રીવેન્જ - પ્રકરણ - 49 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 49

રીવેન્જ-49

રાજન પાસેથી જરૂરી માહિતી કઢાવીને અન્યા એમની ઓફીસમાંથી બહાર તો નીકળી પણ થોડી ડીસ્ટર્બ થઇ ગઇ. આખી ઇન્ડસ્ટ્રી જાણતી જ હશે આ રોમેરો હીંગોરી કેવા માણસો છે... બધાની ઇનસાઇડ સ્ટોરી બધાં જાણતાં જ હશે. શું મારાં વિશેની વાતો પણ ચગી હશે ? ઇનસાઇડ સ્ટોરીમાં ગૂસપૂસ થતી હશે ?

રાજ સુધી વાતો આવી તો ? એનાં પાપા આ ઇન્ડસ્ટ્રીને બરાબર જાણતાં જ હશે એટલે જ એમને નફરત હશે. સારું છે રાજે કહ્યું નથી કે હું હીરોઇન તરીકે કામ કરું છું... એમનાં માટે વાત કઢાવવી સાવ સરળ છે વિચારતાં વિચારતાં અન્યાને જાણે વધુ ને વધુ બીક લાગવાં લાગી એને થયું મારાં વિશેની વાત પહોંચી તો શું થશે ? મારે રોમેરો એન્ડ કંપનીનું બેન્ડ બજાવવું જ પડશે નહીંતર... દેહ તો નથી રહ્યો પણ આવાં નિખાલસ અને પ્રેમાળ પ્રેમીને પણ ગુમાવવો પડશે. એવાં વિચારો સાથે જ અન્યા ખૂબ ગભરાઇ ગઇ. રાત્રે રાજનાં ઘરે પહોંચે પહેલાં જ કંઇક મનમાં નક્કી કરીને એણે પોડીચરીની ઉડાન પ્રેત દેહે ઉડાવી.

**************

તામિલનાડુનાં સાઉધર્ન એટલે કે દક્ષિણ ખુણે આવેલું પોંડીચેરી ખૂબ સુંદર છે. સુઘડ સુંદર દરિયા કિનારો અને એમાંય અરવિંદો આશ્રમ જ્યાં અન્યાને કામ છે એ ત્યાં આશ્રમમાં આંગણે પહોંચી સુંદર અને સ્થપતિએ કરેલા સુંદર બાંધકામ વાળું બિલ્ડીંગ વાહ આશ્રમ જોતાં જ ગમી જાય એવો. હકારાત્મક ઉર્જાથી ભરેલો શાંત.. અન્યાનો પ્રેત જીવ પણ જાણે શાંતિ અનુભવી રહ્યો. એણે પ્રેત રૂપે આશ્રમનાં રૂમોમાં તપાસ કરી લીધી અને પન્ના બગ્ગા ઉર્ફે નીલમાલિની ને જોઇ જાણી લીધાં. એમનાં દેખાવથી એણે જે વીડીયો જોયેલાં સરખાવી લીધાં. થોડી ચહેરામાં ઉમંર અને ઝાંખપ વર્તાવી હતી પણ આમ સંપૂર્ણ સ્વસ્થ હતાં.

પ્રાર્થના સમય પત્યાં પછી.... અન્યાએ આશ્રમશાળાની જ કાર્યકર હોય એવાં વેશમાં એમની સાથેનો સંપર્ક જોડી જ દીધો. પન્ના બગ્ગા જ્યાં ચાલી રહેલાં એમની પાછળ એ હતી થોડે આગળ ગયાં પછી તેઓ અટક્યા અને કોઇની સાથે વાત કરીને ધીમે ધીમે ચાલતાં આગળ વધી રહેલાં. થોડે આગળ ગયાં પછી એ એમની બરોબર બાજુમાં ચાલવા લાગી.

અન્યાએ એમની બાજુમાં જઇને ચાલતાં ચાલતાં હેલ્લો કીધુ અને પછી અન્યાનું સ્મિત જોઇને એમણે કહ્યું "હેલ્લો તમે આશ્રમમાં છો ? પહેલાં મેં તમને ક્યારેય જોયા નથી.

અન્યા થોડી સંકોચાઇ પછી વિચારેલાં પ્લાન સાથે બોલી "નો નો મેમ હું આશ્રમમાં નથી પણ વ્યસ્ત અને કામનાં બોજ લોકોની નજરનો બોજ બધાથી ત્રાસી કંટાળીને કોઇનાં કહેવાથી અહીં મનને શાંતિ અને સ્વસ્થાતા મળે એટલે આવી છું. હું અહીં નવી જ છું. કોઇ કંપની નહોતી એટલે તમને આમ દરિયા તરફ જતાં જોયાં... અને તમને જોયાં પછી ક્યાંક જોયાં છે એવી અનૂભૂતિ થઇ એટલે આપની પાસે આવી પણ હજી મને કંઈ રીકોલ નથી થઇ રહ્યું ? સોરી મેં આપને ડીસ્ટર્બ કર્યાં તમારો સમય લીધો...

પન્નાબહેને કહ્યું "ઇટ્સ ઓકે દીકરી... આમ પણ તું ઘણી મીઠી દેખાય છે... ચાલ તારી પાસે સમય અને મૂડ હોય તો હું દરિયા કાંઠે ટહેલવા જ જઊં છું.. આવ મારી સાથે..

અન્યાને તો મોંઢામાં જ જાણે દહીં થરું આવી ગયું એણે તક ઝડપીને કહ્યું "શ્યોર મેમ થેંક્સ. ચાલે વાત કરીને મારું મન પણ હળવું તશે આમ પણ બધા અહીં મનની શાંતિ માટે જ આવે છે.

પન્નાબહેન રાજની માંએ કહ્યું "પણ આટલી નાની ઊંમરે તને શેની ચિંતા છે ? તું તો હજી જુવાન છે અત્યારે આશ્રમમાં આવી રહેવાની ઊંમર થોડી છે ? શું કારણ છે ?

અન્યાએ હવે મજા આવી જે વિષય જોઇતો હતો એનો જ એમણે ઉલ્લેખ કર્યો અને એ બોલી.. મો..મ. અરે મેમ.. સાચુ કહુ તો.. અન્યાથી મોમ બોલાઇ ગયું પછી સુધારીને બોલી મેમ.. હું નવી નવી હીરોઇન બની છું અને હજી મારું પહેલું મૂવી પણ રીલીઝ નથી થયું અને હું કંટાળી ગઇ છું શું કરુ ? આ લાઇનમાં કીર્તી અને કલદાર છે પણ શાંતિ કે આરામ નથી બધી બાજુથી જાણે બધાં...... એમ અધૂરુ છોડી ચૂપ થઇ ગઇ...

પન્નાબહેને થોડી જીજીવિશા અને લાગણી થઇ આવી એમણે કહ્યું ? કેમ આમ ? અત્યારે તો મજા આવે અને તું મુંબઇ છોડી પોંડીચરી આવી ? આજ પ્રશ્ન છે કે બીજો ?

અન્યાએ હવે બધુ નજદીકતા લાવીને કહ્યું "મેમ તમે પણ કામ કરેલું છે તમને તો ખબર જ હશે ને ? સાચી વાત એવી છે કે મારાં લગ્નની વાત ચાલે છે અને મારાં ફીયાન્સનાં પાપાને ફીલ્મ લાઇન પર ખૂબ જ તિરસ્કાર છે અને મારાં ફીયાન્સે એમને જણાવ્યું નથી. હવે લગ્નની વાત ચાલે છે અને મને ડર છે કે ખબર પડશે તો સંબંધ તૂટી જશે. એટલે ટેન્શનમાં છું.

"કેમ સંબંધ કરતાં પહેલાં એ લોકોએ તારી તપાસ નહોતી કરી ? અન્યાએ કહ્યું "ના અમારાં પ્રેમ લગ્ન છે એનાં પિતાને તો હું પ્હેલાં નામથી જ જાણતી હતી પછી રૂબરૂ મળી... હમણાંથી જ એમની સાથે મુલાકાત થાય છે મને તો ખૂબ ડર લાગે છે. આમ પણ હું આ લીધેલું મૂવી પુરુ કરીને ઇન્ડસ્ટ્રી છોડીજ દેવાની છું.

વાતો કરતાં કરતાં એ લોકો ખાસા આગળ નીકળી ગયાં અને પછી પન્નાબહેને કહ્યું "હવે આપણે પાછા ફરવું જોઇએ ઘણાં આગળ નીકળી ગયાં છીએ. અને એ કંઇક વિચારમાં પડી ગયાં.... અન્યાએ જાણી લીધું કે હવે એ પણ એમનાં ભૂતકાળમાં ચાલ્યા ગયાં છે.

અન્યાએ કહ્યું "કેમ મેમ ચૂપ થઇ ગયાં ? તમારે તો... એને અટકાવીને પન્નાબહેને કહ્યું "તું મારી પાસે જ કેમ આવી ? શું કારણ છે ? શું ભેદ છે ? અન્યાએ કહ્યું "એજ કે તમારી પાસેથી સારુ માર્ગદર્શન મળશે એજ કારણ...

પન્નાબહેને પૂછ્યું તારાં સસરા અને ફીયાન્સ કોણ છે ? અન્યાએ એમની આંખમાં આંખ પરોવીને સીધુંજ કીધુ "રાજવીર સુમિધસિંહ બગ્ગા....

પન્નાબહેનતો નામ સાંભળીને હક્કા બક્કા થઇ ગયાં સુમિધસિહ બગ્ગા સાંભળી પગ અટકી ગયાં અને અન્યાની સામેજ જોઇ રહ્યાં. એમની આંખોમાં ભીનાશ છવાઇ ગઇ. એમણે અન્યાનો હાથ જોરથી પકડી લીધો અને બોલ્યાં સાચે ? તું રાજની પ્રિયતમાં છે ? મને થોડીઘણી ખબર તો પડી હતી એમનાં વિશ્વાસુ નોકર આઇમીન અમારાં નોકર ભવદાસે કહેલું કે કોઇ છોકરી આવે છે બાબાસાહેબને મળવાં લાગે એ લોકોને પ્રેમ છે. બસ આટલું જ જાણુ છું. એમ કહીને અન્યાને ખેંચી છાતીએ વળગાવી દીધી.

એય તું ખૂબ ચાલાક છે મારાં સુધી કેવી રીતે પહોંચી ? પણ તને જોઇને આનંદ થયો કે રાજે ખૂબ સુંદર અને હોંશિયાર છોકરી પસંદ કરી છે. રાજની પસંદગી મને ખૂબ ગમી છે. ગોડ બ્લેસ યુ.

આમ અચાનક થોડીક ક્ષણોમાં જ અજાણ્યા જાણે પોતાનાં થઇ ગયાં. પછી તો પન્નાબહેને બધાં ખૂબજ પ્રશ્નો રાજ માટે પૂછવા માંડ્યા કેવી રીતે મળ્યા ? શું થયું ? તારાં પેરેન્ટ્સ કોણ છે ? ક્યાં રહે છે. એટલાં પ્રશ્નોનો મારો ચલાવ્યો કે અન્યાને શું બોલવું સમજ જ ના પડી અને અંદર પ્રેતનાં શરીરમાં પણ જાણે ચિરાડો પડી ગયો કે મોમ કેટલાં ખુશ થઇ ગયાં છે પણ હું એમને કે રાજને કંઇ આવી નથી શકવાની હું તો એક પ્રેત છું પ્રેત શરીર છું હુ શું કરી શકવાની ?

થોડીવાર બોલ્યાં કર્યા પછી પન્નાબહેને કહ્યું "હુ જ પૂછ્યાં કરુ છું તું તો કંઇ બોલતી જ નથી. આટલી વાત થઇ તારુ નામ જ ના પૂછ્યુ તારું નામ શું છે દીકરી ?

અન્યાએ કહ્યું "મોમ આપણે અહીં બેસીએ અને તમારાં બધાં જ પ્રશ્નના જવાબ આપું છું પછી રાતની મારી ફલાઇટ છે મારે નીકળવાનું છે માત્ર તમને શોધતી શોધતી મળવા આવી છું મારુ નામ અન્યા ફર્નાન્ડીઝ છે. મારાં પાપા સેમ અને મોમ રૂબી એમ કહીને ઇતીશ્રી અંત સુધીની બધી જ વાત કીધી. રાજની મુલાકાત-મુવીમાં પ્રવેશ કોલકતા મુંબઇ -કોલકતા-રાજવીર અને એક એક વાત રીવેન્જ સિવાયની બધી જ કહી દીધી છેલ્લી વાત પુરી કરતાં કહ્યું "હવે રાજનાં ડેડીએ મારાં પેરેન્ટસને લગ્ન માટે કહેરાવ્યુ છે અને મેં રાજને કહ્યું આપણાં લગ્ન સમયે મને તારાં મોમ પણ જોઇએ એવી શરત રાખી... અને મેં એને પ્રોમીસ કરેલું કે હું તમને શોધી મનાવી લાવીશ.

મોમ હું મુંબઇમાં પણ બધો માહોલ બનાવીને અમે જ તમને સામેથી લેવા આવીશું. આઇ પ્રોમીસ યુ. બાકીની વાતો મારે જાણવી નથી. મને રાજવીરે ઘણું શેર કર્યું છે પણ હવે આપણે ફરી મળીશું. અને તમારાં સંપર્કમાં રહીશ. મોમ તમારી કોન્ટેક્ટ ડીટેઇલસ આપો પ્લીઝ અને પન્નાબહેને સજળ આંખે અન્યાને બાથ ભરી પ્રેમ કર્યો અને બધી ડીટેઇલ્સ આપી.

પન્નાબહેને કહ્યું "મારાં રાજ કરતાંય તું આગળ વધીને મારી પાસે આવી મને તારાં ઉપર વિશ્વાસ બેસી ગયો છે અને હું મારાં ખોવાયેલા સંસારને અને મારાં કુટુંબમાં ભળવા અને વધાવવા રાજી છું. તું મને કહીશ એમ કરીશું મને અહીં એક સંત રહે છે એમણે કહેલું "દીકરી તારુ કુટુંબ તને સામેથી લેવા આવશે અને નિમિત્ત એક અનન્ય જીવ હશે. અનન્ય જીવ તું અન્યા જ. થેંક્યુ ગોડ.. અન્યાએ નમ આંખે એમની સામે જોયું અને અનન્ય જીવ શબ્દ વાગોળી રહી..

વધુ આવતા અંકે - પ્રકરણ-50

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Hemali Mody Desai

Hemali Mody Desai 3 વર્ષ પહેલા