Jaane - Ajaane - 4 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (4)

           રોહનનો છેલ્લો મેસેજ નિયતિને દિલમાં ઘા કરી ગયો. રોહન પ્રત્યેનો દરેક રોષ તેનાં મનમાંથી નીકળી ગયો. અને એક સુંદર મુસ્કાન તેનાં ચહેરાને ચમકાવા લાગી. એટલી હદ સુધી પોતાની ભૂલ દેખાયી કે નિયતિનાં આંખમાંથી આંસુ નિકળી આવ્યાં. હવે માફી માંગવી જરૂરી હતી એટલે નિયતિ પહેલી વાર હસતાં મુખે એક છેલ્લો મેસેજ લખવાનું શરૂ કર્યું " રોહન, તારી દરેક વાત પર મને ભરોસો છે. તું તો કદાચ તારાં સ્વભાવ પ્રમાણે વર્તતો હતો પણ મને જ સમજવામાં ભૂલ થઈ ગઈ. જે વ્યક્તિ છોકરીની અને મહીલાની સમાજમાં કોઇ ઈજ્જત સમજતો હોય તે કોઇ વખત કોઇને હાની ના પહોચાડી શકે. કદાચ આ વાત સમજતાં મને વાર લાગી અને તેની આડમાં મેં તને ખરું ખોટું સંભળાવી દીધું. જો શક્ય હોય તો મને માફ કરજે. અને મારાં લીધે કોઇ બીજી છોકરીનાં ચરિત્ર પર શક ના કરતો પ્લીઝ. આ મારો છેલ્લો મેસેજ છે અને છેલ્લી request પણ... જો શક્ય હોય તો માની લેજે. Sorry for everything..." 
           રોહન ખુશ હતો કે તેનું કામ પુરું થયું. પોતાનાં પર લાગતાં દરેક આરોપ દુર થયાં. અને એક છેલ્લો મેસેજ રોહન તરફથી હતો કે " sorry બોલવાની નાં કોઇ જરુર છે કે સાંભળવાની ઈચ્છા. અને મેં તને પહેલાં દિવસે પણ ખોટી નહોતી સમજી કે નાં આજે સમજી. છોકરી તરીકે તેં જે કર્યું એ તારો સ્વભાવ પણ હતો અને તારી ફરજ પણ. હવે ધ્યાન રાખજે તારું અને આ ડાયરી પણ તારી સાથે રાખજે. જો ભવિષ્યમાં કોઇ જાતની મદદ કે કોઈ જાતની વાતની ઈચ્છા હોય તો મને જરૂર યાદ કરજે. ફ્રેન્ડ કે ભાઈ નથી તો શું થયું એક ઓળખીતો અજનબી તો છે. Take care...."
         નિયતિને એક અળવીતરો પણ સુંદર સંબંધ મળી ગયો હતો અને તે ખુશ હતી. બધું જ પોતાની પહેલાંની જીંદગી જેમ સરળ થઈ ગયું હતું. બંને પોતાનાં રસ્તે ફરીથી નિકળી પડ્યા. ઘણાં દિવસોથી આમ ડાયરીમાં વાતો થતી હતી અને એ એક આદત પણ બનવા લાગી હતી. રોજ સવાર-સાજ ડાયરી લખવી, મૂકવી, વાંચવી એ બધું કોઇકને કોઇ ખૂણે નિયતિ અને રોહન બંને માટે ટેવ બની ગઇ હતી. બંને ભલેને પોતાની વાત સાબિત કરવા માંગતા હતા પણ સાબિતીની આડમાં એક બંધન ઉછરી રહ્યું હતું. અને હવે આ વાતચીત પણ બંધ થઈ ગઈ. કોઇક અંશે બંનેને એ વાતનો અહેસાસ થવાં લાગ્યો. નિયતિ જે પોતાની લાઈફમાં ખોવાયેલી રહેતી હતી તે હવે અલગ જ વિચારોમાં ડૂબવા લાગી . કોઇની વાતનું ધ્યાન નહીં અને કોઈની વાતનો જવાબ નહીં. દરેક વાત પર ચીડ આવી જાય અને પોતાની જ ભીતરમાં કશુંક શોધ્યા કરે. બીજી તરફ રોહનની હાલત પણ મહદ્દઅંશે સરખી જ હતી. પોતાની જાત અને વાત સાબિત કરવામાં નીકળતો બધો સમય હવે એક ક્ષણ પણ આગળ વધતો નહતો. શું કામ કરે સમજાય જ નહીં. દરરોજ એક ડાયરીની તડપ તેને અંદરથી કોતરી રહી હતી.
          બંનેની હાલત સરખી હતી પણ તે પોતાની ભાવનાઓથી અજાણ હતા. ના કોઈ ફોન નંબર ના કોઈ વખત મળવાનું કે ના કોઈ ડખલગીરી. છતાં એકબીજાનાં જીવનમાં મહત્વ ધરાવવા લાગ્યાં હતાં. નિયતિને ઘણીવાર વિચાર આવે કે હું ડાયરી લખું પણ રોહન શું વિચારશે અને વાત શું કરશે તે ડરથી હાથ બંધાય જાય. રોહનને પણ વિચાર આવે કે આજે હું તેની રાહ જોતો બેસી રહું. આવે તો એકવાર વાત કરું. પણ ફરી તે મારી પર શક કરશે તો! તેને આ વાત પસંદ નહીં આવે તો!.. ફરીથી ડર તેની પર કાબુ કરતો. આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું અને હવે સહનશક્તિની હદ આવી ગઈ. પોતાનાં હાથ પોતાની કાબુમાં નહતાં. એક મેસેજ અભાન અવસ્થામાં લખાય ગયો. "શું પ્રશ્ન વગરની મુલાકાત શક્ય છે?, શું ધારણા વગરની વાતો શક્ય છે?, શું લોભ વગરની સમજણ શક્ય છે?.... " નિયતિએ બધું લખ્યું પણ સાફ શબ્દોમાં મળવા ના કહ્યું. તે જોવાં માંગતી હતી કે તે બંન્ને વચ્ચેનો તાલમેલ કેવો છે!. ડાયરી મુકી બસ એક રાહ જોવાય રહી. રોહનનાં જવાબની .... આખો દિવસ પસાર થઈ ગયો પણ કોઈ જવાબ નહીં.


ક્રમશઃ 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED