ગઈઢા ગાડા વાળે ભઇલા ગઈઢા ગાડા વાળે ! માથા-દાઢીના ચાંદી જેવા સફેદ વાળ એક અજબ આકર્ષણ ઉભુ કરતા ! આ ગઇઢા સમાજનો માન મોભો ગણાતા . એક અવાજ કરેને એટલે જુવાનિયાઓ આઘા-પાછા થઇ જતા , રોતા-ગાંગરતા છોકરાઓ છાના રહી જતા, છોકરીઓ-વહુઓ નીચી મુંડી કરીને કામે વળગી જતી ! એટલુજ નહિ પરંતુ ગઈઢા પાસેની લાકડી ને જોઇને જ જાણે તેમને માન આપતા હોય તે રીતે શેરી ના કુતરા –ઢાંઢા પણ ડાયા-ડમરા બની શાંત પડી જતાં ! આવી ધાક આ લોકોએ એક સમયે બોલાવેલી ! આનું કારણ આ લોકો નિઃસ્વાર્થપણે કુટુંબ-સમાજ ની જવાબદારી માથે લેતા જરા પણ અચકાતા નહિ. તે મુખ્ય હતું !
કાળક્રમે સમય બદલાતા-બદલાતા ગઈઢાની સફેદી નું સ્વરૂપ પણ બદલાવા લાગ્યું ! તેરી સાડી મેરી સાડી સે સફેદ કેસે ?! આવુ જ વલણ આ ગઈઢાઓ માં આવવા લાગ્યું, પરંતુ ઉલ્ટુ ! મેરી દાઢી સે તેરી દાઢી બ્લેક કેસે ?! જવાબ મળવા લાગ્યો બ્લેક ડાઇ સે ! બાઇઓની જેમ ભાઈઓમાં પણ દેખા-દેખી , ઈર્ષા , અદેખાઈ ,હરીફાઈ નું તત્વ દાખલ થયું ! મોટા ભાગના ગઈઢાઓ દાઢી , માથાના વાળ માં ડાઇ મારવા લાગ્યા ! લગ્નપ્રસંગે ,સગાઈ પ્રસંગે કે પછી કોઇ પિક્ચર/બિક્ચર જોવા જવા માટે કે પછી કોઇ નાટક-બાટક જોવા જવા માટે વાણંદ પાસે દાઢી-માથામાં ડાઇ ના પિછડા મરાવા લાગ્યા ! કયાંક વિનુ કરતાં હુ ઊતરતો ન દેખાઉ ! મારો બેટો 60 થયાં તોય હજુ લઈડે રાખે છે તો હુ તો હજુ 55 નો જ છું , હુ શું કામ ન લડુ ?!
આમ ધીમે-ધીમે સમાજનો કલર કાચીડાની જેમ બદલવા લાગ્યો ,ગઇઢાઓનું વેઇટેજ તૈયાર થવામાં વધવા લાગ્યું ,પરંતુ તેમનો કુટુંબ ઉપરનો પ્રભાવ ઘટવા લાગ્યો ! આવું 2 કારણ થી બનવા લાગ્યું – એક તો જુવાનિયાઓને એમ લાગવા માંડ્યુ કે આ તો મારા બેટાવ મારા દાદા-દાદી , કાકા-કાકી , મામા-મામી , બા - બાપા , ફુવાં-ફોઇ , માસા-માસી વગેરે ,વગેરે , વગેરે અમારી હરીફાઈ કરે છે ! અમારો મેળ ક્યાંય ખાતો નથીને કે પછી અમારો મેળ ખાય તે માટેના પ્રયત્નો આ લોકો કરતાં નથી અને મારા બેટાવ પોતે લડવા નીકળી પડ્યા છે !
રાજકારણમાં તો આવા એક જુવો ને એક ભૂલો તેવા એક-એકથી ચડે તેવા નમુના પડ્યા છે , 80 વરસે પણ બોલે છે—અભી તો મૈ જવાન હુ ! આમ આ રીતે પબ્લિક ની ખોટી – ખાસ કરીને જુવાનિયાઓની હરીફાઈ કરે પછી તો પબ્લિક ની નજરમાથી ઉતરીજ જાય ને ?! બીજું મહત્વ નું કારણ આ લોકો નો આવા કારણથી કુટુંબ-સમાજ પરનો વોલ્ટ સાવ તળીએ આવી ગયો અને આવા કારણોથી તેઓને વૃદ્ધાશ્રમના પગથિયાં ચડવાનો વારો આવી ગયો ! કુટુંબ-સમાજ માં એમ મનાવા લાગ્યું - ખાસ કરીને જુવાનિયાઓ , નવા-નવા લગ્ન કરેલા વર-વધુઓ તથા ટીનેજરો (છોકરા-છોકરીઓ) પણ એમ માનવા લાગ્યા કે - આ લોકો કાળા કરે છે તો આ લોકો પણ આપણાં જેવડા જ છે - લાગે છે ! ખાલી ઉમર નો જ ફર્ક છે બુદ્ધિનો-પીઢતા નો શૂન્ય ! આથી આવી માનસિકતાને પ્રતાપે – ગઈઢાઓનો વોલ્ટ, માન –માભો ,આબરૂ કાળક્રમે ઘટતા-ઘટતા શૂન્ય લેવલે આવી ગયા છે ! જાગો સમાજ જાગો ! ધોરાની પણ એક ખૂબી-પર્સનાલિટી , વોલ્ટ , માન -માભો હોય છે ! આની જીવતી-જાગતી સાબિતી જોઈતી હોય તો તે છે – 75 ની આસ-પાસ પહોચેલ સુપરસ્ટાર ( બિગ બી ) અમિતાભ બચ્ચન ! કેવા ધોરી દાઢી માં શોભે છે ! બીજો દાખલો જોઈએ તો આપણાં ભુતપૂર્વ લોક-લાડીલા પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહ તેમજ હાલના સદા બહાર લોક-લાડીલા પ્રધાનમંત્રી આપણાં પ્યારા-ચહીતા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી ! શું આ બધાએ કોઇ દિવસ માથે/ચેહરે ડાય નો પિછડો માર્યો છે ? નહિ ને ? તો પણ કેવો દેશ-પબ્લિક- દુનિયા ઉપર તેમનો વોલ્ટ છે/હતો ! બરોબર છે ને ? ”અમુક ઉમર પછી ના સમયેથી કરેલા ‘બ્લેક’ થી નથી તો કોઈ આપણને ફાયદો કે પછી નથી સમાજને ફાયદો કે પછી નથી આપણાં દેશની ‘ઇકોનોમીને’ (આપણાં અર્થતંત્રને !) ફાયદો !” ‘વ્હાઇટ’ નુ વેઇટેજ ‘બ્લેક’ કરતા હમેશા વધારે જ હોય છે અને હોવુ જ જોઈએ તેમજ રહેશે પણ ! રહેશે ને ? રાખવું જોઈએને ? આપનું શુ માનવું છે ? જરા પ્લીઝ , શાંતિથી વિચારજો , સૌને ધન્યવાદ !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( હળવી હાસ્ય કથા તથા કટાક્ષ કથા ના લેખક )
સહયોગ- સંકલન: મૌલિક બિપિનભાઈ ભોજાણી (B.E. Mechanical)