અને એક મુસ્કાન સાથે ફરીથી બોલવાનું શરૂ કર્યું " દરેક વાત મને એ બોલવાં પર મજબુર કરે છે કે હું.... એટલે કે મારું જીવન હું તારી સાથે જ જોવ છું..કેમકે.. I.. I Love you...... " બસ..... રોહન ફરીથી ચુપ થઈ ગયો. નિયતિ રોહનની દરેક વાત એકદમ ધ્યાનથી સાંભળી રહી હતી. રોહન દ્વારા બોલાયેલા એક એક શબ્દ નિયતિનાં મનમાં ઉતરી રહ્યા હતાં. પોતે જે ત્રણ વર્ષ થી રાહ જોતી હતી અને ફક્ત સપનાંમાં જોતી હતી તે આજે સત્ય બની તેની સામે ઉભું છે. નિયતિની આંખમાંથી આંસુ નિકળવા લાગ્યાં. ફર્ક માત્ર એટલો હતો કે તે આંસુ ખુશીના હતાં.
રોહન ચાલતાં ચાલતાં નિયતિ તરફ વધી રહ્યો હતો અને જેવો જ તે નિયતિ પાસે પોહચ્યો નિયતિ કંઈક બોલવાની કોશિશ કરવાં લાગી પણ અચાનક રોહને નિયતિને અવગણી બે-ચાર પગલાં આગળ ચાલી નિકળ્યો. નિયતિ આશ્ચર્યથી તેની તરફ પાછળ વળી અને પાછળ જોતાં જ તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.....નિયતિની આંખો પોહળી થઇ ગઈ અને પોતાનાં પગ પરથી ધારણ ગુમાવી જમીન પર પટકાતા બચી ગઈ.
એવું તો શું જોયુ નિયતિ એ?!!....


ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED