Jane-ajane - 6 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (6)

નિયતિનાં મનમાં જોરથી ઘા થયો આ દરેક વાતોનો. પણ કોઈ જાતની હલચલ મોંઢે લાવ્યાં વગર તેણે રોહનને શાંત કર્યો અને બોલી " હા તો એમાં શું દુઃખ કરવાનું!.... તારું ભવિષ્ય સુધરી જશે ત્યાં જઈને. અને એક ના એક દિવસ તો તારે જવાનું જ હતું ને... મને મળ્યાં પહેલાથી નક્કી હતું તો હવે આંખમાં આંસુ કેમ?!... અને તારાં દાદાજીએ મહેનત કરી તારાં પપ્પા અને કાકાને ભણાવ્યા, દરેક જરુરીયાત પુરી કરી. હવે તેમની દરેક ઈચ્છા પૂરી થવી જોઈએ. " નિયતિ પોતાની શ્રેષ્ઠ કોશિશ દર્શાવી. "પણ નિયતિ.... તું સમજતી નથી મારી દ્વિધા. મારો અહીં થી ચાલ્યું જવું એટલે આપણી મુલાકાત અને વાત બંધ. મને આદત થઇ ગઈ છે હું તારાં વગર..." રોહન બોલતા બોલતા અટકી ગયો. "આદત બદલી શકાય છે. પરિવાર નહિ. અને મને વિશ્વાસ છે તું મને ભૂલવામાં સફળ જરૂર થઇશ. " નિયતિએ દિલ પર પત્થર મુકીને કહ્યું.
ઘણી માથાકૂટ કર્યાં પછી રોહન માની ગયો. મન તો હજું કચવાતું હતું પણ છતાં તેણે હિંમત રાખી. "હવે તો હું ચાલ્યો જઈશ તો એ પહેલાં તું મારી એક વાત માનીશ? " રોહનની વાતોમાં આશા દેખાયી. "હા જરૂર...તું બોલને..."નિયતિએ તરત જવાબ આપ્યો. "આપણે બન્ને જાણીયે છીએ કે આપણી મુલાકાત પાછળ કેટલાં નિયમો હતાં. જેમાંથી એક હતો કે એકબીજા પ્રત્યે કોઈ ઈચ્છા નહીં રાખીયે. અને આપણે માત્ર ટુંક સમય માટે મળીયે. પણ એક વખત..માત્ર એક વખત મારી સાથે કૉફી પીવા આવીશ?!" રોહન નીચી નજરે બોલ્યો. નિયતિ પાસે ના બોલવાનું કોઇ કારણ જ નહતું. એટલે તેમે દુઃખ માં ભીની પાંપણે અને હસતાં હોઠો એ હા પાડી.
"આજનો દિવસ હું નિયતિ માટે ખાસ બનાવી દઇશ." રોહન વિચારતો વિચારતો કૅફે પોહચ્યો. થોડીવારમાં નિયતિ કૅફેમાં આવી. નિયતિનાં અહેસાસ માત્રથી રોહન અવગત થઈ ગયો હોય તેમ તરત પાછળ વળ્યો. કાળા પોશાકમાં નિયતિ સ્વર્ગની અપ્સરાથી પણ વધારે સુંદર લાગતી હતી. તેનાં ખુલ્લા કેશ રોહને પહેલી વાર જોયા હતાં. હવામાં ધીમેથી ઉપર ઉચકાતા તેનાં વાળ તેની સુંદરતામાં આગવું મહત્વ ધરાવી રહ્યા. ઉંચી હિલ્સનાં સેંડલ તેની ચાલ શોભાવી રહ્યા હતાં. રોહન પોતાનો કાબુ ગુમાવી રહ્યો અને બધું વિસરી માત્ર નિયતિને જોતો રહી ગયો. "Sorry sorry.. મોડું થઇ ગયું. " નિયતિ જલદીથી રોહન પાસે આવી. "ખુબ જ ખુબસુરત લાગે છે તું આજે! " રોહને સજાગતાથી કહ્યું. જવાબમાં માત્ર શરમાળ ભર્યું સ્મિત આપ્યું. "કૉફીનો ઓર્ડર પહેલાથી જ આપી દીધો છે ને?!." નિયતિ એ પુછ્યું. વૅટરને જોતી " લો આવી ગઈ કૉફી."... "કોઈ તકલીફ તો નથી પડી ને આવવામાં? " રોહને વાતની શરૂઆત કરી. "ના ના મને શું તકલીફ પડવાની હતી!... હું તો પ્રોબ્લેમથી બચવાનો જુગાર તૈયાર જ રાખું. " પોતાને મહત્વ આપતાં નિયતિ એ જવાબ આપ્યો. બન્ને કૉફીની મજા લઈ રહ્યા હતાં. બેકગ્રાઉન્ડમાં ધીમું મધુર સંગીત વાગી રહ્યું હતું. થોડી હસી મજાક કરતાં કરતાં રોહન એકદમ ચુપ થઈ ગયો અને ઉદાસ પણ. "શું થયું રોહન? કશું વિચાર કરે છે? " નિયતિ ગભરાઈ ગઈ. "બસ એ જ કે હવે આવો મોકો , આવી વાતો અને આવું હાસ્ય ફરી મળશે કે નહિ! પાંચ દિવસમાં મારે લંડનની ફ્લાઇટ છે. પપ્પા એ વિચાર્યું છે કે અમે બે દિવસ પહેલાં જ મુંબઈ પહોંચી જઇએ અને ફરી લઇએ. પછી મુંબઈ એરપોર્ટથી રવાના થઈશું આગળ માટે. એટલે કુલ ગણીને મારી જોડે બે જ દિવસ છે અહીંયા. તેમાં પણ પેકીંગ કરવાનું અને બાકીની ખરીદી કરવાની છે. અને....." રોહને એક ધીમો શ્વાસ લીધો અને અટકી ગયો.
"અને શું? " નિયતિ રોહનની વાત ધ્યાન થી સાંભળી રહી. "અને કદાચ આ આપણી છેલ્લી મુલાકાત છે. પછી મને દોડધામમાં ટાઇમ નહીં મળે. " રોહને વાક્ય પૂરું કર્યું. નિયતિ અંદરથી ઉદાસ હતી પણ રોહન વધારે ઉદાસ ના થાય એટલે ખુશી દેખાડી રહી હતી. "અરે રે રે..... બિચારા રોહનનું શું થશે જીવનમાં મારાં વગર....! જાતે તો બોરીંગ માણસ છે જ હવે લંડનનાં લોકોને પણ બોરીંગ કરી દેશે...." નિયતિ હસતાં હસતાં બોલી. રોહનનું ધ્યાન ભટકાવવાની અને પરિસ્થિતિને હળવી કરવાની કોશિશ કરી રહી. રોહન જોરથી હસ્યો અને કટાક્ષમાં બોલ્યો "તું ચિંતા ના કરીશ હો મહાન માણસ. લંડનનાં લોકો તારાથી વધારે બુધ્ધિશાળી છે તે મારાથી હેરાન નહીં થાય. તું તારી ચિંતા કર..... વધારે નુકશાન તો તારું જ છે. હું હતો તો થોડી સમજદાર બની છું નહીં તો....." "નહીં તો શું હેં?!" નિયતિ થોડી ઉગ્ર બની. "નહીં તો બુદ્ધિ નામની વસ્તુ જ ક્યાં હતી? " રોહન જોર જોરથી હસવા લાગ્યો. નિયતિને પોતાનો બનેલો મજાક કરતાં રોહનનો હસતો ચહેરો જોઈને ખુશી થઈ. અને મજાકની લય તોડી નહીં વધારે ઉમેર્યું " હા હા તમે તો સંત માણસ અને અમે નોર્મલ માણસ.... ખરેખર તમે તો માણસ જાતિમાં જ ના આવો. " "બિલકુલ, તમારા જેવા માણસનાં જાતિમાં તો ના જ આવું હો..!. તમને સુધારવા માટે જ મારાં જેવાનો જન્મ થયો છે " રોહને વાત આગળ વધારી. "અને એટલે જ તું સુધરી નહીં જવ ત્યાં સુધી પીછો નહીં છોડું તારો. " નિયતિને વાતમાં બે મતલબ જણાયાં એટલે ચોખવટ કરવાં કહ્યું. રોહને ફરીથી વાત સમજાવી "દુર જવ છું તેનો મતલબ એ નથી કે ફરી ક્યારેક પાછો નહીં આવું. મારી એક અનમોલ ખજાનો મુકીને જઉં છું તો તેને બહુ જલદી લઈ જઇશ. નિયતિ તરફ રોહનની નજરમાં ચોખ્ખું દેખાતું હતું કે નિયતિ રૂપી ખજાનાની વાત કરે છે.



ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED