jaane-ajaane - 50 books and stories free download online pdf in Gujarati

જાણે- અજાણે (50)

રેવાએ ઉંડો શ્વાસ ભરતાં કહ્યું " કે હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. હું તારી સાથે આખું જીવન વિતાવવા તૈયાર છું. " અનંતને પોતાનાં કાન પર વિશ્વાસ નહતો થતો પણ એ સાચું હતું. અને રોહને રેવાને ઈશારો કર્યો " સરસ ". અને રેવા ત્યાંથી ચાલી ગઈ. આ વાતથી ખુશ બનેલાં બે વ્યકિત અનંત અને રોહન હતાં. પણ આ જ વાતથી બીજાં બે વ્યકિતનાં જીવન ઉજ્જડ બનવાનાં હતાં એટલે કે કૌશલ અને પ્રકૃતિ!...

રેવાની વાત સાંભળી અનંત આખા ગામમાં ગજવણી કરવાં નીકળી પડ્યો. ગામનાં દરેક લોકોને કહેવાં લાગ્યો. અને જાણે- અજાણે આ વાત કૌશલ , રચના અને પ્રકૃતિ સુધી પહોંચી ગઈ .

રચનાને ખબર પડતાં તે સફાળી જાગી ગઈ અને ગભરાંતા- અટવાતાં રેવાને શોધવાં નિકળી પડી. પ્રકૃતિ અને કૌશલની પગ નીચેથી તો જમીન જ જાણે સરકી ગઈ હતી. થોડીવાર માટે તો તે સુન્ન બની ચુક્યાં હતાં. પણ આ બધી વાતની જાણ વંદિતા કે દાદીમાં અને નિયતિનાં પિતા- બહેનને નહતી થઈ. રચનાએ અનંતને અટકાવવાની કોશિશ કરી પણ તે રોકાયો નહી એટલે રચનાએ જલદીથી જલદી રેવાને શોધી વાત કરવુનું જરૂરી બનતું જતું હતું. પણ રેવા કોઈ જગ્યાએ મળી નહતી રહી. ના જાણે ક્યાં છુપાયને બેઠી હતી. શું જાણે રેવાનાં મન પર શુું વીતી રહી હતી. કોઈપણ મનમાં વસેલી વસ્તુ છોડવું અને એ કર્યાં પછી પણ અઢળક લોકોને દુઃખી કરવાનો ભાર સહન કરવો સહેલો નથી હોતો. આ તરફ અનંતે દાદીમાં અને નિયતિનાં પિતાને બધી વાત જણાવી દીધી હતી અને એ વાતને માનવી તેમનાં માટે પણ સહેલી નહતી. બીજી તરફ એડી ચોટીનું જોર લગાવી રચનાએ રેવાને શોધી. દર વખતની જેમ થોડી સહેમી થોડી ગભરાયેલી રેવા કહો કે નિયતિ કહો પણ આજે તેની હાલત પણ પોતાનાં હાથમાં નહતી પોતાનું જીવન પોતાનાં હાથે કચરી નાખ્યું . અને હવે બધાં લોકોનાં પ્રશ્નો ભરેલી નજરોનો સામનો કરવાની તાકાત નહતી. રચનાએ એક ખૂણાંમાં દૂનિયાથી છુટાયેલી રેવાની તરફ હાથ લંબાવી કહ્યું" રેવા....બહાર આવ.... મારો હાથ પકડ અને બહાર આવ. શું થયું છે મને આખી વાત જણાવ. " રેવાએ રડી રડીને સોજાયેલી આંખો સહેજ ઉંચી કરી અને રચનાનાં હાથ તરફ જોયું. આવાં હાથ પહેલાં પણ બે વખત મળ્યા હોય તેમ ભાસી રહ્યું. એક જુની યાદનો હણકો રેવાને આવવાં લાગ્યો. એક દાદા . જે તદ્દન અજાણ હતાં છતાં રોહનનાં આપેલાં દુઃખ સામે લડવાની હિંમત આપી ગયાં હતાં. બીજી વખત જ્યારે રેવા નામને અપનાવાનો સમય આવ્યો હતો ત્યારે અનંત તરફથી મળેલાં હાથે તેને હિંમત આપી હતી . પણ આજે શું ખબર હતી કે ફરીથી અનંત અને રોહનનાં લીધે જ કોઈકનાં હાથની જરુર પડવાની હતી. અને આજે રચનાનો હાથ જોઈ રેવા ભાવુક બની અને કોશિશ કરવાં છતાં તે પકડી નહતી શકતી. પણ રચનાએ હાર ના માની. પોતાની ધીરજ જકડી રાખી અને રેવાનો હાથ પકડી તેને બહાર ખેંચી. રેવા રચનાને જોઈ ધ્રુસકે ચડી રડવાં લાગી અને બોલવાં લાગી" દીદી... મારું જીવન તો છીનવાય ગયું. હું મારી બધી ખુશીઓની અને ઈચ્છાઓનો અંતિમસંસ્કાર કરી ને આવી . હવે જીવવાં માટે કશું નથી રહ્યું. કૌશલે આપેલાં જીવનમાંથી આજે કૌશલને જ બહાર ધકેલી દીધો..... એ...એણે બચાવી હતી ને મને... આજે મેં તેનો રુણ ચુકવી દીધો.. અને એ પણ વ્યાજ સહીત દુઃખ આપીને...." રચના માત્ર રેવાને સાંભળી સ્તબ્ધ બનતી રહી. શું બોલે સમજાતું જ નહતું.

રેવા અને કૌશલનું એક સંબંધ રુપી અંકુરણ ફૂટતાં જોયું હતું. પણ એ નાનાં કુમણાં છોડને પરિસ્થિતિએ કચડી નાખ્યું. હવે તેને ખોટી આસરૂપી પાણી આપવાનો કોઈ મતલબ હતો નહીં. રચનાએ રેવાને ચુપ તો કરાવી પણ મનનાં ઉંડાણમાં તે પણ જાણતી હતી કે શું થઈ ચુક્યું છે. અને શું પરિણામ આવવાનું છે. બીજી તરફ કૌશલ રેવાને શોધતો નિકળ્યો અને ગુસ્સામાં પ્રકૃતિ પણ રેવાને શોધી રહી હતી. પણ જ્યારે નસીબ સારાં ના હોયને તો બધું ખરાબ જ બને. અને રેવા પહેલાં કૌશલને પ્રકૃતિ ભટકાઈ ગઈ. અને કૌશલથી પુછાંય ગયું કે રેવાને જોઈ છે?... બસ.... ત્યાં પ્રકૃતિનો ગુસ્સો ફાટી નિકળ્યો. અને બોલી" હા... મેં તો તેને ઘણાં લાંબાં સમય પહેલેથી જોઈ છે. અને ઓળખી પણ લીધી છે. બસ તમને જ તેને ઓળખવામાં ભૂલ કરતાં આવ્યાં છો. " " શું બોલે છે તું?... સરખું કે..." કૌશલને કશું સમજાતું નહતું. એટલે પ્રકૃતિએ બધી વાત કહેવાની શરુ કરી. અનંતનાં ઘરેથી જોઈ ત્યાંથી લઈ તેણે રેવા વિશેની બધી વાત કરી. અને રેવા પ્રત્યેનું ઝેર કૌશલનાં મનમાં પણ નાખી દીધું. જેમ જેમ કૌશલને જુની વાતની કડીઓ જોડાતી ગઈ તેમ તેમ તેને રેવાનું દરેક આશ્ચર્યજનક વર્તન પાછળનું કારણ સમજાતું ગયું. તેને સમજાવાં લાગ્યું કે રેવાએ આજ સુધી તેને કેટલી વાતોથી અંધારામાં રાખ્યો છે. અને તે સમજવાં લાગ્યો કે રેવાએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને કૌશલ પણ ગુસ્સામાં ભરાય આવ્યો અને રેવાને શોધવાનું છોડી ત્યાંથી ચાલ્યો ગયો. પણ પ્રકૃતિને હજું બધાં જવાબો જોઈતાં હતાં. એટલે તે રેવાને શોધતી રહી.

રચના રેવાને ઘેર લઈ આવી. અને દાદીમાં અને તેનાં પિતાને ઈશારાંથી કહ્યું કે હમણાં કશું ના પુછશો. થોડો સમય રેવાને એકલી રહેવાં દો. અને તે બધાં રૂમની બહાર આવી ગયાં. વંદિતાં હજું આ વાતથી અજાણ હતી. પણ તેને જ્યારે ખબર પડશે તો તે કદાચ પ્રકૃતિ અને કૌશલ કરતાં પણ વધારે અસરકારક વર્તન કરશે આ વિચારી રચના વંદિતા પાસે પહોંચી. તેણે બધી વાત વિસ્તારે સમજાવી. અને વંદિતાને શાંત કરી. તેનાં બધાં પ્રશ્નોનાં જવાબને સંતોષ્યાં. જેથી તે રેવાને કોઈ પ્રશ્ન ના કરે. આખો દિવસ પુરો થવાં આવી ગયો હતો. અને હજું પ્રકૃતિ રેવાને મળી નહતી. એટલે રચનાએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને પ્રકૃતિને સમજાવવાની કોશિશ કરી . પણ તે વધારે સફળ ના રહી. તે માત્ર એક રાત માટે જ તેને રેવાથી દુર રાખી શકી. અને નવાં દિવસની શરૂઆત થઈ. વહેલી સવારે જોર જોરથી કોઈ અવાજ આવવાં લાગ્યો હતો. બધાંની ઊંઘ તુટી અને અવાજ તરફ ધ્યાન ખેંચાયું. ગામનાં ચોતરે રેવા ઉભી ઉભી ઢોલ વગાડી રહી હતી. અને બધાને જગાડી રહી હતી. બધાં ધીમેં ધીમેં ભેંગા થઈ ગયાં. તે ભીડમાં દાદીમાં, જયંતિભાઈ , અનંત, કૌશલ, પ્રકૃતિ, રચના, વંદિતા, સાક્ષી અને સરપંચજી પણ હાજર હતાં.
સરપંચજી: ઓય છોકરી... કેમ આટલો અવાજ કરે છે સવાર સવારમાં?
દાદીમાં: દિકરાં .... શું કરે છે તું?.. નીચે આવ. અને આ ઢોલ મુકી દે. બધાં જોવે છે તને!.
રચનાઃ શું થયું રેવા. શું કરે છે?.. નીચે આવ જલદી!....
રેવા ( થોડું હસીને): અરે.... બસ..બસ... એકસાથે આટલાં પ્રશ્નો કરો છો. મને તો બોલવાનો મોકો આપો. કશુંક કહેવું છે મારે એટલે ઢોલ વગાડી જગાડ્યાં બધાને!..
સરપંચજી: શું કહેવું છે?
રેવા: સરપંચ કાકા... તમને યાદ છે થોડાં સમય પહેલાં હું આ ગામમાં આવી હતી. પોતાની બધી યાદો પણ ભૂલી ચુકી હતી. અને તમેં મને સહારો આપ્યો હતો?... અને કહ્યું હતું કે મારી બધી જવાબદારી તમાંરી રહેશે. હવે આજે એ જવાબદારી પુરી કરવાનો સમય આવી ગયો છે.
સરપંચજી: એટલે?...
રેવા: એટલે એમ કે... થોડાં દિવસ પહેલાં અનંતે મને પુછ્યું કે શું હું તેની સાથે લગ્ન કરીશ?.. અને મેં તેને હા કહી દીધું છે.. હવે તમારે મારું લગ્ન અનંત સાથે કરાવવાનું છે. તે જવાબદારી પણ ઉઠાવવી પડશેને તમારે!...

ભીડની વચ્ચે ગુણગુણ વાતો થવાની શરું થઈ ગઈ. આ કેમનું એકદમ?.. જાતે જ પોતાનાં લગ્નનાં ઢોલ પીટે છે!.. અનંતે તેને પુછ્યું?.. લાગતું નથી આટલો સીધો છોકરો કોઈ છોકરીને પણ જોવે!.. વગેરે વગેરે જેવી વાતો ઉભરાયને સંભળાય રહી હતી. અવાજ વધ્યો એટલે રેવાએ ફરીથી ઢોલ વગાડવાનું શરૂ કર્યું. અને બધાં શાંત બન્યા એટલે ..

રેવા: હવે બધાં ધ્યાનથી સાંભળો... મારાં લગ્ન ધુમધામથી કરાવવાનાં છે. અને હું ચાહું છું કે લગ્ન એક અઠવાડિયામાં જ થઈ જાય. એટલે આજથી જ કામકાજ ચાલું કરી દો.
દાદીમાં અને જયંતિભાઈ કશું બોલ્યાં નહિ. કદાચ તે ગામ વચ્ચે કોઈ ફજેતી નહતાં માંગતાં. એક તરફ અનંત આ વાતથી ખુશ હતો અને બીજી તરફ કૌશલ અને પ્રકૃતિનાં મનમાં રેવાનાં વાક્યો ભાલાની જેમ ભોંકાતાં હતાં. રચના અને વંદિતાંનાં મનમાં પ્રશ્નોના ઘોડાપૂર આવવાં લાગ્યાં હતાં.
દરેકને રેવાનો આ બદલાયેલો સ્વભાવ આશ્ચર્યજનક લાગતો હતો. પણ કોઈ નહતું જાણતું કે કેમ એક જ રાતમાં આટલો પરિવર્તન આવી ગયો.

ઘેર તેની માટે ઘણાં પ્રશ્નો સાથે દાદીમાં અને તેનાં પિતા રાહ જોઈ બેઠાં હતાં. શું જવાબ આપશે રેવા?....



ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED