Revenge-Prem Vasna Series - 2 - 57 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 57

પ્રકરણ - 57
રીવેન્જ
પન્નાબ્હેન અને સુમિધસિંહ વરસો પછી ફોન પર લાગણીભીના થઇને વચ્ચેનો ઇતિહાસ ભૂંસીને વર્તમાનને આવકારવા તૈયાર થઇ ગયાં. સુમીધસિંહે કહ્યું હવે વચ્ચે કંઇ નહીં બસ આવી જા.. તને લેવામાં માટે... અને પન્નાબેન બોલ્યાં. અન્યાનાં ગયાં પછી તમને જોવાની તિવ્રતા વધી ગઇ છે. બસ તમારી રાહમાં એક એક પળ વિતે છે. મારાથી જે કંઇ થયું એની માફી માગું છું સુમીધસિંહ કહે વચ્ચેનો સમયગાળો હતો જ નહીં હું બધુ જ વિસારી ચૂક્યો છું...
પન્નુ તને લેવાં માટે હું જ આવું છું.. આજેજ ફલાઇટમાં હમણાં જે પ્હેલી ફલાઇટ હોય એમાંજ.. રાજ અન્યા તને મળવા ઘરે વધાવવા માટે હશે હું આવું છું બસ રાહજો હું પહોચ્યો. આમ કહીને સુમીધસિંહે ફોન મૂક્યો.
રાજ તો વાતો સાંભળીને ક્યારનો આનંદના હર્ષાશ્રુ પાડી રહેલો આજે અચાનક જ જાણે ઘર સ્વર્ગ જેવું લાગી રહેલું થોડાંક જ કલાકમાં માં ઘરે હશે.. આઇ કાન્ટ બીલીવ ધીસ પાપા... એમ કહીને એ સુમીધસિંહને વળગી પડ્યો. બંન્ને બાપ દિકરાની આંખોમાંથી આનંદનો મહીસાગર જાણે ઉભરાઇ રહેલો.
સુમીધસિંહ સ્વસ્થ થયાં અને કહ્યું નટરાજનને ફોન કર એને કહે પોંડીચેરીની જે પહેલી ફલાઇટ હોય એ મારી બુક કરે અને પાછાં ફરવાનાં બે ટીકીટ એકદમ બીઝનેસ કલાસ અને ફલાઇટ ના હોય તો ચાર્ટર બુક કરે હું હવે સમય નહીં બગાડું સત્વરે તારી માં ને ઘરે લાવું છું મારે બધીજ ગઇ ગુજરી ભૂલી જવી છે અને પહેલાંની જેમ હર્ષ ભર્યા ઘરમાં જીવવું છે. જે કંઇ બાકી રહેલી જીંદગી સાથ સાથ માણવી છે.
રાજ ખુશ થઇ ગયો એણે નટરાજનને ફોન કરીને કહ્યું "અંકલ પાપાને જવા આવવા માટે પોંડીચેરીનું ચાર્ટડ બુક કરાવો તાત્કાલીક 4 સીટર જે કઈ કરવું પડે કરો અને આજનું જ. નટરાજન પણ કોઇ કલ્પનાથી ખુશ થઇને કહ્યું "રાજ હમણાંજ કરીને જણાવું છું દીકરા...કોન્ગ્રેચ્યુલેશન્સ રાજ કહ્યું "અંકલ કોન્ગ્રેન્યુલેશન... ? હાં રાજ.. હુ સમજી ગયો અને ફોન મૂકાઇ ગયો.
રાજે પાપાને ફરીથી હગ કરીને કહ્યું "હું અન્યાને આ સમાચાર આપું. સુમીધસિંહે કહ્યું "બધી ક્રેડીટ એ છોકરીને છે.
રાજે કહ્યું "હાં પાપા લગ્નની વાત સાથે જ એણે મોમની હાજરી અને એમનાં આશીર્વાદની રીતસર શરત રાખી હતી અને જુઓ પરિણામ આજે આપણે કેવો મંગળ દિવસ જોવાનાં છીએ.
સુમીધસિંહ કહ્યું "આ છોકરીનાં પગલાં મંગળમય છે મારી નાદુરસ્ત તબીયત પછી મને પણ બહુ "ભૂલીને પન્નાને બોલાવી લેવાનાં વિચાર આવેલાં કે છેલ્લાં દિવસોમાં આપણે બધાં સાથે રહીએ બધુ જ ભૂલીને... અને આ છોકરી જાણે બધા ભાર સમજી ગઇ અને તારી માં ને મળી આવી મનાવી લીધી...
રાજે કહ્યું "એ છે જ એવી બધાને મનાવી લે.. પ્રેમથી જો બધાં કામ સરળ કરી નાંખે છે. હું એને આ સમાચાર આપું એમ કહીને એણે અન્યાને ફોન જોડ્યો.
"હાય બ્યુટીફુલ બાય હાર્ટ અને બૂક માય ડાર્લીંગ એક ખૂબ સરસ સમાચાર અનું માં સાથે મારે અને પાપાને વાત થઇ ગઇ ચે. અને પાપા જ માંને લેવાં જાય છે મેં ચાર્ટડ જ બુક કરાવી લીધું છે એટલે આજે રાત્રી સુધીમાં માં આવી જશે.
અન્યાતો ખુશીથી ઉછળી પડી... એણે કહ્યું વાહ ખૂબ સરસ સમાચાર છે આઇ એમ સો હેપી.. લવ યુ રાજ.
રાજે કહ્યું "આ બધી તારી કમાલ છે જાનું... તારાં પગલાં આ ઘરમાં પડ્યાં અને સુખ આનંદ સામેથી વધામણી કરવા માંડ્યા. પાપાએ પણ એજ કીધુ કે અન્યાનાં પગલાં મંગળકારી છે.
અન્યા થોડીવાર મૌન થઇ ગઇ. આંખોમાં આંસું તગતગી ગયાં.. ગળામાં જાણે છારી બાઝી ગઇ.. અંન્યા બોલી રાજ ખુબ સારું થયું કાલે મળીએ.. હું આજે અહીં જ રોકાઇ જઇશ રાજ કહે... કાલે ? માં ને વધાવવા તું હાજર નહીં રહે ?
અન્યાએ કહ્યું "હવે માંને તમે લોકો એકબીજાને મળી લો હું થનાર વહુ છું કાલે હું મારાં માં પાપા સાથે જ આવીશ રાજ બેસ્ટ લક એમ કહીને ફોન મૂક્યો.
રાજને થોડું આશ્ચર્ય થયું પણ વિચાર્યું અન્યા ખૂબ બધુ વિચારીને નિર્ણય લે છે. ઘણાં વરસો પછી હું માં ને અને પાપા માં ને મળશે. અમારાં અસ્તવ્યસ્ત થયેલાં સંબંધોને એક પરિણામ આપવા એકાંતની પણ જરૂર છે અંદર અંદરનાં સંબંધો વિખરાયેલાં છે એને લાગણીનાં તાંતણાંથી બાંધીશું એ ભલે કાલે આવતી...
*********
ચાર્ટડ દ્વારા સુમીધસિંહ પોંડીચેરી પહોચ્યાં સીધાં અરવિંદો આશ્રમમાં અને પન્નાની પૃચ્છા કરી. પન્નાબ્હેન એમની રાહમાં જ હતાં જેવાં સુમીધસિંહને દરવાજે જોયાં અને ભાનભૂલીને એમની તરફ દોડ્યાં. નજરોથી નજર મળી... છે.. નજીક પહોંચીને અટક્યાં આંખોએ વાત કરી... ભીંજાઇ ગઇ વરસવા માંડો.. હૈયુ હાથ ના રહ્યુ અને ફરી દોડ મૂકીને સુમીધસિંહને વળગી પડ્યાં.
ધુસ્ક્રે ધુસ્કે રડી પડ્યાં એમની છાતીએ વળગીને રડતાં રડતાં એટલું જ બોલ્યાં.... સુમીત... આઇ લવ યું. મને માફ કરો.
સુમીધસિહે એટલુ કહ્યું "પન્ના તું ક્યારેય મારાથી દૂર થઇ નથી કરી નથી.. સજળ આંખે કહ્યું "પન્નુ તું મને માફ કર હું તને સમજી ના શક્યો... માફી મારે માંગવાની છે. મદદ તો તું મને કરી રહેલી હું સમજી ઓળખી ના શક્યો. પન્નુ લવ યુ અને આપણાં જીવનનું આ વિરહનું પાનું ફાડી નાંખીએ અને બસ સાથ સાથ જીવીએ.
પન્નાબહેને કહ્યું "હવે સમય નથી બગાળવો મને આપણાં ઘરે લઇ જાવ મને મારાં રાજ પાસે લઇ જાવ આ વાત્સલ્ય ભૂખ્યું હૃદય એને જોવા-વળગી પ્રેમ કરવાં તરસી રહ્યું છે સુમીત ચાલો આપણાં ઘરે... સુમીતસિંહ પન્નાબેનનું આ નવું સુંદર પ્રેમાળ રૂપ જોઇને આનંદ સાથે કહ્યું "ચાલ પન્નુ ચાર્ટડ કરીને આવ્યો છું અને પન્નાબહેન કહ્યુ "વાહ મારાં સુમીત ઠઠારો તો તારોજ.. એમ કહીને બંન્ને જણાં વળગીને ખડખડાટ હસી પડ્યાં...
******************
બંગલામાં કાર પ્રવેશી અને રાજ દોડતો દોડતો કાર પાસે આવી ગયો અંધારામાં પણ આંખો માં ને શોધી રહી હતી. પન્નેબહેન જેવાં બહાર આવ્યાં અને માં દિકરાનો મેળાપ થયો. પન્નાબહેન રાજને ચૂમીઓ અને વાત્સલ્યથી નવરાવી દીધો અને રાજને જોઇ જ રહ્યાં. સ્થળકાળ ભૂલીને બોલ્યાં "એકલો મૂકીને ગઇ હતી અને આજે કેવો જૂવાન જોધ કુંવર થઇ ગયો છે મારો રાજ... લવ યુ દીકરાં. ચાલ મને મારાં રૂમ સુધી લઇ જા.. પછી શાંતિથી ખૂબ જ વાતો કરીશું.
ચાલ માં... રાજ ઉત્સાહથી કહ્યું અને પન્નાબેનને રાજ સુમીધસિંહમાં રૂપમાં લઇ આવ્યો. અને પન્નાબેન રૂમમાં પહોચીને ચારો તરફ જોયું અને આનંદનો સાગર ઉમટી આવ્યો.
***************
સવારે અન્યા, સેમ અને રૂબી બધાં રાજનાં બગંલે આવ્યાં. સિધ્ધાર્થનાં ઘરેથી નીકળતાં સિધ્ધાર્થે અન્યાને કહ્યું "દીકરા તારી જરૂર પડશે તો ફોન કરીશ. પણ તું નિશ્ચિંત રહેજે. તને સરસ રીતે મળી લો. અન્યાને મનમાં થયું. "સિધ્ધાર્થ અંકલ ખોટાં માથાં પછાડો છો બધુ પતાવી દીધું છે મેં અને અધૂરુ હમણાં પુરુ થશે તમને કઇ હાથ નહીં આવે.. હસતાં હસતાં જવાબ આપેલો બેસ્ટ લક અંકલ.. જ્યારે જરૂર પડે ફોન કરજો.. કહીને નીકળી ગયેલાં.
સેમે સિધ્ધાર્થની જ બીજી કાર લીધેલી અને રાજનાં ઘરે પહોચવાં માટે નીકળી ગયેલાં થોડીવારમાં જ રાજનાં ઘરે પહોંચી ગયાં. રાજ, પન્નાબેન અને સુમીધસિંહ બધાંજ ખૂબ આનંદમાં હતાં અને આ લોકોનાં આવવાની રાહ જોઇ રહેલાં.. સેમ-રૂબી અને અન્યાને જોઇને આવકારવા આગળ આવ્યા. પન્નાબેનતો દોડીને સીધાંજ અન્યાને વળગી પડ્યાં. મારી દીકરી થઇને આવી છે તું ભલે પુત્ર-વધુ કહેવડાવીશ.. લવ યુ દીકરાં પછી સેમ અને રૂબીને કહ્યું આવો આવો તમારી દીકરીનાં ઘરે જ તમારું સ્વાગત છે.
સેમ અને રૂબી ખૂબ ખુશ થયાં. અન્યાએ અને સેમ રૂબીએ જોયુ કે પન્નાબેન એકદમ કમ્ફર્ટ હતાં જાણે કંઇજ થયું નથી એમ એકદમ સ્વાભાવિક સહજ રૂપે બધાં વર્તી રહેલાં રાજ પન્નાબેનનો જાણે છેડો જ નહોતો છોડતો અને સુમીધસિંહ જાણે નવેસરથી યુવાન થયાં હોય એવાં ઉત્સાહમાં દેખાતાં હતાં.
બધા ડ્રોઇગરૂમમાં જઇને બેઠાં અને ભવદાસ અને મહારાજે બધાને ઠંડુ જળ આપ્યુ અને પછી આગળનાં હુકમની રાહ જેવાં લાગ્યાં પન્નાબહેને અસલ અંદાજમાં ભવદાસને ક્યું ભગુમહારાજ આજે બધાં સાથે જમવાનાં છીએ એ પ્રમાણે તૈયારી કરજો. તને ભવદાસ જાણે ઘરમાં ચેતના આવી ગઇ હોય એણ હોંશો હોંશે તૈયારી કરવામાં લાગી ગયો.
પન્નાબેન-સેમ અને રૂબી સાથે વાત કરવામાં પરોવાયા-સુમીધસિંહ વચ્ચે વચ્ચે સૂર પુરાવતાં હતાં અને રાજ અન્યા ઉઠીને એમનાં રૂમમાં પહોંચી ગયાં. અન્યાએ રૂમમાં જઇને કહ્યું "રાજ આજે મારાં જીવને જાણે હાંશ થઇ છે. બધાંજ કામ પુરાં થયાં છે મારાં આત્મા પર બોજ હતો બધો જ ઉતરી ગયો છે આઇ એમ ફીલ સો ગુડ એન્ડ ફૂલ... રાજ આઇ લવ યુ... અને રાજે જોયું કે અન્યાને અવાજ સંભળાય છે દેખાતી નથી...
વધુ આવતા અંકે... 58

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED