Rahasy - chaa no cup books and stories free download online pdf in Gujarati

રહસ્ય - ચા નો કપ

" રહસ્ય - ચા નો કપ " અનુરાગ ના મોબાઈલ ની રીંગ વાગી.. અને અનુરાગે જોયું..ઓહો.શ્વેતા નો ફોન...જલ્દી થી ફોન ઉપાડ્યો.. અને બોલ્યો," હેલ્લો શ્વેતા...બોલ " સામે થી શ્વેતા બોલી," અનુરાગ ,મારે આજે તારૂં ખાસ કામ છે.જો આજે રવિવાર છે અને સાંજ થવા આવી છે.. આપણે એક કલાક માં આપણે મલીએ છીએ એ જગ્યા એ મલીશુ.. હું આપણા સંબંધો વિશે વાત કરવા માગું છું.. મેં મારા પપ્પા, મમ્મી ને જણાવ્યું છે..બોલ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છું ને?". " ઓહો..ડીયર તારા જેવી છોકરી લગ્ન કરવા માંગતી હોય તો કોણ ના પાડે ? હું એક કલાક માં આવું છું....પણ બોલ...જો હું ના હોઉં તો...તો..." ...." એમ ના બોલ. અનુરાગ.. હું તને ખુબ ચાહું છું.". " પણ..જો હું ના હોઉં તો તારી પહેલી પસંદગી કોણ?. " " અનુરાગ મજાક ના કર....પણ જો તું પુછે છે તો કહું ઓફ કોર્સ..." આટલું બોલે છે ત્યાં અનુરાગ ના ઘર માં ડોરબેલ વાગી... અનુરાગ બોલ્યો," શ્વેતા પછી વાત કરૂં કોઈ આવ્યું લાગે છે." અને મોબાઇલ બંધ થયો...... અનુરાગ અને શ્વેતા બે વર્ષ થી એક બીજા ને ઓળખતા હતા.અને મિત્રતા પ્રેમ માં પરિણમી.. અનુરાગ શહેરમાં એક જુના ફ્લેટ માં ભાડે રહેતો હતો....... શ્વેતા તેના અને અનુરાગ ના સંબંધો ને કાયમી મોહર મારવા માંગતી હતી... પંદર મિનિટ પછી શ્વેતા એ અનુરાગ ને ફોન કર્યો..પણ મોબાઇલ ની રીંગ વાગ્યા કરતી હતી.. શ્વેતા ચમકી.કે અનુરાગ કેમ ફોન ઉપાડ્યો નથી?. મન માં શંકા કુશંકા થવા લાગી.અનુરાગે વિચાર તો માંડી વાળ્યો તો નથી ને!. અને શ્વેતા અનુરાગ ને મલવા તેના ફ્લેટ પર પહોંચી..ડોર બેલ વગાડી. દરવાજો ખોલ્યો નહીં.. શ્વેતા એ દરવાજા ને ધક્કો માર્યો.દરવાજો ખુલી ગયો..ગભરાયેલી શ્વેતા રૂમ માં દાખલ થ ઇ. સોફા પર અનુરાગ ઢળી પડ્યો હતો.શ્વેતા એ અનુરાગ ને ઢંઢોળવા પ્રયત્ન કર્યો.પણ અનુરાગ ના શ્વાસ ચાલતા નહોતા.. આ જોઈ ને શ્વેતા ગભરાઈ અને પોલીસ સ્ટેશન માં ફોન કર્યો.... થોડીવાર માં પોલીસ આવી.. ઇન્સ્પેક્ટરે અને અન્ય પોલીસે અનુરાગ ને જોયો.તે મૃત્યુ પામ્યો હતો.. ઇન્સ્પેક્ટરે આખા ફ્લેટ ની તપાસ કરી તો કીચન માં પીધેલા બે ખાલી કપ હતા.એક ચા નો અને એક કોફી નો.. ઇન્સ્પેક્ટરે શ્વેતા નું બયાન લીધું અને પુછ્યું કે અનુરાગ ચા કે કોફી પીએ છે.શ્વેતા એ કહ્યું અનુરાગ કોફી જ પીએ છે..હા તેનો મારી સાથે ફોન ચાલતો હતો ત્યારે એના ફ્લેટમાં કોઈ આવ્યું હતું..અને અનુરાગ તો એકલો રહેતો હતો.તે ચા કે કોફી ઘરે બનાવતો નહોતો.... ઇન્સ્પેક્ટરે લાશ ને પોસ્ટ મોર્ટમ માટેઅને ચા ,કોફી ના કપ ને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા... ગમગીન થયેલી શ્વેતા ઘરે ગઈ. જરૂર પડે પોલીસ સ્ટેશન આવવા ઇન્સ્પેક્ટરે કહ્યું... અને ચતુર ઇન્સ્પેક્ટર નજીકના ચા ના સ્ટોલ પર તપાસ કરવા ગયો..તો નજીક ના સ્ટોલ પરથી ખબર પછી કે એક ભાઈ ,જે અવારનવાર આ અનુરાગ ના ઘરે આવતા હતા.એે ચા અને કોફી અહીંથી લઈ ગયા હતા. પોલીસે એનો હુલીયો પુછ્યો.. અને ચા ના સ્ટોલ વાળા એ બતાવ્યા મુજબ નો સ્કેચ બનાવ્યો... અને બીજા દિવસે ઇન્સ્પેક્ટર શ્વેતા ના ઘરે ગયા અને સ્કેચ ફોટો બતાવ્યો.. શ્વેતા આ ફોટો જોઈ ને ચોંકી અને બોલી ..ઓહો...આ તો અમારો કોમન મિત્ર મોહિત છે.અને મોહિત ને ચા પીવા નો શોખ છે..... બીજા દિવસે પોસ્ટ મોર્ટમ નો રિપોર્ટ તેમજ ચા, કોફી નો રિપોર્ટ આવી ગયો.. અનુરાગ નું મૃત્યુ કોફી માં ભળેલા ઝેર થી થયું હતું..... અને તરતજ ઇન્સ્પેક્ટર મોહિત ના ઘરે પહોંચ્યા.મોહિત ની ધરપકડ કરી... પુછપરછ માં મોહિતે જણાવ્યું કે એ પણ શ્વેતા ને પ્રેમ કરતો હતો.. આજે શ્વેતા અનુરાગ સાથે લગ્ન કરવા ની વાત કરવાની હતી.તે પહેલાં મોહિતે ઈર્ષા વશ ઝેર આપી ને અનુરાગ ને મારી નાખ્યો હતો.....બસ એક કપ ચા નો અને કોફી નો કપ....ના લીધે પકડાઈ ગયો... @ કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED